અણજાણ્યો સાથ - ૧૦ Krishna દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અણજાણ્યો સાથ - ૧૦

" લગ્ન " દરેક છોકરીનાં જીવન નું એક દિવાસ્વપ્ન. દિકરી નાની હોય ત્યારે કહેતી હોય કે મમ્મી-પપ્પા હું લગન નહી કરું, હું તમને મુકીને કોઈ બીજા ઘરે નહીં જઉ. ત્યારે મા-બાપ દિકરી ની ખુશી માટે એને હા પણ પાડતા હોય છે, પણ, જયારે એજ દિકરી મોટી થાય છે, ત્યારે પોતે પોતાનો જીવન સાથી પસંદ કરીને મા-બાપ ને કહે છે કે મારે આની સાથે લગ્ન કરવા છે, ત્યારે પણ મા - બાપ દિકરીનું સુખ જ ઈચ્છે છે. લોકો કહે છે કે શાદી કા લડ્ડુ જો ખાય વો પછતાય ઔર જો ના ખાય વો ભી પછતાય. એટલે ન ખાઈને પછતાવા કરતાં લોકો ખાઈને પછતાવા નું વધુ પસંદ કરે છે, તો ચાલો જાણીએ કે આપણી આ લગ્નોત્સુક જોડી #સરાજ આ લાડવો ખાઈને પછતાય છે કે રાજી થાય છે.
અરે વિણા, હજુ તમે તૈયાર જ થતાં રહેશો તો અહીં તૈયારી કોણ સાચવશે. આ તમે સ્ત્રીઓ તૈયાર થવામાં આટલો સમય કેમ લેતા હશો, શું ખબર કયો મીસ. વર્લ્ડ નો ખિતાબ મળવાનો છે તમને. વસંત ભાઈ તૈયાર થઈને વિણા બેન ને બોલ બોલ કરતાં હતા, પણ જ્યારે તૈયાર થઈ ને વિણા બેન આવ્યા તો વસંત ભાઈ જોતા જ રહી ગયા, ને મોઢા માંથી ઉદ્ગાર નિકળે છે, હજુ પણ એટલા જ સુંદર લાગો છો જેટલા ૨૭ વરસ પહેલાં લાગતા. વિણા બેન, એટલે જ અમને તૈયાર થતાં વાર લાગે છે કે તમને યાદ રહે કે તમારી નજર અમારા પરજ રહેવી જોઈએ, બાકી આજુબાજુ સૌંદર્ય દૃષ્ટિ કરીને આંખો ખરાબ નથી કરવાની. બન્ને હસી મજાક કરતા બહાર આવે છે, ત્યાં રાજ તૈયાર થઈ વાટ જોતો ઉભો હોય છે, મરુન-ગોલ્ડન રંગ ની શેરવાની, માથે એવોજ મેચિંગ સાફો, હાથ માં તલવાર, પગે મોજડી, રાજ એકદમ રાજકુમાર લાગતો હતો, વિણા બેન રાજ ની નજર ઉતારે છે, ને કહે છે તમે બંન્ને બેસો હું સપના ને લઇ આવું, એટલે રાજ કહે છે મા, સપના ને લેવા હું જાઉં? પ્લીઝ, એટલે વસંત ભાઈ કહે છે કે હા ભલે જા, પણ જલ્દી પાછા આવો બંન્ને, મોડું ના કરતાં. લે ને આ ઓઢણી સપના ને ઓઢાડીને લઈ આવજે.

સપના તૈયાર થઈ ને બેઠી હોય છે, પોતાના વિચારો માં ખોવાયેલી સપના ને રાજ જયારે હાથ વડે સ્પર્શ કરે છે, ત્યારે જબકિ ને કહે છે, રાજ તમે? પણ મમ્મી આવાના હતા ને, એટલે રાજ સપના ના હોઠ પર આંગળી મુકે છે, ને કહે છે, શશશશશ....... મારી દુલ્હન ને મારા કરતાં પહેલાં કોઇ ન જોઈ શકે, આ પુનમના ચાંદનાં દર્શન નો પેલો હક મારો જ છે, સપના.
Sapna u r looking SO beautiful, ને સપના નો હાથ પકડી ને એને નીચે ચાલવાનું કહે છે, બંન્ને નીચે આવે છે, વિણા બેન સપના ની નજર ઉતારે છે. સપના આજ ખરેખર બઉજ સુંદર લાગે છે, એણે એની મમ્મી ના દાગીના પહેર્યા છે, હવે વસંત ભાઈને કહે છે, પપ્પા આ ઓઢણી ને મિંઢોળ તમે જ પેરાવો મને મારા પપ્પા હંમેશા કહેતા કે સપના દિકરા, તને ઓઢણી ને મિંઢોળ હું જ પહેરાવીશ, હવે આ હક તમને જ નિભાવવો છે પપ્પા, કહીને સપના વસંત ભાઈને ભેટી પડે છે, વસંત ભાઈ પણ લાગણી વશ થઈને રસમ પુરી કરે છે, ને ચારે જણ લગન મંડપમાં જવા ગાડીમાં બેસી નિકળી પડે છે. ગોર મહારાજ વિધિ શરૂ કરે છે, એક પછી એક , હવે મહારાજ કહે છે, કન્યાદાન માટે કન્યા પિતા આગળ આવો. આટલું સાંભળતા જ સવારથી રોકી રાખેલો આંસુઓ નો બંધ સપના ની આંખો માંથી વહી જાય છે, ત્યાં જ વસંત ભાઈ આવીને કહે છે, દિકરી કેમ રડે છે, તારો બાપ છે હજુ અહીં તારો કન્યાદાન કરવા. ને વસંત ભાઈ કન્યાદાન ની વિધિ કરીને બંન્ને નું ગઠબંધન કરે છે, ને ગોર મહારાજ સર્વ મંગલ સાવધ નાં ઉચ્ચાર સાથે, મંગળ ફેરા ચાલુ કરે છે, ચોથે ફેરે સપના આગળ હોય છે, પછી સપ્તપદીના સાત વચનો લેવાય છે, ને રાજ સપના ને સેથે સિંદૂર ને ગલે મંગળસુત્ર પહેરાવીને લગ્ન વિધિ પુરી કરે છે. ગોર મહારાજ ના કહ્યા અનુસાર વડીલોને પગે લાગે છે. બધા લોકો નવદંપતી ને આશીર્વાદ આપે છે, એટલે રાજ ને પણ સપના સાથે ગમ્મત કરવાનું મન થયું, રાજ સપના નો હાથ પકડી ને કહે છે, કોન્ગરેચ્યુલેશન્સ સપના જી આજથી તમે મારા ધર્મ પત્ની છો, એટલે તમારે મારી બધી જ વાતો માનવી પડશે, ઓર્ડર ફોલો કરવા પડશે, બોલો મંજૂર છે? સપના પણ રાજ ની ગમ્મત સમજી ગઈ એટલે કહે છે, ના નહીં માનું.
સપના ની વાત થી રાજ નું મોઢું ઉતરી ગયું, રાજ નું વિલું મોઢું જોતા સપના હસી પડે છે, ને કહે છે, હું સપના રાજ જોષી, તમારી બેટર હાફ, તમારી પત્ની, તમારા દરેક સુખ - દુઃખ માં તમને સાથ આપવાનો વચન આપું છું. ને સાથે તમારી પાસે થી પણ એવીજ આશા રાખું છું. સપના ની વાત સાંભળીને બધા હસવા લાગ્યા, પછી બધા ઘરે આવે છે, વિણા બેન સપના નો ગૃહ પ્રવેશ કરે છે. આખા દિવસ ની દોડધામમાં બધા થાકી ગયા હોય છે, એટલે વિણા બેન સપના ને એના રુમમાં જઈને આરામ કરવા કહે છે.

સપના બેસીને રાજ નો ઈંતજાર કરતી હોય છે, ત્યાં રાજ આવે છે,ને સપના ની બાજુમાં બેસે છે, સપના ને ઠેંક્યુ કહે છે. આજ બંન્ને ના હૈયે ચળવળાટ હોય છે, પોતાના પિ્યતમને પામવાની, તન મનથી એકબીજા માં ઓળઘોળ થઈ જવાની, આજની રાત બંન્ને ના મધુર મિલનની સાક્ષી બની રહી હતી, બે હૈયા એકબીજા ના આલિંગન માં ખોવાઈ ગયાં હતાં, ને શરુંઆત થઈ હતી એમના વિવાહિત નવજીવન ની.
બીજા દિવસે સવારે.
આજની સવાર સપના માટે નવો ઉત્સાહ લઈને આવી હતી, નાહીને તૈયાર થઈ ને ખુદને અરીસા માં જોતા, શરમાઈ ગઈ, નવવધૂ નો શણગાર, ને રાજનો પ્યાર, બંન્ને નો રંગ એનાં ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો. રાજ ને પ્રેમ થી ગુડ મોર્નિંગ કહીને સપના, કિચનમાં જાય છે, બધા માટે ચા નાસ્તો બનાવે છે, ત્યાં સુધી જણ આવે છે, બધા મળીને ચા નાસ્તો કરે છે, એટલે વસંત ભાઈ સપના ના હાથ માં એક કવર આપે છે, ને કહે છે, અમારા બંન્ને તરફથી તમને લગ્ન ની ગિફ્ટ. જેમાં હનીમૂન ટુર નો પેકેજ હોય છે, શિમલા-મનાલી નો. ૨૩ ની ફ્લાઇટ હતી, સપના પેકિંગ કરે છે. ઘરનાં કામો મા આખો દિવસ કયાં નીકળી જાય છે, કે કોઈ ને આવતી કાલની તારીખ યાદ જ નોતી, પણ સપના કેમ ભુલે, એ કોજાગરો દિવસ, એ મનહુસ તારીખ, જેણે એની દુનિયા જ છિનવી લીધી. બીજા દિવસે સપના એકદમ ગુમસુમ ને શાંતિ થી પોતાનું કામ કરતી હતી, ત્યાં રાજ આવી ને બધા ને કહે છે કે આપણે ૧૨ વાગે બહાર જવુ છે, એટલે જલ્દી તૈયાર થઈ ને આવો, ને જમવાનું પણ બહાર જ છે. સપના નું મન તો નોતું જવા માટે પણ જો ના કહે તો રાજ ને ન ગમે એટલે કરવાના મને તૈયાર થઈ ને આવે છે.

તમને શું લાગે છે મિત્રો, રાજ બધા ને કયાં લઈ જવા માંગે છે, શું હશે રાજ નો પ્લાન? જાણવા માટે મળીએ આવતા ભાગ માં.
તમારા અમુલ્ય અભિપ્રાયો મને કોમેન્ટ કરી જરૂર જણાવજો.
જયશ્રી કૃષ્ણ 🙏🙏🙏