અણજાણ્યો સાથ - ૧૩ Krishna દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અણજાણ્યો સાથ - ૧૩

મિત્રો, સમય કેટલો જડપથી વહી જાય છે ને, અને માનવી એને પકડી રાખવા કેટકેટલી માથાકુટ કરે છે, રોજ અવનવી શોધો કરે છે જેથી ભુતકાળ ની સારી યાદો કંડારી શકેે.
માનવની ઔદ્યોગિક ક્રાંતિ માં પણ એક નવું નામ, નવી શોધ ઉમેરાઈ ગઈ હતી, ને એ હતો મોબાઇલ. આજ સુધી કૉડલેસ, ને લેન્ડ લાઈન માં ચાલતો ભારત હવે મોબાઇલ સાથે પા પા પગલી ભરી રહ્યો હતો, ને આ જ મોબાઇલ સપના ની દુનીયા માં પણ પગપેસારો કરવા જઈ રહ્યો છે, તો ચાલો જાણીએ આગળ શું થશે.





હનીમૂન થી આવે એક મહિના ઉપર જેટલો સમય થયો હોવા છતાં રાજ નાં ચહેરા પર હજુ પણ એજ નશો હતો.
જયારે સપના ભવિષ્ય માટે વર્તમાન માંજ તૈયારી કરવા વારી.
સપના રાજ ને રોજ કહતી, રાજ આમ પાસ્ટ માં જીવીશ તો ફયુચર નું કયારે વિચારીશ. ને રાજ હંમેશા કહેતો, સપના તું તારા નામ પ્રમાણે ફયુચર નાં સપના જો, પણ ફયુચર સેફ કરવા માટે આપણું વર્તમાન કેમ ગુમાવે છે, હજુ એક મહિનો થયો છે લગન ને અને તું જો જરા ખુદને, જાણે ૨૫ વરસ થઈ ગયા હોય એટલી ગંભીર છે, તારો નવવધૂ નો નુર તે ખોઈ દીધો છે ભવિષ્ય ની ચિંતા માં.
રાજની આ વાત સપના ને સાચી લાગે છે, પણ પોતે શું કરે, હનીમૂન થી આવ્યા ત્યારે વિણા બેન પથારી વશ થઈ ગયા હતા, રાજ ને સપના ના હનીમૂન જવાના ત્રીજા દિવસે તેમને પેરાલીસીસ ( લકવો ) અટેક કરે છે, ને એમના શરીર નો આખો ડાબો ભાગ લકવાગ્રસ્ત થઈ જાય છે, એટલે હવે ઘરની જવાબદારી સપના ને કાંધે આવી જાય છે, ને સાથે એક અજીબ શક્તિ. પોતાનો અપમાન સહન કરવાની શક્તિ, જે કદાચ દરેક સ્ત્રી માં હોય જ છે. દોસ્તો કહેવાય છે ને કે મને કે હારે હાર હૈ, મન કે જીતે જીત. એવી જ પરીસ્થિતિ હતી હમણાં વિણા બેન ની.
વસંત ભાઈ સાથે પરણી ને આવો ૩૦ વર્ષ થયાં, આ ૩૦ વર્ષ માં એમણે એક આદર્શ પત્ની, આદર્શ વહુ, આદર્શ મા, ભાભી, દરેક સંબંધ નિખાલસતા થી ને પ્રેમ થી નિભાવી જાણ્યો પણ આદર્શ સાસુ બનવાનાં એમનાં ઓરતા અધુરા રહી ગયા. લકવા ના હુમલાએ એમને તોડી પાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો. એમને પોતાના નિત્યક્રમ માટે પણ સપના ની જરૂર પડવા લાગી, ને ત્યાં જ રોપાઇ ગયો બીજ સપના માટે ની નફરત નો.
મિત્રો, અત્યાર સુધીના સફરમાં ફક્ત પ્રેમ જ પ્રેમ હતો, પણ આજથી શરૂ થાય છે સપનાનો નવો સફર જેમાં પ્રેમ નો ફક્ત પડછાયો જ છે.
ને આ વાર્તા કાલ્પનિક જ છે, એટલે કોઈને એને પર્સનલી ન લેવા માટે વિનંતી🙏🙏🙏.


રાજ ખૂબ ખુશ હતો આજે, કેમ કે સપના નો રીઝલ્ટ આવી ગયો હતો. સપના ૯૦% સાથે પાસ થઈ ને ફેશન ડિઝાઇનર બની ગઈ. હવે એને પોતાનો બુટીક શરૂ કરી ને નામાંકિત ડિઝાઇનર બનવું હોય છે, પણ એના માટે ૨ વર્ષ નો એક્સપિરિયન્સ સાથે સર્ટિફિકેટ ની જરૂર પડે છે, ને એક્સપિરિયન્સ માટે બહાર જઈને જોબ કરવી જરૂરી હતું.
બપોરે જમતી વખતે સપના વસંત ભાઈ ને બધી વાત કરે છે વસંત ભાઈ સપના નો સાથ આપતા કહે છે, બેટા હું તારી સાથે છું.પણ પપ્પા હું બહાર રહીશ તો મમ્મી નું ધ્યાન કેવી રીતે રાખી શકાય. વસંત ભાઈ કહે છે, દિકરા આપણે એક બાઈ રાખી લઈએ, જે તારા ગયા પછી આમને સાચવી શકે, તારે એમની બધી તૈયારી કરી જવાની, જેથી બીજી કોઈ તકલીફ ન પડે.
સપના ને આ વાત યોગ્ય લાગે છે, જયારે રાજ અને વિણા બેન ને નથી ગમતી, બંને પોતાનો વિરોધ બતાવે છે, પણ વસંત ભાઈ સામે બંન્ને ની એક પણ ચાલતી નથી.

સપના, વસંત ભાઈ નો સાદ સાંભળ્યો ને સપના દોડતી આવી, હા પપ્પા કહેતા, વસંત ભાઈ સપના ના હાથ માં બે બોક્સ મુકે છે, ને કહે છે લે આ એક તારી માટે ને એક રાજ માટે. સપના ખોલી ને જુએ છે તો આતો મોબાઇલ હોય છે, (નોકિયા નો કિપેડ વારો) સપના ખુશ થઈ જાય છે, ને કહે છે પપ્પા મે બે ત્રણ ઠેકાણે વાત કરી છે જોબ માટે હવે જોઈએ કયાં થી કૉલ આવે છે. વસંત ભાઈ ભલે કહીને પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે, પણ વિણા બેન બંને ની વાત સાંભળી ગયા હતા ને મનમાં ને મનમાં સપના થી ગુસ્સે થઈ રહયા હતા, એટલે સાંજે રાજ ના ઘરે આવતા રાજ ને સપના વિરુદ્ધ ભડકાવતા, કેમકે એમને સપના ની ઈર્ષા થવા લાગી હતી, પોતાને પલંગ પર થી વ્હિલચેર પર જવા માટે પણ સપના ના ઓશિયાળા થઈ ગયા હતા, ને હવે જો સપના કામ માટે બહાર જાય તો પોતાને ખુબ તકલીફ પડે, એ વાત નો અંદાજ હતો એમને, એટલે પોતાનો બળાપો સપના પર કાઢતા, ને સપના બહાર ન જાય એ માટે રાજ ના કાન ભરતા. એટલે રાજ ને સપના વચ્ચે જગડા સાથે મન નાં અંતર પણ વધતા ગયા.

રોજ રોજ ના કકડાટ થી સપના માનસિક તાણ માં રેવા લાગી, ને પોતે આ મહીના નાં પિરિયડ મીસ કરી ગઈ છે એ પણ ધ્યાન ન રહયું, બીજા મહીને પણ પિરિયડ ન આવતા ડૉ, પાસે જાય છે ને તપાસ માં ખબર પડી કે સપના ૨ મહીના pregnant હતી. એ પણ એક નહિ બે બે જીવ એની અંદર જીવી રહ્યા હતા. સપના તો જાણે સ્વર્ગ માં વિહરતી હોય, એટલા ઉત્સાહ ને હર્ષ સાથે આ ખુશ ખબર બધા ને સંભળાવવા દોડી પડી ઘરે. પણ ખુશી એ તો સપના સાથે જાણે અબોલા લીધા હોય એમ પાછી જતી રહે છે. દરવાજે પહોંચાતા સપના ના કાને અવાજ પડે છે, પપ્પા ને રાજ વચ્ચે બોલાચાલી થતી હોય છે, ને વસંત ભાઈ રાજ ને કહે છે, તારે સપના નો સાથ ન આપવો હોય તો ના આપ, પણ હું આપીશ, દિકરી છે મારી, જવાબદારી છે મારી, કહેતા વસંત ભાઈ ની નજર દરવાજા પર ઉભેલી ને રડતી સપના પર પડે છે, એના હાથમાં મિઠાઈ નો બોકસ હોય છે. સપના ને જોતા વસંત ભાઈ શાંત થાય છે ને કહે છે કયાં ગયી તી બેટા, ને આ મિઠાઈ શા માટે???
સપના વસંત ભાઈ ને ભેટીને રડી પડે છે, ને કહે છે, પપ્પા હું ડૉ, પાસે ગયી તી, એટલે વસંત ભાઈ ચિંતા કરતાં કહે છે,ડૉ, પાસે કેમ બેટા, તારી તબીયત સારી નથી,તો મને કહેવુ જોઈએ ને હું આવત તારી સાથે. બોલ દિકરા તને શું થયું છે?? શું કિધુ ડૉ, એ?? પપ્પા તમે, તમે દાદા બનવાના છો, હું મા બનવાની છું ને મારા પેટમાં આપના વંશનાં ૨ જીવ જીવી રહયા છે.એક શ્વાસે બોલી ગઈ સપના. સાંભળતા જ વસંત ભાઈ તો જાણે કુબેર નો ખજાનો મળી ગયો હોય એટલા ખુશ થઈ ગયા. ને સપના ને છાતી સરસું ચાંપી ને આશીર્વાદ આપે છે.

મિત્રો, હજુ સપનાની કિસ્મત કેવા ખેલ ખેલે છે એ જાણવા માટે મારી સાથે મલજો આવતા ભાગ માં. ત્યાં સુધી જયશ્રી કૃષ્ણ 🙏🙏🙏
આપના અમુલ્ય પ્રતિભાવો મને કોમેન્ટ કરી ને જરૂર જણાવજો.