Featured Books
શ્રેણી
શેયર કરો

હૃદય દ્વારા હૃદયને લખાયેલા પત્રો - 2

(૨)

તારીખ : આજની

સરનામું : ક્યારેક રિસાતું ક્યારેક મનાવતું લાગણીથી છલોછલ પ્રેમથી તરબોળ હૃદય

વિષય : માના બીજા સ્વરૂપ સમી મારી વ્હાલી બહેનો

માટી વ્હાલી બહેનો,

કહેવાય છે કે, 'સિસ્ટર ઇસ ઓલ્વેઝ અવર સેકન્ડ મધર' ને તમ ચારેને જોતા મને આ વાક્ય યથાર્થ લાગે છે. એકદમ કૅરિંગ, માયાળું અને દિલદાર બહેનો.! નક્કી ગયા જન્મના મારા કોઈક પુણ્યો હશે જેથી કરી ઈશ્વરે મને અઢળક ચાહનાર માબાપ અને મિત્રો ની સાથે તમારા જેવી બહેનો આપી. એ પણ એક નહિ પણ ચાર ચાર...ખરેખર નસીબ મારા..😊

મારી એવી બહેનો જે મારા મોટાભાગ ની પ્રોબલ્મમાં મદદ કરવા હાજરાહજૂર હોય. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હમેશા મારી પડખે હોય. ચાહે ભલેને પરિસ્થિતિ ગમે તે હોય. ક્યારેક કઈ કહ્યા કે જતાવ્યાં વિના જ સમજાવી દે કે, કઈ રીતે સમસ્યાના સમાધાન શોધવા, કઈ રીતે દરેક સિચ્યુએશન મન શાંત રાખી હેન્ડલ કરવી, કઈ રીતે ઇન્ડિપેન્ડન્ટ બનવું વગેરે વગેરે....

હા,,, એક વાત ખાસ.. કોઈ વાર મારી નાની નાની ભુલોમાં તતડાવી પણ નાખો હોં.! 😀 અને જો ભૂલથી ય કઈ મોટી મગજમારી ઉભી કરી હોય તો સમજી લેવાનું, હવે આપણે ગયા કામસે..😂 એમાં ય જો તમે ત્રણે ભેગી હોય તો મારી અમુક ટેવો (જે તમારી ડિક્ષનેરી માં કુટેવો ગણાય છે🙄😜) એની ઉપર તો મારા માથા પર રીતસર નાં માછલાં ધોવાનું જ શરૂ કરી દો.!😂😁

'આમ કરવાનું...આમ નહીં,, તેમ કરવાનું..તેમ નહીં...!!..' ભાષણ જ ચાલુ કરી દો છો. પણ આપણે છે કે..'છે એવા ને એવા જ.' હાહાહા...😂😁 તમે મને વઢી પણ જાણો ને સમજાવી પણ જાણો. મારા નખરા સહન કરી પણ જાણો ને ક્યારેક તમારા નખરાં મને બતાવી પણ જાણો. કોઈ વસ્તુ અગર મારા ભલામાં હોય તો ગુસ્સો કરી, ધાક ધમકી આપીને પણ છેવટે એ કરાવી ને જ રહો છો. આખરે બહેનો ખરી ને !!😉 છતાંય ખૂબ જ પ્રેમાળ બહેનો છો..લવ યુ સો મચ ટૂ ઓલ ઓફ યુ ડિયર સિસ્ટર્સ.😘

અને જ્યારે પણ ત્રણમાંથી એક પણ અહીંયા આવે ત્યારે તો અમારી ખેર નહિ. ઓર્ડર પર ઓર્ડર ચાલુ કરી દો. 'આ બનાવ...તે બનાવ,,,આ કર ને તે કર...'જરા વાર જંપવા નહિ દે. ઉપરથી ત્રણે એકી સાથે રહેવા આવી જાવ ત્યારે તો અમારું આવી જ બન્યું સમજુ છું.😄

તમે ફક્ત બહેન તરીકે જ નહીં...એક દીકરી, પત્ની, મા, અને બીજા અનેક સંબંધોમાં પણ તમારું શ્રેષ્ઠત્વ આપી ચુકી છો. જિંદગીના દરેક ચડાવ ઉતાર હસતા મુખે પાર કરી પરિવારને એક તાંતણે બાંધી રાખી શકી છો. અમાપ અપાર શક્તિઓનો ભંડાર છતાં જાણે મૌન બની કોઈ ઘમંડ કે અભિમાન ની લાગણી રાખ્યા વગર પોતાનું શ્રેષ્ઠ આપતી રહી છો.

'દીકરી હોવા છતાંય મમ્મી પપ્પા માટે દીકરી અને દીકરા બંનેની ફરજો બખૂબી ભજવી ચુકી છો અને હજુ ય ભજવી રહી છો. અને આગળ પણ ભજવતાં રહેશો એવી મને પુરી શ્રદ્ધા છે.' ગર્વની લાગણી ઉભરી આવે છે આ વિચાર માત્રથી કે એક દીકરી પોતાના હકો તરફ ધ્યાન દોર્યા વગર પોતાની ફરજો બજાવે છે. આઈ એમ પ્રાઉડ ટૂ ઓલ ઓફ યુ માય ડિયર એન્ડ લવિંગ સિસ્ટર્સ.

ખરેખર બોવ જ નસીબદાર છું હું કે મને મા સમ વ્હાલ કરનારી સાક્ષાત માના બીજા સ્વરૂપ સમી તમારા જેવી બહેનો મળી.

બસ !! આમ જ સાથ દેતા રેહજો. ભાણેજોને મારુ ખૂબ ખૂબ ખૂબ... સારું વ્હાલ અને પ્રેમ દેજો😙. તમે સૌ પોતાના બાળ બચ્ચાં પરિવાર સહિત સદા ખૂબ ખુશ રહો એવી મારી પ્રભુને પ્રાર્થના.


લિ.
તમારી નાનકી...યક્ષિતા


🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀


ધન્યવાદ🙏
©Yakshita Patel