Featured Books
શ્રેણી
શેયર કરો

ઇશ્ક ઇન ડિફરન્ટ વે...(ટેઢા હૈ પર મેરા હૈ) - 3 - અંતિમ ભાગ

(પ્રેમાળ વ્રત...લાગણીનો વરસાદ ભાગ-3)

હાશ....નવરા નવરા અને ભૂખ્યા ટાઈમ પણ નથી જતો.કંઈ વાંધો નઈ આપણે ચા બનાવીને પીશું.😁 વિચારતાં વિચારતા હું બહાર આવી જોયું તો સાહેબ ન્યૂઝપેપર વાંચે છે.એમના તરફ નજર કરતાં હું રસોડામાં આવી દૂધ લેવા ફ્રીજ ખોલ્યું.ફ્રીજ અત્યંત ઘાયલ અવસ્થામાં હતું અને હોય જ ને કાલે આખો દિવસ લાવી લાવીને ભર્યું હોય તો...

કંઈ નઇ ચા પીયને સાફ કરું એમ વિચારીને દૂધ લીધું અને ચા બનાવી.એક કપ ચુપચાપ એમને પકડાવી આવી એ ફરી શરૂ થાય એ પેહલા ભાગીને રસોડામાં આવી.અંદર આવીને મનમાં વિચાર આવ્યો....

રિસાણા છે એ મારાથી તો,
હું એમને માનાવું શુકામ,
હું તો ચાની શોખીન,
એમની કોફી બનાવું શુકામ!!!
😜😜😅😁😁😁😁
વાહ મજા આવી ગઈ....


આમ તો એમને કોફી પસંદ છે પણ મને આદત એટલે ચા પીવે મારા સાથે,એમ પણ કોઈ ગુલાબમાં એટલી સુગંધ નથી જેટલી મારા હાથની બનેલી આદુ,ઈલાયચી વાળી ચામાં મહેક છે.😁😁😎😅😅

"ક્યારેક-ક્યારેક જાતે જ પોતાના વખાણ કરી લેવા કોઈ કરે કે ના કરે!!!"
😜😜😁😁😁😁

ફ્રીજ સાફ કરવાનુ નક્કી કર્યુ...એ પેપર વાંચતા ડ્રોઈંગરુમમા બિરાજમાન હતા...એક એપલ ના ટુકડા કરી એમને આપી આવી.

me:લો વાંચતા વાંચતા મોઢુ ચલાવો.

ફ્રીજ સાફ કરતાં એક એપલ નીકળ્યું. વપરાઈ જાય એ મારો શુભ આશય...

ત્યાં..
એક કાકડી નીકળી. પાછી પ્લેટ ગઈ ડ્રોઈગરુમ માં. પ્રશ્નાર્થભાવે એણે મારી સામુ જોયું.
મેં કહ્યું...

me:સ્વાસ્થ્ય માટે સારી.

હવે...એએએ...
મઠીયા નું પેકેટ હાથમા આવ્યું. દિવાળી વખત ના ભુલાઈ જતા હતા. જલ્દી જલ્દી ત્રણ ચાર તળ્યા.

me:તમને ભાવેને! લો વાંચતા વાંચતા મજા આવશે...

ત્યાર પછી....
ચોકલેટ નીકળી. પ્રસાદ છે એમ કહી ને ખવડાવી...

પછી ડ્રાયફ્રુટ હાથમાં આવ્યું. વાટકીમાં લઈ ઉપડી ડ્રોઈંગરુમ તરફ...

હવે તો પતિદેવ ગુસ્સે જ થઈ ગયા...મને કહે...

he:રાધી આ બધુ શુ માંડયું છે.?

me: કંઈ નહી, ફ્રીજ સાફ કરૂ છું... રાત્રે તમને હરડે આપીશ કાલે પેટ સાફ થઈ જશે...

ચાલો....
ફ્રીજ સરસ સાફ થઈ ગયુ...મનમાં મલકાતી હું એમના સામે જઈને બેઠી પણ એ તો બોલ્યા જ નઇ હશે કંઈ વાંધો નહિ. ફ્રીજવાળું પ્રકરણ હશે હજુ મગજમાં વિચાર કરતાં હું ફરી tv જોવા લાગી.

(11 વાગ્યે...)

"પણ એમને શાંતિ ન થઈ થોડા જ ટાઈમ માં આવ્યા પાછા મારા પાસે!!!"

બાર ગાવે બોલી બદલે,
તરુવર બદલે શાખા,
બુઢાપામાં વાળ બદલે,
લખણ ના બદલે લાખા,
માર ગમે એટલો પડે સુધરવું છે કોને....
😄😄😄😜😄😜

he:રાધુ!!! એ રાધુ...ક્યાં છે તું??😁

me:શું છે??!!🤨

he:સાંભળ ને ભૂખ લાગી છે!! મસ્ત ચાટ બનાવી દેને.😋😁😁

me:☹️આ શું યાર...તમે કેમ મારી ફેવરિટ ફેવરિટ વસ્તુ માંગો છો??!!🤨🤨

he:જા...બનાવ ને મસ્ત દહીં...ખાટી ચટણી...તીખી ચટણી...વાહ શું મજા આવે યાર ખાવાની યાર મને તો વિચારીને જ મોં માં પાણી આવી ગયું...પણ તું તો બહુ સ્ટ્રોંગ છેને...તું તો વ્રત કરી શકે...😜

me:હા હા કરી જ શકું....હુહ😤...હું બહુ સ્ટ્રોંગ છું...મને કંઈ ફરક નહિ પડે...હું બેસવાની જ નથી તમારા સાથે હું જાવ છું રૂમમાં...મનમાં (બહુ ભૂખ લાગી છે યાર)

હાશ શાંતિથી થોડીવાર બેસી શકીશ...બહાર તો આજે એમને મારુ ભૂત વળગ્યું છે....મારી ફેવરિટ ફેવરીટ વસ્તુ જ ખાય છે સવારના....હુહ....ત્યાં એ BMW(બાલાજી મસાલા વેફર) નું પેકેટ લઈને આવ્યા.

he:યાર રાધુ આજે એક દિવસ સ્પેશિયલ તારા માટે રજા રાખી છે અને તું મારાથી દૂર દૂર ભાગે છે....😋

વેફરનું પેકેટ ખોલી મારા નાક પાસે લાવ્યા અને હું એ પેકેટ સાથે ખેંચાઈ ગઈ....🤤🤤🤤એક વેફર ઉઠાવી અને મોં માં મુકવા ગઈ....અચાનક છોડી દીધી...☹

me:હુહ😤વ્રત તોડવા માટે કરો છો ને તમે આ બધું.હું કવ ત્યારે કાઈ ના ખાવું હોય આજે જ કેમ હેં???🤨

he:અરે દિકુ એક ચાલે ખાઈ લે ક્યાં કોઈ જોવે છે...😜

me:એટલે તમે એવું કેહવા માંગો છો કે વ્રત હું કોઈ જોવે છે એટલે કરું છું???યાર હું આમાં માનું છું શ્રદ્ધા રાખું છું.... એટલે કરું છું.... એટલે નઇ કે કોઈ જોવે છે!!!🥺😟😖

he:ઓહ સોરી બચ્ચા....અહીંયા આવ...ગળે લગાવતા એ બોલ્યા...હશે ચાલ સોરી આજ પછી હું તારા વ્રત તારી શ્રદ્ધા,આસ્થા,પૂજા,અર્ચનામાં વચ્ચે નઇ આવું બસ સોરી...

me:શ્રધ્ધા,આસ્થા,પૂજા,અર્ચના!!!આમાં પણ બીજી છોકરીયું ને લઈ જ આવ્યાને વચ્ચે હે?!!!🤨😜😜😜

he:હશે સોરી બસ હવે નઇ લાવું કેહતા કમર પર હાથ રાખીને પોતાના તરફ ખેંચી....😜

me:થેંક્યું બાબુ....🥺

he:કેમ??

me:થેંક્યું...બાબુ...🥺

મને સમજવા માટે....
થેંક્યું🥺

મારી વાત માનવા માટે...
થેંક્યું🥺

મારી આદતોને સમજવા માટે....
થેંક્યું🥺

મારી હોશિયારીને સહન કરવા માટે...
થેંક્યું🥺

મારા પાગલપનને સહન કરવા માટે....
થેંક્યું🥺

મારા ભંગાર જોક્સ સાંભળવા માટે....
થેંક્યું🥺

મારા ગુસ્સાને સહન કરવા માટે...
થેંક્યું🥺

હસતાં હસતાં મારી બધી જ જીદ પુરી કરવા માટે...
થેંક્યું🥺

મારા પપ્પાની જેમ મારુ ધ્યાન રાખવા માટે...
થેંક્યું🥺

કેહતા એમની છાતી પર માથું ઢાળી દીધું.
એમના હાથ મારા ફરતે વધારે મજબૂત કરતા એ બોલ્યા...
he:બસ કર પાગલ એક તો પોતે ઈમોશનલ થાય અને પછી મને પણ કરે સ્ટુપીડ...ચૂપ...🤫😘😘😘

અને હું ફરી માની ગઈ😍😘😘😘

સમાપ્ત....

~_~_~_~_~_~_~_~_~_

Master....stroke👇

અતૃપ્ત ધરાને તો બસ બે ફોરાંની પ્યાસ હતી,
સાગમટે વરસ્યું નીર એતો ભાગ્યની વાત હતી !

તુજ માં ડૂબી જવું એ સમય અણમોલ છે,

હોઈ ભલે ખારાશ દરિયામાં ,
નદીને મન એ સમર્પણ ની વાત હતી...!

~_~_~_~_~_~_~_~_~_~_


તો દોસ્તો કેવી લાગી કહાની વ્રતની....આપનો અમૂલ્ય પ્રતિભાવ આપી જરૂરથી જણાવજો....અને ફરી મળીશું એક નવી કહાની સાથે ત્યાં સુધી...