સપના ની ઉડાન - 49 Dr Mehta Mansi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપના ની ઉડાન - 49

હવે પ્રિયા અને રોહન ફરી પોતાના કામ માં વ્યસ્ત થઈ ગયા હતા... બધાએ મળીને પ્રિયા અને રોહન ના લગ્ન ની તારીખ નક્કી કરી દીધી હતી. ૧૦ દિવસ રહીને તેમના લગ્ન હતા...

લગ્ન પ્રિયા ના શહેર ' તળાજા ' જ્યાં હિતેશભાઈ અને કલ્પના બેન રહેતા હતા ત્યાં થવાના હતા.. લગ્ન ની તૈયારી માટે પ્રિયા સાથે મહેશભાઈ અને સંગીતા બહેન પણ પાંચ દિવસ પહેલા તળાજા જતા રહ્યા હતા... રોહન પણ પોતાના મમ્મી પપ્પા પાસે સુરત જતો રહ્યો હતો.. પ્રિયા અને રોહન ની ફોન માં વાતો થતી રહેતી...

આજે પ્રિયા પોતાના રૂમ માં બેઠા બેઠા આ ઘર સાથે જોડાયેલી તેની બાળપણ ની memoris ને યાદ કરી રહી હતી.. તેની આંખો માં ભીનાશ આવી ગઈ હતી.. આ સમયે તેના ફોન ની રીંગ વાગી... પ્રિયા એ તરત પોતાના વિચારો માંથી બહાર આવીને ફોન ઉપાડ્યો... સામેથી અવાજ આવ્યો..
" હેલ્લો wifee... ! "
પ્રિયા : શું રોહન તું પણ... ! હજી હું તારી wifee બની નથી... અત્યારે હું બસ મારા મમ્મી પપ્પા ની પ્રિયા છું...
રોહન : ઓકે સોરી બસ... હેલ્લો પ્રિયા... ! હવે બરોબર ને..?
પ્રિયા થોડી સ્માઈલ કરીને બોલી : હા...
રોહન : હમમ...હવે મને એ જણાવ કે શું થયું છે..? ઉદાસ કેમ છો?
પ્રિયા : ઉદાસ..? ના ..એવું કંઈ નથી...
રોહન : પ્રિયા... હવે હું તારા અવાજ પરથી સમજી જાવ છું કે તું ઉદાસ છો કે ખુશ છો... તો ચાલ મને જણાવ કે ઉદાસ કેમ છો?

પ્રિયા : હું બસ મારા મમ્મી પપ્પા વિશે વિચારી રહી હતી.. તેઓ એ મને ખૂબ લાડ પ્રેમ થી મોટી કરી છે અને હવે જ્યારે મારો સમય આવ્યો તેમના માટે કંઇક કરવાનો તો હવે મારે તેમનાથી વિદાય લેવી પડશે...
રોહન : પ્રિયા... તું થોડી હંમેશા માટે વિદાય લે છો..અને લગ્ન પછી પણ તારા મમ્મી પપ્પા તો તારા જ છે ને અને તું તેમના માટે તારે જે કરવું હોય એ કરી શકે છો.. અને તું એકલી નહિ.. હું પણ.. તેઓ મારા મમ્મી પપ્પા જ છે...
પ્રિયા : હા.. રોહન.. તું સાચું કહે છો.. પણ મારા મન ને કેમ સમજાવવું.. મમ્મી પપ્પા , અંકલ આન્ટી, પરી એ બધા થી દુર જવાનું વિચારું તો પણ આંખ માંથી આંસુ આવી જાય છે.. તો લગ્ન પછી તેમના વગર કેમ રહી શકીશ..?
રોહન : હું છું ને... પ્રિયા તારી સાથે... ! હું તને એટલો પ્રેમ કરીશ કે તને કોઈ ની યાદ આવવા નહિ દવ... અને મારા મમ્મી પપ્પા પણ લગ્ન પછી એક મહિના માં અમદાવાદ આપણી સાથે રહેવા આવી જવાના છે... એ પણ તને તારા મમ્મી પપ્પા અને અંકલ આન્ટી જેટલો જ પ્રેમ કરશે... જોજે..!
પ્રિયા : મને ખબર છે રોહન... I love you...
રોહન : I love you too.. મેરી જાન.. એન્ડ I Miss you so much..
પ્રિયા : I Miss you too...
રોહન : હવે તો મારાથી આટલા દિવસ પણ wait નથી થતો.. હવે જલ્દી એ દિવસ આવી જાય જ્યારે તું અને હું હંમેશા માટે એક થઇ જઈએ.. અને હા તારા માટે એક સરપ્રાઈઝ પણ છે...
પ્રિયા : સરપ્રાઈઝ.. શું છે સરપ્રાઈઝ ..?
રોહન : એ તો તને સુહાગરાત સમયે મળશે... પણ હા .. તને એક વાત જણાવી દવ કે એ સરપ્રાઈઝ અમદાવાદ માં જ તને મળશે.. !
પ્રિયા : એટલે આપણે.. અમદાવાદ જતું રહેવાનું છે..? પણ મને લાગ્યું કે આપણે પહેલાં સુરત જવાનું છે..!
રોહન : હા.. મમ્મી પપ્પા કહેતા હતા.. પણ મે તેમની સાથે વાત કરી લીધી છે ..અને તેઓ માની પણ ગયા છે... એટલે no ટેન્શન... હવે તો અમદાવાદ માં આપણું ઘર એ સરપ્રાઈઝ માટે આપણી રાહ જોવે છે એન્ડ હા.. હવે તો બસ તું જલ્દી મારી સાથે લગ્ન કરી લે એટલે મારે હવે તને કૉલ માં પ્રિયા ની જગ્યા એ wifee કહી શકાય..
પ્રિયા : શું રોહન... તું પણ.. ( પ્રિયા શરમાઈ ગઈ) ચાલ હવે પછી વાત કરીએ.. બાય..
રોહન : હા... બાય.. એન્ડ I love you...

પ્રિયા ફરી શરમાઈ ગઇ અને રોહન ને સામે જવાબ આપ્યા વગર તેણે ફોન કાપી નાખ્યો.. અને ફોન કાપતાં જ રોહન પોતાની સાથે વાત કરતા બોલ્યો.." યાર..રોહન...wait કરવા સિવાય તારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી... આ I love you નો જવાબ તો હું આપણી એ સ્પેશિયલ રાત વખતે લઈશ... સો wifee જી be ready...

ધીરે ધીરે બાકીના દિવસ પણ વિતી ગયા હવે પ્રિયા અને રોહન ના લગ્ન ને માત્ર એક દિવસ બાકી હતો... આજે મંડપ મુહૂર્ત , પસ- પીઠી , અને સંગીત હતું... બધી રસમો ખૂબ સારી રીતે થઈ ગઈ હતી... સંગીત માં બધા એ ખૂબ ડાન્સ કર્યો... પ્રિયા એ પણ અલગ થી સોલો પરફોર્મન્સ આપ્યું... બધા ખૂબ ડાન્સ કરીને આનંદ લઇ રહ્યા હતા.. સિવાય પરી... તે પ્રેગનેન્ટ હતી એટલે એકતો લગ્ન ના બે દિવસ પહેલા આવી હતી અને એમાં પણ સંગીત માં તે ડાન્સ કરી શકે તેમ નહોતી... હા એ છે કે પરી સાથે વિશાલ પણ ડાંસ ની જગ્યા એ પરી સાથે રહીને તેનું ધ્યાન રાખતો હતો...જેથી પરી એકલતા ના અનુભવે... બીજી બાજુ રોહન ને ત્યાં પણ સંગીત ચાલતું હતું.. ત્યાં પણ બધા ખૂબ આનંદ માણી રહ્યા હતા...

અંતે એ દિવસ આવી જ ગયો જે દિવસ ના સપના રોહન ઘણા વર્ષો થી જોઈ રહ્યો હતો.. .. પ્રિયા લાલ રંગ ના ઘરચોળા માં ખૂબ જ સુંદર લાગી રહી હતી... તેની સુંદરતા કોઈ ને પણ મંત્રમુગ્ધ કરવા માટે પૂરતી હતી... બીજી બાજુ રોહન પણ બદામી રંગ ની શેરવાની , માંથા પર મરૂન રંગ નો સાફો અને પગ માં કોફી રંગ ની મોજડી માં તે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો... તેઓ સુરત થી તળાજા જાન લઈ આવવા નીકળી ગયા હતા... રોહન અને તેના બે મિત્રો ગાડી માં આવતા હતા જ્યારે રોહન ના મમ્મી અને પપ્પા બીજા સબંધીઓ સાથે લક્ઝરી બસ માં આવી રહ્યા હતા...

હિતેશભાઈ , કલ્પનાબહેન, મહેશભાઈ , સંગીતા બહેન અને વિશાલ મહેમાનો ના સ્વાગત ની તૈયારીઓ માં લાગ્યા હતા.. જ્યારે પ્રિયા , પરી અને તેમની સહેલીઓ અંદર રૂમ માં વાતો કરી રહ્યા હતા... એવામાં તેમને બહારથી ડીજે નો અવાજ સંભળાયો.. આ સાંભળી પ્રિયા ની બધી સહેલીઓ તરત દોડીને બહાર આવી... રોહન અને તેમનો પરિવાર તળાજા પહોંચી... વરઘોડો લઈ ત્યાં પહોંચવા આવ્યા હતા.. આગળ બધા ડીજે પર નાચી રહ્યા હતા અને રોહન પાછળ ઘોડા પર બેસી આવી રહ્યો હતો...

આ જોઈ પ્રિયા ની બધી સહેલીઓ અંદર જઈ પ્રિયા ને બોલાવી લાવી.... પ્રિયા તરત બહાર આવી... રોહન ને જોઈ તે એકદમ ખુશ થઈ ગઈ... રોહન ની નજર પણ પ્રિયા ને જ શોધી રહી હતી... તે આમતેમ જોઈ રહ્યો હતો.. એવામાં તેની નજર પ્રિયા પર પડી... દુલ્હન ના પહેરવેશ માં તે એકદમ અલગ દેખાઈ આવતી હતી... રોહન તો પ્રિયા ને જોઈ તેની સુંદરતા માં જ ખોવાઈ ગયો...થોડાક સમય માટે તો તેની આંખ પણ પલકારા મારતા ભૂલી ગઈ હતી... આ જોઈ રોહન ના friends એ રોહન ને હાથ પકડી હલાવ્યો અને તેને પણ તેમની સાથે ડાન્સ કરવા બોલાવ્યો... રોહન ઘોડા પરથી ઉતરી ને તેમની સાથે નાચવા લાગ્યો... તે થોડા થોડા સમયમાં પ્રિયા તરફ નજર કરતો અને પ્રિયા તેને જોઈ હસવા લાગતી....

પછી પ્રિયા ના મમ્મી પપ્પા એ રોહન અને તેમના પરિવાર નું સ્વાગત કર્યું...હવે લગ્ન ની વિધિ શરૂ થઈ ગઈ હતી... રોહન મંડપ માં પ્રિયા ની રાહ જોઈ રહ્યો હતો... બધા જાનૈયાઓ તો જમવાની પ્લેટ લઈ બેસી ગયા હતા... અમુક રોહન ના નજીકના સબંધીઓ મંડપ પાસે બેઠા હતા... ત્યાં પંડિતજી એ વાક્ય બોલ્યા... જે સાંભળવા માટે રોહન એ આટલા વર્ષ રાહ જોઈ હતી..." કન્યા પધરાવો સાવધાન...... ' અને આ સાથે પ્રિયા ધીમે ધીમે મંડપ તરફ આવવા પ્રસ્થાન કરવા લાગી.. આ સમયે તેના ભાઈઓ એક પછી એક જમીન પર હાથ રાખતા હતા અને પ્રિયા તેમના હાથ પર અંગૂઠો મૂકી ચાલી રહી હતી... આ એક રસમ હતી જે કન્યા જ્યારે મંડપ માં જતી ત્યારે તેના ભાઈઓ દ્વારા કરવામાં આવતી...

પ્રિયા અને રોહન હવે મંડપ માં સાથે બેઠા હતા... બંને એકબીજાની સામે જોઈ રહ્યા હતા... ધીમે ધીમે લગ્ન ની બધી રસમ પૂરી થતી જતી હતી... અને છેલ્લે બંને એ સાથે અગ્નિ ની સાક્ષી માં ફેરા લીધા અને હંમેશા એકબીજાનો સાથ આપવાના વચનો આપ્યા.. રોહન એ પ્રિયાને મંગળસૂત્ર પહેરાવ્યું અને તેની માંગ માં સિંદૂર ભર્યું... આ સાથે પ્રિયા અને રોહન નો પ્રેમ લગ્ન ના પવિત્ર બંધન માં બંધાઈ ગયો....

To Be Continue..