Featured Books
શ્રેણી
શેયર કરો

હૃદયની વ્યથા - એક રક્ત ભીની પ્રણય કથા - 1

ખબર નહિ પણ આજ કેમ અનિલની આંખો બંધ થવાનું નામ નહોતી લેતી, ખુલી રહીને નરિતા સાથે જીવન વિતાવવાના સપના જોવા લાગી હતી. પણ એમાં વાંક ખાલી અનિલની આંખોનો ન હતો, દોષ તો તેના હૃદયનો પણ એટલો જ છે, આજે પહેલી જ વાર નરિતા મળીને નાની સરખી મુલાકાતમાં એનું હૃદય એની પાછળ એટલું પાગલ થઈ ગયું. .................
પણ એ હતી જ એવી એનું રૂપ ચંદ્રમાના રૂપને પાછું પાડે તેવું હતું ચંદ્ર જેવો ગોળ અને એકદમ મોહક ચેહરો, અણીયારી નશીલી આંખો, ગુલાબની પાંદડી જેવા હોઠ, એકદમ કોમળ અને મધુર એનો અવાજ ને વાળ તો જાણે રેશમનું ઝૂમ્મર.
અનિલ સાથે મળતા એના દરેક વિચારો ઉપરથી અનિલ જેમ જ સમાજ સેવાનો ભારે શોખ, અરે એ બંનેની 90% પસંદગી પણ એક જ તેના ઉચ્ચ અને ગુણવત્તા ભર્યા વિચારો અનિલે માત્ર ૧૫-૨૦ મિનિટની મુલાકાત મા જ ભાખી લિધા અને એ જ વિચારો અનિલના હૃદયને ઘાયલ કરી ગયેલા...
બે દિવસનો સેમિનાર હતો "સાહિત્ય પ્રેમ" વિષય પર, આજ એક દિવસ પૂરો થયો ને કાલ છેલ્લો દિવસ પછી એ મળશે કે કેમ આજ મળી ને વાતો થઈ કાલે પણ મળે ને વાતો થાય તો મિત્રતા તો જરૂર બાંધી લઈશ. શુ એ પણ મારી જેમ જ મારાથી પ્રભાવિત થઈ હશે કે કેમ આવા જ વિચારો કરતા કરતા અનિલે જ્યારે મોબાઈલ માં સમય જોયો તો સવારના ૩:૦૯ વાગી ગયા હતા, અનિલ થોડું મલકાયો રોજ ૧૦:૦૦ વાગે ત્યાં ખાટલા ભેગો થઇને ઘસઘસાટ ઊંઘી જતો અનિલ આજ ૩:૦૦ વાગ્યા તો પણ સૂતો નથી. આમ જ વિચારતા વિચારતા સવારના ૫:૦૦ વાગ્યા ને આલાર્મ વાગ્યું પણ એ શું કામનું અનિલ તો જાગતો જ હતો, તરત આળસ મરડી અનિલ ઉભો થયો, નરિતાના વિચારો કરતા કરતા નાઇ-ધોઈ ફ્રેશ થઈ ને તૈયાર થયો ને નાસ્તો કર્યા વગર જ પેલા સેમિનાર માં જવા નીકળી ગયો. રસ્તા માંથી નરિતા માટે એક પીળું ગુલાબનું ફૂલ પણ લઈ લીધું.
કાર્યક્રમ શરૂ થવામાં હજી ૩૭ મિનિટની વાર હતી એને પણ ખબર ના પડી કે દરેક જગ્યાએ મોડો પહોંચતો અનિલ આજે કેમ આટલો વહેલો આવી ગયેલો. આમ તેમ ફાંફા મારીને એને 3 કલાક જેવી લાગતી ૩૭:૦૦ મિનીટ પૂરી કરી ત્યાં તો ઘણા બધા લોકો સેમીનારમાં આવી ગયા હતા ને કાર્યક્રમ પણ શરૂ થવા જઈ રહ્યો હતો પણ નરીતા હજી દેખાઈ નહિ, અનિલનું વ્યાકુળ મન વધારે વ્યાકુળ થવા લાગ્યું. એ દરવાજા બાજુ ગયો ત્યાં ઉભો રહ્યોં ને થોડી જ વારમાં એક લોફર જેવો લાગતો યુવાન મસ્ત બાઇક પર નરિતાને બેસાડીને આવ્યો, પાછળ નરિતા બેઠી હતી, બાઇક પરથી ઉતરીને નરિતાએ બાઇક ચલાવનાર છોકરાને ભેટીને આવજો કહ્યું અને એક ઊડતી ચુમ્મિ આપી. તે જોઈને અનિલના તો જાણે મોતિયા જ મરી ગયા.
દરવાજાથી અંદર આવતી નરિતાની નજર અનિલ પર ગઈ ને સીધી જ અનિલ પાસે જઈને બોલી : હાય... ગુડ મૉર્નિંગ ,,, કેમ છો? અનિલ એના પ્રશ્નનો જવાબ આપવાને બદલે પ્રશ્ન પૂછી લીધો : પેલો ભાઈ કોણ હતો..? નરિતાએ શરમાળ અવાજે ચહેરો ઝુકાવીને કહ્યું : મારો પહેલો અને છેલ્લો પ્રેમ, મારો બોયફ્રેન્ડ.
એટલું સાંભળીને તરત જ અનિલ ત્યાંથી નીકળી સેમિનાર તરફ ચાલવા લાગ્યો ને પાછળ નરિતા પણ અનિલને પુકારતા પુકારતા ચાલવા લાગી, કેમ કે અનિલ જ્યારે પાછો વળી ચાલવા લાગ્યો ત્યારે નરિતાએ અનિલના પેન્ટના પાછળના ખિસ્સામાં પીળું ગુલાબ જોય લીધું હતું...
નરિતાએ અનિલને જોરથી બુમ પાડી ને કહ્યું : અનિલ ક્યાં ચાલ્યા ઉભા રહો હું પણ આવું. અનિલ ઉભો રહેવા માંગતો હતો પણ તેના પગ તો ઉભા જ ના રહ્યા.. નરિતા દોડીને તેની પાસે ગઈ અને કહ્યું સેમિનારને હજી વાર છે, લોકો નાસ્તો કરે છે હજી, ચાલો આપણે પણ નાસ્તો કરી લઈએ. પણ અનિલે કહ્યું : હું ઘરે નાસ્તો કરીને આવ્યો છું તમેં કરી લો. ના કરો તો કઈ નહિ મારી સાથે તો આવો એમ કહીને નરિતા અનિલને નાસ્તાના ટેબલ પર લઈ ગઈ ને ત્યાં બેસી અનિલને પૂછ્યું: ત્યાં ગેટ પર કોની રાહ જોતા હતા અને પેલું ગુલાબનું ફૂલ કોની માટે લાવ્યા છો ? કોણ છે એ નસીબદાર ચાલો કહો મને.. અનિલ નીચે જોઈને કઈ પણ વિચાર્યા વગર બોલી ગયો તમારા બધા પ્રશ્નનો જવાબ તમે જ છો.
થોડી વાર વાતાવરણ શાંત થઈ ગયું પછી નરિતા બોલી તો પછી રાહ કોની જુવો છો લાવો ગુલાબ આપો મને... એમ કહી ને નરિતાએ જાતે જ ગુલાબ લઈ લીધું અને અનિલ ને પર્સમાંથી એક પેન કાઢીને આપી ને કહ્યું આ મારા તરફથી મારા નવા મિત્રને ભેટ..આના વડે મસ્ત મસ્ત કવીતાઓ લખજો. આટલું કહી ગુલાબનું ફૂલ પર્સમાં મુક્યું ને અનિલ કઈ બોલે તે પહેલાં જ બોલી હવે તો નાસ્તો કરી લ્યો, મિત્ર બન્યા તેની પાર્ટી સમજી લો.. હજી પણ અનિલ કશું ના બોલ્યો નાસ્તો કરી બન્ને સેમિનાર માં ગયા, સેમિનાર પતી ગયો ત્યારે બન્ને બહાર આવ્યા ને નરિતાએ અનિલ પાસે ફોન નંબર માગ્યો અનિલે નંબર આપ્યો ને નરિતાએ તરત જ એ નંબર પર કોલ કર્યો ને અનિલના ફોનની રીંગ વાગી.. એ મારો નંબર છે સેવ કરી લેજો કહેતા કહેતા નરિતા ચાલવા લાગી, ફોન નંબરની આ લેવડ દેવડ દરવાજાની બહાર નરિતાની વાટે ઉભેલો પેલો લોફર જેવો નરિતાનો પ્રેમી જોતો હતો, લેવડ દેવડ પૂરી કરી નરિતા દરવાજા તરફ ચાલીને અનિલ પાર્કિંગ તરફ બાઇક લેવા.. પણ જતા જતા તેની નજર નરિતા તરફ જ હતી તે સીધી જ તેના પ્રેમીની બાઇક પર બેઠી ને નિકળી ગઇ ને અનિલ બસ જોઈ જ રહ્યો, શુ કરું શુ ના કરુના વિચારો સાથે અનિલ પણ બાઇક લઈને ઘર તરફ નિકળી ગયો..
ઘરે પોહચી ને ફોન ચાર્જમાં મુકવા ગયો ત્યાં જ ફોનની રીંગ વાગી, અનિલે જોયું તો નરિતનો ફોન, અનિલે તરજ ઉપાડ્યો ને એ કઈ બોલે તે પહેલાં સામેથી કોઈ પુરુષનો અવાજ આવ્યો : આ ફોન જેનો છે એ બેન ને તમે ઓળખો છો ? લાસ્ટ કોલ તમને કરેલો છે ઍટલે મેં તમને કોલ કર્યો છે જલ્દી જવાબ આપો.... આ છોકરી લોહીથી લથપથ છે......

(ક્રમશ:)😊🙏

વાંચક મિત્રો ... આગળ હવે શું થશે એ તો મને નહિ ખબર પણ તમે જરૂર જાણી શકશો કે આગળ શું થશે..વાંચતા રહો...વંચાવતા રહો...🙏😊
✍️,, prASHAnt (પ્રવાઘ)🙏😊 01