Featured Books
શ્રેણી
શેયર કરો

હૃદયની વ્યથા - એક રક્ત ભીની પ્રણય કથા - 2

અનિલ થોડી વાર ચોકી ગયો પછી બોલ્યો.."હા હું ઓળખું છું તેને"
તરત જ પેલો અજાણ્યો વ્યક્તિ બોલ્યો..
"તો જલ્દીથી જુના RTO પાસે આવી જાવ આ બહેન અને તેની સાથે જે ભાઈ હતા તેનું એક્સીડેન્ટ થયું છે, અને તેને અમે અહીં નજીક મહાવીર હોસ્પિટલમાં લઈ જઈએ છીએ."
આટલું સાંભળતા તો અનિલના મોતિયા મરી ગયા.. તેની માથે તો જાણે આભ ફાટ્યું.. તરત જ અનિલ બાઇક લઈને મહાવીર હોસ્પિટલ પહોંચી ગયો ને ત્યાં પૂછતાં પૂછતાં નરિતાને જે રૂમ માં રાખી હતી ત્યાં પહોંચ્યો. બહાર પેલો તેનો બોયફ્રેન્ડ હાથ અને પગે પાટો બાંધીને બેઠો હતો કેમકે તેને ખૂબ જ ઓછું વાગ્યું હતું. પણ નરીતા તો ઓપરેશન રૂમમાં હતી. અનિલે નરીતાના બોયફ્રેન્ડને પૂછ્યું કે શું થયું. તો એક દમ તીખા અવાજે બોલ્યો : "મને કંઈ ખબર નથી અંદર કઈ ચાલે છે તું જાતે જ જોઈ લે". ત્યાંજ એ રૂમ માંથી એક નર્સ બહાર આવી, અનિલ સીધો જ તેની પાસે ગયોને પૂછવા લાગ્યો.. બે સેકેન્ડમાં તો તેને કેટલાય પ્રશ્નો પૂછી લીધા, નર્સ બોલી "ગભરાવવાની જરૂર નથી પણ માથામા ઇજા થવાથી તેનું ઓપરેશન ચાલે છે. તેની આંખો જતી રહે એવી સંભાવના છે અમે તેને બચાવવા પૂરી કોશિશ કરી રહ્યા છીએ,"
આ સાંભળી બન્ને યુવાનોની આંખો ફાટી ગઈ, નરિતાનો બોયફ્રેન્ડ તો આટલું સાંભળીને ઉભો જ થઈ ગયો એની આંખો તો ગુસ્સામાં લાલ ધૂમ થઈ ખબર નહિ કયો અને કોનો ગુસ્સો હોય... ત્યાંજ એ મા વગરની નરિતાના પિતા અને ભાઈ દોડતા હોસ્પિટલ આવ્યા,
નરિતા ને મળવા ખૂબ તડપ્યા પણ નર્સે અંદર ના જવા દીધા,
બહાર ઉભેલા નરીતાના બોયફ્રેન્ડ અજયને નરિતાના પિતાએ જોરથી એક તમાચો લગાવ્યો ને પૂછ્યું.. નરિતાને શુ થયું છે અને ક્યાં કેવી રીતે આ એક્સીટેન્ડ થયું, સવારે બન્ને સાથે જ નીકળેલા ત્યારે જ મેં નરિતાને તારી સાથે જવા ના પાડેલી પણ એ મારૂ સાંભળે જ ક્યાં છે. તને પણ મેં કેટલી વાર કહ્યું નપાવટ, નાલાયક કે નરીતા સાથે ના દેખાઈશ પણ તું ના માન્યો. હું જાણું છું તું તંત્ર મંત્રમાં ગરકાઉ થયેલો મગજનો વિકૃત માણસ છે, મારી ભોળી છોકરીને તે વશ કરી છે...તું ક્યારે શુ કરી બેસે છે તેની તને ભાન પણ નથી રહેતી. એક વાર નરીતા સાજી થઈ જાય પછી તારો વારો પાડું હરામી....લુચ્ચા લાફંગા....
પછી થોડી વાર કઈ ના બોલ્યા ને પછી તેની નજર અનિલ પર ગઈ કે તરત જ તેમને અનિલને કહ્યું. : તમે કોણ.. ?? અનિલે સેમીનારમાં થયેલી મિત્રતા વિશે જણાવ્યું અને કઈ રીતે હોસ્પિટલ પહોંચ્યો તે પણ જણાવ્યું. વાતો ચાલતી હતી ત્યાં જ ઓપરેશન રૂમ માંથી ડોકટર આવ્યા. બધા દોડતા ડોકટરની પાસે ગયા કોઈ કઈ પૂછે તે પહેલા જ ડોક્ટરે કહ્યું : "ચિંતા ના કરો એ બહેન એકદમ ઠીક છે પણ તેની આંખો જતી રહી છે. તે હવે આજીવન કઈ જોઈ નહિ શકે",',',
નારિતાનો નાનો ભાઈ ને પિતા તો રડવા જ લાગ્યા. તેમના રુદને આખી હોસ્પિટલનું વાતાવરણ ગમગીન બનાવી દીધું, અનિલ તેમને આશ્વાસન આપી ચૂપ કરાવતો હતો ત્યાંજ અજય એક મોટો નિસાસો નાખી ત્યાંથી નિકળી ગયો..
જેમ તેમ પોતાની જાતને સંભાળી નારિતાના પિતા અને ભાઈ નરિતા પાસે ગયા અનિલ પણ તેમની પાછળ પાછળ ગયો.....
નરિતાના પિતાએ નરિતાના માથા પર હાથ ફેરવ્યો કે તરત જ નરીતા પિતાની હૂંફને ઓળખી જોર જોરથી રડવા લાગી અને રડતા રડતા અજયનું નામ લઈ અજય ક્યાં? તે ઠીકતો છે ને? ..પૂછવા લાગી.
નરિતાના પિતાએ જવાબ આપ્યો .. "એ તો ઠીક છે પણ તારી હાલત જોઈ તને છોડી ગયો"..
તરત જ પિતા પર વિશ્વાસ ના કરતા તેણે અજય ને કોલ કરવા કહ્યું.. નરિતાના ભાઈએ અજયને કોલ કર્યો પણ ખરો.. પણ રીસીવ ના થયો..રિંગ વાગતી રહી.. રીંગટોન સંભળાતી રહી ...
"તુજે ભૂલ જાના જાના મુમકીન નહિ તું યાદ ના આયે એસા કોઈ દિન નહિ"......
ફરી કોલ કર્યો આ વખતે ફોન સ્વિસ ઓફ આવ્યો.. નરિતા પણ સમજી ગઈ ને જોર જોરથી રડવા લાગી, આ સમયે અનિલે તેનો હાથ પકડી ને કહ્યું અરે ગાંડી એમાં શુ રોવા બેઠી એ ક્યાં તારો ભરથાર હતો.. એટલું સાંભળી નરીતા ચોંકી ગઈ.... અરે અનિલ તમે અહીં ક્યાંથી...અનિલે કહ્યું મારું નસીબ મને અહીં દોરી લાવ્યું ..પછી માંડીને બધી વાત કરીને આશ્વના આપીને અનિલે નરિતાને શાંત કરી..
ત્યાર બાદ 14 દિવસ નરિતાની હોસ્પિટલમાં ખૂબ જ સેવા કરી, વાતો કરતો, હસાવતો, જમાડતો,.. વગેરે કેમ કે અનિલના હૃદયમાં ...પેહલા દિવસનો એ જ પ્રેમ અંકબન્ધ હતો.
દિવસ આવ્યો હવે હોસ્પિટલમાંથી રજા લેવાનો તે દિવસે અનિલ હૃદયની બધી જ વ્યથા નરિતા પાસે ઠાલવવાના ઈરાદાથી લાલ ગુલાબનું ફૂલ લઈને આવ્યો. નરિતાની પાસે બેસી રોજ ની માફક તેનો હાથ હાથમાં લીધો અને ખૂબ જ મૃદુતા ભર્યા અવાજે કહ્યું.. : "જીવનમાં આગળ શું કરવાની છે તું?"
નરિતા બોલી : "અજયના કોઈ સમાચાર ?"
આગળ કઈ બોલે તે પહેલા નરિતાને ગુલાબની સુંગધ આવી કે તરત તે ચૂપ થઈ ગઈ
.......આજ 14 દિવસ પછી નરિતાએ અજયને પ્રથમ વાર યાદ કર્યો પણ આ એક વખતની યાદે અનિલના બધાજ અરમાનો ને જીવતા સળગાવી દીધા.
અનિલ કઈ જ બોલ્યા વગર ઉભો થઇ બહાર ગયો ને રડવા લાગ્યો.. એના રુદનનું કારણ તો એ અને તેનું હૃદય જ જાણે.. ત્યાં જ તેણે સામેથી અજય ને અવતા જોયો... અનિલ તરફ ધ્યાન આપ્યા વગર અજય નરિતાની રૂમમાં ગયો...
અનિલ બહાર જ ઉભો રહ્યો..
અજય નરિતા પાસે જઈ બેઠો ને માફી માંગવા લાગ્યો, નરીતા અજયનો અવાજ ઓળખી ગઈ. અને અજયને મારવા લાગીને ને પછી રડતા રડતા બન્ને એકબીજાને વળગી ગયા..બહાર ઉભો અનિલ આ બધું જોઈ રડતો રહ્યો... વધારે તેનાથી આ બધું સહન થઈ શકે તેમ ના હતું.....તેથી તે બન્ને પ્રેમીઓને ત્યાં એકલા મૂકી ત્યાંથી નિકલી ગયો....
પરંતુ વળગી પડેલી નરીતાને તરત જ 14 દિવસથી સાથે રહેતા અનિલની યાદ આવી.. અનિલ સાથે આજ આવેલી ગુલાબનીએ ખુશ્બુ યાદ આવી. તરત જ નારિતાનું હૃદય વ્યથા અનુભવવવા લાગ્યુને વ્યાકુળ બન્યું કે તરત જ વીજળી વેગે અજયને ધક્કો માર્યો..અને જોરથી બુમો પાડવા લાગી....... અનિલ. .......... અનિલ.....અનિલ..... પરંતુ અનિલ તો ત્યાંથી જતો રહ્યો હતો..
અજયને ખૂબ જ ગુસ્સો આવી ગયો થોડી જ ક્ષણમાં તેની અંદરનો રાક્ષસ બહાર આવી ગયો તે એકદમ વિકૃત બની ગયો, આજુ બાજુ જોયું તેને કોઈ જ ના દેખાયું એટલે તરત જ અગાઉથી પ્લાન કરીને આવ્યો હોય એ રીતે બાજુમાં પડેલી ટ્રે માંથી કાતર ઉપાડી નરિતાના વ્યથામાં પડેલા હૃદયમાં પોરવી દિધી....અને ગુસ્સા ભર્યા અવાજે દાત ભીસતા બોલ્યો : બાઇક પરથી પછાડી તો પણ જીવતી રહી.. તું જ્યા સુધી જીવશે ત્યાં સુધી નિતા અને તેની મિલકત મારી કદી પણ નહિ થાય... એટલું બોલી નરિતા કઈ બોલે કે અવાજ કરે તે પહેલા જ ફરી તે કાતર વ્યથાગ્રસ્ત હૃદયમાંથી કાઢી નરિતાની ગરદાનમાં ખોચી દિધીને બીજી જ ક્ષણે નરિતાની આત્માએ શરીર છોડી દીધું........

(ક્રમશઃ 😔🙏)

(હવે શરૂ થઈ રહી છે રહસ્યો અને ડરથી ભરપૂર એક રોમાંચક નવલકથા...વાંચવાનું ચૂકશો નહિ... વાંચતા રહો..વંચાવતા રહો.....)
(✍️,, prASHAnt...પ્રવાઘ) 02