સપના ની ઉડાન - 42 Dr Mehta Mansi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપના ની ઉડાન - 42

રોહન ના ગયા પછી પ્રિયા પણ હોસ્પિટલ જતી રહી. ત્યાર પછી તે તેના કામ માં વ્યસ્ત થઈ ગઈ. તેનું કામ પૂરું થતાં જ તે પોતાના રેગ્યુલર સમય એ કેન્ટીન એ જમવા આવી, દરરોજ તે અને રોહન આ સમય એ જ કેન્ટીન એ સાથે મળતા અને સાથે જમતા પણ આજે રોહન ત્યાં હતો જ નહિ. આ જોઈ પ્રિયા એ રોહન ને ફોન લગાવ્યો પણ ફોન લાગતો નહોતો. ત્યાં બાજુમાંથી રોહન નો મિત્ર હિતેન નીકળ્યો, આ જોઈ પ્રિયા એ તરત તેને પૂછ્યું,
" હિતેન ! તને ખબર છે રોહન ક્યાં છે ? એ જમવા પણ ના આવ્યો... "
હિતેન : અરે ! તને ખબર નથી પ્રિયા... રોહન તો આજે આવ્યો જ નથી...
પ્રિયા : વોટ ? રોહન એ મને કંઈ કહ્યું પણ નહિ.... તને કંઈ ખબર છે કે તે ક્યાં ગયો છે ?
હિતેન : ના .. મને નથી ખબર...
પ્રિયા : ok thanks.

એ પછી પ્રિયા એ રોહન ને ઘણી વાર કોલ કર્યા પણ રોહન ફોન ઉપાડતો જ નહોતો... પ્રિયા એ રોહન ને મેસેજ પણ કર્યા... પણ રોહન એ એક પણ મેસેજ સીન ના કર્યા... હવે રાત પડી ગઈ હતી પણ હજી રોહન ની કંઈ જ ખબર નહોતી.. પ્રિયા વારંવાર તેનો ફોન ટ્રાય કરતી હતી ....એ સમય એ પરી ત્યાં આવી..
પરી : શું થયું છે પ્રિયા ? હું જોઉં છું ... તું આવી ત્યારની પરેશાન છો...
પ્રિયા : હા... યાર..
પરી : કેમ શું થયું ?
પ્રિયા : એ તો મને નથી સમજાતું કે રોહન ને થઈ શું ગયું છે ? એ મારી સાથે વાત કરતો નથી, મારા કોલ રિસિવ કરતો નથી અને મેસેજ પણ સીન નથી કરતો...
પરી : શું રોહન એ એવું કર્યું ? I don't believe...
પ્રિયા : હા... રોહન એ જ એવું કર્યું..
પરી : રોહન એવું કરે જ નહિ.. જરૂર કંઇક થયું છે...
પ્રિયા..... સાચું બોલ શું થયું છે ?
પ્રિયા : પરી મેં તો બસ તેને એટલું જ કહ્યું હતું કે...
( એમ કહી પ્રિયા એ બધી વાત પરી ને જણાવી. )

પરી : વોટ ... ! પ્રિયા તને ખબર છે તે શું કર્યું છે ? પ્રિયા .. રોહન ની જગ્યા એ બીજું કોઈ પણ હોય તો એ પણ આમ જ કરે...
પ્રિયા : પણ પરી... એમાં મે શું ખોટું કહ્યું... ?

પરી : પ્રિયા.... તું સમજતી કેમ નથી... તું એમ કહે છો કે રોહન સામેથી અંકલ ને કહે કે એ તારી સાથે લગ્ન ના કરે કેમ કે એ બીજી કોઈ છોકરી ને પ્રેમ કરે છે... અરે ! તું અને હું બધા જાણીએ છીએ કે રોહન ની લાઈફ માં એવી કોઈ છોકરી નથી... Because..
પ્રિયા : because... શું પરી ? આગળ બોલ... કેમ ના કહી શકે તે?
પરી : કેમ કે રોહન ના જીવન માં એક જ છોકરી છે અને એ છે તું...
પ્રિયા : વોટ nonsens પરી... તું કહેવા શું માંગે છો ?
પરી : હું એ કહેવા માંગુ છું કે રોહન માત્ર ને માત્ર તને પ્રેમ કરે છે...
પ્રિયા : પ્રેમ ... ? આ શું બકવાસ વાતો કરી રહી છે?
પરી : બકવાસ વાતો એમ .. ? તને સાચે માં આ વાત બકવાસ લાગે છે ? અરે ! તને તેની આંખો માં દેખાતું નથી ? એ હંમેશા તારી કેર કરે, હંમેશા તારો સાથ આપે, તને સ્માઈલ કરાવે, આ બધું જોઈ તને એકવાર પણ એવું ફીલ ના થયું ?
પ્રિયા : આ તું શું બોલે છો... અમે friends છીએ.. બસ એટલે.. જ..

પરી : ઓહ... Friends... સાચે પ્રિયા ? તને ખબર છે તારા સિવાય બધા ને દેખાય છે કે રોહન તને પ્રેમ કરે છે... તું જ એક છો કે જે બધું જોઈ ને પણ અજાણ બને છો... થોડું વિચાર કે તે આવો વ્યવહાર શા માટે કરે છે... કેમ કે તેને તારી વાત થી ખૂબ hurt થયું છે.. અને તને વાંધો શું છે તેની સાથે લગ્ન કરવામાં ? મને લાગ્યું કે તું બધી વાતો ભૂલી આગળ વધી ગઈ છો.. પણ નહિ... તારું ગાડું તો હજી અમિત માં જ અટકેલું છે ....! તને ખબર છે કે તું સવારથી કેમ પરેશાન છો ? કેમ કે તું પણ રોહન ને પસંદ કરે છો.... પણ તું એ હકીકત ને સ્વીકાર નથી કરી શકતી... કેમ કે તે અમિત ને પ્રેમ ના વચનો જો આપ્યા હતા..

પ્રિયા : બસ... ! પરી.... તું ક્યારની ગમે તે બોલતી જ જાય છે... તું હવે જા અહીંથી...મારી જ ભૂલ છે મારે તને કંઈ કહેવું જ નહોતું...
પરી : ઓકે બાય... હું જાવ છું... પણ યાદ રાખજે... તને પણ આ વાત જલદી સમજાઈ જશે... અને તું સામેથી આ હકીકત નો સ્વીકાર કરીશ..

આમ કહી પરી ગુસ્સામાં ત્યાંથી જતી રહી. પ્રિયા પણ ગુસ્સામાં ફોન મૂકી સુઈ ગઈ પણ તેને ઊંઘ ક્યાં આવવાની હતી ... ? તેના મગજ માં પરી ની કહેલી વાતો જ ફરતી હતી... અને સાથે રોહન ની પણ ચિંતા થતી હતી. આ વિચારો ના લીધે તેને ખૂબ મોડી ઊંઘ આવી.. સવાર એ ઉઠવામાં પણ તેને મોડું થઈ ગયું . તે જલ્દી તૈયાર થઈ હોસ્પિટલ એ પહોંચી, તે ત્યાં જઈ તરત રોહન ને શોધવા લાગી, પણ રોહન તેને ક્યાંય દેખાયો નહિ. આજે પણ તેને
કેન્ટીન માં જઈ ખબર પડી કે રોહન આવ્યો જ નથી, તેણે ફરી રોહન ને ફોન લગાવ્યો અને મેસેજ પણ કર્યો પણ રોહન તરફથી કંઈ જ જવાબ ના આવ્યો.

પ્રિયા ને હવે ચિંતા થવા લાગી હતી. તેણે રોહન ના બધા friends અને તેના મમ્મી પપ્પા ને પણ ફોન કરી પુછી લીધું હતું પણ તેઓ ને પણ રોહન ક્યાં છે એ ખબર નહોતી. બે દિવસ થઈ ગયા હતા પણ રોહન ની કંઈ જ ખબર નહોતી. પ્રિયા રોજ અલગ અલગ જગ્યા એ જઈ રોહન ને શોધતી હતી. રોહન જ્યારે તેનાથી દૂર થઈ ગયો ત્યારે પ્રિયા ને રોહન નું મહત્વ સમજાતું હતું. તે મોડી રાત સુધી જાગતી હતી અને રોહન ની ચિંતા માં રડતી હતી. પછી તેને ખ્યાલ ન રહ્યો કે તેને ક્યારે ઊંઘ આવી ગઈ. સવારે દસ વાગી ગયા હતા પણ તે હજી ઉઠી નહોતી.

આ સમયે પરી તેને બોલાવવા આવી.
પરી : પ્રિયા... ઓ પ્રિયા. જલ્દી ઉઠ....
પ્રિયા : શું છે યાર.. સુવા દેને મને...
પરી : અરે સૂવું નથી... બહાર જો કોણ આવ્યું છે..
પ્રિયા : કોણ આવ્યું છે ?
પરી : તું જ આવી ને જોઈ લે...

પ્રિયા બગાસું ખાતા ખાતા બહાર આવી... તેણે ત્યાં જોયું તો પળ વારમાં તેની બધી ઊંઘ ગાયબ થઈ ગઈ અને તેના ચહેરા પર તરત ચમક આવી ગઈ.. તે દોડી ને તેની પાસે જઈ ભેટી ગઈ. એ વ્યક્તિ બીજું કોઈ નહિ પણ રોહન જ હતો. રોહન એ પ્રિયા ની આ હરકત પર કોઈ પ્રતિક્રિયા આપી નહિ... હવે પ્રિયા નારાજગી બતાવતા ગુસ્સામાં બોલી,
" રોહન... ક્યાં હતો તું ? મે તને કેટલા ફોન કર્યા , મેસેજ કર્યા પણ તે એક પણ નો જવાબ ના આપ્યો... આ કઈ રીત છે તારી.. તને ખબર છે અમે કેટલા પરેશાન થઈ ગયા હતા... ? "

રોહન થોડી ઉદાસી સાથે બોલ્યો, " sorry "

એટલી વારમાં પ્રિયા ના પિતા હિતેશભાઈ અને મહેશભાઈ પણ ત્યાં આવી ગયા..
પ્રિયા : પણ રોહન તું બે દિવસ હતો ક્યાં ?

આ સાંભળી રોહન એ તેના હાથ માં એક ફાઈલ હતી એ પ્રિયા ને આપી,
પ્રિયા : આ શું છે ?
રોહન : વાંચ...

પ્રિયા ફાઈલ ખોલી વાંચવા લાગી, તે જેમ આગળ આગળ વાચી રહી હતી તેમ તેમ તેના ચહેરા પર પ્રસન્નતા આવી રહી હતી...
પરી : અરે ! પ્રિયા એવું તો શું છે એ ફાઈલ માં કે તું આટલી બધી હરખાઈ રહી છે...
પ્રિયા : અરે તને કહીશ ને તો તું પણ ખુશ થઈ જઈશ.. એક મિનિટ રાહ જો...

પ્રિયા એ આખી ફાઈલ વાચી અને પછી તે ખૂબ ખુશી સાથે ફરી રોહન ને ભેટી પડી,
" Thank you so so much રોહન.. "
મહેશભાઈ : અરે અમને કોઈ કહેશો કે ... આ આનંદ ની પાછળ નું શું રહસ્ય છે ? "
પ્રિયા : અંકલ.... અમે હોસ્પિટલ ના જે પ્રોજેકટ પર કામ કરી રહ્યા હતા ને... તેમાં અમારી સાથે બીજી છ એનજીઓ જોડાઈ છે... અને તમને ખબર છે આ બધું મળીને આ પ્રોજેક્ટ માટે ૨ કરોડ નો ફંડ ભેગો થઈ ગયો છે..

આ સાંભળતા બધા ના આનંદ નો પાર ના રહ્યો.. બધા પ્રિયા અને રોહન ને congratulations કહેવા લાગ્યા...

પ્રિયા : પણ રોહન તે આ બધું કર્યું ક્યારે ?

રોહન : થોડાક દિવસ પહેલા મેં સુરત ની એક એનજીઓ સાથે વાત કરી હતી. તો આપણી કેફે ની મુલાકાત ના થોડા સમય પછી તેમનો ફોન આવ્યો, અને કહ્યું કે તમે બે કલાક માં જ અહીં પહોંચો, કેમ કે એ સમયે નજીક ના બધા શહેરો ની એનજીઓ સાથે મળી એક મિટિંગ કરવાના હતા અને જુદા જુદા પ્રોજેક્ટ વિશે વિસ્તારથી ચર્ચા કરવાના હતા, મેં તેમને પહેલાં જ પ્રોજેક્ટ વિશે જણાવી દીધું હતું, તો તેમને મારી વાત યાદ આવી અને તેમણે મને તરત ફોન કરી ત્યાં બોલાવી લીધો, મારી પાસે ત્યારે એટલો સમય નહોતો કે હું તને લેવા આવું એટલે મેં વિચાર્યું કે હું રસ્તા માં તને ફોન કરી જણાવી દઈશ, અને હું સુરત જવા નીકળી ગયો, પણ બન્યું એવું કે ટ્રેન માં ખૂબ ભીડ હતી તો મારો ફોન હાથ માંથી પડી ગયો અને તેની બેટરી ક્યાંક ખોવાઈ ગઈ, એટલી ભીડ માં હું શોધી ના શક્યો, એટલે મારો ફોન ચાલુ જ ના થયો, સોરી.....

પ્રિયા : ઈટ્સ ઓકે.. રોહન.. તું એતો કહે કે મિટિંગ માં શું થયું...?

રોહન : હા... મિટિંગ માં સુરત , મોરબી, રાજકોટ, વડોદરા, અમરેલી એમ અલગ અલગ શહેર ની એનજીઓ ના ઓનર આવેલા હતા, તેઓ એ પોતાના પ્રોજેકટ વિશે કહ્યું, પછી જ્યારે મારો ટર્ન આવ્યો ત્યારે મેં આપણે જે પ્રોજેકટ માટે પ્રેઝન્ટેશન બનાવ્યું હતું એ રજૂ કરી બધાને એ વિશે સમજાવ્યું, અને બધા ને ખૂબ જ પસંદ આવ્યું, તેઓ પણ આપણા આ પ્રોજેક્ટ માં જોડાવા માટે તૈયાર થઈ ગયા અને એ માટે ફંડ પણ આપ્યા, એટલે બધું થઈ ૨ કરોડ થયા, હજી તેઓ જુદી જુદી રીતે ફંડ એકત્ર કરશે, અને આપણે પણ એ માટે મહેનત કરીએ જ છીએ , અને મને પાક્કો વિશ્વાસ છે કે થોડા વર્ષો માં આપણું આ સપનું પણ પૂરું થશે...

આ સાંભળી બધા તાળી પડવા લાગ્યા, પ્રિયા ની નારાજગી પણ પળવાર માં દૂર થઈ ગઈ.
રોહન : હિતેશ અંકલ મારે તમારી અને પ્રિયા સાથે પણ એક જરૂરી વાત કરવી છે, પણ અત્યારે મારે હોસ્પિટલ એ પહોચવું પડશે એટલે શું રાત્રે આપણે મળી શકીએ...?

આ સાંભળતા પ્રિયા ઉદાસ થઈ ગઈ.. તેને પોતાની વાત યાદ આવી ગઈ જે તેણે રોહન ને કીધી હતી, તેને લાગ્યું કે રોહન જરુર એ વાત જ કહેવાનો હશે, હિતેશભાઇ ને લાગ્યું કે રોહન જરૂર પ્રિયા અને તેના લગ્ન ની વાત ને લઈ ને જ કંઇક કહેવાનો હશે , એટલે તે ખુશ થઈ ગયા... અને બોલ્યા,
" ઓકે બેટા , નો પ્રોબ્લેમ... આપણે રાત્રે મળીએ.. એક કામ કરજે તું રાત્રે અહી જ ડિનર માટે આવતો રહેજે.. "

રોહન : ઓકે અંકલ ... બાય...

એમ બોલી રોહન ત્યાંથી જતો રહ્યો.. તેણે જતી વખતે એકવાર પણ પ્રિયા ની સામે જોયું નહી, ત્યાં હોસ્પિટલ માં પણ તે પ્રિયા સાથે કામ વગર વાત કરતો નહોતો.. પ્રિયા ને પણ રોહન નું વર્તન અજુગતું લાગતું હતું. રાત્રે રોહન ડિનર માટે આવવાનો હતો . ત્યારે રોહન એક શોકિંગ ન્યુઝ સંભળાવવાનો છે , જે બધા જ લોકો ને આશ્ચર્ય માં મૂકી દેશે... તો જાણવા માટે વાચતા રહો .. ' સપના ની ઉડાન '

To Be Continue...