Featured Books
શ્રેણી
શેયર કરો

ઇશ્ક ઇન ડિફરન્ટ વે...(ટેઢા હૈ પર મેરા હૈ) - 1

(પ્રેમાળ વ્રત...લાગણીનો વરસાદ)


"માથા પર બ્લેન્કેટ ઓઢી હું પાણીપુરી ખાઈ રહી હતી.સામે ટેબલ પર પાણીપુરી,દહીંપુરી,પાઉભાજી, આઈસ્ક્રીમ,ચોકલેટ,વેફર અને સમોસા પડ્યા હતા.હું ટિવી જોતા જોતા ફૂલસ્પીડમાં ખાઈ રહી હતી કે એ આવ્યા."😋😋😋


he:ઓય આ શું કરે છે.આટલું બધું કોના માટે???!! કેહતા ડીશ માંથી વેફર ઉઠાવી અને હું હાથ પર મારતા બોલી.😋

me:એ ડોન્ટ ટચ,આ બધું મારુ છે.અને 12 વાગ્યા સુધી હું જેટલું ખાઈ શકું એટલું ખાઈશ.એટલે મન ભરાય જાય અને કાલે મને આ બધાની યાદ ના આવે.😁


he:પણ કેમ?🤔તું એટલું કેમ ખાય છે, અને ધીમે ખા હું નઇ લઈ લવ તમતમારે મોજ કર,અને દિકા દુનિયા પુરી થઈ જવાની હોય એમ ન ખા શાંતિથી ખાઈ શકે.😒

me:ના ડોન્ટ ડિસ્ટર્બ...🤨હમણાં 12 વાગી જશે પછી હું કંઈ ખાઈ નઇ શકું.જાવ અહીંયાંથી મારી પાણીપુરીમાં નજર નઇ નાખો.😬

he:લે પણ કેમ 12 વાગ્યા પછી નઇ ખાઈ શકે.🤔અને મને તારી પાણીપુરી ખાવી પણ નથી.😏

me:અરે કાલે મારે વ્રત છેને...🤗
ઉહઃ..ઉહઃ...હઅઅ:...ઉધરસ અને ઓડકાર એક સાથે આવ્યા.🤯

અને પાણી આપતા એ બોલ્યા....🥛
he:તને કોણ કહે છે એવું બધું કરવાનું,શાંતિથી બેસી ના શકે ને તું!!! અને કહી દવ છું તું કોઈ વ્રત નઇ રાખે.વાત પૂરી અને હવે ખાવાનું બંધ કર રાધી...પેટમાંથી પણ અવાજ આવવા લાગ્યા.🤨😡

પાણી પીયને હું ફરી વેફર તરફ વળી.
એ ફરી શરૂ થઈ ગયા.

he:રાધી શટઅપ યાર કોણ કહે છે,તને આવું બધું કરવાનું કોઈ નથી કેહતું!!શુકામ કરવું એવું બધું??
😠😠😠😠

me:કેમ??!!લગ્ન પછી મારુ પહેલું વ્રત છે, અને બધા રાખે છે હું શુકામ ન કરું.અને મેં ગયા વર્ષે પણ રાખ્યુતું.જોકે ત્યારે રાખવું તો નહતું પણ ફઇ છેને એમને પરાણે કરાવ્યું.🤭

he:હા મને ખબર છે સાંજે બેહોશ પણ તું જ થઈ હતીને!!તને ડોક્ટર પાસે લઈ જવા વાળો હું જ હતો.😒

me:હા તો મેં થોડું કહ્યુંતું, તમને કે તમે મને લઇ જાવ....હુહ...હહઅઅઅ...ફરી ઓડકાર આવ્યો...

he:બંધ થા તું!!!અને હા હું તારા કહ્યા વગર જ લઈ ગ્યોતો પણ શું કરું!!મારા મહારાણી તમે તો ચક્કર ખાઈને પડયા હતા. અને હું તો જાગરણ કરાવવા આવ્યો હતો. મને શું ખબર એવું થશે નહીં તો ત્યારે જ વ્રત ના કરવા દેત તને.🤨


me:હા ભલે લ્યો હટો અહીંથી...મને પાણી લઇ આવી દ્યો જાવ....હું ત્યારે પણ નહોતી માની અને આજે પણ નહીં જ માનું.😏😏😏

he:ઓકે ફાઇન તને જે કરવું હોય એ કર.😒

me:હોં....😱😱😱તમને કંઈ ફરક નહીં પડે,હું ખાવ કે ના ખાવ.🥺

he:હા કેમકે હું ચેલેન્જ કરી શકું,તું વ્રત ના કરી શકે,તારાથી થાય જ નઇ.અને ઓવરએક્ટિંગ ના કર જરાય સારી નથી લાગતી.😏

me:હો....😱કેવા માણસ છે ભગવાન!!! આ તો જો!! તમારે મને હિંમત આપવી જોઈએ,મારો ઉત્સાહ વધારવો જોઈએ પણ ના તમે તો મનોબળ તોડો છો!!! ના થાય,ના કરી શકે....હુંહ...

he:દિકુ હું કવ છું ને તું નઇ કરી શકે....😎

me:કેમ ના કરી શકું???🤨

he:મારા સામે ઉપરથી નીચે હાથ કરતા એ બોલ્યા...તારા બે જ કામ છે આખો દિવસ બકવાસ કરવી અને ચણવું,ચકલીની જેમ આખો દિવસ મોઢું ચાલુ હોય તારું!!!!😏😉

me:હા તો!!??🙄😏

he:પોતાને જો એકવાર...અત્યાર સુધીનું બધું આજે જ ખાઈ લીધું તે...અનીદીદીએ તારું નામ ટીટી તારા લખણ જોઈને જ રાખ્યું છે, એ નામ તારા માટે નઇ તું એ નામ માટે જ બની હોય એવું લાગે છે...અને તો પણ હું તને ચેલેન્જ આપું છું.... તારાથી નઈ થાય!!!😅😅😅

બેડ પર ચડીને એમના સામે ચપટી વગાડતા હું બોલી...

me:ઓય દાઢીવાળા બાવા તમે હજુ મને ઓળખતા નથી હો!!!😤😤😤

હાથ પકડીને નીચે ઉતરતા એ બોલ્યા...
he:ઓહકે જો હું જીત્યો તો આજ પછી નો વ્રત....તું કોઈ પણ વ્રત નઇ કરે👆અને પાગલ બેડ પર ચડીને બોલવાથી તારી હાઈટ વધી નઇ જાય😜😜

me:ઓય હાઈટ પર નઇ જવાનું હા...અને રહી વાત ચેલેન્જની તો ડન🤝તમારી શરત મંજુર છે😎પેલા જીતીને તો બતાવો...હુહ કેહતા હું સુઈ ગઈ....🥱😴😴

To Be continued.....

Next part Will Publish soon....

~_~_~_~_~_~_