સપના ની ઉડાન - 40 Dr Mehta Mansi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપના ની ઉડાન - 40

રોહન પ્રિયા ને લઈ ને હોટેલ તરફ જઈ રહ્યો હતો. રસ્તામાં પણ પ્રિયા નોન સ્ટોપ બોલી રહી હતી.. રોહન પણ તેની વાતો સાંભળી હસતો હતો. વચ્ચે આઈસ્ક્રીમ ની દુકાન આવી.
પ્રિયા : રોહન.... આઈસ્ક્રીમ...
રોહન : ના પ્રિયા અત્યારે નહિ.. કાલે પાક્કું ખવડાવિશ.. ઓકે..
પ્રિયા : ના ..ના મારે અત્યારે જ ખાવો છે..

રોહન ના પડતો હતો પણ પ્રિયા તો એકદમ નાના બાળક ની જેમ આઈસ્ક્રીમ ખાવા માટે જીદ કરવા લાગી ગઈ..

રોહન : ઓકે ઓકે.. લાવું છું.. ક્યો આઈસ્ક્રીમ લાવું ?
પ્રિયા : હમમમમમ... ( પ્રિયા ગાલ પર આંગળી રાખી વિચાર કરતા બોલી )
રોહન : હમમ શું પ્રિયા... ?
પ્રિયા : અરે ! હું વિચારું છું..
રોહન : ઓહ....
પ્રિયા : હા..... મારા માટે એક ચોકલેટ આઈસ્ક્રીમ, એક વેનીલા, એક મેંગો...
રોહન : અરે ! આટલા બધા આઈસ્ક્રીમ કોણ ખાશે ?
પ્રિયા : હું ખાઈશ... જા.. લઈ આવ.. ત્રણેય લાવજે હો..

રોહન ત્રણેય આઈસ્ક્રીમ લઈ આવ્યો. આઈસ્ક્રીમ લાવતા જ પ્રિયા એ ત્રણેય તેના હાથ માંથી લઈ લીધા.. તે તરત ત્રણેય આઈસ્ક્રીમ નું કવર કાઢવા લાગી...
રોહન : પ્રિયા... ત્રણેય એકસાથે ના ખોલાય.. ઓગળી જશે....
પ્રિયા : ના.. હું આમ જ ખાઈશ..

પ્રિયા ત્રણેય વારાફરતી ખાવા લાગી. આ જોઈ રોહન ને ખૂબ જ હસવું આવી રહ્યું હતું. તેણે તરત મોબાઈલ કાઢી પ્રિયા નો ફોટો પાડી લીધો. પછી તે પ્રિયા ની સામે જોઈ ને સ્માઈલ કરી રહ્યો હતો. અચાનક પ્રિયા નું ધ્યાન ગયું..
પ્રિયા : રોહન તું શું કરે છે .... ?
રોહન : શું ?
પ્રિયા : તું મારા આઈસ્ક્રીમ પર નજર લગાવી રહ્યો છો... આ ત્રણેય મારા છે હું એકલી જ ખાઈશ...
રોહન : હા બાબા... એ તારા જ છે.. હું પાછળ ફરી જાવ છું બસ...

રોહન પાછળ ફરી ગયો. થોડીક વાર થતાં પ્રિયા તેની પાસે આવી અને તેને બોલાવવા પાછળથી રોહન નો શર્ટ ધીમેથી ખેંચ્યો. રોહન એ તેની સામે જોયું તો તેણે એક આઈસ્ક્રીમ તેની તરફ કર્યો ..આ જોઈ રોહન તેની સામે આશ્ચર્ય થી જોવા લાગ્યો..
પ્રિયા : આઈસ્ક્રીમ.. તારા માટે..
રોહન : પણ તારે તો આ આઈસ્ક્રીમ એકલી એ જ ખાવા હતા ને !
પ્રિયા : ના..મારા બેસ્ટ ફ્રેન્ડ ને મુકીને હું કેમ ખાઈ શકું...

આ સાંભળી રોહન એ સ્માઈલ કરીને આઈસ્ક્રીમ લઈ લીધો. અને તે પણ ખાવા લાગ્યો. પછી રોહન પ્રિયા ને લઈ હોટેલ એ આવ્યો..અંદર રૂમ માં જતા જ પ્રિયા બેડ પર જઈ બેઠી ગઈ. રોહન તેની સામે ઊભો હતો..
રોહન : પ્રિયા .. હવે સુઈ જા..
પ્રિયા : ના.. મારે હજી ઘણી ... બધી.. વાતો કરવી છે.. તું બેઠ ને અહીંયા...

રોહન તેની બાજુમાં બેસી ગયો. પછી પ્રિયા પહોળા હાથ કરી બેડ પર સુઈ ગઈ.. તેણે રોહન ને પણ ઈશારા માં આમ કરવા કહ્યું.. રોહન પણ તેનું માન રાખવા પહોળા હાથ કરી તેની જેમ જ બેડ પર સૂતો.. આ જોઈ પ્રિયા તેની સામે જોઈ હસવા લાગી.. પછી તે ધીમેથી આવી રોહન ના હાથ પર માથું રાખી સુઈ ગઈ... રોહન તો જોતો જ રહી ગયો. પછી તે પણ તેના ચહેરા માં ખોવાઈ ગયો.. પ્રિયા બારી માંથી બહાર આકાશ ને જોઈ રહી હતી.. તે જાણે કોઈ નાનું બાળક હોય તેમ અત્યંત ભોળપણ સાથે બોલી..,

" રોહન ! આ જો.. આકાશ કેટલું સુંદર લાગી રહ્યું છે.. આ ચમકતા તારા.. હંમેશા આ આકાશ ની સાથે રહે છે.. એવી જ રીતે તું પણ એક સ્ટાર ની માફક છો હંમેશા મારા માટે શાઈન કરે છો અને હંમેશા મારી સાથે રહે છો...'

રોહન આ સાંભળી તેની આંખો માં જ જોઈ રહ્યો.... પ્રિયા એકદમ શાંત થઈ ચમકતા તારા જોઈ રહી હતી...ધીમે ધીમે તેની આંખ મીંચાઈ ગઈ.. અને તે રોહન ના હાથ પર જ સુઈ ગઈ.. થોડી વાર રહીને રોહન એ ધીમેથી પોતાનો હાથ લઈ લીધો અને પ્રિયા ને સરખી સુવડાવી તે સોફા પર જઈ સુઈ ગયો... આ રાત તેના માટે સૌથી ખાસ અને સૌથી યાદગાર હતી....

બીજા દિવસે સવારે રોહન વહેલા ઊઠી ગયો હતો પણ પ્રિયા હજી સુઈ રહી હતી.. ૧૦ વાગ્યા આસપાસ પ્રિયા ની આંખ ખુલી...તેને ઉઠતા જ માથું ખૂબ ભારે ભારે લાગી રહ્યું હતું... તેણે ઘડિયાળ સામે જોયું તો ૧૦ વાગ્યા હતા તે ધીમા અવાજ માં માથું પકડી બોલી,
" ઓહ નો.. ૧૦ વાગી ગયા... આ માથું કેમ ખૂબ ભારે ભારે લાગે છે... ? આહ..... "

રોહન : ગુડ મોર્નિંગ પ્રિયા...( રોહન એ એક ગ્લાસ પ્રિયા ને આપતા કહ્યું...)
પ્રિયા : આ શું છે ?
રોહન : તારા માથા ના દુખાવા નો ઇલાજ..
પ્રિયા : વોટ ?
રોહન : અરે ! લીંબુ નું પાણી છે.. પીય જા..

પ્રિયા એ લીંબુ નું પાણી પીધું.. પછી તે થોડી વાર માં ફ્રેશ થઈ તૈયાર થઈ ગઈ. પણ તેને પાર્ટી પછીનું કંઈ યાદ આવતું નહોતું.. તે ક્યારની એ યાદ કરવાની કોશિશ કરી રહી હતી.. અંતે તેને રોહન ને પૂછ્યું..
" રોહન... આપણે અહી ક્યારે આવ્યા ? મને કંઈ યાદ કેમ નથી આવતું..? "

આ સાંભળી રોહન સ્માઈલ કરવા લાગ્યો.. તેને એ રાત ની બધી વાતો યાદ આવવા લાગી..
પ્રિયા : તું સ્માઈલ કેમ કરે છો ? મને જવાબ આપ હું તને કંઇક પૂછું છું..
રોહન : હા.. એ પ્રિયા તે કાલે પાર્ટી માં શરબત ની જગ્યા એ બિયર પીય લીધી હતી...
પ્રિયા : વોટ ?
રોહન : હા... એ પેલા અખિલેશ એ તારું શરબત બિયર સાથે ચેન્જ કરી દીધું હતું..
પ્રિયા : ઓહ...નો.. પછી શું થયું રોહન ? ( પ્રિયા ગભરાઈ ગઈ )

આ જોઈ રોહન જોર જોરથી હસવા લાગ્યો... તે પ્રિયા ને બધી વાત કહેવા લાગ્યો..
પ્રિયા : શું ? મે આવું બધું કહ્યું તને ?
રોહન : અરે ! આતો કંઈ કંઈ નથી આગળ તો સાંભળ તું આઈસ્ક્રીમ ખાવા માટે એકદમ નાના બાળક ની જેમ જીદ કરી રહી હતી.. અને એકસાથે ત્રણ આઈસ્ક્રીમ ખાઈ રહી હતી..
પ્રિયા : હે ? એકસાથે ત્રણ ? નો હોય.. હું એવું કરું જ નહિ...
રોહન : આ જો તારો ફોટો ( રોહન એ પ્રિયા ને મોબાઈલ માં ફોટો બતાવતા કહ્યું )

પછી રોહન જોરજોરથી હસવા લાગ્યો પ્રિયા પણ શરમાઈ ગઈ અને સ્માઈલ કરવા લાગી.
પ્રિયા : રોહન મારા કારણે તું બહુ પરેશાન થયો ને ?
રોહન : હા.. તો..... તને અહી હોટલ એ કેમ પહોંચાડી એ તો મને જ ખબર છે...
પ્રિયા : રોહન મારા કારણે તને જે તકલીફ થઈ એ માટે સોરી... પ્લીઝ મને માફ કરી દે..
રોહન : સોરી... ? આ માટે તો હું તને માફ કરી દવ પણ રાત્રે હોટેલ ના રૂમ માં આપણી બે વચ્ચે જે થયું એનું શું ?
પ્રિયા : વોટ ? હોટેલ ના રૂમ માં ? આપણી બે વચ્ચે શું થયું ? મે કઈ કર્યું ? કંઇક તો બોલ રોહન..
રોહન : શું બોલું ...? મને તો કહેતા પણ શરમ આવે છે...

આ સાંભળી પ્રિયા રડવા લાગી... તેના ડુસકા નો અવાજ રોહન ને સંભળાયો તેણે જોયું તો તે રડતી હતી...
રોહન : અરે અરે ! પ્રિયા તું કેમ રડે છો ? અરે હું તો મસ્તી કરું છું બાબા... રાત્રે કંઈ નથી થયું રૂમ માં ....

આ સાંભળી પ્રિયા રડતા રડતા રોહન ને મારવા લાગી.. અને કહેવા લાગી.. "તું બોવ ખરાબ છો.. તારી સાથે નથી બોલવું જા... "

રોહન હસતા હસતા , " અરે સોરી બાબા.... પ્લીઝ.. હું તો તારી સાથે થોડો મજાક કરતો હતો.. તારો માથાનો દુખાવો દૂર કરવા... "

પ્રિયા : આવો કોઈ મજાક કરે ?
રોહન : ok sorry હવે ક્યારેય નહી કરું બસ... ચાલ હવે સ્માઈલ કર.. નહીતો તારો પેલો આઈસ્ક્રીમ વાળો ફોટો ગ્રુપ માં મોકલી દઈશ...

આ સાંભળી પ્રિયા પણ હસવા લાગી.... પછી બંને બાકીના સ્થળ એ ફરવા ગયા અને સાંજે પાછા અમદાવાદ આવવા નીકળી ગયા.. તે બંને મોડી રાત્રે ઘરે પહોંચી ગયા.. હવે પ્રિયા એકદમ ફ્રેશ લાગતી હતી... તેણે દીવ માં ખૂબ એન્જોય કર્યું હતું.. તેને રોહન ની સાથે ફરવામાં ખૂબ જ મજા આવી.. પ્રિયા એ ઘરે બધાને આખી ટ્રીપ વિસ્તારથી જણાવી.. બધા માટે લાવેલી ગિફ્ટ પણ તેમને આપી.

પછી રોહન અને પ્રિયા ફરી પોતાના કામ પર લાગી ગયા.. ઘર થી હોસ્પિટલ અને ક્યારેક કેમ્પ તો ક્યારેક એનજીઓ.. બંને સાથે મળી ખૂબ મહેનત કરતા હતા.. હોસ્પિટલ ખોલવા માટે તેમનો જે પ્રોજેક્ટ હતો તેમાં પણ તેઓ પૂરતું ધ્યાન આપી રહ્યા હતા. ઘર ના બધા પ્રિયા અને રોહન ને નોટિસ કરી રહ્યા હતા..પ્રિયા જ્યારે રોહન ની સાથે હોય ત્યારે તે ખૂબ ખુશ રહેતી... મહેશભાઈ ને મનમાં લાગી રહ્યું હતું કે પ્રિયા ને રોહન જેવા જ જીવનસાથી ની જરૂર છે.. તેમણે પોતાના મન ની વાત પ્રિયા ના માતા પિતા ને કરી. પ્રિયા ના પિતા એ તેમને કહ્યું કે તેઓ આ વિશે પ્રિયા સાથે વાત કરશે.

To Be Continue....