આજના સમયમાં દરેકને સારો પ્રેમ મળે તએવું પતિ-પત્ની , છોકરો – છોકરી વિચારતા હોય છે. બંનેના પ્રેમમાં કોઈ પણ એકબીજાને દગો કે વિશ્વાસ તૂટે તેવું માનતા હોતા નથી. પણ બંનેના સાચા પ્રેમની નિશાની એ છે કે કોઈનો વિશ્વાસ તૂટે નહિ. જો આપને સાચા પ્રેમની આશા રાખતા હોઈએ તો આપણે જ શરૂઆત કરવી પડે કે સામેની વ્યક્તિ પ્રિય પાત્ર જે છે તેને સાચો પ્રેમ અને વિશ્વાસ રહે તેવા પ્રયાસ કરવા જોઈએ.
મનોવિજ્ઞાનમાં સાબિત થયું છે કે છોકરી પોતાના પતિ પાસે સાચો પ્રેમ અને લાગણીની આશા રાખતી હોય છે. દરેક છોકરીને લાગણીની ખુબજ જરૂર હોય છે. જે પોતાની અંગત વ્યક્તિ પાસેથી જ મળે તેવી તેની ઇચ્છા હોય છે. છોકરી જ છોકરાના હૃદયની લાગણી સમજી શકે છે, જે છોકરીની લાગણી સમજી શકતો નથી. છોકરીની લાગણી સમજવા માટે લેલા મજનૂની જેમ પ્રેમ કરવો પડે તો જ તેની લાગણી સમજી શકાય. જયારે છોકરો માત્ર છોકરીનું મન વાંચે છે. તેના હૃદયની લાગણી સુધી પહોંચી શકતો નથી.
જે દિવસે છોકરો તેના પ્રિયતમાની લાગણી સમજી શકશે તે દિવસથી તેને સાચો પ્રેમ સામેથી મળતો થાય જશે. છોકરીને રૂપિયા, સારા કપડા, મોંઘી ગિફ્ટો કે સારા મકાનની જરૂર હોતી નથી. છોકરીને સાચો પ્રેમ, વિશ્વાસ, લાગણી અને સન્માનની જરૂર હોય છે. આનાથી તેને વધારે કોઈ મોહ હોતો નથી.
એક વખત બ્રિટીશ પત્રકાર દ્વારા ગાંધીજીને પુછાવમા આવ્યું કે “તમે સૌથી રૂપાળી સ્ત્રી ક્યાં જોઈ છે ” તો તરત જ ગાંધીજીએ જવાબ આપ્યો કે “ મારી પત્ની કસ્તુરબા ” જો આપને આપની પત્ની કે પ્રીયાતમાંને સાચો પ્રેમ કર્યો હોય તો જ ખ્યાલ આવે કે આનાથી વધારે કોઈ સારું નથી આ દુનિયામાં પણ તમે સાચો પ્રેમ કર્યો જ ન હોય તો જ બહારની દુનિયામાં તમે સંશોધન કર્યું હોઈ તેવું સાબિત થાય છે. ત્યાર બાદ કસ્તુરબા ને કહેવામાં આવ્યું કે બાપુ દ્વારા આ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો ત્યારે કસ્તુરબા બોલ્યા “ આ વાત સાચી જ હોય કેમ કે બાપુ ક્યારેય ખોટું બોલતા નથી ”.
સામાન્ય રીતે આજના સમયમાં મોટા ભાગની સ્ત્રીઓ પરિવાર કે તેના પતિના કારણે ખુશ હોતી નથી. જેના માટે પુરુષ જવાબદાર છે, કેમ કે પુરુષ આખો દિવસ ઓફિસેથી સાંજે થાકીને, કંટાળીને આવે ત્યારે દિવસ દરમ્યાનનો ગુસ્સો તેની પત્ની કે પરિવાર પર ઉતારતા હોય છે. જે યોગ્ય નથી કેમ કે આપને પત્ની – બાળકો – પરિવાર માટે કમાતા હોઈએ છીએ જો આપને જ તેના પર ગુસ્સો કરીશું તો લાખો રૂપિયા કમાતા હોવા છતાં શાંતિ ક્યાંય મળશે નહિ, માટે ઘરે આવ્યા પછી પુરુષ શાંત રહે તો જીવન જીવવાની મજા કંઈક અલગ જ હોય છે.
જેમ તાલી એક હાથે નથી પડતી તેવી જ રીતે પુરુષ ને ગુસ્સો આવે તેવું કામ પરિવારના સભ્યો દ્વારા જ થતું હોય છે પણ આવી પરિસ્થિતિમાં પત્ની શાંત રહે અને તેના પતિના આવતાની સાથે તેને પાણી આપે, ચા – નાસ્તો આપે તો પતિનો મોટા ભાગનો થાક ઉતરી જાય છે અને તેને અહેસાસ થાય છે કે મારી સાથે મારો પરિવાર છે, ઓફીશના કર્મચારી આજ છે ને કાલ નથી . પતિ પત્નીનો પ્રેમ પણ વધશે.
પતિ – પત્ની , છોકરો – છોકરી એમ બધા જ એકબીજાને સમજીને સાથ-સહકાર આપીને જીવન જીવે તો કોઈપણ ને દુઃખ થાય નહિ અને બધા જ આનંદથી હળીમળીને પોતાનું જીવન જીવી શકે. ઘરમાં, ધંધામાં અને સમાજમાં બધાનું સન્માન જળવાય રહે.
Thank you