Mrityunjaya books and stories free download online pdf in Gujarati

મૃત્યુંજય


|| મૃત્યુંજય || મૃત જીવાત્માનો અજય રાગ.

સતયુગ અને એકવીસમી સદીની સાથે ચાલતી રોચક અને રહસ્યોથી ભરપૂર નવલકથા એટલે માહ-અસુર શ્રેણી નો ભાગ 1 મૃત્યુંજય.
સોમનાથ અને અરબપ્રદેશના દુબઈ ક્ષેત્રમાં રચાયેલી આ નવલકથા ખુબ સરસ રીતે લખવામાં આવી છે. વાચકોને પેહલા પેજથી છેલ્લા પેજ સુધી વાંચવા જકડી રાખે છે તેનું સૌથી મોટું કારણ છે નવલકથાની લેખનશૈલી. આ નવલકથામાં ગુજરાતી ઉપરાંત અંગ્રેજી અને હિન્દી શબ્દો નો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. (જે અત્યારે શુદ્ધ ગુજરાતી ન બોલતી પેઢીની વાંચન શૈલીમાં સરળતા લાવે છે.) સાથે સંસ્કૃતના શ્લોક તો ખરા જ.
ઇતિહાસ અને પુરાણો ના રહસ્યોથી ભરપૂર આ નવલકથામાં ઇતિહાસમાં આપણે સાંભળેલું એક બહુ જ ખાસ નામ મોહમ્મદ ગઝનવી જેને સોમનાથ પર ચડાઈ કરી સોમનાથ નો ખજાનો લુંટી ગયો હતો. પણ શું એ ખજાનો લુંટવા જ આવ્યો હતો? કે કોઈ રહસ્ય એને સોમનાથ ખેંચી લાવ્યું હતું??
સતયુગ ની શરૂઆત જ્યાં ઋષિ કશ્યપ અને અદિતિના પુત્ર અને ઋષિ કશ્યપ ની બીજી પત્ની દતી નો પુત્રો જે દૈત્ય તરીકે ઓળખાય છે. ઇન્દ્રની સત્તાની લાલચ અને મોહ એને એના જ ભાઈઓને દુશ્મન બનાવી દે છે અને કેટકેટલાં દુષ્ટ અને અનૈતિક કાર્ય કરાવે છે.
બીજી તરફ વર્તમાન એકવીસમી સદીમાં રાજકોટના 'વસંત નિવાસ'માં કાળી ચૌદસની રાતે ભારતના પ્રખ્યાત પુરાતત્વ શાસ્ત્રી સુધીર આર્ય નું રહસ્યમય રીતે મૃત્યુ થાય છે. સુધીર આર્ય નો પૌત્ર વિવાન આર્યન. જે મુંબઈમાં મીડિયા હાઉસ ચલાવે છે અને દાદા ના મૃત્યુના સમાચારથી રાજકોટ આવે છે અને સુધીર આર્યન રહસ્યમય મોત ઘણા નવા રહસ્ય ઉજાગર કરે છે.
‌કેટલાય વર્ષોથી સવારના સાડા છ વાગ્યે વિવાનને આવતા સ્વપ્નાં!
‌મહેમુદ ગઝનવીએ અરેબિક ભાષામાં લખેલી ડાયરી નો એક ટુકડો મિશ્ર ભાષામાં લખવો!
‌મહેમૂદ ગઝનવીના મૃત્યુ સમયે એકાક્ષ અઘોરી નું આવવું!
‌એકાક્ષ અઘોરી નું રહસ્ય!
‌સુધીર આર્યના ગળામાં પેહરેલ લોકેટનું રહસ્ય!
‌વસીમ ખાન નું રહસ્ય
આ નવલકથાના એક પેજ ની મારે ખાસ વાત કરવાની છે પેજ નંબર 500. 18 પુસ્તકો, 19 વેબસાઈટ-બ્લોગ અને આર્ટિકલની લીંક, 9 youtube લીંક, દુબઈના 8 અને સોમનાથ વેરાવળના 10 સ્થળોની મુલાકાત. આ રિસોર્સનો રિસર્ચ સંદર્ભ આપેલો છે. આથી એમ કહી શકાય કે લેખકોએ નવલકથા લખવી હતી એટલે લખી નથી પણ લેખકોને સંશોધન કરીને એવું લખવું હતું કે જે વાચકોની વાંચન તૃષ્ણા સંતોષી શકે. અને વાંચક આ નવલકથા વાંચ્યા પછી એ સંતોષ અનુભવે છે.
વાંચક ગુણવત્તા સભર વાંચન સામગ્રી ઈચ્છા છે અને એ માટે કોઈ પણ કિંમત વાંચન પ્રેમી આપવા તૈયાર હોય છે. તો લેખકોની પણ ફરજ બની જાય છે કે વાચકોની ઈચ્છા પુર્ણ કરે. પણ લેખકની કામગીરી લેખકન કાર્ય પુર્તિ સિમીત નથી રહી. લખાણ ની ગુણવત્તાની સાથે ભૌતિક ગુણવતા પણ એટલી જ જરૂર હોય છે. ગ્રંથાલય ના પિતા (ડૉ. રંગનાથન) એ આપેલા પાંચ સૂત્રો માં બે સૂત્રો છે કે ' દરેક વાંચક ને એનું પુસ્તક મળવું જોઈએ.' અને ' દરેક પુસ્તક ને એનો વાંચક મળવો જોઈએ.' આ માટે લેખકની ગુણવત્તા સભર લખાણ ની સાથે પુસ્તક ની યોગ્ય ગુણવત્તા અને યોગ્ય પ્રચાર થાય એ પણ ખુબ જરૂરી છે.
આવા જ લેખકન કાર્ય પરખ ભટ્ટ અને રાજ જાવિયા દ્વારા કરવામાં આવ્યું છે. અને એક વાંચક તરીકે એનો મને ખુબ આનંદ અને ખુશી છે કે આ લેખકોએ ગુણવત્તા સભર ઉત્તર લેખક કાર્ય કર્યું છે.
'માહ-અસુર' શ્રેણી ગુજરાતી પ્રથમ મોડર્ન માયથોલોજીકલ થ્રીલર્સ નવલકથા શ્રેણી જેના લેખક પરખ અને રાજ દ્વારા એક ઉત્તમ ગુણવત્તા સભર સર્જન થયું છે. આ સાથે નવભારત સાહિત્ય મંદિર દ્વારા Thomson press જેવા વિખ્યાત પ્રિન્ટિંગ પ્રેસ દ્વારા એક ઉત્તમ ગુણવત્તા સભર પુસ્તક ઉપલબ્ધ કરાવ્યું છે. આ ઉપરાંત વાચકો ને પહેલી નજરે આકર્ષતી કરવા મૃખ પૃષ્ઠ ઉત્તમ હોવું જોઈએ એવું મારું (એક વાંચક નું) માનવું છે કેમ કે "પુસ્તકના ઢગલા માથે વાંચકને આકર્ષે એ પુસ્તક જે વાંચકના હાથ સુધી પહોંચી શકે". 'માહ-અસુર' શ્રેણી નો પહેલો ભાગ ' મૃત્યુંજય' નું મૃખ પૃષ્ઠ આ વાત ને યાદ રાખી ખાસ તૈયાર કરવામાં આવ્યું છે એવું પુસ્તક હાથમાં લેતાં જ વાંચક ને મહેસૂસ થાય એવું છે. આ ઉત્તમ કાર્ય મૌલી બુચ એ કર્યું છે. આ સાથે ડિજીટલ યુગમાં વાંચકોને આકર્ષિત કરવા યા એમ કહી શકાય કે પુસ્તક થી માહિતગાર કરવાનું કાર્ય ફોર્ચ્યુન ડિઝાઇનિંગ સ્ટુડિયો દ્વારા કરવામાં આવ્યું. આ રીતે પુસ્તકની માહિતી થી વાંચકો ને પોતાના પંસદના પુસ્તક ખરીદી કરવામાં ખુબ સરળ રહે છે.
આ રીતે મહા-અસુર શ્રેણી એ પરખ અને રાજ ની કૃતિ ના રહેતા એક ટીમ ની પુરી મહેનત થી ઉદભવેલી કૃતિ છે. જેના મૂળિયાં પરખ અને રાજ એ નાખ્યા છે.
અત્રે એક વાંચક તરફ થી ધન્યવાદ. પરખ ભટ્ટ અને રાજ જાવિયા કે એક ઉત્તમ ગુણવત્તા સભર પુસ્તક ના મૂળિયાં સાથે એક ઉત્તમ ગુણવત્તા સભર પુસ્તક આપવા માટે. સાથે સાથે એ પુરી ટીમ નો પણ આભાર જે વાંચક ને એક ઉત્તમ પુસ્તક પુરું પાડવામાં આ લેખકોને સાથે આ કાર્ય માં જોડાયા. Thank you parakh, Thank you Raj & Thank you everyone for a wonderful book 📚.
- shilpa patel ( sonal)

બીજા રસપ્રદ વિકલ્પો