હું તો મસ્ત ઉંઘમાં હતો, સવારનાં 8:16 થયા હતા ત્યાં તો મારા ફોનની રિંગ વાગી.... સરખી આંખ ખુલી કે ના ખુલી મેં ફોન ઉપડ્યો..
હેલ્લો... મોર્નિંગ.. તમે ક્યારે તેડવા આવો છો... આજે મારે કામ નથી તો હું આવું. મમ્મીને તબિયત સરી નથી હું આખો દિવસ રોકાઇશ બપોરે અને સાંજે રસોઇ બનાવી આપીશ ઘરનું કામ કરી દઈશ.
પછી તો હું જલ્દી પથારીમાંથી ઉભો થયો અને ફ્રેશ થય ને હું મારી ફિયાન્સને એના ઘરે લેવા ગયો.
10.30 થયા હશે હું તેને લઈને અમારા ઘરે પૂગ્યો. ઘરે પહોચીને તે સીધી જ મારા મમ્મી પાસે ગઇ.
મમ્મી હું આવી ગઈ... જયશ્રી કૃષ્ણા... કેમ છે હવે તમને....બોલો શું જમવું છે હું બનવી આપુ...
મારા મમ્મી કહે મને સારુ છે હવે... મારે મગ-ભાત ખાવા છે તે બનાવ...
તેણૅ તરત જ મગ અને ભાત બાફવા મુક્યા.. અને ઘરનાં કામે લાગી ગઈ.
અમારે ફેમિલીમાં મમ્મી-પપ્પા, હું અને મારો નાનો ભાઈ.. મારા મમ્મી 15 દિવસ થયા બિમાર થયા છે, બધા રિપોર્ટ કરાવ્યા બધું જ નોર્મલ છે, હાલનાં આ કોરોનાકાળમા હોસ્પિટલ જવામાં પણ ડર લાગે એવુ થઈ ગયું છે.
તેણૅ મગ અને ભાત બાફવા મુક્યા. પછી કચરા- પોતા કર્યા, બધી રસોઇ બનવી, પછી વાસણ સાફ કર્યા.
2 દિવસના કપડાં વોશ કરવાનાં બાકી હતા એટલે બધા કપડાં વોશિંગ મશીનમાં નાખ્યા... પછી બેડશીટ, બ્લેંકેટ, બધું જ વોશ કરી આપ્યુ.. 12.30 થયા ત્યાંતો રસોઇ તૈયાર કરી આપી. અમે બધાં સાથે બેસીને જમ્યા.. પછી બપોરનાં વાસણ સાફ કરી આપ્યા... કપડાં વોશ થય ગ્યા ઍટલે બધા સુકવી આપ્યા.. તેણૅ કામ પુરુ કર્યુ ત્યાં 2 વાગી ગ્યા. રૂમમાં આરામ કરવા આવી... મેં એનો હાથ પકડયો ત્યાં તો તાવ આવી ગયો હતો. માથુ પણ ગરમ થય ગયું હતું. તે સુતી પણ ઉંઘ ના આવી... મેં દવા આપી અને શર્દી હતી એટલે બામ લગાવી આપ્યું... એને થોડી વાર પછી ઉંઘ આવી ગઈ પછી તો મને ક્યારે ઉંઘ આવી ઍ તો મને પણ ના ખબર રહી.
એને ઉંઘ આવી ત્યારે હું વિચારતો હતો કે આને તબિયત સારી નથી.. છતાં પણ આખા ઘરની સફાઈ કરી,રસોઇ બનવી, વાસણ સાફ કર્યા, કપડાં વોશ કર્યા...ઍ પણ એકલાં હાથે..કોઇની મદદ વિના..
ઘણીવાર આપણને એવુ થાય કે લેડીઝ ને ઘરે શું કામ હોય, ઘરે જઈએ ત્યારે સાવ ફ્રી જ હોય છે. કાંઈજ કામ ના હોય.. પણ એક દિવસ આપણૅ કામ કરીયે તો ખબર પડે કે કેવી રીતે ઘરનું કામ થાય.
4 વાગે જાગીને મમ્મી- પાપા માટે ચા બનવી અને મમ્મી માટે મમરા વઘારી આપ્યા.. કપડાં સુકાય ગયા હતા ઍ લીધાં, ઇસ્ત્રી કરી, સંકેલ્યા પછી બધાના અલગ અલગ કપડાં કબાટમાં ગોઠવ્યા અને સાંજની રસોઇની તૈયારી કરવા લાગી. એને શરીરમાં સારુ નહિ લગતું હોઇ કદાચ કેમ કે ઉધરસ અને તાવ હતો.. એને જરા પણ એવુ નથી લાગવા દીધુ કે પોતાને શરીરમાં સારુ નથી..
સાંજે મમ્મી- પપ્પાને રોટલી બનાવી આપી અને મારા ભાઈ ને પાણીપુરી ખાવી હતી તો અમારા 3 માટે પાણીપુરી બનાવી આપી. અમને બધાંને અમારુ ભાવતી રસોઇ બનવી આપી..
એમાય સાંજે 8 વાગે ઍટલે લોકડાઉન થાય. એટલે ઉતાવળ કરી કામ કરવામાં. સાંજે જમી લીધાં પછી પાછા કચરા-પોતા કરી આપ્યા.. અને ઝડપથી બધું કામ પુરુ કર્યુ.
સાંજે 7.22 થય ગઈ હું એને મુકવા ગયો એમના ઘરે... આ ઘર પણ એમનું જ છે પણ હજુ અમારા લગ્ન નથી થાય એટલે એમના પપ્પાનું ઘર એમને વધુ વહાલું હોય ને...
અમે બંને વાતો કરતા કરતા એના ઘરે પૂગ્યા.. થોડીવાર હું ત્યાં બેઠો.. પછી ઍ મને કહે તમે ઘરે જાવ હમણા 8 વાગી જશે તો લોકડાઉન થય જશે અને ઘરે પુગિને મેસેજ કરી દેજો.. ગાડી ધીમી ચલાવ્જો.
હું પણ ઝડપથી ઘરે આવવા નિકલ્યો. રસ્તામાં વિચારતો આવ્યો.. કે આખો દિવસ શરીરમાં સારુ ન હતું છતાં પણ બધું કામ કરી આપ્યું.. 2 ટાઈમ રસોઇ કરી ને જમાડયા... આવું કામ એક સ્ત્રી જ કરી શકે..
આ જગ્યાએ આપણૅ હોઇએ તો પાણીનો ગ્લાસ પણ જાતે નથી ભરી શક્તા... હું માનુ છું કે આપણૅ આખો દિવસ બહાર કામ કરતાં હોઇએ છીયે. પણ આપણૅ બહારનો થાક ઘરમાં ન લાવીયે તો ઘરમાં ખુશીથી બધા મસ્ત જીવન જીવી શકીયે..અને ક્યારેય દુ:ખી ના થઈએ.
લગ્ન ઍ વીજળીના બે તાર અડવાનો ખેલ છે,
સાચા તાર મળે તો અજવાળું અજવાળું જ નહિતર ભડાકા જ ભાડાકા...