Accompanied by strangers - 12 books and stories free download online pdf in Gujarati

અણજાણ્યો સાથ - ૧૨

શિમલા:

ભારતીય લોકો માટે એમનું સ્વિત્ઝર્લેન્ડ, હિમાચલની રાજધાની, હરીયાળી સાથે બરફાચ્છાદિત પર્વતમાળાઓ, મન મોહી લેતા કુદરતી દૃશ્ય, ચારે બાજુથી રેલાતો બરફીલો ઠંડો પવન, રોમ રોમ ઉત્તેજિત કરી મુકવા માટે કાફી હતો. નવદંપતિઓ માટે હનીમૂન માટેની સર્વોત્તમ જગ્યા એટલે હિમાચલ પ્રદેશની આ બર્ફીલી પર્વત શ્રેણીઓ જેમાં અમુક સમય સુધી જ સૂરજ દાદાના દર્શન થાય એ પણ સવારે 5 વાગે તો સૂરજ ઉગી નીકળે અને પર્વતોને ચીરતો ચીરતો આખા શિમલામાં ફરી વળે.

લાંબા સફરથી થાકેલા રાજ અને સપના પણ હમણાં એમના હનીમૂન સ્વિટમાં એકબીજાનો સાનિધ્ય માણી રહ્યાં હતાં, એમનાં સહવાસમાં ખલેલ પાડી રુમ સર્વિસ વાળાએ, જે #સરાજ નું લન્ચ લઈને આવ્યો હતો. હંમેશા શાંત રહેતી સપના અહીંના માદક વાતાવરણમાં રાજને ભરપૂર સહકાર આપી રહી હતી. બંને એકબીજાને પ્રેમથી ખવડાવી જમણ પુરુ કરે છે. પછી રાજ કહે છે, સપના હવે થાક ઉતરી ગયો હોય તો ફે્શ થઈને શિમલા ફરવા નિકળીએ? એટલે સપના પોતાની હામી ભારે છે અને પછી ફે્શ થઈને તે તૈયાર થઈ જાય છે. સપના તૈયાર થતી હોય છે કે રાજ બસ એને જોતો જ રહી જાય છે, હંમેશા ભારતીય પરિધાનમાં સજ્જ સપનાએ આજે ડાર્ક બ્લુ જીન્સ ઉપર વ્હાઇટ ટોપ, કાનમાં મેચિંગ ઈયરીંગ્સ, હાથમાં નવવધૂને છાજે એવો ચુડો, પગમાં હીલ્સ, ખુલ્લા વાળ, સેથે સિંદૂર, ને ગળામાં રાજના નામનું મંગળસુત્ર, હોઠે લાલ લિપસ્ટિકમાં તૈયાર થયેલી સપનાને રાજ અપલક નજરે જોતો હોય છે. ત્યાં સપના આવીને રાજના હોઠે શરારત થી હળવું ચુંબન કરે છે, ને કહે છે મને જ જોવી હોય તો મુંબઈ પાછા જતા રહીએ! રાજ એની વાત સાંભળીને હસે છે, ને કહે, હા બકુલ, બસ ૧૦ મિનીટમાં તૈયાર થઈ જઈશ.
થોડી વાર માંજ બંન્ને નીચે આવે છે, ને નિકળી પડે છે શિમલાનો આહલાદક સફર કરવા માટે નીકળી પડે છે.

સપના અને રાજના સફરનું પહેલું મુકામ હતું દેવદારના વૃક્ષથી આચ્છાદિત પર્વત એટલે ગ્રીન વેલી. પોતાના નામને સાર્થક કરતો કરતો પર્વત એટલે ગ્રીન વેલી જે લીલોછમ હોય છે. દરેક ઋતુમાં આ પર્વત માળા લીલીછમ જ હોય છે, સહેલાણીઓ માટે ફોટો સેશનની ઉત્તમ જગ્યા! રાજ પોતાની સાથે કેમેરો લઈને આવ્યો હતો. તે આ કેમેરા વડે તેના અને સપનાના આ હનીમૂનને એક યાદગાર લમ્હો બનાવીને કેમેરા દ્વારા કેદ કરી રહ્યો હતો.

ગ્રીન વેલીનો આનંદ માણ્યા પછી રાજ અને સપનાનું નેકસ્ટ સ્ટેશન હતું કુફરી! જે અમુક સમયે બરફની સફેદ ચાદર ઓઢી લેતું. ત્યાંની ખાસિયત છે ખચ્ચરની સવારી, કુફરીમાં ખચ્ચરની સવારી કરીને પર્વતની ટોચ પર બનાવેલા પોઈન્ટ થી, ટેલિસ્કોપ વડે સામે ભારતના તાજ એવા હિમાલયના દર્શન કરવા. પણ આ શું? એક ખચ્ચર પર એકજ વ્યક્તિ બેસી શકે, એટલે સપના અને રાજ બંને અલગ અલગ ખચ્ચર ઉપર બેઠા હોય છે. થોડા જ ઉપર જતાં બંન્નેના ખચ્ચરોને જાણે મસ્તી ચડી હોય તેમ, એકબીજાની સાથે લડવા લાગે છે. એમની આવી લડાઈથી સપનાને ડર લાગતો હતો, ને સપના વારે ઘડીએ રાજનો હાથ પકડી લેતી. જેમ તેમ કરીને બંન્ને પોઈન્ટ પર પહોંચ્યા, ને ત્યાંથી ટેલિસ્કોપની મદદથી હિમાલયના અદ્ભૂત દર્શન કર્યા! ઘણા બધા ફોટા પાડયા, ને નીચે પાછા ફર્યા, પણ આ વખતે ખચ્ચરો શાંત હતાં.

હવે હોટેલ પહોંચીને ડીનર પણ રુમમાં જ મંગાવી લે છે. જમીને બંને ફે્શ થઈને બેડ પર આજના દિવસની વાતો સાથે એકબીજાના સાનિધ્યની મજા પણ માણતા હતાં, આખા દિવસના થાકને લીધે બંન્નેને કયારે ઊંઘ આવી ગઈ લે ખબર જ ન પડી.

શિમલામાં બીજી સવાર:-

સપનાની આંખ ખુલે છ, ઘડિયાળ દશનો સમય બતાવી રહી હતી. સપના ઉઠીને તૈયાર થઈ જાય છે, આજ એણે બ્લેક કલરની ૩/૪ કેપરીને ઉપર યેલ્લો ટી શર્ટ પહેરી, લાઈટ મેકઅપ, કરીને તૈયાર થયા પછી રાજને ઉઠાડવાની કોશિશ કરે છે, પણ રાજ પાંચ મીનીટ, પાંચ મીનીટ કરીને, આળસ કરે છે. એટલે સપના રાજને ઉઠાડવા પોતાના ભીના વાળ, રાજના ચહેરા પરને કાનમાં ફેરવીને હેરાન કરે છે. સપનાના વાળમાંથી આવતી ભીની ભીની ખુશ્બુથી રાજ પણ રોમાન્સના મુડમાં આવી જાય છે.

બંને તૈયાર થઈને આજે નીચે ડાયનીંગ એરીયામાં બ્રેકફાસ્ટ માટે આવે છે, બ્રેકફાસ્ટ પછી તે ટ્રોય ટ્રેનની મુસાફરી કરવા માટે નીકળી પડે છે. ટ્રોય ટ્રેન મોટા મોટા પર્વતોમાં થઈને આગળ વધતી હોય છે જે સપના અને રાજ માટે એક અત્યંત રમણીય દ્રશ્યને જન્મ આપે છે. ટ્રોય ટ્રેનની મુસાફરી કર્યા બાદ માલ રોડ બજારમાં જવા માટે નીકળી પડે છે. જયાં જઈને સપના અને રાજ ભારતનો ખૂબ મોટો ધ્વજ જોઈને ખૂબ ખુશ થઈ જાય છે. પછી સપના મમ્મી પપ્પા માટે અને રાજ માટે શોપિંગ કરે છે, અને રાજ પણ દૂર જઈને સપના માટે કંઇક ખરીદી આવે છે. પછી બંને પાછા ફરે છે હોટેલમાં આવીને સાંજનું ભોજન લઇ રાત્રે મનાલી જવા માટે નીકળી જાય છે.

મનાલી:

બીજા દિવસે સવારે ઠીક સાત વાગે રાજ અને સપના કુદરતના ખોળે બેસેલુ , કુદરતનો અપ્રતીમ નઝારો એટલે મનાલી પહોંચી જાય છે. બરફાચ્છાદિત પર્વતમાળાઓ સાથે લાંબા લાંબા પાઈનના વૃક્ષો વચ્ચે દૃશ્યમાન થતી હરીયાળી, તન સાથે મનને ટાઢક આપતું આલ્હાદક વાતાવરણ, આવાજ વાતાવરણની નાનકડી ઝાંખી કરાવતી હોટેલ, હોટેલ મનાલી પ્લાઝા. (મિત્રો અહીં હોટેલ નું વર્ણન ન કરતાં આગળ વધીએં). અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ હોટેલ મનાલી પ્લાઝા. રાજ ન્યાય સપના ચેકઈન કરીને પોતાના રુમમાં પહોચે છે. ફે્શ થઈને જમીને થોડા સમય માટે સુઈ જાય છે.

અગિયાર વાગવા આવ્યા હોય છે અને સપના અને રાજ હજુ પણ સુય હોય છે. રૂમમાં મુકેલ ફોનની રીંગ વાગે છે અને એની સાથે સપના ઉઠી જાય છે. સપનાને સામેથી ફોનમાં એવું કહેવામાં આવ્યું હતું કે એક કલાકમાં તૈયાર થઈને નીચે આવી જાઓ, આજે વશિષ્ઠ ટેમ્પલ, હેદિંબા ટેમ્પલ અને બમ્પી જમ્પિંગનો લાભ લેવા માટે જવાનું હોય છે. સપના ફટાફટ રાજને ઉઠાડી દે છે અને ફટાફટ બંને તૈયાર થઈને નીચે પહોંચી જાય છે. જ્યાં પહેલેથી જ ટેક્સી આવીને ઉભી હતી. રાજ અને સપના ફટાફટ ટેકસીમાં બેસી જાય છે અને ટેકસી ચાલવા લાગે છે અને સુધી જ જઈને વશિષ્ઠ ટેમ્પલ આગળ ઉભી રહે છે. સપના અને રાજ વશિષ્ઠ ઋષિના દર્શન કર્યા પછી હેડિંબા ટેમ્પલ જવા માટે નીકળી જાય છે. જ્યાં મોટા અને ઊંચા દેવદારના વૃક્ષ જોઈને સપના અને રાજ નવાઈ પામી જાય છે.હેદીંબા ટેમ્પલની મજા માણ્યા પછી રાજ અને સપનાની સવારી બમ્પી જમ્પિંગ માટે નીકળી જાય છે. ત્યાં પહોચીને પહેલા તો સપના ખૂબ ડરી જાય છે કેમકે બંને છેડે બાંધેલી રસ્સી ઉપર ઉપર થી નીચે સુધી જુલવા માટે સપના તૈયાર ન હતી. રાજ જેમ તેમ કરીને સપનાને મનાવે છે અને પછી જેવો જ રાજ અને સપનાનો વારો આવે છે કે સપના ત્યાંથી ભાગવા લાગે છે. રાજ તેની પાછળ દોડવા લાગે છે અને અંતે સપના તેના હાથમાં આવી જાય છે. રાજ પછી તેને બંપ્પી જમ્પિંગ તરફ લઈ જાય છે અને બંને દોરડા ઉપર ઊંધા લટકીને મધ્ય બિંદુ તરફ જાય છે. પછી તે બંનેને જુલવવાનું શરૂ કરવામાં આવે છે અને ઝૂલતા ઝૂલતા સપના અને રાજના પગ ઠંડા પાણીમાં અડી રહ્યા હોય છે. સપના ખૂબ ડરી રહી હોય છે પણ રાજ સાથે હોવાને લીધે તે પોતાના ડર ઉપર જીતી રહી હોય છે. પછી રાજ અને સપના હોટેલ તરફ જવા માટે રવાના થઈ જાય છે.

બીજા દિવસે સવારે રાજ અને સપના રોહતાંગ પાસ જવા માટે નીકળી પડે છે. વચ્ચેથી રાજ અને સપના ડોગરી ખરીદી લે છે જેથી તે બરફમાં રહીને તેમાં રમી શકે! પછી તે બંને રોહતાંગ તરફ નીકળી પડે છે. સપના અને રાજ માટે નવાઈની વાત તો એ હતી કે ભારતની બીજા નંબરની સૌથી મોટી ટનલ એટલે કે અટલ ટનલમાં થઈને એ લોકો રોહતાંગ જવાના હતા. ટનલ એક દમ નજીક આવી જાય છે અને એને જોઈને રાજ અને સપના ખુશ થઈ જાય છે કેમકે એ ટનલ જેટલી લાંબી હતી એટલી જ સુંદર અને વિશાળ પણ હતી.

ટનલમાંથી બહાર નીકળ્યા પછી તે લોકો સીધા જ રોહતાંગ પાસ આવી જાય છે, જ્યાં વહેલી નદી ઉપરનો લોખંડના મોટા પુલને પાર કરી એ લોકો બરફની મજા માણવા માટે આગળ વધે છે. બરફમાં જઈને રાજ અને સપના ખૂબ એન્જોય કરે છે. રાજ સપના ઉપર બરફ ફેંકી રહ્યો હોય છે એટલે સપના તેનાથી બચવા ભાગવા લાગે છે. સપના પાછળ રાજ પણ બરફ લઈને ભાગે છે. સપના આગળ અને રાજ પાછળ દોડતા હોય છે અને રાજ સપનાને પકડીને બરફમાં નીચે ફેંકી દે છે. રાજ અને સપના બરફમાં પડ્યા પડ્યા એકબીજાની અંદર ખોવાઈ જાય છે. કલાકો બરફમાં રમ્યા પછી રાજ અને સપના ત્યાંથી સોલાંગ વેલી જવા માટે રવાના થઈ જાય છે. ત્યાં કુદરતી સોંદર્યનો લાભ ઉઠાવીને સપના અને રાજ ખૂબ ખુશ થઈ જાય છે. ત્યાંથી તે તિબેટિયન બજારમાં સોપિંગ કરવા માટે નીકળી જાય છે. ગરમ કપડાં અને બીજી જરૂરિયાતની વસ્તુ ખરીદી રાજ અને સપના ઠીક ત્રણ વાગે હોટેલ આવી જાય છે. ત્યાંથી તે લોકો કુલુ માટે નીકળી પડે છે જ્યાં જઈને પાંચ કિલોમીટર સુધીની રિવર રાફ્ટિંગનો આનંદ રાજ અને સપના ઉઠાવી રહ્યા હોય છે. સપના બ્યાસ નદીમાં વહેતા પાણીને જોઈને ડરી રહી હોય છે, વચ્ચે આવતા મોટા મોટા પથ્થર અને તેમાં સપના અને રાજની નાવ અટકાઇ જાય છે. રાજ અને નાવ ચાલક નીચે ઉતારીને આ નાવને ધક્કા મારવા લાગી જાય છે. જ્યારે નાવ ચાલક નીચે જુકવાનું કહેતો ત્યારે સપના અને રાજ નીચે જુકી જતા અને બ્યાસ નદીનું પાણી બંનેને ભીંજવી નાખે છે. રિવર રાફ્ટિંગ કર્યા પછી રાજ અને સપના પોતાના ભીના કપડા બદલી દે છે.

શિમલા, મનાલી અને કુલુની ઠંડકનો લાભ ઉઠાવ્યા પછી સપના અને રાજની સવારી અમૃતસર માટે નીકળી પડે છે. સવારે ચાર વાગે તે અમૃતસર પહોંચી જાય છે ત્યાં હોટેલમાં ચેકઇન કર્યા પછી તે પોતાના રૂમમાં જઈને નિરાંતે સુઈ જાય છે. ઠીક નવ વાગે સપનાની આંખ ખુલી જાય છે અને પછી તે રાજને પણ જગાવી દે છે. બંને ફ્રેશ થયા પછી બ્રેક ફાસ્ટ કરવા માટે નીચે જાય છે. બ્રેકફાસ્ટ કર્યા પછી સપના અને રાજ ગોલ્ડન ટેમ્પલ જાય છે.ગોલ્ડન ટેમ્પલમાં દર્શન કર્યા પછી એ લોકો દુર્ગાયા ટેમ્પલ જાય છે જે દેખાવમાં એક દમ સુવર્ણ મંદિર જેવું જ હોય છે. અમૃતસરના બજારમાં ફરીને તે લસ્સી અને ખોયા ગુલ્ફિની મજા ઉઠાવે છે અને ઠીક સાંજે પાંચ વાગે તે દિલ્હી માટે રવાના થઈ જાય છે. દિલ્હી થી ફ્લાઇટ પકડીને સપના અને રાજ બીજા દિવસે સવારે ઠીક છ વાગે મુંબઈ આવી જાય છે.

મિત્રો, કેવી રહી શિમલા - મનાલી ની સફર મને કોમેન્ટ કરી ને જરુંર જણાવજો, સપના ના બાકીના સફર માટે મળીએ આવતા ભાગ માં ત્યાં સુધી જયશ્રી કૃષ્ણ🙏🙏🙏.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED