અણજાણ્યો સાથ - ૧૧ Krishna દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અણજાણ્યો સાથ - ૧૧

રાજ બધાને બાર વાગે નીચે આવવાનું કહે છે, કયાં જવાનું છે એની કોઈને ખબર નથી પણ સપનાની ઉદાસ આંખો જોઈને વસંતભાઈને અંદાજ આવે છે કે વાત જરૂર સપનાને લગતી હોવી જોઈએ! બાર વાગ્યાની સાથે વસંતભાઈનો પરિવાર નીચે મળે છે, પછી રાજના કહેવા અનુસાર બધા ગાડીમાં બેસી જાય છે. સપનાની ઉદાસી જોતા વસંતભાઈ અને વિણા બેન પણ કંઈજ ન બોલતા ચુપ બેસે છે. ૩૦ મિનીટની ડ્રાઈવ બાદ રાજ ગાડી રોકે છે અને પછી બધા નીચે ઉતરે છે. પછી બધા રાજની પાછળ ચાલવા લાગી જાય છે. રાજ એક અનાથાશ્રમની બહાર ઉભા રહીને કહે છે, બસ પહોંચી ગયા! સપનાની આંખોમાં જોતા રાજ કહે છે સપના તું સવારની ઉદાસ છે, તને શું લાગ્યું કે હું આ મનહુસ તારીખ ભુલી શકીશ? રાજ ની વાત સાંભળીને સપના એને ભેટીને રડી પડે છે, સપના અને રાજની વાત સાંભળીને વસંતભાઈ અને વિણાબેન પણ સમજી ગયા કે વાત શું છે. બધા સાથે મળીને સપનાને શાંત કરાવે છે, એ લોકો વાત કરતા હતા ત્યારે એક ટેમ્પો આવે છે, ને એમાંથી રસોઈ ભરેલા મોટા મોટા વાસણો લઇને માણસો આશ્રમની અંદર જાય છે.

રાજ તેના પરિવારને લઈને અંદર જાય છે, અને કહે છે, સપના આપણે આપણા સ્વજનોને પાછા તો નથી લાવી શકતા પણ એમની યાદમાં કંઈક તો કરી શકીએ છીએ ને? એટલે આજ આપણે આપણા હાથે આ અનાથ બાળકોને જમાડશું, અને આપણે પણ આ લોકો સાથે અહીં જ જમીશું! મમ્મી પપ્પા સપના ચાલો હવે છોકરાઓ બિચારા વાટ જુએ છે એમને ભુખ લાગી છે અને મને પણ! પછી મળીને બધા પરોસવા લાગે છે, જમતી વખતે આ અનાથ બાળકોના ચહેરા પર જે સંતોષ અને ખુશી હતી એ જોતાં સપનાને એક અદ્ભુત શાંતિનો અહેસાસ થયો, તે રાજને ઠેંક્યુ કહે છે, એટલે રાજ બોલ્યો સપના જેમ તે મારા પરીવારને તારો માન્યો છે એમજ હું પણ તારા પરીવારને મારો જ માનું છું! મને પણ એમના ન હોવાનું દુઃખ છે, તને રડતાં, તકલીફમાં જોતા મને પણ તકલીફ થાય છે. હવે તારું મારું કંઈ તારું મારું ન રેતા આપણું બની ગયું છે. છે ને??? પછી સપના હા કહીને વ્હાલથી રાજ ને વળગી રહે છે.

મમ્મી પપ્પા સપના ચાલો ગાડીમાં બેસો, હજુ એક જગ્યાએ જવુ છે, એટલે બધા ગાડીમાં બેસી જાય છે. હવે રાજે ગાડી એક વૃદ્ધાશ્રમ આગળ પાર્ક કરીને બધાને અંદર લઈ ગયો. એટલે સપના પુછે છે, રાજ આ લોકોને પણ જમાડવા છે??
રાજ કહે છે, ના સપના આ વૃદ્ધ લોકો છે, એમને બિચારાને ખાવા ની નહીં પણ પ્રેમ અને લાગણીની જરૂર હોય છે, આ લોકોને ખાવાનું અહી વ્યવસ્થિત મલી રહે છે, પણ સંબંધોમાં રહેલ પ્રેમ રૂપી ઉષ્મા નથી મળતી, એટલે આપણે અહીં આ લોકો સાથે સમય પસાર કરશું અને મેં બધા માટે કપડાં મંગાવ્યા છે, જે આમને આપીશું, જેથી આમને પણ કયાંક જરાક ખુશી મળે અને એમના સંતોષથી આપણા પરીવારની આત્માઓને શાંતિ મળશે! સપના કંઈક કહેવા જાય છે, પણ રાજ એને રોકીને કહે છે, ઠેંક્યુની જરૂર નથી, એ પરીવાર મારો પણ હતો. આ બધું જોતા વસંતભાઈ અને વિણાબેનની આંખો પણ ભીની થઇ જાય છે અને તે બંનેને પોતાના સંસ્કારોના સિંચન ઉપર ગર્વ મહેસુસ થાય છે.
આજ સપનાને રાજ પ્રત્યે વધુ માન અને પ્રેમ ઉમટી આવે છે. હવે બધા ઘરે આવે છે, એટલે વિણા બેન કહે છે બેટા તમને કાલે સવારે વહેલા નીકળવાનું છે તો તમે તમારી જવાની તૈયારી કરો અને હું રસોઈનું કામ પતાવી લઉં છું. એટલે સપના ભલે મમ્મી કહીને રુમમાં જઈને પેકિંગ કરવા લાગે છે. સપના પોતાની ધૂનમાં કામ કરતી હોય છે ત્યાં રાજ આવીને એને પાછળથી બાથમાં ભરીને પ્રેમ કરવા લાગે છે, પણ..... સપના, સપના રાજને કહે છે, પતિ દેવ, હવે ૮ દિવસ પ્રેમ જ પ્રેમ કરવાનો છે, એટલે હમણાં મને કામ કરવા દો, નહીં તો જો કંઈ છુટશે તો તમે જ બોલશો. એટલે રાજ કહે છે, છૂટતું હોય તો છુટવા દે, પણ તને અનહદ પ્રેમ કરવો મારો અધિકાર છે ને મને મારા અધિકારથી કોઈ વંચિત નહિ રાખી શકે, સમજી ગયા, મિસિસ જોષી! કહીને રાજ સપનાને પોતાની પ્રેમ વર્ષામાં ભીંજવી દે છે.
સવારે ૫ વાગ્યાની ફ્લાઇટ હતી, ૩ વાગ્યે જ એરપોર્ટ જવા નિકળવાનું હતુ, એટલે મમ્મી પપ્પાને ધ્યાન રાખવાનું કહીને બંને ટેક્સી કરીને એરપોર્ટ પહોંચ્યા, મુંબઈથી દિલ્હી પ્લેનમાંને ત્યાંથી શિમલા વોલ્વોમાં. સપના માટે ફ્લાઇટનો પહેલો અનુભવ હતો, એને ડર સાથે રાજના સહવાસનો રોમાંચ પણ હતો. સ્પાઈસ જેટની ફ્લાઇટ #સરાજ ને લઇને ૨ કલાકે દિલ્હી લેન્ડ થઈ. એરપોર્ટ પરથી જ શિમલા માટેની વોલ્વો પહેલાથી જ બુક હતી. ૬-૭ કલાકમા બસ એમને હોટેલ સત્યમ પેરેડાઈઝ પહોંચાડે છે.
સત્યમ પેરેડાઈઝ, બહારથી જોતા જ કોઈ ભવ્ય મહેલ જેવું બાંધકામ, બહાર પ્રાંગણમાં મોટા મોટા બે ફાઉંટેન, નીચે આંખો ને ઠંડક આપે એવી ગ્રીન લોન, બંને બાજુએ કતાર બંધ ઉભેલા વૃક્ષો, ને ત્યાં વહેતો, ઠંડો પવન, ત્યાંની ઠંડીનો અહેસાસ કરાવતા હતા. હોટેલના મુખ્ય ધ્વાર પર ઉભેલો દરવાન, અંદર જતાં લોકો પર અત્તર છંટકાવ કરીને ત્યાં ના વાતાવરણને અત્યંત મોહક બનાવતો હતો. હોટેલમાં અંદર ડાબી બાજુએ રિસેપ્શન એરિયા, જે નાજુક વેલો થી આકર્ષક રીતે સજાવેલ હતો, જમણી બાજુએ વેટિંગ એરિયા હતો, બરોબર વચ્ચે ઈટાલિયન ઝુમ્મર ની ખુબસુરતી સાથે નીચે લાગેલી ઈટાલિયન ફલોરીંગ , જે કોઈ હીરાની જેમ ચમકારા મારતી હતી. જે જોઈને સપના અને રાજ પણ આફરીન થઈ ગયા. સપનાને વેટિંગમાં બેસાડીને રાજ રિસેપ્શન પર જઈને ઈંકવાયરી કરે છે, રૂમ માટેની પ્રોસેસ કર્યા પછી સપનાને લઈને પોતાના રુમમાં જાય છે.
હનીમુન સ્વિટ, રાજને સપના નો રુમ. કોઈ મહેલના રુમ જેવો જ, આખા રુમને 💞શેપના બલુનથી શણગારેલો હોય છે, રુમની વચ્ચે કિંગ સાઈઝ બેડ, બેડ પર રોમેન્ટિક રીતે 💞 શેપમાં ગોઠવેલી ગુલાબની પાંદડીઓ, સુગંધીદાર મીણબત્તી,
જમણી બાજુએ નાનો રુમ બાર, ડાબી બાજુએ બાથરુમ, અને બેડની બરાબર સામે ડ્રેસિંગ ટેબલ જ્યાં નાનું ટેપ રેકોર્ડર મુકેલું હતુ,ને એમાં વાતાવરણને તરોતાજા કરતાં ગીતો વાગી રહ્યા હતા, રૂમની બહાર બાલ્કનીમાં જવા માટે એક દરવાજો અને આખી બાલ્કની ખાઈ તરફ હતી જ્યાંથી ઊંડી ખીણમાં ઉગેલા વૃક્ષો અને અંદર બનેલા ઘર સપનાની નવાઈનો પાર નથી રાખતા! પછી સપના તો રુમ જોઈને જ ખુશ થઈ ગઈ! રાજ ખુશ થયેલી સપનાને જોઈને રોમેન્ટિક થઈ જાય છે.

મિત્રો, તમને આપણા # સરાજ ની હનીમૂનની સફર કેવી લાગે છે એ મને કોમેન્ટ કરી ને જરૂર જણાવજો. હજુ શિમલા- મનાલી ની આગળ ની સહેલ ને #સરાજ નો રોમાંસ જોવા મળીએ આવતા ભાગ માં, ત્યાં સુધી જયશ્રી કૃષ્ણ🙏🙏🙏