આ બુક મારી કવિતાઓ નો સંગ્રહ છે .બધી જ કવિતાઓ માં મેં આપણું એટલે કે લોકો નું અને આપણા જીવન નું (આજના જીવન નું ) વર્ણન કર્યું છે . જે મેં મારી 20 વર્ષ ની સફર દરમિયાન જોયું , જાણ્યું અને અનુભવ્યું છે.
હું એટલું ચોક્કસ પણે કહી શકુ કે આ પુસ્તક વાંચનાર નો સમય વેડફાસે તો નહીંજ . દરેક માટે અલગ અલગ પણ કોઈ ને કોઈ કવિતા તો દરેક વાચક ના હૃદય ને સ્પર્શશે જ, આવી મને દ્રઢ પણે ખાતરી છે.
આ કવિતાઓ માં મારા વડીલો અને અમુક ખાસ લોકો ના સંસ્કારો ની ઊંડી છાપ છે . એટલે હું બાહેંધરી આપું છું કે અબાલ વૃદ્વ કોઈ પણ ઉમર ની વ્યક્તિ આ પુસ્તક મુક્ત મને વાંચી શકે છે .
આ પુસ્તક ની કવિતાઓ મહદઅંશે ગુજરાતી માંજ લખાયેલી છે. અને આવી શ્રેષ્ઠ ભાષા ના ઉચ્ચત્તર સ્તરે પહોંચવું એક એન્જીન્યરિંગ સ્ટુડન્ટ માટે અઘરું હોય તેથી વાચક ને વ્યાકરણ ની ભૂલો મને બાળક સમજી ક્ષમા કરવા વિનંતી છે.
મારી કલમ ની ધાર ક્યાંક વધુ તીક્ષ્ણ થઇ હોય અને કોઈ ને તેનાથી દુઃખ પહોંચે તો તેના માટે પણ ક્ષમા માંગુ છું.
આ પુસ્તક તમે વાંચતા હશો ત્યારે આમાં કેટલી કવિતા હશે તેની મને ખબર નથી . પરંતુ આ કાવ્ય સંગ્રહ મારા જીવન પર્યતઃ ચાલવાનો એવું કહી શકાય ...!!!તો દરેક વાચક મિત્ર ને દિલ થી આભાર .આ પુસ્તક હું મારા શિક્ષકો અને મારા માતા પિતા ને સમર્પિત કરું છું .
- યુવરાજસિંહ જાડેજા
(1) હોસ્ટેલ
ઘરે મા કાયમ મારી વાટ જોવે છે....
કરી યાદ , તે કાયમ શાને રોવે છે...?
દેવાને દિલાસો કાયમ તને હસાવુ છું...
સાચું ખોટું કહી ખુદનેય આમજ મનાવુ છું...
મીઠી યાદ ને ખારા આંશુ સાથે પચાવુ છું...
જમવાના સાવ ખોટાજ વખાણ કરીને , તારી રોટલીઓ ભુલાવુ છું..
હસતા રમતા અચાનક સ્તબ્ધ થઇ જાવ છું...
કોરી ધાકોળ આંખે અંદરથી સાવ પલળી જાવ છું....
તુ ફરી ઉઠાડીશ એ ખાતરી એ કેતો કે "દસ મિનિટ સુઈ જાવ છું"..
સ્નુઝ તો એમાય આવે , પણ હવે એકજ અલાર્મે ઊઠી જાવ છું...
તુ કેવો તૈયાર કરી દેતી સ્કુલ માટે,અહીં રોજ કોલેજ જાવ છું..
પણ હવે તો ખાલી કપડા પેરુ છું, તૈયાર ક્યાં થાવ છું.....
તને ચીડવીને કેતો "હું વરસાદ મા નાવા જાવ છું"
હવે તો બસ ખાલી વરસાદ મા પલળી જાવ છું...
તુ ફરિયાદ કરતી ને , કે હું પેટ ભરીને નાસ્તો કરુ છું...
લે બસ અહીં હવે નાસ્તો કરીને પેટ ભરુ છું....
ક્યારેક ભણતા ભણતા દિવસો ગણુ છું...
ને ક્યારેક દિવસો ગણતા ગણતા ભણુ છું....
પણ મા , આમાં દુઃખ ની વાત ક્યાંય નથી....
માળા ના લગાવે ઊડવુ નહીં , એ કંઈ ન્યાય નથી....
##################
(2) અકબંધ છે
બહાર પેટ ભરીને ખાઘા પછી પણ ,હ્રદય ના કોઇ ખુણે સાવ ભુખ્યા....
"મા",તારા હાથ ની રોટલી ના સ્વાદ નો વટ અકબંધ છે....
રોજ પરસેવે ભીંજાયા ને પાણીએ નાહ્યા પછી પણ અંદર થી સાવ કોરા....
ગંદા ખાબોચિયા , કાગળ ની હોળી ને વરસાદ નો વટ અકબંધ. છે...
માણસ જવાબદારીઓ ના જંગલ માં ઉભો ઉભો હસવાના કારણ શોઘે છે...
પેહલાં કરેલા ખડખડાટ હાસ્ય ને બાળપણ નો વટ અકબંધ છે...
ફેસબુક અને વોટ્સએપ પર ઢગલો મીત્રો હોવા છતા ક્યાંક સાવ એકલા...
સ્કૂલ ની તે પાટલી ને જુના મીત્રો નો વટ અકબંધ છે....
સપનાઓ ના સ્વાર્થે હવે ઉજાગરાઓ થાય છે...
રાત્રે બાથ મા ચાંપેલ તે ગોદળા ને પપ્પા ની વાર્તાઓ નો વટ અકબંધ છે.....
ઈંટ પત્થર ને પાણી થી ચણેલા મકાનો સાવ મુંગા લાગે છે....
પરસેવા ને લાગણી થી ચણેલા ઘર ને કીલકારી કરતા આંગણાનો વટ અકબંધ છે....
હોટલ , ક્લબ ને પાર્ટીઓ બઘે જીવ મુંજાય છે...
સોસાયટી ના નાના એવા મંદીર ને એમાં રમતા કાનુડા નો વટ અકબંધ છે....
મારૂ મારૂ રોજ હાય હાય , કાયમ બળતી લ્હાય લ્હાય...
કુબેર જેટલા ધન કરતાં સુદામા જેટલા સંતોષ નો વટ અકબંધ છે....
##################
(3) પપ્પા
મારા બચપણ ના દરેક સવાલ નો જવાબ એટલે પપ્પા...
મારા જીવનની સ્ક્રિપ્ટ નો સૌથી સારો સંવાદ એટલે પપ્પા..
જીવન ની દરેક વાનગી માં સૌથી મીઠો સ્વાદ એટલે પપ્પા...
સમય ના વાયરાઓ મા ક્યારેય ન ભુલાતી યાદ એટલે પપ્પા...
મારા સુખ નો સરવાળો ને દુઃખ નો બાદ એટલે પપ્પા...
સુખ ના સાક્ષી ને દુખ ના ભાગીદાર એટલે પપ્પા...
હવાથી પણ મહત્વ ની જરુરિયાત એટલે પપ્પા..
મારે મન જીવનનો અંત ને શુરુઆત એટલે પપ્પા..
##################
(4) તો ઠીક છે ...
શબ્દો તો પોતાની વાત જાતે કહી શકે...
બસ મૌન ની મર્યાદા જળવાય જાય તો ઠીક છે....
ધોમધખતા તાપે દિવસ તો પસાર થઈ શકે...
બસ ઝાંખી ચાંદની મા રાત સચવાય જાય તો ઠીક છે...
ગુલાબ અને કમળ તો ગમે ત્યાંથી ચુંટાય શકે...
બસ અમસ્તુ ઉગેલુ ફુલ ભગવાન સુધી પ્હોંચી જાય તો ઠીક છે...
અમીર ની હવેલીમાં રાત્રે પણ જગમગાટ હોય શકે...
બસ ગરીબ ની ઝુંપડી મા દીવો પ્રગટી જાય તો ઠીક છે...
સ્વાર્થ થી તો શત્રુ સાથે પણ સગપણ થઈ શકે...
બસ ખાલી મીત્રતા નો માભો રહી જાય તો ઠીક છે..
આનંદ મા ભાગ લેવા ચાર જણ મળી શકે...
બસ ખાલી ઉદાસી ના અવસર ઉકલી જાય તો ઠીક છે...
##################
(5) છુટ છે....
તને રડવાની છૂટ છે
પણ ફરી હસવાની શરતે....
તને પડવાની છૂટ છે
પણ ફરી દોડવાની શરતે....
તને જીતવાની છૂટ છે
પણ હાર વખતે હસવાની શરતે...
તને ભુલ કરવાની છૂટ છે
પણ સ્વિકારવાની શરતે....
તને આરામ કરવાની છૂટ છે
પણ મેહનત ની શરતે....
તને મસ્તી કરવાની છૂટ છે
પણ નીખાલસતા ની શરતે....
તને આકાશે ઊડવાની છૂટ છે
પણ ધરતીના સન્માન ની શરતે....
તને ગમે તેટલું શીખવાની છૂટ છે
પણ વીનમ્રતા ની શરતે....
તને તપવાની છૂટ છે...
પણ નીખરવાની શરતે....