હા, બધાથી થોડા વધારે ખાસ છો તમે....
હા, એટલે જ બધાથી થોડા વધારે ખાસ છો તમે.....
હા, એટલે જ બધાથી થોડા વધારે ખાસ છો તમે.....
હા, એટલે જ બધાથી થોડા વધારે ખાસ છો તમે.....
હા, એટલે જ બધાથી થોડા વધારે ખાસ છો તમે.....
હા, એટલે જ બધાથી થોડા વધારે ખાસ છો તમે......
હતા બસ તમે જ સાથ....
હતા બસ તમે જ સાથ....
હતા બસ તમે જ સાથ.....
હતા બસ તમે જ સાથ....
હતા બસ તમે જ સાથ.....
સંઘર્ષ ક્યાં નથી હોતો?!
જિંદગીની ઝડપે દોડતા,
'ને જિંદગીને મોજથી માણતા,
સંઘર્ષ ક્યાં નથી હોતો?!
સફળતાને પામવાના શિખરે,
'ને નિષ્ફળતાને સહન કરતા,
સંઘર્ષ ક્યાં નથી હોતો?!
હોદ્દાને સંભાળવાની જવાબદારીમાં,
'ને હોદ્દો પામવાની મહેનતમાં
સંઘર્ષ ક્યાં નથી હોતો?!
સંબંધોને જકડી રાખવા હેતથી,
'ને સમય આવ્યે કાપ મૂકતા તે સંબંધનો,
સંઘર્ષ ક્યાં નથી હોતો?!
મૃત્યુ પહેલા તેની ચિંતામાં,
'ને કફોળું મૃત્યુ પામતા,
સંઘર્ષ ક્યાં નથી હોતો?!
■
ચાલ થોડું જીવી લઈએ....
બહુ થયો રોજનો ત્રાસ,
રોજની આ ભાગદોડ છોડી,
ચાલ થોડું જીવી લઈએ.....
ક્યાં સુધી માત્ર આ નાના માર્ગના મુસાફર રહીશું,
થોડું મોટું પણ વિચારી લઈ જિંદગી જીવી લઈએ,
નફરતને દૂર કરી ચાલ થોડો પ્રેમ લાવી દઈએ ,
ચાલ થોડું આનંદથી જીવી લઈએ....
જીવતાં જિંદગી ઘણું મોડું શીખ્યા છે,
પણ જાગ્યા ત્યારથી જ સવાર છે,
અડધી જિંદગી તો કાઢી ઊંઘમાં,
તો અડધી તો આનંદ સાથે જીવી લઈએ,
ચાલ થોડું જીવી લઈએ.....
પ્રેમની શોધ કર્યા વિના ,
ચાલ થોડો પ્રેમ કોઈને આપી દઈએ,
નફરતના બીજ વાવવા કરતા,
તેના કાંટા તોડી લઈએ,
ચાલ થોડું જીવી લઈએ.....
■
From a HARRY POTTER FAN,
To a HARRY POTTER FAN.....
જિંદગીનો લક્ષ અહીંયા જાતે જ નક્કી કરવાનો હોય છે,
SORTING HAT ખાલી hogwartsમાં જ મળી આવે છે.....
જિંદગીમાં સફળતા પામવા જાતે જ ઉડાન લેવી પડશે,
દરેક પાસે હેરી પોટરની BROOMSTICK તો આવી શકશે નહિ.....
ભૂતકાળમાં જઇ પોતાની 'ને બીજાની મદદ,
TIME TUNERથી માત્ર hermione જ કરી શકે છે....
શરીરના 'ને હૃદયના ઘાવ ભરવા,
PHOENIX ના આંશું ક્યાં દરેક વ્યક્તિ ધરાવે છે....
દિલને સમજતા આપણે જાતે જ શીખવું પડશે,
MIRROR OF ERISED આપણી અંતઃકરણની ઈચ્છા કહેવા નથી અહીં....
ભૂતકાળની યાદો માત્ર વિચારોથી યાદ કરી ખુશ થતા શીખવું પડશે,
dumbledoreની PENSIEVEમાં આપણે યાદો નિહાળવા ક્યાં જઈ શકવાના છીએ....
મૌત સામે સતત લડવા,
HORCRUXES અહીંયા માત્ર Voldemort જ બનાવી શકે છે....
મરીને વળી પાછા જીવતા થવું,
એ અહીંયા ખાલી હેરી પોટર જ કરી શકે છે....
■
જરૂરી હતું ને...!
પ્રેમ કંઈક વધારે જ વધી ગયો હતો,
તો વિરહની વેદના પણ તો જરૂરી હતી ને...!
ખુશીઓ કંઈક અપરંપાર વધી ગઈ હતી,
તો થોડું દુઃખનું આગમન પણ તો જરૂરી હતું ને...!
ખુદ સાથે પ્રેમ કરતાં શિખાઈ ગયો હતો,
તો થોડું ડગવું પણ તો જરૂરી હતું ને...!
નાચતી-ગાતી-દોડતી-રમતી-મજાની હતી જિંદગી,
તો એક ઠોકર પણ તો જરૂરી હતી ને....!
■
ચાલો થોડું હસતા શીખીએ.....
રોજ નાની નાની વાતમાં રડવા કરતા,
જિંદગીને મોજથી માણી જઈએ,
થોડામાં ઘણું હસી લઈએ,
ચાલો થોડું હસતા શીખીએ....
માન-પાનની ઈચ્છા વિના,
પોતાનાનો સાથ માનીએ,
જિંદગીની હર એક પળ,
પણ આખરી શ્વાસ ગણીએ,
ચાલો થોડું હસતા શીખીએ....
રોજ મોટી બાઝી જીતવાની ઈચ્છા કરતા,
નાની-નાની બાઝી રોજ જીતતા થઈએ,
હારને હલવો ખવડાવી,
પાછા આગળ વધતા જઈએ,
ચાલો થોડું હસતા શીખીએ....
■
વ્યાકુળતા મગજની હવે ગુપ્ત જ રાખું છું.....
સફળતાની સીડીની વાતો,
'ને નિષ્ફળતામાં નિરાશા,
હવે માત્ર પોતાના સુધી જ રાખું છું,
વ્યાકુળતા મગજની હવે ગુપ્ત જ રાખું છું.....
સાચા પ્રેમ સાથેની મુલાકાત,
'ને દિલ તૂટવાનો ગમ,
હવે માત્ર પોતાના સુધી જ રાખું છું,
વ્યાકુળતા મગજની હવે ગુપ્ત જ રાખું છું....
ખુશીઓનો વરસાદ મીઠો,
'ને દુઃખના વાદળ કાળા,
હવે માત્ર પોતાના સુધી જ રાખું છું,
વ્યાકુળતા મગજની હવે ગુપ્ત જ રાખું છું....
નવા સંબંધોની ચર્ચા ઉત્સુક,
'ને ખાસ વ્યક્તિ સાથેના મન મોટાવ,
હવે માત્ર પોતાના સુધી જ રાખું છું,
વ્યાકુળતા મગજની હવે ગુપ્ત જ રાખું છું....
જિંદગી જીવવી મોજીલી,
'ને મૌત સામેની અડીખમ હિમ્મત,
હવે માત્ર પોતાના સુધી જ રાખું છું,
વ્યાકુળતા મગજની હવે ગુપ્ત જ રાખું છું....
■
ભલે હોય તે સ્વાદિષ્ટ કે નહિ....!
જિંદગીના દરેક સ્વાદ ચાખવાની ઈચ્છા રાખું છું,
સંબંધોમાં રહેલો મીઠો પ્રેમ
'ને જિંદગીમાં આવેલા દુઃખ કડવા...
ભલે હોય તે સ્વાદિષ્ટ કે નહિ....!
જિંદગીના દરેક સ્વાદ ચાખવાની ઈચ્છા રાખું છું,
કંઈક આવેલા અતિશય તીખા ગુસ્સાની
'ને તૂરાશ વિશ્વાસઘાતની....
ભલે હોય તે સ્વાદિષ્ટ કે નહિ....!
જિંદગીના દરેક સ્વાદ ચાખવાની ઈચ્છા રાખું છું,
હારની મળેલી નિરાશા ખાટી,
વળી ખારાશ પરાણે ચાલતી જિંદગીની...
ભલે હોય તે સ્વાદિષ્ટ કે નહિ....!
■
ચાલ ફરી બાળક બનીએ....
નાના નાના ભૂલકાં સાથે થોડું રમીએ,
‘ને જિંદગીનું દર્દ ભૂલી,
ચાલ ફરી બાળક બનીએ....
છોડી જઈએ એ રોજની દુઃખ ભરી જિંદગી,
‘ને બાગ બગીચામાં લપસણી ખાઇએ,
હીંચકાને હલાવીને ભૂલીએ દુનિયા,
ચાલ ફરી બાળક બનીએ......
ઢીંગલી ઢીંગલાના લગ્ન કરાવી,
બસ થોડો આનંદ માણીએ,
teacher-teacher રમી ચાલ ખુદને ભણાવીએ,
ચાલ ફરી બાળક બનીએ....
kitchen set રમી સૌને પ્રેમથી જમાડીએ,
ભૂલીએ દોસ્ત દુશ્મનનો ભેદ,
A B C D લખી જઇને ઈશ્વરને સૌપીએ પ્રાર્થના આપણી,
આપી દેશે આપણા યોગ્ય એ,
ચાલ ફરી બાળક બનીએ....
ઉત્તમ હતી એ જિંદગી યાર,
રડતા મળી તો જાય જોઈએ એ,
ભૂલ થાય તો રબરથી ભૂંસી તો લેવાય,
ચાલ ફરી બાળક બનીએ.....
■
ખજાનો યાદોનો આજે ખૂલી ગયો....
કંઈક કેટલીય વિખરાયેલી યાદો,
જેને સુલઝાવવાના પ્રયત્નો આજે ફરી એક વાર થઈ ગયા,
'ને વળી એ વિખરાતાં,
હું ફરી વિખરાય ગઈ,
એ દબાવેલો ખજાનો યાદોનો આજે ખૂલી ગયો....
કંઈક કેટલીય ખુશીની પળોનો,
જેણે આજે એ ખુશી આપતાં લોકોના અભાવે અશ્રુઓનું રૂપ લીધું,
'ને પોતાનાં સાથે ન જોતાં,
હું ફરી થોડી મુરઝાઈ ગઈ,
એ ખુશીઓનો દુઃખ આપતો ખજાનો યાદોનો આજે ખૂલી ગયો....
કંઈક કેટલાય દુઃખની યાદ અપાવતો,
જે આજે થોડા સરળ લાગી આવ્યા,
આજની સરખામણીમાં એ દુઃખ તુચ્છ લાગતા,
'ને જિંદગી થોડી વધુ સરળ લાગી,
હું થોડી ફરી હિંમત ભેગી કરી ઉભી થઇ,
દુઃખો ભર્યો નવઉર્જા આપતો ખજાનો યાદોનો આજે ખૂલી ગયો....
■
હા, ગમશે મને....
ફરી ફરી ને ત્યાં આવવું,
જ્યાં હતી મારી ખુશીની જગ્યા,
હા, ગમશે મને.....
ફરી પાછું એ વ્યક્તિ પાસે જવું,
જેની સાથે સંપર્ક મારો સમય છોડાવી ગયો,
હા, ગમશે મને....
ફરી એ સુખ દિલથી માણવું,
જે મને ખરો આનંદ આપતું હતું,
હા, ગમશે મને.....
ફરી પાછું અશ્રુઓને અંદર લઇ,
પોતાનાઓ માટે આગળ વધવું,
હા, ગમશે મને.....
ફરી એ જિંદગીની પળો,
જે મારા માટે હતી અમૂલ્ય,
એ માણવી,
હા, ગમશે મને....
■
મન ‘ને મગજ
મનની માંગ હતી ખુલ્લેઆમ સચ્ચાઈ બોલવાની,
'ને મગજની માંગ હતી લોકોને ગમે એવું બોલવાની,
યુદ્ધ ચાલ્યું બંને વચ્ચે કંઈક હદ સુધી,
'ને બદનામ હું સરેઆમ થઇ ગઈ....
મનની માંગ હતી તને બાંધી રાખવાને સંબંધમાં,
'ને મગજ માંગ હતી તને આઝાદી આપી મારો બનાવવાની,
યુદ્ધ ચાલ્યું બંને વચ્ચે કંઈક હદ સુધી,
'ને હું તને જ ન પામી શકી .....
મનની માંગ હતી જિંદગી જીવવાની,
'ને મગજની માંગ સફળતા પામવાની,
યુદ્ધ ચાલ્યું બંને વચ્ચે કંઈક હદ સુધી,
'ને હું સંપૂર્ણ ખુદને જ ખોઈ બેઠી....
■
વિણ અફસોસ સ્વીકારવાની હિંમત હું પામી ચુકી છું.....
મોહ-માયા ભરી આ જિંદગીમાં,
જરા વિચાર કરી, જિંદગીની પ્રાથમિકતા સમજતા શીખી છું,
જો આજે મન વિચાર ત્યાગી દે હંમેશનો,
તો વિણ અફસોસ સ્વીકારવાની હિંમત હું પામી ચુકી છું.....
પાપના ઘડા ભરેલી આ જિંદગીમાં,
જરા ભક્તિ કરી, જિંદગીને ઈશ્વરને સોંપતા શીખી છું,
જો આ શરીર ભક્તિસૂરે ઈશ્વરીય બંને હંમેશનું,
તો વિણ અફસોસ સ્વીકારવાની હિંમત હું પામી ચુકી છું.....
વાયુ વેગે ચાલતી આ જિંદગીમાં,
જરા આરામ કરી, જિંદગીને બે ઘડી માણતા શીખી છું,
જો આજે હૃદય આરામ માંગી લે હંમેશનો,
તો વિણ અફસોસ સ્વીકારવાની હિંમત હું પામી ચુકી છું.....
■
બસ હવે નહિ જીતવા દઉં કિસ્મતને...
ચાલો થોડું છીનવી લઈએ કિસ્મત પાસે,
બહુ છીનવી લીધું એણે,
'ને બહુ આપી દીધું આપણે,
બસ હવે નહિ જીતવા દઉં કિસ્મતને...
ઘણા બાલ-લંગોટિયા આવ્યા 'ને ગયા,
ઘણા દુશ્મન ગયા 'ને આવ્યા,
પણ પ્રિય હશે એ કિસ્મતે પ્રથમ લીધું,
બસ હવે નહીં જીતવા દઉં કિસ્મતને....
હતી સુખની પળો તે છીનવી,
ફેરવી દીધી એને દુઃખમાં,
હતી કંઈક મસ્તીની પળો પણ,
જે વ્યંગમાં ફેરવાય ગઈ,
બસ હવે નહીં જીતવા દઉં કિસ્મતને...
ક્યારેક જીંદગી પણ છીનવી લેશે આ કિસ્મત,
બસ એ પહેલાં એની વિરુદ્ધ થોડું જીવી લઉં,
નહીં થાય હવે એની મરજીનું,
મારા પરિશ્રમથી પરસેવો એનો હું પાડી દઉં,
બસ હવે નહીં જીતવા દઉં કિસ્મતને.....
■
એ જિંદગી!!ઘણું શીખવી જાય છે તું....
ભીતરથી રૂદનને બહારથી હસાવી જાય છે તું,
ભીતરનો આક્રોશ બહાર પ્રેમ સ્વરૂપે વહાવી જાય છે તું,
ભીતરની નફરત બહાર સ્નેહ આપી નવડાવે છે તું,
એ જિંદગી!!ઘણું શીખવી જાય છે તું.....
આનંદિતને શોકગ્રસ્ત કરી જાય છે તું,
મજાક કરનારને વ્યંગ કરતા શીખવી જાય છે તું,
સહોદરના જ ભાગ પડાવી જાય છે તું,
સ્નેહાળને ઈર્ષાળુ બનાવી જાય છે તું,
એ જિંદગી!!ઘણું શીખવી જાય છે તું......
ક્યારેક તડકાનો છાંયડો તો ક્યારેક વિજયનો પરાજય,
ક્યારેક નફરતભર્યો પ્રેમ તો ક્યારેક શોકયુક્ત આનંદ,
ક્યારેક દાનવની દેવતાઈ તો ક્યારેક સુરની અસુરતા,
ક્યારેક સ્વયં જીવનદાતા તો ક્યારેક જીવનભક્ષક પણ સ્વયં,
ખરેખર! એ જિંદગી, તું ઘણું શીખવી જાય છે....!
■
વધું સારી ને!
Instaની story માં perfect થવા કરતા,
જિંદગીની story perfect કરવી વધુ સારી ને!
Snapમાં streak માટેની નિયમિતતા કરતાં,
જિંદગીમાં ખુશીઓની નિયમિતતા વધુ સારી ને!
Facebookમાં memories જાળવવા કરતાં,
જિંદગીની memories જાળવવી વધુ સારી ને!
Twitterના tweet માં દિલની વાત લખવા કરતાં,
કોઈક પોતાના સામે દિલ ખોલવું વધુ સારું ને!
Whatsappમાં દૂરના લોકો સાથે સંબંધો જાળવવા કરતાં,
બાજુમાં બેઠેલા વ્યક્તિને સમય આપવો વધુ સારો ને!
Online શ્રેષ્ઠ દેખાવવા કરતાં,
Offline શ્રેષ્ઠ રહેવું વધુ સારું ને!
■
કેવી અજબ આ પહેલી!
સુલઝાવી જાણે એ જીતી જાય,
સૌથી મોટી જીત જ જિંદગી,
જીવતા શીખી જાય એ મહાન,
કેવી અજબ આ પહેલી!!!
જાન બની જાય જાનવર,
દોસ્ત બની જાય દુશ્મન,
વળી ક્યારેક પ્રિયતમા પત્ની,
તો સખી પણ એ જ બને,
કેવી અજબ આ પહેલી!!!
ગરીબ પોતાના પગે ઉભો થાય,
તો કરોડપતિ રોડપતિ બની જાય,
પરિસ્થિતિ ને સમય ખાય જાય,
ક્યાં જિંદગી પતી જાય,
કેવી અજબ આ પહેલી!!!
■
મૌતની કતારમાં હું ક્યાં છું ?
કોને ખબર છે....!
સપનાને પામવાની લાલસામાં,
દોડવાનું હવે છોડી દીધું છે..!
જિંદગી જીવતા વર્તમાનના,
સપના જોતા હવે શીખી લીધું છે..!
મૌતની કતારમાં હું ક્યાં છું ?
કોને ખબર છે....!
ભવિષ્યની ચિંતામાં,
વર્તમાન બગાડવાનું હવે છોડી દીધું છે..!
જિંદગીને બસ આજની મહેમાન માની,
પળે પળ જીવતા હવે શીખી લીધું છે..!
મૌતની કતારમાં હું ક્યાં છું ?
કોને ખબર છે....!
મૌતના ડર સાથે,
પળે પળ મરવાનું હવે છોડી દીધું છે..!
જિંદગીને મૌતથી આગવી ગણી,
એની સાથે મૈત્રી કરવાનું શીખી લીધું છે..!
મૌતની કતારમાં હું ક્યાં છું ?
કોને ખબર છે....!
■
ભોળી....
ન જોયા કોઈને કપટથી,
ન કોઈની કપટને જોઈ શકી,
"બહુ ભોળી છે તું" કહી,
પોતાના જ ફાયદો ઉઠાવી ગયા.....
ઘણાની ઘણી મદદ કરી,
વિના સ્વાર્થની ભાવનાએ,
"ભલાઈનો જમાનો નથી" કહી,
તે જ મને છેતરી ગયા....
મારી ચાહતનો હાથ થાંભયો,
જીવનભરની આશમાં,
"પ્રેમ નહિ આકર્ષણ છે,ભોળી" કહી,
ચાહત જ હાથ છોડી ગઈ.....
થયું વફા નિભાવું જિંદગી સાથે,
ભાન કરાવ્યું મૌતએ આવતા,
"ભોળા વ્યક્તિ ન જીવી શકે કપટી દુનિયામાં" કહી,
જિંદગી જ સાથ છોડી ગઇ....
■
જરૂરી છે ને....!
ગુલાબની ચાહમાં, કાંટાઓને ચુમવું પણ તો જરૂરી છે,
એક દિવસ ખુદને સફળ જોવા,કંઈક કેટલાય ત્યાગ પણ તો જરૂરી છે ને.....!
દરિયાના મોજાં સમું ઊંચું વધવા, ઓટનો અનુભવ પણ તો જરૂરી છે,
એક દિવસ ઉચ્ચ સ્થળે પહોંચવા, થોડી ઠોકર ખાઈ પડવું પણ તો જરૂરી છે ને....!
બીજા એક શ્રેષ્ઠ સૂર્યોદય માટે, સૂર્યાસ્ત માણવો પણ તો જરૂરી છે,
એક દિવસ વધું ઉત્તમ થવા, ક્યારેક પ્રેમથી આથમવું પણ તો જરૂરી છે ને.....!
ખીલેલાએ ફૂલ સમું મહેકી ઉઠી, એક દિવસ કરમાવવું પણ તો જરૂરી છે,
એક દિવસ મૃત્યુ પામવા, પળે પળ જીવવું પણ તો જરૂરી છે ને....!
■
શબ્દો કરતા મૌનમાં તાકાત વધારે છે.....
શબ્દો તો કરી જાય તાંડવ,
વિખૂટા પડી જાય વર્ષોના સંબંધો,
એના કરતાં તો મૌન સાચવી જાય એ પળ,
શબ્દો કરતા મૌનમાં તાકાત વધારે છે....
શબ્દોએ તો કરાવ્યું મહાભારત,
એના કરતાં તો દ્રૌપદીનું મૌન સાચવી જાત એ પળ,
ગુસ્સો કરી જાય શબ્દોમાં યુદ્ધ ,
એથી તો મૌન બચાવી જાય યુદ્ધની પળ,
શબ્દો કરતા મૌનમાં તાકાત વધારે છે....
ન બોલવામાં નવ ગુણ ,
સમય આવ્યે એ જ સાચું,
પરિસ્થિતિ બગડતાં મૌન જ ભારે,
શબ્દો કરતા મૌન હલાવે માણસને વધુ,
ખરેખર શબ્દો કરતા મૌનમાં તાકાત વધારે છે.....
■
પોતાની જાત સાથે જ ચાલાકી ?!
ઘણા દુઃખ મનમાં ભરી,
ચહેરા પર મીઠી મુસ્કાન સાથે,
"હા હું મજામાં છું" કહી,
પોતાની જાત સાથે જ ચાલાકી ?!
સફળતાની ઝંખનામાં,
ક્યારેક કરાયેલા ખોટા કામ,
"સારા કામ માટે થતું ખોટું કામ ખોટું ન કહેવાય" કહી,
પોતાની જાત સાથે જ ચાલાકી ?!
કોઈકની ચાહતમાં ઘેલા બની,
દિલ તૂટવા નો ગમ સહેતા,
"ફરી ક્યારેય પ્રેમ નહિ કરું" કહી,
પોતાની જાત સાથે જ ચાલાકી ?!
સારા કામે ઈશ્વરને વિસરી,
ખોટું થતા ઈશ્વરને દોષ આપી,
"મારી સાથે જ કેમ બધું ખરાબ?!" કહી,
પોતાની જાત સાથે જ ચાલાકી ?!
■
હા, થોડી નવરાશ જોઈએ છે,
ખુદને ખુદમાં શોધવા.....
બીજા શું કહેશેમાં,
ઘણું બની લીધું બીજા જેવું,
હવે થોડું બનવું છે પોતાના જેવું,
હા, એટલે થોડી નવરાશ જોઈએ છે,
ખુદને ખુદમાં શોધવા...
બીજા જેવા બનવાના પ્રયત્નમાં,
ખુદ કેવા હતા તે જ વિસરાય ગયું,
હવે થોડું પોતે જેવા ઇચ્છતા હતા તે બનવું છે,
હા, એટલે થોડી નવરાશ જોઈએ છે,
ખુદને ખુદમાં શોધવા...
બીજા સામે સારા બનવા,
પોતાની કેટલીય સારાય ત્યાગી ખોટું પણ કરી લીધું,
હવે થોડું પોતાને સારું લાગે તે કરવું છે,
હા, એટલે થોડી નવરાશ જોઈએ છે,
ખુદને ખુદમાં શોધવા...
બીજાની જિંદગીમાં મોખરે થવા,
બહુ તડપી લીધું યાર,
હવે પોતાની જિંદગીમાં મોખરે થવું છે,
હા, એટલે થોડી નવરાશ જોઈએ છે,
ખુદને ખુદમાં શોધવા...
■
એકરૂપ....
હું જયારે આત્મા સાથે એકરૂપ થઇ,
ત્યારે ઈશ્વરે આ સુંદર વ્યક્તિત્વ રચ્યું....
મારા શબ્દો જયારે મારા વિચાર સાથે એકરૂપ થયા,
ત્યારે મહેફિલમાં એક કવિતાની રજુઆત થઇ....
હું જયારે મારી પ્રીતમાં એકરૂપ થઇ,
ત્યારે પ્રેમનો સાચો અર્થ સમજતા શીખી....
મારુ દિલ જયારે મગજ સાથે એકરૂપ થયું,
ત્યારે જિંદગી હું ખુદ માટે જીવતા શીખી...
હું જયારે ઈશ્વરમાં એકરૂપ થઇ,
ત્યારે કંઈક આંતરિક શાંતિને પામી ચૂકી....
■
પણ હા, આ હોઠની મુસ્કાન ક'દી ખોવા ન દેતા....
જિંદગી છે સાહેબ,
આવશે ઉતાર ચઢાવ ઘણા,
'ને સુખ દુઃખનો પણ કાફિલો,
પણ હા, આ હોઠની મુસ્કાન ક'દી ખોવા ન દેતા....
દિલ પણ તૂટશે અહીં,
'ને દિલ લાગશે અહીં જ ક્યાંક,
પણ હા, આ હોઠની મુસ્કાન ક'દી ખોવા ન દેતા....
નિષ્ફળતાના બોજમાં દબાય જશો,
'ને વળી સફળતા પણ ઘણી ઉંચી આંબસો,
પણ હા, આ હોઠની મુસ્કાન ક'દી ખોવા ન દેતા....
પોતાનાને પારકા બનતા,
'ને પારકા જીવથી વ્હાલા થતા પણ દેખશો અહીં,
પણ હા, આ હોઠની મુસ્કાન ક'દી ખોવા ન દેતા....
સંસાર ની દોર ઈશ્વર પર વિશ્વાસ પણ તુટશે,
'ને એનાથી વિશ્વાસુ બીજું કોઈ નહિ એમ પણ થશે,
પણ હા, આ હોઠની મુસ્કાન ક'દી ખોવા ન દેતા....
જિંદગી છે સાહેબ,
હોઠ પર મુસ્કાન સાથે જીવવી જ પડશે....
■
આ ચહેરા પર તો ખુશી જ છે....
ક્યાંક ચિંતા છે પરિવારની,
તો વળી ક્યાંક સંબંધોની,
પણ આ ચહેરા પર તો ખુશી જ છે....
અંદરથી કોઈક હારી ગયું છે,
તો કોઈક ખુદની સામે જ લડી રહ્યું છે,
પણ આ ચહેરા પર તો ખુશી જ છે....
કેટલી ચિંતા આ ભણતરની,
'ને ઘણી ખરી નોકરી ધંધાની,
પણ આ ચહેરા પર તો ખુશી જ છે....
ઘણી ચિંતા લોકો શું કહેશેની,
તો ઘણી પોતાના મન સાથેના સમજોતાની,
પણ આ ચહેરા પર તો ખુશી જ છે....
અહીં જંગ ઘણી છે ઈશ્વર સાથેની,
તો વળી અંધશ્રદ્ધાની માયાજાળ,
પણ આ ચહેરા પર તો ખુશી જ છે....
હા, જિંદગીમાં ગમ તો છે અનેક,
પણ આ ચહેરા પર તો ખુશી જ છે....
■
જિંદગી મારી, 'ને હું જ જીવીશ......
હૃદય મારુ આજ દ્રવી ઉઠ્યું,
કેમ રહેવાય આ દુનિયામાં,
કેમ જીવાય આ જિંદગી,
લોકો તો લોકો જ હોય છે,
જિંદગી મારી, 'ને હું જ જીવીશ......
નિર્દય થઈ ચૂક્યા છે લોકો,
બસ ખાડામાં પાડવું જ ધ્યેય ,
કેમ રહે લોકો આમ પોતાનામાં પારકા,
હવે ખોટા નથી આપણે કે પારકા બને પોતાના,
જિંદગી મારી, 'ને હું જ જીવીશ......
એ ચાર લોકો નક્કી કરે આપણું જીવન,
એ સમાજ જ આપણું સંપૂર્ણ,
વાત તો જરૂરી સમાજની ,પણ સર્વસ્વ નહીં ,
જિંદગી જીવીએ મરજી આપણીથી,
જિંદગી મારી, 'ને હું જ જીવીશ......
■
હા,એ દિવસો બહુ યાદ આવે છે......
જયારે આપણે નાના હતા 'ને,
રડતા જીદ કરેલી વસ્તુ મળી જતી,
અને આજે અશ્રુ છુપાવવા પડે છે,
હા,એ દિવસો બહુ યાદ આવે છે......
જયારે આપણે નાના હતા 'ને,
દરેક ભૂલ બાળક સમજી માફ કરાતી,
અને આજે એક એક નાની ભૂલ,
જિંદગીના મોટા મોટા પાઠ ભણાવી જાય છે,
હા,એ દિવસો બહુ યાદ આવે છે......
જયારે આપણે નાના હતા 'ને,
માત્ર પરીક્ષાની ચિંતામાં જીવતા,
અને આજે જિંદગી ક્યારે કેવી પરીક્ષા લઇ જાય છે,
એ ભાન પણ નથી રહેતું,
હા,એ દિવસો બહુ યાદ આવે છે......
જયારે આપણે નાના હતા 'ને,
વગર પૈસાની ચિંતાએ માં-બાપ દરેક વસ્તુ લઇ આપતા,
અને આજે વસ્તુ ખરીદતા પહેતાં કિંમત જોઈ,
વળી પાછી મુકાય છે,
હા,એ દિવસો બહુ યાદ આવે છે......
■
થવા ન દેતા....
અહંકાર મારો કદી વધવા ન દેતા,
"હું" ક્યારેય "હું જ" થવા ન દેતા....
ઈચ્છાઓ ક્યારેય મારી અતિસય થવા ન દેતા,
"વ્યવસાય" ક્યારેય "બંધન" થવા ન દેતા...
ઈર્ષાનો જન્મ વધુ થવા ન દેતા,
"સંબંધીઓ" ક્યારેય "હરીફ" થવા ન દેતા....
લોભ એટલો જન્મવા ન દેતા,
"લક્ષ્મી" ક્યારેય "પૈસો" થવા ન દેતા....
નફરત એટલી થવા ન દેતા,
"દોસ્ત" ક્યારેય "દુશ્મન" થવા ન દેતા...
ચિંતા વધુ કરવા ન દેતા,
"ગમ્મ્ત" ક્યારેય "ગંભીર" થવા ન દેતા....
ઈશ્વર બસ પ્રાર્થના એટલી તને,
"મજાની જિંદગી" ક્યારેય "સજાની જિંદગી" થવા ન દેતા....
■
રોજ થાય છે સવાર એક જવાબદારીઓ સાથેની,
શું એક સવાર ખુદ ના આનંદ માટે ન થઇ શકે !!!
રોજ ખવાય તો જાય છે જિંદગી ચલાવવા માટે,
શું એક દિવસ મોજથી સ્વાદિષ્ટ ખવાય ન શકે !!!
રોજ કામ ધંધે તો જવાય છે પૈસાની માયાએ,
શું એક દિવસ કામને શોખ બનાવી ન શકીએ !!
રોજ પૂજાય છે ઈશ્વર માંગો પુરી કરવા,
શું એક દિવસ વગર કોઈ માંગે નમી ન શકીએ !!!
રોજ અપાય છે માન દરેકને પરાણે,
શું એક દિવસ દિલથી કોઈ માટે સન્માન કરી ન શકીએ !!!
રોજ સંબંધો સાચવવા ફોન કે મેસેજ કરાય છે,
શું એક દિવસ ખુશીથી કોઈને યાદ કરી ન શકીએ !!!
જિંદગી જીવાય છે કારણ કે ભગવાને આપી છે,
શું જિંદગી ન માણી શકીએ દિલથી પોતાના માટે ???!!!
■
મેં આજે ખુદને ખુદમાં શોધી લીધી....
હીંચકે ઝૂલતા ઝૂલતા,
હીંચકાની એ ગતિમાં,
મેં ખુદની ગતિ આંકી લીધી,
મેં આજે ખુદને ખુદમાં શોધી લીધી....
મંદિરમાં ઈશ્વરની માયામાં,
ઈશ્વરએ મને પોતાનો થોડો પરિચય જાણે કરાવ્યો,
મેં ખુદને આજે જાણે એક અલગ નજરે નિહાળી,
મેં આજે ખુદને ખુદમાં શોધી લીધી....
ચિત્ર દોરતા આજે મજાનું,
ચિત્રના એ રંગોમાં,
મેં ખુદના રંગો આજે પારખી લીધા,
મેં આજે ખુદને ખુદમાં શોધી લીધી....
સંગીત સાંભળતા મજાનું,
સંગીતના સૂરોની દુનિયામાં,
મેં ખુદના સૂર થોડા સાંભળી લીધા,
મેં આજે ખુદને ખુદમાં શોધી લીધી....
કવિતા લખતા આજે અનોખી,
કવિતાના એ શબ્દોમાં,
મેં ખુદની અંતરાત્માને લખી લીધી,
મેં આજે ખુદને ખુદમાં શોધી લીધી....
■
ચાલો થોડું ખુશ થતા શીખીએ.....
બહુ જિંદગીની લડાઈઓ લડી,
હવે નાની બાબતોમાં પણ ખુશ થતા શીખીએ,
આવી મુશ્કેલીઓ તો અનેક ,
એને પણ આનંદથી હરાવી જઈએ,
ચાલો થોડું ખુશ થતા શીખીએ....
પરિસ્થિતિ ખરાબ ઘણાની છે અધિક આપણાથી,
ભૂખમરાથી મોટી તો નથી આપત્તિ આપણી ,
હલાવી નાખીએ આપત્તિને ,
બસ શરીરને માથું ઢાંકી લઈએ,
ચાલો થોડું ખુશ થતા શીખીએ....
કાગનો વાઘ કરવા કરતાં,
વાઘનો કાગ કરતા શીખીએ,
જીતી જઈએ કિસ્મતને જિંદગી સામે,
બસ હવે રડ્યા વિના હાર પણ જીતી જઈએ,
ચાલો થોડું ખુશ થતા શીખીએ...
■
હા, હજી બાકી છે....
મળી લીધા દરેક સગાને,
પણ ખુદને મળવાનું,
હા , હજી બાકી છે .....
લોકોના જીવનમાં તો ઘણું ઝાંક્યુ,
પણ ખુદના જીવનમાં ઝાંકવાનું,
હા , હજી બાકી છે.....
સંબંધીઓના હાલ ચાલ તો પૂછી લીધા પ્રેમથી,
પણ ખુદને ખુશ કરવાની,
હા, હજી બાકી છે.....
લોકોની ભીડમાં,
ખુદ સાથેનો પરિચય,
હા,હજી બાકી છે....
મિત્રતા નિભાવતા એને નરસું ટોકવું,
પણ દોસ્તી છે જે સમજવાનું,
હા,હજી બાકી છે...
લોકો શું વિચારશેનો વિચાર,
મગજમાંથી કોશો દૂર કરી દેવાનો,
હા,હજી બાકી છે..
છબીઓ રૂપે પળ કેદ કરવાના જમાનામાં,
જિંદગીની એ પળને જીવતા શીખવાનું,
હા,હજી બાકી છે....
ઈશ્વર સાથે સંબંધો ઘણા મજબૂત છે,
પણ આખી જિંદગી આંખ વીંચી એને સોંપી દેતા શીખવાનું,
હા,હજી બાકી છે...
પ્રેમીની સામે આપી દીધો ઘણો પ્રેમ,
પણ ખુદની આત્માને પ્રેમ કરવાનો,
હા, હજી બાકી છે ....
વિચાર અને ચિંતા ખુબ કરી લીધી લોકોની,
પણ ખુદની કદર કરવાની,
હા, હજી બાકી છે....
શોધી લીધા લોકોને ફેસબુક ઇન્સ્ટા પર,
પણ ખુદના મનને શોધવાનું,
હા,હજી બાકી છે.....
જાણી લીધું સૌના વિશે બધું,
પણ ખુદને સમજવાના,
હા,હજી બાકી છે......
ઈશ્વરમાં શ્રદ્ધા વિશ્વાસ તો રાખીએ છે ઘણો,
પણ ખુદમાં વિશ્વાસ રાખવાનો,
હા,હજી બાકી છે....
જીવન ચાલી તો રહ્યું છે,
પણ એને જીવતા શીખવાનું,
હા,હજી બાકી છે ...
■
યાર, ફરી આજે સ્કૂલે જવું છે.....
બધી ચિંતાઓ છોડી,
આજે ફરીએ યુનિફોર્મ પહેરવો છે,
એ નિઃસ્વાર્થ ભાવવાળી દોસ્તી ફરી નિભાવવી છે,
‘ને સાથે બેસી ફરી એક વાર નાસ્તો કરવો છે,
યાર, ફરી આજે સ્કૂલે જવું છે.....
ખો-ખો ‘ને કબડ્ડી આજે ફરી રમવા છે,
‘ને સર-મેડમનો ગુસ્સો ફરી એક વાર સાંભળવો છે,
ચાલુ કલાસે દાણા-ચણા ખાતા,
ફરી આજે કોમેન્ટ પાસ કરવી છે,
યાર, ફરી આજે સ્કૂલે જવું છે.....
કલાસ મોનીટરને હજુ થોડા હેરાન કરવા છે,
તું પગ આગળ રાખ 'ને તું પાછળ, નો ઝગડો હજી એક વાર કરવો છે,
બેન્ચ પર ચઢી ફરી થોડી કૂદા-કૂદ કરવી છે,
એના પગની ધૂળ ફરી આજે એની જ બેગથી સાફ કરવી છે,
યાર, ફરી આજે સ્કૂલે જવું છે.....
પરીક્ષાનું પેપર આજે ફરી સોલ્વ કરવું છે,
પાક્કા યારની બર્થ ડે પર આખી સ્કૂલમાં ચોકલેટ વહેંચવા જવું છે,
સ્પર્ધામાં જીતી આજે ફરી કોલર ઊંચો કરવો છે,
શિક્ષકને હજી થોડી ચાપલુસી કરવી છે,
યાર, ફરી આજે સ્કૂલે જવું છે.....
■
જિંદગી છે સાહેબ, જીવવી તો પડશે.....
હાર આવે કે જીત, આંશું આવે કે મુસ્કાન,
પોતાનાં દ્વારા અપાયેલું દુઃખ હોય ,
કે પારકાં એ આપેલી ખુશી,
જિંદગી છે સાહેબ, જીવવી તો પડશે.....
ન ગમતું કામ પણ કરવું પડશે ,
‘ને ગમતાંને અણગમું પણ કરવું પડશે,
આંખમાં કચરાનું બહાનું પણ કરવું પડશે,
‘ને ચોધાર આંશુંએ પણ રડવું પડશે,
જિંદગી છે સાહેબ, જીવવી તો પડશે....
કોઈકની ખુશીનું કારણ પણ બનવું પડશે,
તો ક્યારેક સખ્તાઈનું રૂપ પણ બતાવવું પડશે,
પોતાને પારકાં, ‘ને પારકાંને પોતાના પણ કરવા પડશે,
તો ક્યારેક નિખાલસ હાસ્યનું કારણ પણ છુપાવવું પડશે,
જિંદગી છે સાહેબ, જીવવી તો પડશે.....
■
જિંદગીમાં આવ્યા અનેક ઉતાર ચઢાવ ,
પણ બસ આ જિંદગી તો એમ જ ચાલતી રહી...
ક્યારેક કોઈકનો સાથ હતો નસીબમાં,
તો ક્યારેક કોઈક હતું ખ્વાબોમાં, પણ સાથે નહિ....
વ્યક્તિ વસ્તુવ્યક્તિ વસ્તુ તો રહ્યા આવતા જતા,
છતાં આ જિંદગી તો એમ જ ચાલતી રહી....
માગ્યું હશે ઈશ્વર પાસે કંઈક,
‘ને આપ્યું હશે એને કદાચ બીજું કંઈક,
હશે કદાચ એ યોગ્ય વધુ,
પણ મોટી વસ્તુ કરતા જોઈતી વસ્તુ વધુ જરૂરી,
છતાં આ જિંદગી તો એમ જ ચાલતી રહી...,
ક્યારેક જોઈતી હોય છે ખુશી,
‘ને આવી જાય છે કપરી નિરાશા,
તો ક્યારેક વળી એ જ નિરાશા સમી જાય,
‘ને આવે સુરજ સુખનો,
છતાં જિંદગી તો એમ જ ચાલતી રહી ....
જિંદગીમાં આવ્યા અનેક ઉતાર ચઢાવ,
પણ બસ આ જિંદગી તો એમ જ ચાલતી રહી...
■
પરિવર્તન
મોબાઈલના આ યુગમાં વાતોની રમઝટ ક્યાંક વિસરાય ગઈ ,
પોતાના તે પારકાને પારકાં ક્યાંક પોતાના થઇ ગયા.....
સમાચાર પલભરમાં ખુદ સુધી પહોંચતા થયા ,
અને ખુદના સાગાઓના દુઃખ જાણ બહાર થતા ગયા .....
ખાલી બતાવવા માટેના એ બૂકેમાં ,
બગીચાના એ કોમળ ગુલાબ જાણે ક્યાંક ખોવાય ગયા ......
સ્ટોરી અને સ્ટેટ્સના એ મહાદેવના ભક્તોમાં,
મંદિરોની આરતીની ભક્તિ ફરી ક્યાંક ગાયબ થઇ ગઈ....
વૉટસ્ એપ ગ્રુપના એ મીમસમાં ,
ગામની ભાગોળની એ ચર્ચાઓ ક્યાંક ખોવાય ગઈ.....
Pubgની એ ફટાફટની રમતમાં,
શેરીની એ બાળકોની કિલકિલાહટ ક્યાંક છીનવાઈ ગઈ.....
હૅશ ટેગના આ જમાનામાં ,
ખરી યાદોનો જમાનો ફરી ક્યાંક વિસરાય ગયો .....
વરસાદનું સ્ટેટ્સ મુકવાના ચક્કરમાં ,
ખબર નહિ એ માટીની સુગંધ તો જાણે ગાયબ જ થઇ ગઈ .....
જિંદગી આ આગળ વધતી ગઈ અને સંબંધો ક્યાંક છૂટી ગયા ,
આજકાલની ભાગદોડ ભરી જિંદગીમાં પોતાના ક્યાંક ખોવાય ગયા....
■
બસ આ જિંદગી જ એક પરીક્ષા....
ક્યારેક હાર તો ક્યારેક જીત,
જીતીને પણ હારી જવાય,
‘ને ક્યારેક હારીને પણ જીવી જવાય,
એવી જ આ પરીક્ષા જિંદગીની....
ક્યારેક ચડતી ‘ને ક્યારેક પડતી,
ઘડીક માં હર્ષ ‘ને ઘડીકમાં શોક,
આવી જ આ માયાજાળ જિંદગીની,
ના રહેવાય ના સહેવાય પરિસ્થિતિ એવી,
એવી જ આ પરીક્ષા જિંદગીની.....
કોઈકને માટે એ જ પ્રેમરૂપી સાગર,
તો કોઈક માટે એ જ ઈર્ષાનો ભવસાગર,
‘ને વળી એ ક્યારેક નફરતનો દરિયો,
આવી જ આ લોકોની પ્રકૃતિ વિશાળ,
એવી જ આ પરીક્ષા જિંદગીની.....
■
ખરેખર સમય કોઈનો નથી સાહેબ......
ક્યારેક અતિ ઝડપી તો ક્યારેક અતિ ધીમો,
ક્યારેક કપરો તો ક્યારેક મીઠડો,
ક્યારેક હર્ષોલ્લાસનો તો ક્યારેક ભર્યા શોકનો,
ખરેખર સમય કોઈનો નથી હોતો.....
જોઈએ છે જ્યારે વધારે તે,
તો વહી જાય છે ખૂબ ઝડપીએ,
ઇચ્છીએ જે જ્યારે કે જલ્દી જાય તે,
તો વહેવાનું નામ જ નથી લેતો તે,
ખરેખર સમય કોઈનો નથી હોતો...
ક્યારેક કરોડપતિને રોડપતિ ,
તો વળી ક્યારેક રોડપતિને બનાવે મહારાજા,
ક્યારેક ન ઇચ્છતું આપી જાયને,
ક્યારેક પ્રિય એવું છીનવી પણ જાય છે,
ખરેખર સમય કોઈનો નથી હોતો....
■
*માનવ*
વીતી ગયેલી કાલનો
પસ્તાવો તું હવે છોડી દે....
થઇ ગયેલા કર્મને યાદ કરી,
રડવાનું હવે ત્યાગી દે,
ઈશ્વર પર રાખ ભરોસો 'ને,
વીતી ગયેલી કાલનો
પસ્તાવો તું હવે છોડી દે....
નસીબ હતું તે મળ્યું છે,
નથી મળ્યું જે, તે જ કદાચ યોગ્ય હશે,
એમ માની ખુશ થતા તું હવે શીખી લે,
વીતી ગયેલી કાલનો
પસ્તાવો તું હવે છોડી દે....
ભૂતકાળના ગમમાં,
વર્તમાન 'ને ભવિષ્ય બગાડવાનું હવે બંધ કર,
વર્તમાનમાં જીવતા શીખ 'ને,
વીતી ગયેલી કાલનો
પસ્તાવો તું હવે છોડી દે....
■
કરતાં....
મંદિરમાં એ પથ્થરને પૂજવા કરતા,
ઘરે રહેલા માઁ - બાપને જરા પૂજી લેજો....
ઈશ્વરની શોધમાં દર એ દર ભટકવા કરતા,
દરેક જીવમાં ભગવાનને જોઈ લેજો....
ભગવાનને છપ્પન ભોગ ધરાવવા કરતા,
કોઈ ગરીબને એક ટંકનું ખવડાવી દેજો...
કરોડો ખર્ચતા પૂજા યજ્ઞમાં કરતા,
કોઈને માથે છત કરી આપજો.....
ઈશ્વર પર આધાર રાખી કિસ્મતને કોશવા કરતા,
મહેનત ઈશ્વર નામ સાથે કરતા શીખજો...
હરિનું નામ જ્પ્યા કરવા કરતા,
એનામાં દિલથી વિશ્વાસ રાખતા શીખજો....
■
ચાલો થોડા માણસ બનીએ...
કોઈ ગરીબને જોઈ માણસાઈ બતાવીએ,
કોઈ અનાથને માં-બાપનો પ્રેમ આપીએ,
કોઈ વૃદ્ધને દીકરાની ચિંતા દૂર કરીએ,
ચાલો થોડા માણસ બનીએ.....
કપટ દૂર કરી થોડી તટસ્થતા દર્શાવીએ,
ભ્રષ્ટાચાર વિના થોડા કોઈના કામ કરીએ,
એક વાર કામ છોડતા પહેલા કોઈનું કામ કરી જઈએ,
ચાલો થોડા માણસ બનીએ.....
કોઈના દર્દના ભાગીદાર થઈએ,
ચાર શબ્દો આશ્વાસનના આપીએ,
આંસુ કોઈનું લૂછી સાથ આપવાનું વચન આપીએ,
ચાલો થોડા માણસ બનીએ.....
દોસ્તીમાં સાચી દોસ્તી નિભાવીએ,
પ્રેમમાં સાચા પ્રેમી બનીએ,
કોઈની ભૂલ ભુલી જઈ માફ કરી જાણીએ,
ચાલો થોડા માણસ બનીએ....
■
વિજય પામવાને ઓ માનવ !
કેટલું છળ ....?!
લાંચ ઘૂસણખોરી કઈ અપ્રમાણ,
'ને સત્તાનો ઉપયોગ બેસૂમાર,
વિજય પામવાને ઓ માનવ !
કેટલું છળ ....?!
હરીફો સાથે સ્વસ્થ હરીફાઈને બદલે,
દાવ પેચની રમતો કાળી,
વિજય પામવાને ઓ માનવ !
કેટલું છળ ....?!
સફળતાની લાલસામાં,
બલી અનેક નિર્દોષીઓની,
વિજય પામવાને ઓ માનવ !
કેટલું છળ ....?!
■
ઈચ્છા
ઈચ્છા થઈ આજે ડૉક્ટર બનું.....
પણ પ્રશ્ર્ન થયો હું સમજી શકીશ દર્દ??
ઈચ્છા થઈ આજે એન્જિનિયર બનું....
પણ પ્રશ્ર્ન થયો સાકાર થશે લોકોના સપના??
ઈચ્છા થઈ આજે શિક્ષક બનું....
પણ પ્રશ્ર્ન થયો યોગ્ય સંસ્કાર આપી શકીશ વિદ્યાર્થીઓ ને??
ઈચ્છા થઈ આજે પાયલોટ બનું....
પણ પ્રશ્ર્ન થયો શું લોકો ને મૌત તો નહીં આપું ને???
ઈચ્છા થઈ આજે સૈનિક બનું....
પણ પ્રશ્ર્ન થયો રક્ષા કરી શકીશ દેશની???
ઈચ્છા થઈ આજે માળી બનું....
પણ પ્રશ્ર્ન થયો ફૂલને ખીલવા દઈ શકીશ???
ઈચ્છા થઈ આજે કલાકાર બનું....
પણ પ્રશ્ર્ન થયો લોકોના લોકોના હાસ્યનું કારણ બની શકીશ???
ઈચ્છા થઈ આજે પ્રેમિકા બનું....
પણ પ્રશ્ર્ન થયો પ્રેમ સંપૂર્ણ પણે નિભાવી શકીશ??
ઈચ્છા થઈ આજે મિત્ર બનું....
પણ પ્રશ્ર્ન થયો નિભાવશે મિત્રતા ખરી???
ઈચ્છા થઈ આજે દીકરી બનું....
પણ પ્રશ્ર્ન થયો આશા પુરી કરી શકીશ માં-બાપની??
બસ નક્કી કર્યું હવે તો
માણસ બનું તો જ ઘણું છે....!!!!
■
ક્યાં કોઈ વિશ્વસનીય છે આ કલયુગ માં....!
છેતરપિંડીનો જમાનો હવે વધ્યો,
લોકોનો સંબંધોમાં વિશ્વાસ હવે ઉઠ્યો,
'ને કાળા દાવા 'ને દાવ-પેચની રમત ચાલતી થઇ,
હા, ક્યાં કોઈ વિશ્વસનીય છે આ કલયુગ માં....!
લાલચ 'ને પૈસાનું વર્ચસ્વ એમ તો થયું બિરાજમાન,
કે પોતાના પણ પારકા થતા ગયા,
'ને સંબંધોની દોર હવે તૂટતી જ જતી ગઈ
હા, ક્યાં કોઈ વિશ્વસનીય છે આ કલયુગ માં....!
લાગણીઓ 'ને સ્નેહ ક્યાંક એમ ગાયબ થઇ ગયા,
જાણે સ્વાર્થનું આધિપત્ય શિખરે પહોંચ્યું હોય,
'ને દિવસે 'ને દિવસે માણસ કંઈક વધારે જ ખોખલો થતો ગયો,
હા, ક્યાં કોઈ વિશ્વસનીય છે આ કલયુગ માં....
■
ખુદથી ભાગવાનું હવે તો છોડો....
કેમ પોતાને સમય આપતા,
દિલ જરા ખચકાય છે?!
કેમ પોતાની સાથે વાત કરતા,
દિલ રોકાય જાય છે...!
ખુદથી ભાગવાનું હવે તો છોડો....
કેમ જયારે મગજ થાકી જાય,
ત્યારે તેની ચિંતા કરતા અટકે છે?!
કેમ પોતાનું ધ્યાન ઓછું રાખી,
બીજાનું વધારે રખાય છે....!
ખુદથી ભાગવાનું હવે તો છોડો.....
કેમ પોતાના પર ગર્વ લેતા,
સંકોચ અનુભવાય છે?!
કેમ પોતાનો સ્વાર્થ સદાય,
ત્યાગી દેતા અટકાતું નથી....!
ખુદથી ભાગવાનું હવે તો છોડો....
■
ગતિ જીવનની જરા ધીમી પાડ,
હે માનવી ! તું જરા થંભી જા......
વિધ્વંશ પ્રેરી રહ્યો છું તું,
નવી શોધને ઉત્તમ જીવનશૈલીની કામનામાં,
કેટલાય જીવ 'ને વનસ્પતિઓનો નાશ કરી રહ્યો છું તું,
ગતિ જીવનની જરા ધીમી પાડ,
હે માનવી ! તું જરા થંભી જા......
દરજ્જો તારો નથી ઈશ્વર સમો,
યાદ રાખ સદાય 'ને ભાન રાખ,
પોતાને સર્વસ્વ સમજી ઈશ્વરને કોપિત ન કર તું,
ગતિ જીવનની જરા ધીમી પાડ,
હે માનવી ! તું જરા થંભી જા......
તારી મૃત્યુ તારી જિંદગી સાથે લખાય આવી છે,
મૃત્યુ સાથે લડવું નથી તારું કામ,
જિંદગીને જરા જીવતા શીખ તું,
ગતિ જીવનની જરા ધીમી પાડ,
હે માનવી ! તું જરા થંભી જા......
■
બહુવિધ ચહેરા ધરાવતો, ઓ માનવી !
તું બહુરુપિયો નથી યાદ રાખ.....
લોભમાં એટલો નીચ તો કેમ થઇ ગયો,
કે ચોરી સાથે માર-ફાડ પણ થવા લાગી,
બહુવિધ ચહેરા ધરાવતો, ઓ માનવી !
તું બહુરુપિયો નથી યાદ રાખ.....
વાસનાના ચક્રવ્યૂહમાં એવો તો કેમ જતો રહ્યો,
કે માનવતા પણ વિસરાય 'ને બળાત્કાર થવા લાગ્યા,
બહુવિધ ચહેરા ધરાવતો, ઓ માનવી !
તું બહુરુપિયો નથી યાદ રાખ.....
ક્રોધ એવો તો કેટલો વધી ગયો,
કે પોતાના સંબંધોમાં તિરાડ લાવવા લાગ્યો,
બહુવિધ ચહેરા ધરાવતો, ઓ માનવી !
તું બહુરુપિયો નથી યાદ રાખ.....
મોહ માયાના કુંડાળામાં એવો પગ તો કેમ પડ્યો,
કે ખોટા કામ કરતા પણ મનમાં ન ડંખ્યું,
બહુવિધ ચહેરા ધરાવતો, ઓ માનવી !
તું બહુરુપિયો નથી યાદ રાખ.....
અહંકાર "હું જ હોવાનો" ક્યારે થઇ ગયો,
કે ઈશ્વર કરતા ઉચ્ચ દરજ્જો પોતાનો સમજતો થઇ ગયો,
બહુવિધ ચહેરા ધરાવતો, ઓ માનવી !
તું બહુરુપિયો નથી યાદ રાખ.....
■
થોડી દયા પોતાના પર પણ કરી લો...
બહુ ભાગ્યા સફળતા માટે ,
બહુ છોડ્યું સફળતા માટે ,
થોડુ થોભી પાછળ વળી જોઈ તો લો ,
ક્યાંક કંઈક છૂટી નથી જતું ને ?!
થોડી દયા પોતાના પર પણ કરી લો ....
કોઈકને મેળવવાની ચાહમાં ,
ખુદને ક્યાંક છોડી દીધા,
થોડું થોભી પાછળ વળી જોઈ તો લો,
ક્યાંક તમે જ તો નથી ખોવાય ગયા ને?!
થોડી દયા પોતાના પર પણ કરી લો....
પામવા જે નથી મળ્યું તેની દોડમાં,
કુરબાન ઘણું, જે હતું તે કર્યું,
થોડું થોભી પાછળ વળી જોઈ તો લો,
ક્યાંક બહુ કિંમતી તો નથી છોડી બેઠા ને?!
થોડી દયા પોતાના પર પણ કરી લો....
■
*સમાજ*
ખરો કલયુગ છે સાહેબ.....
લક્ષ્મીને મેળવવા લોકો તડપે,
તો ઘરમાં લક્ષ્મીના જન્મ પર કેમ દુઃખ!!!!
અને એ જ દેવીઓનું રોજે બલાત્કાર થાય!!!!
ખરો કલયુગ છે સાહેબ....
પોતાની બહેન માટે એક ખરાબ શબ્દ ન સંભળાય,
અને બીજાની બહેન પર કોમેન્ટ પાસ થાય!!!!
ખરો કલયુગ છે સાહેબ.....
એ એક જ ફૂલ, જે ક્યારેક ખુશીમાં અપાય,
તો ક્યારેક શોક સભામાં અપાય.....
ખરો કલયુગ છે સાહેબ.....
ફરવા જાય કુદરતમાં,
‘ને છતાં એ મોબાઈલની દુનિયામાંથી બહાર ન નીકળાય....
ખરો કલયુગ છે સાહેબ....
પોતાની સંસ્કૃતિ વિસરતા ગયા સૌ,
‘ને પશ્ચિમની સંસ્કૃતિને અપનાવતા ગયા.....
ખરો કલયુગ છે સાહેબ.....
ઘરનું પૌષ્ટિક ખાવાનું છોડાય,
‘ને હોટેલનું એ વાસી ખાવાના પૈસા ચૂકવાય છે......
ખરો કલયુગ છે સાહેબ.....
હે પ્રભુ, કેવો આ યુગ તમારા બાળકોનો લાવ્યા તમે...!
તમારા જ ભાગલા પાડી પોતે મહાન બને એવો,
ખરો કલયુગ લાવ્યા ભગવાન તમે......!
■
સ્વચાલિત હૃદય પણ ત્યારે ધબકાર ચુકે છે,
જયારે આ દેશમાં દીકરી સાથે અન્યાય થાય છે.....
રોજબરોજ છાપાંમાં બળાત્કારના સમાચાર,
'ને દહેજ ન મળતા જીવતા ચિતાસ્નાન તે દીકરીનું,
સ્વચાલિત હૃદય પણ ત્યારે ધબકાર ચુકે છે,
જયારે આ દેશમાં દીકરી સાથે અન્યાય થાય છે.....
ઉચ્ચ સ્થાને પહોંચવા પુરુષ વાસનાનો ભોગ,
'ને કાર્યાલયના સ્થાને થતો દુર્વ્યવહાર,
સ્વચાલિત હૃદય પણ ત્યારે ધબકાર ચુકે છે,
જયારે આ દેશમાં દીકરી સાથે અન્યાય થાય છે.....
સ્ત્રીપ્રધાનતા ન સ્વીકારવા થયેલા વિરોધ,
'ને સ્ત્રીને આજે પણ પગની પાની સમજતી વિચારસરણી,
સ્વચાલિત હૃદય પણ ત્યારે ધબકાર ચુકે છે,
જયારે આ દેશમાં દીકરી સાથે અન્યાય થાય છે.....
■
વિધવા
જિંદગીભર જેનો સાથ થાંભી,
રાખવાના વચનો આપ્યા હતા,
તે આજે સાથ અધૂરો મૂકી ચાલી ગયો,
'ને લોકો એ સ્ત્રીને વિધવા બિરૂદથી નવાજી લીધી....
સાથીની કમીથી ઉભરી આવે એ સ્ત્રી,
'ને ગમ જરા હળવું કરી,
પતિની યાદોમાં ખુશ થતા શીખે તે સ્ત્રી,
એ પહેલા તો સમાજે,
એ સ્ત્રીને વિધવા બિરૂદથી નવાજી લીધી....
પરિવારની ચિંતામાં ઝઝૂમતી,
જે પ્રયત્ન કરી રહી પોતાને સાચવવાનો,
'ને પરિસ્થિતિ સામે જરા લડવાનો,
ત્યાં વળી પાછું કોઈક,
એ સ્ત્રીને વિધવા બિરૂદથી નવાજી ગયું....
■
કેવી અજબ આ દુનિયા છે!!!!
જન્મ મારો 'ને હું રડું છતાં સૌ હસે,
મૌત મારી હું ખુશ 'ને સૌ રડે,
કેવી અજબ આ દુનિયા છે!!!
ક્યારેક દેખાડા માટે દાન 'ને ક્યારેક ગરીબને ધિક્કાર,
ક્યારેક પ્રામાણિકતાના પાઠ 'ને ક્યારેક એવો જ ભ્રષ્ટાચાર,
ક્યારેક દીકરીના જન્મ પર રડવું,
‘ને ક્યારેક બેટી બચાવોના નારા,
કેવી અજબ આ દુનિયા!!!
અમીરો વેચી જાય પૈસા માટે પ્રામાણિકને,
‘ને ગરીબો રહી જાય પૈસાના વાંકે સૌ સેવાથી,
બને છે અમીરો વધુ અમીર ‘ને ગરીબો વધુ ગરીબ,
કેવી અજબ આ દુનિયા!!!
શીખવે ચાલતા 'ને એ જ પાડી જાય પાછું,
શીખવે લખતા એ જ લખાણ વિરુધ્ધ દાવો કરે,
શીખવે હસતા તે જ રડવાનું કારણ બને,
ખરેખર, કેવી અજબ આ દુનિયા!!!
■
શું થઇ રહ્યું છે આ દેશ માં!
શું થઇ રહ્યું છે આ દેશ માં!
દેશની દીકરી સળગી રહી છે,
પણ સળગાવનારને સજા નહિ....
શું થઇ રહ્યું છે આ દેશમાં!
જે હાથ દીકરીની રક્ષા માટે ઉઠવા જોઈએ,
એ હાથ બળાત્કાર માટે ઉઠી રહ્યા છે....
શું થઇ રહ્યું છે આ દેશમાં!
આઝાદીના અનેક વર્ષો પછી પણ,
દીકરી કેમ હજી સુધી આઝાદ નથી થઇ...
શું થઇ રહ્યું છે આ દેશમાં!
મીણબત્તી લઇને RIPની રેલીઓ,
'ને ખરો ન્યાય એ દીકરોનો ક્યાં....
શું થઇ રહ્યું છે આ દેશમાં!
એ નિર્દોષ તો પળે પળે મૌત ઝેલીને મરી,
'ને એ બળાત્કારી કોર્ટમાં ધક્કા ખાયને શું હંમેશ જેમ છૂટી જ જશે...
ખરેખર યાર, આ શું થઇ રહ્યું છે આ દેશમાં...!
■
વૃક્ષોને કાપતા શું આપણે વિચાર્યું....!
વાપર્યા વૃક્ષોના લીધે કાગળ,
વાપર્યે એ વૃક્ષોનો ઓક્સિજન,
હા, આપણે તો ખુશ એમાં,
પણ એ વૃક્ષોને કાપતા શું આપણે વિચાર્યું....!
લઈએ છાયાએ વૃક્ષની,
ખાઈએ ફળ એ વૃક્ષના,
હા, આપણે તો ખુશ એમાં,
પણ એ વૃક્ષોને કાપતા શું આપણે વિચાર્યું....!
ફૂલો એ વૃક્ષોના ચઢાવી દેવને રિઝવીએ,
ભૌતિક સુખની એ તમામ વસ્તુ એના લાડકાથી બનાવીએ,
હા, આપણે તો ખુશ એમાં,
પણ એ વૃક્ષોને કાપતા શું આપણે વિચાર્યું....!
આયુર્વેદની ઔષધએ વૃક્ષ આપે,
વરસાદને એ વૃક્ષ લાવે,
હા, આપણે તો ખુશ એમાં,
પણ એ વૃક્ષોને કાપતા શું આપણે વિચાર્યું....!
■
એ આજની નારી છે સાહેબ,
કંઈ પણ કરી શકે છે....
ચંદ્રથી લઈને પરમાણુ સુધી,
તમામ સંશોધનએ કરી શકે છે,
એ આજની નારી છે સાહેબ,
કંઈ પણ કરી શકે છે.....
ઘરની જવાબદારી ‘ને નોકરીનો બોજ,
બંને એ સમતોલ કરી શકે છે,
એ આજની નારી છે સાહેબ,
કંઈ પણ કરી શકે છે.....
હવાઈ જહાજ ચાલવી સપનાનું આકાશ ચૂમી શકે છે,
‘ને રીક્ષા ચલાવી ઘર પણ સંભાળી શકે છે,
એ આજની નારી છે સાહેબ,
કંઈ પણ કરી શકે છે.....
નેતાની આગેવાની બખૂબી,
‘ને અન્યાય સામે અવાજ પણ ઉઠાવી શકે છે,
એ આજની નારી છે સાહેબ,
કંઈ પણ કરી શકે છે.....
માણસને જીવનદાન અર્પી,
‘ને જરૂર પડે જીવ પણ હણી શકે છે,
એ આજની નારી છે સાહેબ,
કંઈ પણ કરી શકે છે.....
હૃદય સર્જરી ‘ને હૃદય પરિવર્તન,
ભેદ સમજી કરી બતાવે હિંમતથી,
એ આજની નારી છે સાહેબ,
કંઈ પણ કરી શકે છે.....
માઁ, બહેન, પત્ની, દોસ્ત,
દાક્તર, વકીલ, ઈજનેર, પોલીસ, શિક્ષક ,
કંઈ પણ જવાબદારી નિભાવી શકે છે,
એ આજની નારી છે સાહેબ,
કંઈ પણ કરી શકે છે.....
■
નારી
પોતાની લાગણીઓથી પાછી પડતી તું,
પોતાની લાગણીઓથી દુનિયા તું હવે પોતાની કરી રહી છે,
તું ઉભી રહે છે હવે પોતાના માટે,
હા, તું તારી જાતને નવા દ્રષ્ટિકોણથી જોઈ રહી છે.....
દરેક વાતમાં હકારો ન ભરી,
તું હવે અવાજ ઉઠાવતાં શીખે છે,
તું ઉભી રહે છે હવે પોતાના માટે,
હા, તું પોતાના માટે લડતાં શીખી રહી છે....
અન્યાય સામે અવાજ ઉઠાવી,
પોતાનો હક તું હવે માંગી લે છે,
તું ઉભી રહે છે હવે પોતાના માટે,
હા, તું તારી જાત ને છેતરવાનું બંધ કરતાં શીખી રહી છે....
હંમેશા લોકોને આગળ ધપાવતી તું,
પોતે પોતાના માટે આગળ વધી રહી છે,
તું ઉભી રહે છે હવે પોતાના માટે,
હા, તું તારી જાતને પણ પ્રાધાન્ય આપતાં શીખી રહી છે.....
હાલ સુધી માત્ર એક ઉત્તમ પુરુષને જન્મ આપી લેતું શ્રેય,
હવે તું પોતે ઉત્તમ બની લઈ રહી છે,
તું ઉભી રહે છે હવે પોતાના માટે,
હા, તું તારી શ્રેષ્ઠતા હવે પામી રહી છે....
■
સવાલ
સવાલ છે જો પ્રીતનો,
તો માતાથી વધુ નથી કોઈની....
સવાલ છે જો વફાદારીનો
તો સૈનિકથી વધુ નથી કોઈની....
સવાલ છે જો વિદ્યાનો,
તો વિધાર્થીથી મોટો કોઈ પૂજારી નથી....
સવાલ છે જો લક્ષ્મીનો,
તો ધંધાર્થીથી વધુ કિંમતી નહીં કોઈ કાજ....
સવાલ છે જો સેવાનો,
તો દાક્તર દ્વારા જીવ બચાવવાથી વધુ નહીં કોઈ.....
સવાલ છે જો પરિશ્રમનો,
તો મજુરથી વધારે પરિવારની કોઈને ચિંતા નહીં.....
સવાલ છે જો તેના સંતાનોનો,
તો ઈશ્વરથી મોટો કોઈ બીજો રક્ષક નથી......
■
રૂપ ઈશ્વરનું....
માં છે જે હલાવી જાય દુનિયા આખી,
પોતાના સંતાન કાજ,
એમાં છે રૂપ ઈશ્વરનું ....
પિતા છે જે પોતે પરિશ્રમ કરી,
સુખદાયી જીવન આપે પોતાના પરિવારને,
એમાં છે રૂપ ઈશ્વરનું....
વડીલ છે જે ખરા સમયે આપે જ્ઞાન,
ઝુકવા ન દે સર આપણું,
એમાં છે રૂપ ઈશ્વરનું.....
મિત્ર છે જે સાથી સુખ-દુઃખનો,
ન છોડે જે સાથ કદાપિ,
એમાં છે રૂપ ઈશ્વરનું....
પ્રિયતમ છે જે ન કરે શંકા,
'ને નિભાવે હર વચનો,
એમાં છે રૂપ ઈશ્વરનું...
શિક્ષક છે જે વહેંચે જ્ઞાન,
બનાવે વિશ્વને શિક્ષિત,
એમાં છે રૂપ ઈશ્વરનું....
ખેડૂતો છે જે મજૂરી કરી,
આપે ખાવા અન્ન આપણને,
એમાં છે રૂપ ઈશ્વર નું.....
દાક્તર છે જે બચાવે જીવ,
જાન લગાવી આપે આપણા સ્વજન પાછા,
એમાં છે રૂપ ઈશ્વરનું.....
સૈનિક છે જે જાન મૂકે જોખમમાં,
સેવા દેશની કરવા સદાય,
એમાં છે રૂપ ઈશ્વરનું.....
માનો તો કણે કણમાં છે ઈશ્વર,
જરૂર નથી શોધવાની એમને પથ્થરમાં,
સર્વમાં છે રૂપ ઈશ્વરનું.....
■
કેવું....!
અર્પણ ના થાય એ માન કેવું,
'ને વિસરી જવાય એ સાથ કેવો...!
કહી ને અપાય એ પ્રેમ કેવો,
'ને પૂછીને કરાય એ દોસ્તી કેવી...!
વહેંચાય ના એ જ્ઞાન કેવું,
'ને આપત્તિએ કામ ન આવે એ ધન કેવું...!
ઈચ્છા થાય 'ને જોઈએ એ મન કેવું,
'ને માંગીને અપાય એ ભેટ કેવી....!
યોજના સાથેની યાત્રા કેવી,
'ને વણ નૉતર્યું યુદ્ધ કેવું.....!
રથ વિનાનો સારથી કેવો,
'ને વફાદાર નહીં એવો કૂતરો કેવો....!
જરૂર પડયે ન મળે એ વસ્તુ જ એ વ્યકિત વિના કેવી.....!
■
સાથ
સાથ જોઈએ છે અનેકને,
કેવો હોય સાથ હોય તો....
મિત્ર હોય તો કૃષ્ણ સમો,
સાથ ન છોડે કદાપિ રણભૂમિમાં,
સાથ દેય સુદામાની ગરીબીમાં,
લાજ ન જાવા દેય દ્રૌપદીની ભર સભામાં....
પિતા હોય તો દૃતરાષ્ટ્ર જેવો,
જે કરે આંધળો વિશ્વાસ સંતાન પર....
માતા હોય તો યશોદા સમી,
જે પાળે પારકાને પણ પોતાના સમો પુત્ર....
ભાયું હોય તો બલરામ સમો,
જે મિત્ર બાંધું 'ને સલાહકાર બને....
પ્રેમિકા હોય તો રાધા સમી,
જે વિના લગ્ને પણ સંપૂર્ણ પ્રેમ નિભાવી જાણે....
સંતાન હોય તો શ્રી ગણેશ જેવું,
જેને કાજ માતા પિતા જ ચારધામ.....
સ્ત્રી હોય તો માં કાલી સમી,
પોતે જ સંહારથી સૌને બચાવી જાય....
દીકરી હોય તો ગાંધારી જેવી,
જે પિતાની આજ્ઞાએ અંધને પરણી જાય.....
પત્ની હોય જો રૂકમણી સમી,
ન કરે શંકા કૃષ્ણ પર જરાય.....
રાજા હોય યુધિષ્ઠિર જેવો,
પ્રજા જીવ સદૈવ સુખી થાય....
ભક્તિ હોય જો મીરાં સમી,
તો ભગવાન એ બનાવે વિષ ને પ્રીત....
દુશ્મન હોય જો કર્ણ જેવો,
યુદ્ધ પણ લાગે ખરા ક્ષત્રિયોનું....
દીકરો હોય જો રામ સમો,
તો વનવાસ પણ ભોગવે આજ્ઞા પિતાની....
સાથી હોય જો હનુમાન જેવો,
સંજીવની કાજ લાવે પર્વત આખ....
કવિ હોય જો કાલિદાસ જેવા,
પુસ્તક પડે ઓછા સદા......
■
*પ્રેમ-વિરહ*
હું 'ને તું....
સૂરજ સાથેના એ વરસાદ સમો મળ્યો તું મને,
‘ને રચ્યું આ આકાશે મેઘધનુષ સુંદર....
આકાશ સાથે એ ધરતી મળી તેમ મળ્યો તું મને,
‘ને ક્ષિતિજે, કલાકાર એ કરી રચના સુંદર....
પર્વતના શિખરથી એ આકાશ ચૂમવા સમો મળ્યો તું મને,
‘ને પર્વતારોહી એ કરી પુકાર સફળતાની સુંદર.....
રણમાં દેખાયેલા જળાશય જેમ મળ્યો તું મને,
‘ને મૃગજળની ઝાખમ બુઝાતી લાગી સુંદર....
માછલીને માનવીની મુલાકાત સમો મળ્યો તું મને,
‘ને પરપોટાની રચના થઇ એવી સુંદર.....
મળી હું તને એમ 'ને મળ્યો તું મને એમ,
‘ને જગતને મળી પ્રેમની પારાકાષ્ઠા મજાની સુંદર....
■
શું આ પ્રેમનું લક્ષણ તો નથી ને?!
હૃદયના દર્દીનું દર્દ દૂર થતા,
આવતી મુસ્કાન જેમ,
તારી છબી જોતા,
મુસ્કાન રાજ જમાવે છે મારા ચહેરા ઉપર,
શું આ પ્રેમનું લક્ષણ તો નથી ને?!
રણનિવાસીને કૂવો મળતા,
થતા આનંદ સમો,
તને મળી દિલને,
કંઈક આનંદ થાય છે અપરંપાર,
શું આ પ્રેમનું લક્ષણ તો નથી ને?!
મેહુલાને વરસતો જોઈ ઉત્સુક થતા,
ખેડૂતની જેમ,
તારા ચહેરા પર ખુશી જોઈ,
મારુ મન ઉત્સુક થાય છે કંઈક અનહદ,
શું આ પ્રેમનું લક્ષણ તો નથી ને?!
તરવૈયો જેમ ડૂબવા આતુર હોય,
ઊંડા સમુદ્રમાં,
તેમ તારા જિંદગીરૂપી સમુદ્રમાં,
ડૂબવાની આતુરતા હવે વટાવી ચુકી છે હદ,
શું આ પ્રેમનું લક્ષણ તો નથી ને ?!
■
અહંકાર ઝગડા લેતો આવ્યો નો?!
હતી પહેલા આપણા સંબંધમાં ચિંતા,
"તારી-મારી" 'ને "આપણી",
પણ તારો એ "હું જ મહાન" નો અહંકાર,
ઝગડા લેતો આવ્યો ને?!
હતું પહેલા આપણા સંબંધમાં માન,
બંનેના વિચારો 'ને માનસિકતાને,
પણ તારો "હું જ સાચા" નો અહંકાર,
ઝગડા લેતો આવ્યો ને?!
હતો પહેલા આપણા સંબંધમાં સાથ,
બંનેના દિલ માટે જરૂરી,
પણ તારો એ "હું એકલો જ શ્રેષ્ઠ" નો અહંકાર,
ઝગડા લેતો આવ્યો નો?!
■
તે મને જ હંમેશા માટે ખોઈ દીધી....
તારી પ્રીતને પામવાના મોહમાં,
દુનિયાથી નાતો મેં છોડી દીધો હતો,
પણ એ દુનિયાના મોહમાં,
તે મારો જ હાથ આજે છોડી દીધો છે...
તારી સાથે બે ઘડીની ગુફ્તગુ માણવા,
મારા નજીકીઓને પણ મેં અવગણી લીધા હતા,
પણ મારા કરતા તને તેઓ વ્હાલા લાગ્યા,
'ને તે મને જ અવગણી લીધી.....
તારી ચિંતા કરતા અવિરત,
હું ખુદ નું અસ્તિત્વ ખોઈ બેઠી હતી,
પણ તારું અસ્તિત્વ મારા પર ઉભું કરવા,
તે મને જ હંમેશા માટે ખોઈ દીધી....
■
તને પ્રિત કરવી ક્યાં મારા હાથમાં હતી!?
તું રાખતો ગયો ધ્યાન મારુ અપરંપાર,
'ને પડતી ગઈ હું એમ કંઈક તારા પ્રેમમાં,
તને પ્રિત કરવી ક્યાં મારા હાથમાં હતી!?
મારી વિનકહેલી વાતોને તો કહી જ્યાં વર્ણવી જતો,
ત્યાં તારા એ કહેલાં શબ્દોની ઊંડાઈમાં હું કંઈક તારા પ્રેમમાં પડી,
તને પ્રિત કરવી ક્યાં મારા હાથમાં હતી!?
મારા સપનાંને પામવાનું આકાશ જ્યાં તું મને પૂરું પડતો,
એ આકાશને પામતાં તારો હાથ મારા હાથમાં જોઈ હું કંઈક તારા પ્રેમમાં પડી,
તને પ્રિત કરવી ક્યાં મારા હાથમાં હતી!?
તું હતો જ કંઇક એવો પ્યારો,
ખુદને તારાથી દૂર કરવી ક્યાં મારા હાથમાં હતી,
એમ જ તો કંઈક હું તારા પ્રેમમાં પડી,
તને પ્રિત કરવી ક્યાં મારા હાથમાં હતી!?
■
તું....!
મારી કવિતા સતત લખે છે તને,
મારી કવિતામાં નામ નથી તારું,
પણ મારી કવિતાનો શબ્દે શબ્દ તારા પર છે....
મારા મનની એકમાત્ર માંગ છું તું,
ક્યારેય માંગણી રૂપે નથી પ્રગટ કર્યો તને,
પણ ઈશ્વર સામે પ્રાર્થનામાં સતત તને જ માંગ્યો છે....
મારા હૃદયની ધડકન છે તું,
ક્યારેય તારો સાથ નથી ઝંખ્યો એ ધબકાર માટે,
પણ તારું અસ્તિત્વ જ એમાં પ્રાણ પૂરતું ગયું....
મારી જિંદગીની જીવાદોરી છે તું,
ક્યારેય જીવનસાથી તરીકે તારો સાથ નથી વિચાર્યો,
પણ જીવનના કોઈ એક ભાગમાં તારું હોવું જ ઘણું છે....
■
દાખલો આજે પણ મહેફિલમાં,
તારી મારી પ્રીતનો જ અપાય છે....
સાથ હતો ભલે ટૂંક સમય,
પણ હતો એ સાચો પ્રેમ 'ને
નિભાવવાની ચાહત હતી બેતરફા,
કદાચ એટલે જ દાખલો આજે પણ મહેફિલમાં,
તારી મારી પ્રીતનો જ અપાય છે....
ભલે સાથે નથી આપણે આજે,
એ નસીબ અને સંજોગો હતા,
પણ પ્રેમ આપનો હજી એ જ છે,
કદાચ એટલે જ દાખલો આજે પણ મહેફિલમાં,
તારી મારી પ્રીતનો જ અપાય છે....
પ્રેમ પૂરો થવો કદાચ અંત નથી હોતો,
એક લબીજાનો સાથ ઝંખ્યા વિના,
એકબીજાને પ્રેમ કર્યો ને આપણે,
કદાચ એટલે જ દાખલો આજે પણ મહેફિલમાં,
તારી મારી પ્રીતનો જ અપાય છે....
■
શું એક અંતિમ મુલાકાત શક્ય થશે!?
એક છેલ્લી વાર ફરી એ પ્રેમની કબૂલાત કરવી છે,
એક છેલ્લી વાર તારા હાથમાં હાથ નાખી ફરી લેવું છે,
એક છેલ્લી વાર તને મારો કહી લેવો છે....
શું એક અંતિમ મુલાકાત શક્ય થશે!?
તારા મારા સાથને એક વાર હજુ માણવો છે,
તારી મારી પ્રિત પર હજી એક વાર થોડો ઘમંડ કરવો છે,
તારા મારા પ્રેમનો દુનિયાને હજી એક વાર પરિચય કરાવવો છે.....
શું એક અંતિમ મુલાકાત શક્ય થશે!?
થોડી વાતો તને કહેવાની રહી ગઈ છે,
થોડું તારા ખભે માથું મૂકી રડવાનું રહી ગયું છે,
થોડો પ્રેમ વધારે તને કરવાનો રહી ગયો છે....
શું એક અંતિમ મુલાકાત શક્ય થશે!?
તને મારો કહેવા,
શું એક અંતિમ મુલાકાત શક્ય થશે!?
■
હા, હવે એક બોજો જ તો છું ....
ચાહત તો શરૂઆતમાં હતી,
હવે તો માત્ર એક જવાબદારી છું,
હા, હવે એક બોજો જ તો છું હું...
વાતો તો પહેલા થતી હતી,
હવે તો માત્ર વિધિ થાય છે,
હા, હવે એક બોજો જ તો છું હું ....
ચિંતા તો આગમમાં તને ઘણી થતી,
હવે તો માત્ર ડોળ થાય છે,
હા, હવે એક બોજો જ તો છું હું ....
યાદ તો તને શરૂઆતમાં દર પળે આવતી,
હવે તો તને ખુદની જિંદગી મળે છે,
હા, હવે એક બોજો જ તો છું હું ....
મહત્વની તો પહેલા હતી હું,
હવે તો માત્ર પરાણે માથે પડેલી પ્રેમિકા છું,
હા, હવે એક બોજો જ તો છું હું ....
જિંદગી તો આગમમાં હતી તારી હું,
હવે તો માત્ર જિંદગીનો એ ટુકડો છું જેને પણ તારે ત્યાગી દેવો છે,
હા, હવે એક બોજો જ તો છું હું ....
■
આક્રમણ
તારી નજરોએ કઈ એમ આક્રમણ કર્યું મારા પર,
કે એ આંખોના સમુદ્રમાં હું ડૂબી ગઈ....
તારી નિર્દોશતાએ કઈ એમ આક્રમણ કર્યું મારા પર,
કે તારા એ જૂઠના દલદલમાં હું ઘુસતી ગઈ....
તારી વાતોની માયાએ કઈ એમ આક્રમણ કર્યું મારા પર,
કે તારી બનાવટી દુનિયામાં ડગલાં હું ભરવા લાગી.....
તારી એ મીઠી મુસ્કાનએ કઈ એમ આક્રમણ કર્યું મારા પર,
કે પુષ્પ સમી તારી મુસ્કાનમાં હું ભ્રમિત થઇ ગઈ.....
તારી શરીરનીએ સુવાસએ કઈ એમ આક્રમણ કર્યું મારા પર,
કે વરસાદની ભીની માટી સમી તારી સુવાસમાં હું મોહિત થઇ ગઈ....
તારા સંપૂર્ણ જીવએ કઈ એમ આક્રષણ કર્યું મારા પર,
કે આત્માને મોક્ષ મળ્યો હોય તેમ હું જીવતી થઇ ગઈ.....
■
હું તારા પ્રેમમાં પડી....
મારા કઈ બોલ્યા વિના જ,
તું મારા મનની વાત સમજી જતો,
મારી એ અસ્પષ્ટ વાતોમાંની તારી સમજમાં જ,
તો હું તારા પ્રેમમાં પડી...
મારી ચિંતા તને કહેવાની પાછપને,
તું "હું છું ને"કહી અડધી ચિંતા દૂર કરી જતો,
મારી એ ન કહેલી અસ્પષ્ટ ચિંતા દૂર કરતા જ,
તો હું તારા પ્રેમમાં પડી ....
હું કહી ન શકી કે ચાહું છું તને,
તું કહી ગયો સંબંધ આપણો તો હંમેશનો ને,
મારા અસ્પષ્ટ ઈઝહારનો સ્પષ્ટ જવાબ સાંભળતા જ,
તો હું ફરી એક વાર તારા પ્રેમમાં પડી....
■
કંઈક તો વિશિષ્ટ હતું તારામાં....
કંઈક તો વિશિષ્ટ હતું તારામાં,
કે પાગલ બનીને જીવતી હું,
તારી પાછળ પાગલ બની ગઈ....
કંઈક તો વિશિષ્ટ હતું તારામાં,
કે પોતાની દુનિયામાં જીવતી હું,
તારી દુનિયાની આસપાસ જીવતી થઇ ગઈ.....
કંઈક તો વિશિષ્ટ હતું તારામાં,
કે ખુદની પણ ચિંતા ન કરતી હું,
તારી ચિંતામાં ભાન ભૂલતી થઇ ગઈ...
કંઈક તો વિશિષ્ટ હતું તારામાં,
કે કોઈ નું ન માનતી હું,
તારું બધું જ માનતી થઇ ગઈ.....
કંઈક તો વિશિષ્ટ હતું તારામાં,
કે પ્રેમમાં વિશ્વાસ ન કરતી હું,
તને જ પ્રેમનો પર્યાય સમજી બેઠી...
ખરેખર, કંઈક તો વિશિષ્ટ હતું તારામાં,
કે ખુદની શોધમાં નીકળેલી હું,
આજે પણ તારી શોધ માં ફરું છું....
■
શું તું ચુંબક તો નથી ને !
ત્યારે ચહેરાનું આકર્ષણ પણ ત્યાં આછું પડ્યું,
જયારે તારા વ્યક્તિત્વ સાથે મીઠી મુલાકાત થઇ,
આ આકર્ષણનું કારણ ?
શું તું ચુંબક તો નથી ને !
ત્યારે તારા વર્તનનું આકર્ષણ પણ આછું પડ્યું,
જયારે તારા વર્તન પાછળની મારા પ્રત્યેની ચિંતાની જાણ થઇ,
આ આકર્ષણનું કારણ ?
શું તું ચુંબક તો નથી ને!
ત્યારે તારી વાતોનું આકર્ષણ પણ આછું પડ્યું,
જયારે તારી લાગણીઓ વિશે ભાન થયું,
આ આકર્ષણનું કારણ?
શું તું ચુંબક તો નથી ને !
ત્યારે તારા શરીરનું આકર્ષણ પણ આછું પડ્યું,
જયારે તારી આત્મા સાથે મારુ મિલન થયું,
આ આકર્ષણનું કારણ?
શું તું ચુંબક તો નથી ને !
■
તારી કમી મને લાગી આવે.....
ચાંદની ચાંદની માણ્યા પછી,
સુરજની રોશની પણ પાછી પડે,
પણ એ બંનેને માણતા તારી કમી મને લાગી આવે.....
કોયલના કોલાહટને માણ્યા પછી,
સંગીતનો એ સૂર પણ આછો લાગે,
પણ એ બંનેને માણતા તારી કમી મને લાગી આવે.....
વરસાદ લની એ બૂંદોને માણ્યા પછી,
મિજબાનીની મજા પણ પાછી લાગે,
પણ એ બંનેને માણતા તારી કમી મને લાગી આવે.....
ઠંડા એ વાયરાની મહેસૂસી માણ્યા પછી,
એરકન્ડિશનરની ટાઢક પણ આછી લાગે,
પણ એ બંનેને માણતા તારી કમી મને લાગી આવે.....
હા, જિંદગીની દરેક પળ માણતા,
તારી કંઈ મને ઘણી લાગી આવે....
■
અંતર....
ભલે તારી મારી વચ્ચે અંતર ઘણું છે,
પણ દિલથી તો સદાય તું મારી સાથે જ વસે છે....
ભલે તારા ખભે માથું મૂકી આકાશ જોવું મારુ નસીબ નથી,
પણ આપણે એ આકાશ નીચે તો સાથે જ છીએ ને....
ભલે તારા હાથમાં હાથ નાખી આ રસ્તા પર ચાલવું શક્ય નથી,
પણ આપણા બંનેના રસ્તાની આ મંજિલ તો એક જ છે ને....
ભલે તૂટતાં તારાને સાથે જોઈ માંગ સાથે કરવી અઘરી છે,
પણ મારી એ માંગમાં હંમેશા તું જ હોઇશ એ નક્કી છે.....
ભલે આ વરસાદની બૂંદો સાથે એકબીજાને માણવું મુશ્કેલ છે,
પણ એ વરસાદની બૂંદોમાં તો તું જ દેખાય છે મને....
ભલે જીવનની દરેક પળ તારી સાથે માણવી હકીકત નથી આપણી,
પણ જીવનની પળેપળ તને યાદ કરી તો માણતા શીખી છું.....
■
હું-તું
હું જો પંખી છું,
તો તું મને ઉડવા દેતું આકાશ....
હું જો કલમ છું,
તો તું મને વાચા આપતી શ્યાહી....
હું જો કવિતા છું,
તો તું એના માટે આવતો વિચાર....
હું જો મધુર સંગીત છું,
તો તું એના સૂર....
હું જો પ્રિય ચિત્ર છું,
તો તું એના રંગ.....
હું જો શરીર છું,
તો તું એનો જીવ.....
■
પણ એમ જરૂર કહીશ....
એને ચાહત નહોતી એમ નહિ કહું,
કદાચ કહીશ તો મારો જ જીવ દુભાસે,
પણ હા એમ જરૂર કહીશ,
કે એને મારાથી વધુ ખુદથી ચાહત હતી....
એને ચિંતા નહોતી મારી એમ નહિ કહું,
કદાચ કહીશ તો મારી લાગણી ભાંગી પડશે,
પણ હા એમ જરૂર કહીશ,
કે એણે ક્યારેક કોઈકની વધુ ચિંતા સામે દુઃખ ભોગવ્યા હશે....
એને લાગણી ન સમજી મારી એમ નહિ કહું,
કદાચ કહીશ તો આગળ બોલવા કઈ નહિ રાખી શકું,
પણ હા એમ જરૂર કહીશ,
કે મારી લાગણી રજૂ ન કરી શકવાની ટેવ ખોટી છે.....
એ મારા આંસુ ન જોઈ શક્યો એમ નહિ કહું,
કદાચ કહીશ તો આંસુની ધાર અટકી નહિ શકે,
પણ હા એમ જરૂર કહીશ,
કે એ આંસુને અને એના કારણને જાણી ને પણ અજાણ એ રહી ગયો....
એ મારો પ્રેમ ન સમજી શક્યો એમ નહિ કહું,
કદાચ કહીશ તો પણ ખોટું હશે,
પણ એમ જરૂર કહીશ,
કે મારા પ્રેમને બહુ નિચ્ચતાથી એને અવગણો કરી દીધો......
■
મને યાદ અપાવે તારી પ્રિયે .....
શમી સાંજનું આ પારેવડું રે,
એ પારેવડાંનો ટહુકો મીઠો,
મને યાદ અપાવે તારી પ્રિયે .....
મને યાદ અપાવે તારી.....
શમી સાંજનો આ વાયરો રે,
એ વાયરાની ટાઢક ટાઢી,
મને યાદ અપાવે તારી પ્રિયે .....
મને યાદ અપાવે તારી.....
શમી સાંજનું આ સંગીત રે,
એ સંગીતની ધૂન મધુર,
મને યાદ અપાવે તારી પ્રિયે .....
મને યાદ અપાવે તારી.....
શમી સાંજનું આ આકાશ રે,
એ આકાશના વાદળ ધૂંધળા,
મને યાદ અપાવે તારી પ્રિયે .....
મને યાદ અપાવે તારી.....
શમી સાંજનો આ સૂરજ રે,
એ સૂરજનો રંગ ગુલાબી,
મને યાદ અપાવે આપણી પ્રીત પ્રિયે....
મને યાદ અપાવે તારી.....
■
કંઈક એમ....
તારી યાદોએ આ દિલમાં કંઈક એમ રાજ જમાવ્યું છે,
જાણે કોયલએ કાગડાના માળે ખુદના બચ્ચાનું....
તારી અનુભૂતિએ જિંદગી સાથે કંઈક એમ સોગંદનામું કર્યું છે,
જાણે મધમાખીએ પુષ્પોને ખુદની માલિકી ન સમજી હોય....
તારા સ્પર્શનો અહેસાસ જાણે એમ રહી ગયો છે મનમાં,
જાણે ત્સુનામી પછી રહી ગયેલી અસરો તેની....
તારા શબ્દની 'ને વાતની ગુંજ એમ પડી રહી છે કાનમાં,
જાણે ઘાટમાં પડેલી બૂમ ન હોય સાથની...
તારી મસ્તી 'ને મજાક તો જાણે એમ વસી ગયા છે મારી સાથે,
જાણે આત્મા એ દેહ ન છોડવાનો નિર્ણય ન કરી લીધો હોય.....
તું આમ કંઈક મારામાં રહી ગઈ છે કે,
જાણે દેહ છોડશે સાથ આત્માનો પણ અસ્થિ તો ભસ્મ થઇને પણ નહિ ....
■
જિંદગીની સફરમાં,
હા, એક સાથીની કમી હંમેશા ખલશે....
સાથ હતો તારો મારો બસ થોડા સમયનો,
પણ હતો એ જાણે જન્મો જન્મનો....
ભલે સાથી ન થઇ શક્યા આપણે આખી જિંદગીના,
પણ યાદોમાં તું રહીશ આજીવન સંગ મારા....
યાદો આપણી મીઠી મજાની પળે પળ મને સતાવતી,
દેખાતા ફરી કોઈ આપણા સમા તારા નામનું કંઈક એમ જ સ્મરણ થઈ જતું....
કહેવાનું મન બહુ થઇ આવતું તને યાદ આવું છું તું એમ,
પણ રોકી લેતી કંઈક મર્યાદાઓ મને....
હાથમાં હાથ રાખી સાથે ચાલવાનું સપનું આપણું,
પરિસ્થિતિઓની માયામાં કંઈક ચાલ્યું ગયું....
શોધવા તને હું કંઈ કેટલુંય ભટકી વળી,
મળી તું ગયો મને આજે ખુદમાં....
હા, બસ એટલે જ તો ભલે શારીરિક રીતે ન હોય સાથ આપનો આ જન્મમાં,
પણ છીએ હંમેશા આપણે એકબીજામાં.....
■
તું હતો ને.....
જ્યારે લોકો એકબીજાથી વિખૂટાં થઈ રહ્યા હતા,
ત્યારે હું સાથી સાથે જિંદગીની કલ્પનાઓમાં વ્યસ્ત હતી,
તું હતો ને મારા હાથમાં તારો સાથ હંમેશા મૂકી રાખવાને....
જ્યારે લોકો પાસે જિંદગીની ફરિયાદો નહોતી ઘટતી,
ત્યારે મારી જિંદગી કંઈક અનહદ ઉત્તમ વીતી રહી હતી,
તું હતો ને જિંદગી ઉત્તમ બનાવવા....
જ્યારે લોકો પ્રેમ પરથી વિશ્વાસ ખોઈ બેઠા હતા,
ત્યારે હું પ્રેમને સર્વસ્વ માનતી થઈ હતી,
તું હતો ને પ્રેમને સમજાવવા.....
જ્યારે લોકો પ્રેમમાં મરવાના વચનો આપી રહ્યા હતા,
હું જીવવાનું વચન આપી રહી હતી,
તું હતો ને આખું જીવન મારી સાથે ચાલવાને.....
■
અનકહી થઈ કબૂલાત....
એના દુઃખએ વિસરાવી ગયો,
એના સુખની એ ભાગીદાર થઈ,
ત્યાં થઈ પ્રણયની શરૂઆત,
'ને થઈ અનકહી કબૂલાત....
એના ગુણ તે અપનાવતો ગયો,
એની ચાહત તે સમજાતી ગઈ,
ત્યાં થઈ પ્રણયની શરૂઆત,
'ને થઈ અનકહી કબૂલાત....
એની માંગ વિનકહે પૂર્ણ તે કરતો ગયો,
એનો હાથ તે હર પગલે આપતી ગઈ,
ત્યાં થઈ પ્રણયની શરૂઆત,
'ને થઈ અનકહી કબૂલાત....
ના એણે કર્યો ઇકરાર,
ના મેં માંગ્યો સાથ,
તો એ થઈ પ્રણયની શરૂઆત,
'ને થઈ અનકહી કબૂલાત....
■
'ને વળી તારામાં પડતી જાઉં છું....
કામ કરતા કરતા જરા અટકી જાઉં છું,
તારા વિચારોના વમળોમાં ઉલઝાતી જાઉં છું,
તું મારા હોવાનો અહેસાસ માણતી જાઉં છું,
'ને વળી તારા પ્રેમમાં પડતી જાઉં છું....
ફરતા ફરતા જરા થંભી જાઉં છું,
તારા પ્રેમનું અસ્તિત્વ મારા દિલમાં સ્થાપિત કરતી જાઉં છું,
તું મને તારા દિલમાં વસાવે છે જાણી જરા મલકાતી જાઉં છું,
'ને વળી તારા પ્રેમમાં પડતી જાઉં છું....
લખતાં લખતાં જરા મુંઝાય જાઉં છું,
તારા-મારા સંબંધને કવિતામાં ઉતારતી જાઉં છું,
તું મને પ્રેમ કરે છે એના પ્રસ્તાવમાં હામી ભરતી જાઉં છું,
'ને વળી તારા પ્રેમમાં પડતી જાઉં છું....
■
તું....
અમસ્તા સ્મરણ તારું અટકાવી દે છે મને,
'ને સમય તારી સાથેનો તારો બનાવી દે છે મને...
વાતો તારી હસાવી દે છે મને,
'ને યાદો તારી ઘણું રડાવી તારી ફરી બનાવી દે છે મને....
સાથે રહી સમજી શકી માત્ર કે આદત છે તારી મને,
'ને પળભરની દૂરી સમજાવી ગઈ ચાહત છે તારી અનહદ મને....
હાથ તારો મારા હાથમાં મંજિલ અપાવી ગયો મને,
'ને એ મંજિલ એ તું ન મળતા ફરી રહે ભટકાવી ગયો મને....
હા, હવે પ્રેમ થઈ ગયો છે મને,
તારા પ્રશ્નનો હા જવાબ મળી ગયો છે મને,
'ને તું બહું આગળ વધી અટકાવી ગયો છે મને....
■
હા , તમારી સાથે હંમેશા રહેવું,
કબૂલ છે મને.....
તમારી સફળતાની ખુશી માણવા,
'ને નિષ્ફ્ળતામાં હાથ આપવા,
તમારી સાથે હંમેશા રહેવું,
કબૂલ છે મને.....
તમારી મીઠી હસીને,
મારી આંખરૂપી કેમેરામાં કેદ કરવા,
તમારી સાથે હંમેશા રહેવું,
કબૂલ છે મને.....
તમારા અશ્રુને,
કદીય ધરા ન સ્પર્શવા દેવા,
તમારી સાથે હંમેશા રહેવું,
કબૂલ છે મને.....
તમારી કસૌટીમાં,
તમારી મદદમાં રહેવા,
તમારી સાથે હંમેશા રહેવું,
કબૂલ છે મને.....
તમારી આંખોમાં,
હંમેશા ખુદને જોવા,
તમારી સાથે હંમેશા રહેવું,
કબૂલ છે મને.....
મારી ખોવાયેલી જાતને,
તમારામાં મેળવવા,
તમારી સાથે હંમેશા રહેવું,
કબૂલ છે મને.....
■
મને તમારી યાદ આવે છે......
જયારે હું મારી અગાશીમાં બેસી,
આ આકાશને નિહાળું,
ત્યારે એ પવનના સુસવાટામાં,
મને તમારી યાદ આવે છે......
જયારે ચોમાસાની શરૂઆત થાય,
આ વરસાદ વરસવાનો શરુ થાય,
ત્યારે એ વરસાદની બૂંદોમાં,
મને તમારી યાદ આવે છે.....
જયારે રાતે હીંચકે બેસી,
પ્રકૃતિને માણું,
ત્યારે એ ખરતા તારા સાથે મારી ઈચ્છામાં,
મને તમારી યાદ આવે છે.....
જયારે સવારે ઉઠતા,
ચકલીનો મીઠો અવાજ સાંભળું છું,
ત્યારે એ ટહુકામાં તમારો બોલ ઝળકતાં,
મને તમારી યાદ આવે છે....
જયારે ઘરમાં બેઠા,
પ્રેમની વાત કે ગીત કે કવિતા,
વાંચું કે સાંભળું છું,
મને તમારી યાદ આવે છે.....
કોઈ પૂછે પ્રેમ શું?
હું કહું પ્રેમ એટલે તમે ....
■
પરિવર્તન
હા, બદલાય રહી છું હું,
જો પ્રેમ એ મીઠું પરિવર્તન હોય...
હા, મુંઝાય રહી છું હું,
જો પ્રેમ એ ગૂંથણી હોય....
હા, સાતમાં આકાશમાં છું હું,
જો પ્રેમ એ હોઠનો વણાંક હોય.....
હા, અશ્રુધારા પણ વહાવી રહી છું હું,
જો પ્રેમ સાથે વિરહનું જોડાણ હોય....
હા, ખેલદિલીથી જીવતા શીખી રહી છું હું,
જો પ્રેમ જ જિંદગી હોય....
હા, ઘેલી થઈ નાચી રહી છું હું,
જો સંગીત તારા નામ નું હોય....
હા, રાધા બની રહી છું હું,
જો પ્રેમી મારો કાન્હો હોય....
હા, બસ બની રહી છું તારી,
જો પ્રેમનો પર્યાય તું હોય....
■
તું જાણે એમ મળી ગયો.....
રાહ મારી કાપવા, જરૂર હતી રાહીની,
‘ને તું જાણે એમ મળી ગયો મને,
કે આ આત્માને શરીર....
વાતો મારી જે પ્રેમથી સાંભળે, જરૂર હતી એવા કોઈકની,
‘ને તું જાણે એમ મળી ગયો મને,
કે સંગીતકારને શ્રોતા.....
ગમ મારુ થોડું હળવું કરવું હતું જરૂરી,
તું જાણે એમ મળી ગયો મને,
કે ઘનઘોર વાદળમાં સૂર્યની કિરણ....
હાસ્ય મારુ જે સાંભળી જાણે, જરૂર હતી એની,
તું જાણે એમ મળી ગયો મને,
કે છલકાતાં દરિયાને કિનારો.....
મુશ્કેલીઓનો સામનો કરવા જરૂર હતી એક હાથની,
તું જાણે એમ મળી ગયો મને,
કે નિઃશસ્ત્ર યોદ્ધાને એની તલવાર....
રાહમાં મારી જિંદગીની,
તું જાણે એમ મળી ગયો મને,
કે રણમાં પાણીની એક બુંદ....
■
એમ જ બે ડગલાં તારી તરફ વધતી જાઉં છું....
યાદમાં તારી ન રડવા ,
ઘણી પોતાને સાચવી લઉં છું,
એમ જ બે ડગલાં તારી તરફ વધતી જાઉં છું.....
ક્યાંક નજર ન લાગી જાય આપણા પ્રેમને,
એમ વિચારી મુસ્કાન મારી દુનિયાથી છુપાવી જાઉં છું,
એમ જ બે ડગલાં તારી તરફ વધતી જાઉં છું....
દુનિયા પૂછે છે મારા નવા રૂપનું કારણ,
જરા નીચું જોઈ “કંઈ નહીં” કહી,
મનમાં તારું સ્મરણ કરતી જાઉં છું,
એમ જ બે ડગલાં તારી તરફ વધતી જાઉં છું.....
દિલ મારું કંઈક ધડકે વધારે જ્યારે,
એને તારું નામ આપી શાંત જરા પાડી જાઉં છું,
એમ જ બે ડગલાં તારી તરફ વધતી જાઉં છું.....
હા, પળે પળ, એમ જ બે ડગલાં તારી તરફ વધતી જાઉં છું....
■
મારા નસીબમાં તું હોય કે ન હોય,
પણ આ દિલમાં તો તું જ છે.....
મારી વાતોમાં તું હોય કે ન હોય,
પણ મારા વિચારોમાં તો તું જ છે.....
મારો કવિતાનો વિષય તું હોય કે ન હોય,
પણ એ લખવાનું કારણ તો તું જ છે......
મારી ખુશીનું કારણ તું હોય કે ન હોય,
પણ એમાં સૌથી આગળ તો તું જ છે.....
મારી મંઝીલની રાહમાં તું હોય કે ન હોય,
પણ મારી મંઝીલ તો તું જ છે.....
મારી જીંદગીમાં સાથે તું હોય કે ન હોય,
પણ મારા અંતરમાં તો તું જ છે.....
■
*કુદરત*
સવાર આ કેવી મજાની....
ઉદય એ સૂર્યનો,
મન થાય જાણે આંખમાં ભરી લઉં....
ઠંડો એ વાયરો,
જાણે કાયમ સાથ લઈ ફરું.....
પક્ષીઓનો એ મીઠો ક્લબલાહત,
સાંભળતી રહું સદા.....
વૃક્ષોનું એ ડોલવુ અલમસ્ત,
જોઈ જાણે મન ડોલાવી દઉં....
ભાગ-દોડ લોકોની ,
બસ થોડી વાર થંભાવી દઉં.....
સવાર આ કેવી મજાની,
જાણે દિલમાં કંડારી દઉં.....
■
જ્યારે હું પંખીઓનો મીઠો કલરવ સાંભળું છું.....
જ્યારે હું પંખીઓનો મીઠો કલરવ સાંભળું છું,
ત્યારે ઈશ્વર તારી રચનાને માણું છું....
જ્યારે હું પંખીઓનો મીઠો કલરવ સાંભળું છું,
ત્યારે હું ખરા સંગીતને સ્પર્શ કરું છું.....
જ્યારે હું પંખીઓનો મીઠો કલરવ સાંભળું છું,
ત્યારે હું પ્રકૃતિની એક અલગ જ દુનિયામાં ખોવાઈ જાઉં છું.....
જ્યારે હું પંખીઓનો મીઠો કલરવ સાંભળું છું,
ત્યારે હું એ પંખી ભેર આખી એની જિંદગી જાણે ભમી આવું છું.....
જ્યારે હું પંખીઓનો મીઠો કલરવ સાંભળું છું,
ત્યારે જિંદગીને કંઈક વધારે જ રંગીન-હસીન અનુભવી જાઉં છું.....
■
આ ગુલાબી લાલીભર્યો સૂર્યોદય,
મને તારી યાદ અપાવે છે....
આ હળવો ચળચળાહત ચકલીઓનો,
મને તારી યાદ અપાવે છે....
આ ઝાડીઓમાંથી લપાતા છુપાતા આવતા સોનેરી કિરણો,
મને તારી યાદ અપાવે છે...
આ ઠંડા-ઠંડા સુસવાટા તોફાની પવનના,
મને તારી યાદ અપાવે છે....
ઓ ઈશ્વર! તારી આ અદ્ભૂત રચનાઓ,
મને પળેપળ તારી યાદ અપાવે છે!!!
■
©PARL MEHTA