Life ... in my view ... - 3 books and stories free download online pdf in Gujarati

જીવન... મારી દ્રષ્ટિએ... - 3

ચાલો , આવી ગયો છે જીવન...મારી દ્રષ્ટિએ નો હજુ એક ભાગ . આ ભાગમાં તમને થોડી હાસ્ય કવિતાઓ મળશે થોડી વ્યંગ કરતી કવિતાઓ મળશે અને કૃષ્ણ-સુદામા ના મિલનની ઝાંખી પણ મળશે...તો આવી જ કવિતાઓ સાથે ફરી મળીશું... ત્યાં સુધી વાંચો આ કવિતાઓ....

################################

(1) કળિયુગ ના માણસ

હા અમે કળયુગ ના માણસ...

અમને મારવા સેતાન ન બનાવો..
અમે તો રામ ને રહીમ ના નામે કપાયા છયે....

નડતો નથી અમને કોઈ રોગ..
પુરતા છે અમારા જ વીલાશભોગ...

વ્યસનો ખોટા છે એ વાત જુની થઈ ગઈ છે ....
હવે તો એ અમારી જરુરિયાત થઈ ગઈ છે....

અમારા અંતરમા જોવાનું રેવા દ્યો..
ત્યાં જોયે તો અમને પણ અરસો થ્યો...

ગમે તે કરો અમને નહી કડી શકો
કે વર્ષો અમે અમારી જાતને છેતરી છે...

#################################

(2) બુદ્ધિ ની fd...

બુદ્ધિ ની fd મુકી છે કોણ જાણે ક્યારે ડબલ થાશે?
કોઈ ગ્લાસ ફોળે તો આખો દિવસ અકળાશે...
પોતાના થી ફુટતા શુકન થાશે...


બીલાડી આડી પડે તો કેહશે દિવસ ખરાબ જાશે...
એની આડે તો તુ પડ્યો , બીચારી એનું શું થાશે??

પેપર ખરાબ જાય તો કે "પ્રભુ શું કર્યું આ??"
ભુલ થઈ ગઈ ભાય , કાલ પ્રભુ તારુ પેપર ભરવા જાશે...

બાપ દિકરા સાથે ન બોલે ને દિકરો બાપ સાથે...
પછી સવારે લાફીંગ ક્લબ મા જાશે...

સવાર સાંજ મંદિર ના ધક્કા ખાશે..
પણ વહીવટ ટેબલ નીચેના , ભગવાન ને ત્યાં કેમ દેખાશે...

બુદ્ધિ ની fd મુકી છે કોણ જાણે ક્યારે ડબલ થાશે....??
#################################

(3) ક્રષ્ણ-સુદામા

શ્રી કૃષ્ણ-સુદામા , મૈત્રી જગ આખા ને યાદ છે..
એક ગરીબ બ્રાહ્મણ , બીજો દ્વારકા નો નાથ છે....

એક મુખે શ્લોક , બીજા ને સુદર્શન હાથ છે...
પણ ભક્ત ને ભગવાન કાયમ સાથ છે...

પ્રભુ ભક્તિ સીવાય સુદામા કંઈ લખે નહી...
સંસારની સુખ સુવિધા એ ઝંખે નહી....

પણ સાથે સુદામાની બીજા જીવ બંધાય છે...
પત્ની ને બાળકો ના દિવસો પણ ભુખ્યા જાય છે..

મા બાળકો ની તકલીફ સહી શકે ના...
ટળવળતા બાળકો જોઈ સુખે રહી શકે ના...

એક દિવસ કીધું સુદામાને , "જાઓ નાથ કૃષ્ણ પાસે.."
જગત પાલનહાર કંઈ તો કરશે , એવી અમર આશે...

પડોશ માંથી લાવી મુઠ્ઠી ચોખા , રાંધી દે છે...
ફાટેલી પોટલી મા પોતાની આખી ગરીબી બાંધી દે છે...

સુદામા કહે હું જાવ , પણ કંઈ યાચુ નહી...
ભગવાન માની પુજ્યા છે , ભૌતિક કંઈ માંગુ નહી....

સુદામા પહોંચી ગયા દ્વારકા ને દ્વાર....
કૃષ્ણ ઓળખશે કે કેમ?,એવા પ્રશ્નો ની ખુંચે કટાર...

ખબર મળી કૃષ્ણ ને , સુદામા નામે તમને કોઈ પુછે છે....
ત્રણ લોક નો નાથ ખુલ્લા પગે દોટ મુકે છે...

વર્ષો પછી મળ્યા મીત્ર ભર બજારે ભેટે છે..
અમીર ગરીબ ના ભેદ આજે બહુ છેટે છે...

અશ્રુ જળે શ્રી કૃષ્ણે સુદામા ના પગ ધોયા....
મોહને ક્ષણ મા સૌના મનડા મોહ્યા...


સુદામા પોટલી તાંદુલ ની કૃષ્ણ થી છુપાવે છે...
જોઈ કૃષ્ણ એ , મનો મન મલકાવે છે...

સુદામાના હાથ માથી કૃષ્ણે તાંદુલ જટી લીધા..
એક મુઠ્ઠી તાંદુલે જીવન આખા ના દુઃખ હરી લીધા...

હવે વધુ તાંદુલ રુક્મિણીજી ખાવા દે નહી...
સુદામા સીવાય જગે બીજો કોઈ ધનવાન રે નહી...

ભગવાને ભક્ત નુ માન અકબંધ રાખ્યું...
કંઈ કીધા વગરજ સર્વસ્વ આપ્યુ...

મીત્રતા જીવન સંબંધો નો સૌથી અનેરો સ્વાદ છે...
શ્રી કૃષ્ણ સુદામાની મૈત્રી જગ આખાને યાદ છે...

#################################

(4) ગુજરાત ના વાયરા( હાસ્ય કવિતા)

ગુજરાત ના વાયરા કંઈ એવા વાશે....
ધીરજ રાખો ગુજરાત હજુ ઘણું આગળ જાશે....

મેકડોનાલ્ડ મા ફાફડા જલેબી વેચાશે....
લંડનના લોર્ડસ મા ગરબા ના પ્રોગ્રામ થાશે...


ગલ્ફ ના દેશો મા ગલ્લે ગલ્લે કાંચીપાંત્રી માવો ખવાશે...
ભુરીયા ભળકશે , તો સુરતી મા ગાળો દેવાશે...

શકીરા બેન નરસિંહ મેહતા ના પ્રભાતિયાં ગાશે....
રોમ મા , માં રાંદલ ના લોટા તેડાશે...

પેરીસ ના પ્રસંગે પેંડા વેચાશે...
જર્મનીમાં જાનૈયાઓ જાન લઈ લાડી લેવા જાશે...

કોન્વેન્ટ સ્કૂલોના નાસ્તા મા થેપલા ને અથાણું ખવાશે...
બધા બાળકો ટ્વિંકલ ટ્વિંકલ ગુજરાતી મા ગાશે...

દેશ વિદેશ થી લોકો અહીં માનતા માનવા આવશે...
શ્રીફળ સાત ને સાથે ચુંદડી પણ ચડાવશે...

દુનિયા આખી મા શ્રાવણ ના ઉપવાસ થાશે..
14 જાન્યુઆરી એ એક-એક ભુરીયો પતંગ ચડાવા અગાશીમા જાશે...

ફીનલેન્ડ મા દિવાળી ના ફોડાશે..
હોલેન્ડ ગુલાલ ઉડાડી હોળી ઉજવાશે...

વીમાનો પર "જય માતાજી" જરૂર લખાશે...
ડુડ બની ફરતા બધા મા-બાપને પગે પડતા થઈ જાશે...

આવુ થાય , કદાચ ન પણ થાય ...
પણ ગુજરાત સદા જીવતુ , જ્યાં એક પણ ગુજરાતી જાય..

#################################

(5) આપતો હશે?

શરદી ઉધરસે હેરાન કરી દીધો છે , કેન્સર વાળો શું કરતો હશે?
શું એ રોગ પ્રમાણે હિમ્મત પણ આપતો હશે??

કોણ જાણે મા-બાપ ના પ્રેમ નુ માપ એ કઈ રીતે રાખતો હશે...?
શું અનાથોને ક્યારેક એકલામા છાતી સરસા ચાંપતો હશે..?

ભુખ્યા પેટે સુતેલા ગરીબ ને , એ નીંદર કેમ આપતો હશે?
શું પોતાને ચડેલા અન્નકોટ ને સરખે ભાગે બાંટતો હશે?

કોણ જાણે કંઈ કેટલાય કાળ થી એ પુજાતો હશે?
શું બે ચાર લોકો નુ જીવન ચલાવવા , એ મુર્તિ બની વેચાતો હશે??

ફુટપાથ પર ઉગેલા ફુલ ને , એ ન્યુટ્રીશન કેમ આપતો હશે?
શું એટલેજ મા ના હ્રદયે દુધ બની પીરસાતો હશે??

કદાચ બગીચામાં એ સારા ઘરના બાળકને જ જુલતા ભાળતો હશે?
શું એટલેજ એ વ્રુક્ષ બની વરસો સુધી ખોળાતો હશે??

કુતરા, બિલાડા ગાય એવા તો કેટલા નુ એ ધ્યાન રાખતો હશે?
શું એટલેજ એ વધેલી રોટલી બની રોજ ફેંકાતો હશે??

કદાચ એ એના વીના ની ગઝલો અને ફીલ્મી ગીતો વીશે જાણતો હશે...?
શું એટલેજ કોઈ બાળકની કલમે આમ અનાયાસે લખાતો હશે????

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED