An unknown relationship - 1 books and stories free download online pdf in Gujarati

એક રિશ્તા અણજાના... - 1


"હાથ દુઃખે છે યાર..." રોહિણી એ કહ્યું.

"બતાવ તો... કોણે કીધેલું આટલા બધા કપડા ધોવાનું?!" સત્યજીતે થોડું અકળાતા કહ્યું.

"કામ તો કરવું પડે ને..." એને કહ્યું અને સામેની બારીથી બહાર જોવા લાગી. કોઈ ઊંડા વિચારોમાં એ જાણે કે ખોવાઇ ગઇ!

"લાવ હાથ દબાવી આપુ..." કહેતા સત્યજીતે એના હાથને દબાવવા શુરૂ કર્યા.

"નેહાના હાથ પણ આમ જ દબાવતો હોઈશ ને?!" રોહિણી હજી પણ એ બારીને એકધારી જોઈ રહી હતી.

"ઓ! શું મતલબ?!" સત્યજીતે અકળાતા કહ્યું.

"હું જાણું છું બધું... બધા એ જ તો વાતો કરે છે!" રોહિણી જાણે કે સત્યજીત સામે પણ જોવા નહોતી માંગતી!

"એક્સક્યુઝ મી! તને મારી પર ટ્રસ્ટ છે કે બીજા લોકો પર?!" સત્યજીતે એની હડપચી પકડીને એના ચહેરાને એની બાજુ કર્યો.

"લિસન... કોઈ મારા વિશે જે વિચારે... પણ તું મારા વિશે શું વિચારે છે, એ વધારે ઈમ્પોર્ટન્ટ છે!" સત્યજીત ના અવાજમાં ભીનાશ વર્તાતી હતી.

"જો આ ખોટો દેખાવો ના કર... ખરેખર તો તું તારી નેહાનો જ છું!" રોહિણી ની આંખો રીતસર રડી પડી. સત્યજીતે એણે બાહોમાં લઇ લીધી.

"રિલેક્સ યાર... હું તારો જ છું... કોઈ પણ મને તારાથી નહિ છીનવી શકે!" સત્યજીત નો હાથ હજી પણ રોહિણીના પીઠે ફરી રહ્યો હતો.

🔵🔵🔵🔵🔵

"મને ભીંડા નું શાક નહિ ભાવતું એટલે તું મને આ હોટલમાં લઈને આવ્યો ને? પણ કેમ તું મારી માટે આટલું બધું કરે છે?!" રોહિણી એ સત્યજીત ની આંખોમાં આંખો પરોવતા પૂછેલું.

એટલા બધા લોકોની વચ્ચે પણ સત્યજીત ને તો ખબર પડી જ ગઈ હતી કે આજે રોહિણી એ કઈ ખાધું નહિ તો એ એને આં હોટલમાં લઈ આવ્યો હતો.

"એ તો... એ તો..." કોઈ વીજળીના ચમકારાની જેમ એક ખ્યાલ સત્યજીત ને આવ્યો તો એને કહ્યું, "ભાભી એ કહેલું ને કે મારી એકની એક બહેન નું ખાસ ધ્યાન રાખવાનું એટલે!"

"બસ એટલું જ ને?!" રોહિણી એ ફરી પૂછેલું.

"હમમ..." સત્યજીત માંડ બોલી શક્યો. જૂઠ બોલવું એટલું આસાન થોડી હોય છે?!

"હાથ બહુ જ દુઃખે છે..." રોહિણી એ ખાતા ખાતા જ કહેલું.

"હા તો કોણ કહે છે કામ કરવાનું?!" સત્યજીત બસ કહી જ દેવા માંગતો હતો પણ એનામાં હિંમત જ નહોતી.

"એક વાત પૂછું?!" રોહિણી એ કહ્યું તો સત્યજીત એ તુરંત જ જવાબ આપ્યો - "હા, હા! પૂછ ને!"

"આટલા બધા લોકોની વચ્ચે તને કેવી રીતે ખબર પડી કે આજે હું ભૂખી છું?!"

"બહુ દૂર નહોતો હું કઈ!" સત્યજીતે કહ્યું.

"તમારા તો મેરેજ થવાના છે ને?!" રોહિણી એ કહ્યું તો સત્યજીત ને ઝટકો લાગ્યો!

"મેરેજ! અને મારા! ઈમ્પોસિબલ!" એના મોંમાંથી નીકળી ગયું.

"અરે હા તો! શું નામ છે એનું... હા... નેહા સાથે!" રોહિણી એ એવી રીતે કહ્યું જાણે કે સાફ સાફ એમ જ ના કહેતી હોય કે આ બધું મારી માટે ના કરશો આ બધું તો તમારે નેહા માટે કરવું જોઈએ!

"જો એવું કઈ જ નહિ..." પોતાનું સર્વસ્વ જ ના લુંટાઈ ગયું હોય એમ સત્યજીત આજે ફીલ કરી રહ્યો હતો!

રોહિણી એના આગળના જવાબની રાહ જોઈ રહી હતી.

વધુ આવતા અંકે...

એપિસોડ 2માં જોશો: "ઓકે... મારે તને એક ખાસ વાત કહેવી છે..." સત્યજીત એ એને કહ્યું પણ એ આગળ કઈ કહી શકે એ પહેલાં જ ઘરે થી એક કોલ રોહિણીના ફોનમાં આવ્યો.

"અરે કઈ છો?! જલ્દી ઘરે આવો ને!" કોલ એની મોટી બહેનનો જ હતો.

"આઇ એમ સો સોરી! પણ આપને ફટાફટ ઘરે જવું જ પડશે!" રોહિણી એ કહ્યું અને બંને ઘર તરફ ચાલતા થયા.

સત્યજીત ના મનમાં વાતને ના કહી શકવાનો ભારોભાર અફસોસ થઈ રહ્યો હતો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED