સવાર નો સમય હતો. પ્રિયા અને રોહન એનજીઓ ના કામ ને લઈ ડિસ્કસ કરી રહ્યા હતા. એ સમયે ડોર બેલ વાગ્યો.. પ્રિયા એ જઈ ને દરવાજો ખોલ્યો તો ત્યાં સામે ઊભેલી વ્યક્તિ ને જોઈ તેના ચહેરા પર મુસ્કાન આવી ગઈ.. તે સીમા હતી. પ્રિયા તેને ભેટી પડી. સીમા સાથે એક બીજો વ્યક્તિ પણ હતો. તે બંને અંદર આવ્યા. રોહન પણ સીમા ને જોઈ ખૂબ ખુશ થયો.
પ્રિયા : વોટ અ સરપ્રાઈઝ સીમા... ઘણા સમય પછી.. હા..
સીમા : હા..પ્રિયા અમિત ક્યાં ? હવે તો તમારા લગ્ન પણ થઇ ગયા હશે ને !
આ સાંભળતા પ્રિયા ઉદાસ થઈ ગઈ. રોહન પણ પ્રિયા ની સામે જોવા લાગ્યો... પણ પ્રિયા એ થોડીક વાર રઈ નોર્મલ થતાં જવાબ આપ્યો..
" ના.. બે વર્ષ પહેલા..એક કાર એક્સિડન્ટ થયું અને અમિત... "
આમ બોલી તે ઉદાસ થઈ ગઈ.. તેની આંખો ભીની થઈ ગઈ. સીમા સમજી ગઈ.. તે બોલી
" ઓહ.. આઇ એમ રિયલી સોરી...મને ખબર નહોતી... તમે ઠીક છો પ્રિયા ? "
પ્રિયા : હા, આઇ એમ ઓકે.. સીમા ..આમને મે કંઇક જોયા હોય એવું લાગે છે..
આ સાંભળી સીમા એ અને તે વ્યક્તિ એ એકબીજાની સામે જોઈ સ્માઈલ કરી અને પછી સીમા એ તે વ્યક્તિ નો હાથ પકડી પ્રિયા ને કહ્યું,
" પ્રિયા.. આ સમીર છે... ડાયરી નો ફોટો.. યાદ આવ્યું ? "
પ્રિયા : હા...
સીમા : હું સમીર ને તમારી સાથે જ મળાવવા લઈ ને આવી છું.. એકચ્યુલી અમે બંને એ લગ્ન કરી લીધા છે...
પ્રિયા : ઓહ વાવ... Congratulations...
સીમા : ધન્યવાદ... પ્રિયા ! ઝીવા ક્યાંય દેખાતી નથી..
પ્રિયા : ઝીવા સ્કૂલ ગઈ છે..
સીમા : પ્રિયા અમે તમારી સાથે એક જરૂરી વાત કરવા આવ્યા છીએ..
પ્રિયા : હા કહો ને !
સીમા : વાત એવી છે કે , હું અને સમીર ઝીવા ને એડોપ્ટ કરવા માંગીએ છીએ..
પ્રિયા : ( ખુશી સાથે ) અરે ! વાહ ખૂબ સરસ વિચાર છે.. પણ આ નિર્ણય આપણે ઝીવા પર મૂકવો જોઈએ.
સીમા : હા , અફકોર્સ પ્રિયા.. હું તો બસ આ વિચાર તમારી સમક્ષ રજૂ કરવા માંગતી હતી...
સમય જતાં સીમા એ અને સમીર એ કાનૂની રીતે ઝીવા ને એડોપ્ટ કરી લીધી. અને ઝીવા ના ગયા પછી તો પ્રિયા વધુ ગુમસૂમ રહેવા લાગી. એકદિવસ તે ચાલીને રસ્તા પર જઈ રહી હતી. તે પોતાના વિચારો માં ખોવાઈ ગયેલી હતી.. અચાનક સામેથી મોટો ટ્રક તેની સામે આવી રહ્યો હતો. પ્રિયા નું ધ્યાન નહોતું, તે તો તેની તરફ આગળ વધી રહી હતી.. જેવો ટ્રક પ્રિયા ને ટક્કર મારતો એ પહેલાં રોહન એ આવીને પ્રિયા ને ખેંચી લીધી... પ્રિયા તો અચાનક આવું બનવાથી સ્તબ્ધ રહી ગઈ...
રોહન એ તેને હલાવતા ગુસ્સામાં કહ્યું,
" પ્રિયા ! તારું ધ્યાન ક્યાં હતું ? સામેથી ટ્રક આવતો હતો.. તને કંઇક થઈ જાત તો... "
રોહન ની આંખ માંથી આંસુ વહી રહ્યા હતા. અચાનક પ્રિયા રડવા લાગી અને બોલી, " થઈ જાત તો સારું હતું.. રોહન..આ દર્દ ભરેલી જીંદગી થી હું થાકી ગઈ છું.. "
રોહન : બસ પ્રિયા... આ છેલ્લી વાર કહી દીધું એ કહી દીધું.. હવે ક્યારેય કહેતી નહિ.. તે મારું ક્યારેય વિચાર્યું છે ? તને કંઇક થઈ જાત તો મારું શું થાત ?
પ્રિયા રોહન ને ભેટી ને રડવા લાગી.. રોહન તો સમજતો જ હતો કે પ્રિયા ખૂબ દુખી છે અને આજે તેણે પ્રિયા ના મોઢે થી સાંભળી પણ લીધું. રોહન એ મન માં વિચારી લીધું કે હવે તેને કંઇક કરવું જ પડશે...
આજે રાત્રે રોહન ને ઊંઘ આવતી નહોતી.. તે પ્રિયા ને કઈ રીતે ખુશ કરવી એ વિચારી રહ્યો હતો.. અચાનક તેને કંઇક યાદ આવ્યું અને તે એકદમ ઉભો થઈ ખુશ થવા લાગ્યો.. તે ઉત્સાહ પૂર્વક બોલ્યો.." અરે યાર ! આટલી મોટી વાત હું કઈ રીતે ભૂલી શકું.. કાલે પ્રિયા નો બર્થડે છે..કાલે હું તેને એવી સરપ્રાઈઝ આપીશ ને કે પ્રિયા પોતાના બધા દુઃખ ભૂલી જશે... યસ.. thank u ભગવાન .. આ વાત મને યાદ કરાવવા માટે.."
તેણે ઘડિયાળ માં જોયું તો હજી ૧૦ વાગ્યા હતા.. તે તરત પ્રિયા ના ઘરે આવવા નીકળી ગયો. તેણે પરી અને વિશાલ ને પણ ઘરે આવવા જણાવી દીધું. પ્રિયા તો પોતાના રૂમમાં સુઈ ગઇ હતી. વિશાલ અને પરી બહાર થી કેક અને બીજી જરૂરી વસ્તુ લેતા આવ્યા.. પ્રિયા ના રૂમ માં એકદમ અંધારું હતું.. જેવા ઘડિયાળ માં ૧૨ વાગવા આવ્યા.. ત્યાં રોહન એ પોતાનું નાટક શરૂ કર્યું..
રોહન એ બે કપ સાથે દોરી બાંધી એક કપ પ્રિયા ના કાન પાસે રાખી દીધો અને પોતે શેટી ની નીચે સંતાઈ ગયો. તે બીજો કપ પોતાની પાસે રાખી ડરાવની અવાજ માં બોલ્યો," પ્રિયા... ઓ...પ્રિયા..પ્રિયા.. " પછી ડરાવની રીતે હસવા લાગ્યો.. પ્રિયા આ સાંભળી એકદમ જાગી ગઈ.. આ સાથે રોહન એ પ્રિયા પાસે રહેલો કપ ખેંચી લીધો..
પ્રિયા : કોણ છે અહીંયા...?
તે આમતેમ જોવા લાગી.. આ સાથે પરી લાલ સફેદ સાડી માં વાળ છૂટા રાખી તે વાળ થી પોતાનું મોઢું ઢાંકીને પ્રિયા ના દરવાજા પાસે થી નીકળી.. પ્રિયા એ તેને જોઈ તો તે વધુ ગભરાઈ ગઈ .. તે તેની પાછળ ગઈ..
પ્રિયા : કોણ છે ત્યાં ?
પ્રિયા બહાર આવી ત્યાં પરી સંતાઈ ગઈ.. બાર બધે અંધારું હતું.. હવે વિશાલ એ બહાર ના મેઈન હોલ નો દરવાજો બહાર થી ખખડાવવા નો શરૂ કર્યો.. પ્રિયા દોડતા દોડતા ત્યાં ગઈ તો તે અવાજ બંધ થઈ ગયો.. તેણે ધીમેથી દરવાજો ખોલ્યો તો ત્યાં કોઈ નહોતું..પણ તેને નીચે એક ચિઠ્ઠી પડેલી જોઈ.. તેણે ચિઠ્ઠી લઈ ખોલી તો તેમાં લખ્યું હતું, " look back.. " આ વાંચી તે પાછળ ફરી ત્યાં એકદમ લાઇટ થઈ અને બધા સાથે બોલ્યા ," સરપ્રાઈઝ... " પ્રિયા આ જોઈ દંગ રહી ગઈ.. ચારે બાજુ લાઈટિંગ કરેલી હતી, સાથે બલૂન અને બીજી વસ્તુ થી રૂમ શણગારેલો હતો.. સામે પરી happy નું , વિશાલ birthday નું અને રોહન priya લખેલું પેમ્પ્લેટ લઈ ઊભા હતા. બધા એકસાથે બોલ્યા..' હેપ્પી બર્થડે પ્રિયા.. "
પ્રિયા આ સરપ્રાઈઝ જોઈ ખૂબ ખુશ થઈ ગઈ.. પછી પ્રિયા એ કેક કાપી.. અને રોહન એ બધા ના ખૂબ સારા ફોટા પડયા...આ બધું થયા પછી પ્રિયા ખોટો ગુસ્સો બતાવતા બોલી, " એક વાત કહો મને... આ ભૂત બની ડરાવવા નો પ્લાન કોનો હતો.. ? " આમ બોલી તે પરી સામે જોવા લાગી..
પરી : ના હો મારો પ્લાન નહોતો.. હું તો ખાલી કોઈક ના કહેવાથી ચુડેલ બની હતી.. "
પ્રિયા સમજી ગઈ કે આ પ્લાન રોહન નો જ હોય . તે બોલી .., " રોહન... " રોહન આ સાંભળી ભાગ્યો.. પ્રિયા હસતા હસતા તેની પાછળ દોડી .." ઉભો રેતો..બોવ ભૂત બની ડરાવવા નો શોખ છે ને .. હમણાં તારું બધું ભૂત ઉતારું.. " પ્રિયા બોલી.
રોહન : પેલા પકડી તો જો ....
રોહન દોડતા દોડતા પ્રિયા ના રૂમ માં જતો રહ્યો. પ્રિયા તેની પાછળ આવી. પ્રિયા એ એક ઓશીકું લઈ રોહન ને માર્યું.. રોહન એ પણ બીજું ઓશીકું લઈ તેના પર ફેંક્યું. બંને ઓશિકા લઈ લડવા લાગ્યા.. પ્રિયા એ ફરી વાર ઓશીકું રોહન પર ફેંક્યું તો તે બીજી તરફ જઈ પડ્યું.. તો તે રોહન પાસે થી ઓશીકું લેવા પ્રયત્ન કરવા લાગી. તે બંને એક ઓશિકા ની ખેંચા ખેંચી કરતા હતા. અચાનક રોહન નો પગ લપસ્યો તો તે બેડ પર પડ્યો આ સાથે પ્રિયા પણ ખેંચાઈ ને રોહન પર પડી.. હવે રોહન ની એકદમ ઉપર પ્રિયા હતી.. તે બંને એકબીજાની આંખો માં જોઈ રહ્યા હતા.. થોડાક સમય સુધી તેઓ એવી રીતે જ જોતા રહ્યા.. અચાનક પ્રિયા ને ભાન થતાં તે ધીમેથી ઊભી થવા ગઈ ત્યાં તે જોરથી રોહન તરફ ખેંચાણી કેમ કે તેના વાળ રોહન ના શર્ટ ના બટન માં ભરાઈ ગયા હતા.
રોહન હજી પ્રિયા ની આંખો માં જોઈ રહ્યો હતો.. તેણે તેની સામે જોતા જોતા જ પ્રિયા ના વાળ પોતાના બટન માંથી કાઢવા લાગ્યો પ્રિયા પણ રોહન ની સામે જોઈ રહી હતી. વાળ નીકળતા જ તે ઊભી થઈ રોહન થી નજર છુપાવી જતી રહી..
રોહન તો ખુશ થઈ ગયો.. તે બેડ પર સુતા સુતા જ બંને હાથ પહોળા કરી બોલ્યો..
" હાય... કાશ આ સમય અહી જ ઉભો રહી જાય... " આમ બોલી તે ફરી પોતાના સપના માં ખોવાઈ ગયો.. થોડાક સમય પછી તે પણ બહાર આવતો રહ્યો. તે ઘરે જઈ રહ્યો હતો ત્યાં પ્રિયા પાસે જઈ બોલ્યો,
" પ્રિયા ! કેવી લાગી સરપ્રાઈઝ..? "
પ્રિયા : બોવ બોવ બોવ મસ્ત.. thank u so much રોહન .
રોહન : જો તારે આમ જ દરેક વાત માં thank you કહેવું હોય તો સવારે ઘણા બધા thank you સાથે તૈયાર રહેજે કેમ કે હજુ ઘણા બધા સરપ્રાઈઝ બાકી છે.. સાંભળ કાલે સવારે આઠ વાગે તૈયાર રહેજે..
પ્રિયા : કેમ ક્યાંય જવાનું છે ?
રોહન : હા , પણ એ સરપ્રાઈઝ છે.
આમ બોલી તે જતો રહ્યો. સવારે આઠ કલાકે રોહન અને પ્રિયા ગાડી માં બહાર જવા નીકળી ગયા. રોહન એ પ્રિયા ની આંખે એક પટ્ટી બાંધી દીધી.
પ્રિયા : અરે રોહન આપણે ક્યાં જઈએ છીએ ? અને આ પટ્ટી શું કરવા બાંધી ?
રોહન : અરે હમણાં ખબર પડી જશે..
રોહન પ્રિયા ને એક જગ્યા એ લઈ ગયો. ત્યાં જઈ તેણે પ્રિયા ની આંખ ની પટ્ટી ખોલી. સામેનું દૃશ્ય જોઈ પ્રિયા ખૂબ ખુશ થઈ ગઈ. સામે ઘણા બધા બાળકો ઊભા હતા. બધા માનસિક રીતે અસ્વસ્થ હોય તેવા હતા. તે બધા ના માથા પર હેપી બર્થડે ની ટોપી હતી... તેઓ પ્રિયા માટે તાળી પાડી રહ્યા હતા.. તેમને જોઈ પ્રિયા ની આંખ માંથી આંસુ આવવા લાગ્યા... પ્રિયા બધા બાળકો ને મળી, રોહન અને પ્રિયા તેમની સાથે ખૂબ રમ્યા, રોહન એ બધા બાળકો ને નાસ્તો કરાવ્યો અને છેલ્લે આઈસ્ક્રીમ ખવડાવ્યો. તે બંને એ તેમની સાથે ખૂબ મજા કરી.
ત્યાંથી રોહન પ્રિયા ને વૃદ્ધાશ્રમ લઈ ગયો. ત્યાં પણ બંને એ બધા સાથે ખૂબ આનંદ કર્યો. રોહન એ બધી વૃદ્ધ સ્ત્રીઓ ને સાડી અને વૃદ્ધ પુરુષો ને સાલ આપી. ત્યાર બાદ રોહન પ્રિયા ને મૂંગા બહેરા બાળકો ની શાળા એ લઈ ગયો. તેમણે તે બધા બાળકો ને પણ નાસ્તો કરાવ્યો અને ખૂબ ફોટા પણ પડ્યા. પ્રિયા અને રોહન નો આખો દિવસ આવી રીતે જ વિતી ગયો. રોહન હવે છેલ્લે પ્રિયા ને એ જગ્યા એ લઈ ગયો જ્યાં તે પ્રિયા ને પ્રપોઝ કરવાનો હતો. તે દિવસ ની જેમ આજે પણ તેણે તે જગ્યા ખૂબ સરસ શણગારી હતી. પ્રિયા એ અને રોહન એ ત્યાં ડિનર કર્યું અને ત્યાં પાળ પર બેસી નદી ને જોતા રહ્યા અને ખૂબ વાતો કરી.
રોહન એ આ આખા દિવસ માં પ્રિયા ને અમિત ની યાદ આવવા દીધી નહોતી. આજે રોહન ને પોતાની પહેલાં જેવી પ્રિયા મળી ગઈ હતી. પ્રિયા પોતાને ખૂબ હળવી અનુભવી રહી હતી.
પ્રિયા : રોહન ! Thank you so so so much. તને ખબર છે આ મારો અત્યાર સુધીનો બેસ્ટ બર્થડે છે.
આમ બોલી તે રોહન ને ભેટી ગઈ.
રોહન : પ્રિયા ! આ બધું મે તારા માટે કર્યું છે.. તું ખુશ રહે તેનાથી વધારે મારા માટે શું હોઈ શકે.. આ દિવસો માં જાણે મારી પ્રિયા જાણે ક્યાંક ખોવાઈ ગઈ હતી.. પણ આજે એ પાછી આવી ગઈ છે.. તું બસ આમ જ હંમેશા હસતી રહે.. તને ખબર છે પ્રિયા હું તને આ બધી જગ્યા એ શા માટે લઈ ગયો ?
પ્રિયા : ના ...
રોહન : કેમકે આ બધા એવા લોકો છે જેણે પોતે કંઈ ને કંઈ ગુમાવ્યું છે.. તે બાળકો કે જે માનસિક રીતે અસ્વસ્થ હતા, તેમને પોતાના જ પરિવારે છોડી દીધા છે, તે વૃદ્ધ માતા પિતા જેને પોતાના જ બાળકો એ કાઢી મૂક્યા છે, તે મૂંગા બહેરા બાળકો જેણે પોતાની બોલવાની કે સાંભળવાની ક્ષમતા ગુમાવી દીધી છે.. પણ છતાં તે બધા આનંદ થી રહે છે.. તેમણે પોતાની પરિસ્થિતિ સાથે રહેતા શીખી લીધું છે. આ જીવન છે, ક્યાં સમયે શું થઈ જાય તેની કોઈને ખબર નથી. તો આપણે શા માટે દુઃખો ના પહાડ લઈને ફર્યા કરીએ છીએ.
આપણે દરેક પરિસ્થિતિ નો સ્વીકાર કરી લેવો જોઈએ અને આનંદ થી જીવવું જોઈએ. આટલી અમૂલ્ય જીંદગી ને શા માટે વેડફી દઈએ ? મને ખબર છે એ દિવસે જે થયું એ અત્યંત દર્દસભર હતું તારા માટે પણ અને અમારા માટે પણ. પણ શું આપણે તેને બદલી શકીશું ? નહિ ને ? તો આટલો પશ્ચાતાપ શા માટે પ્રિયા ? હું તને બધું ભૂલી જવાનું નથી કહેતો પણ બસ તને પહેલાની જેમ ઉડવાનું કહું છું. તને આનંદ માં જીવવા નું કહું છું. અને એ માત્ર બહારથી નહિ પણ અંદર થી પણ. અમિત હંમેશા આપણા બધા ના દિલ માં હાજર છે જ. જો તું આવી રીતે રહીશ તો તારા સપના કેમ પૂરા કરીશ ? તો હવે મને વચન આપ કે હવે તું આમ ઉદાસ નહિ રે, અને હંમેશા સ્માઈલ કરતી રહીશ...
પ્રિયા રોહન ની વાત ખૂબ ધ્યાન થી સાંભળી રહી હતી. તે સ્માઈલ કરી ને બોલી,
" તું સાચું કહે છો રોહન .. આપણી જિંદગી તે લોકો જેવી તો નથી જ ને..તો શા માટે આપણે પોતાના જીવન ને એક દુઃખો ના પીંજરા માં બંધ કરી દઈએ છીએ. ખરેખર તો મારે અમિત ના પરિવાર ને હિંમત આપવી જોઈએ પણ અહી તો તે બધા મને હિંમત આપી રહ્યા હતા. કદાચ અમિત પણ મને આ રીતે જોઈ દુઃખી થતા હશે.. હું તને પ્રોમિસ કરું છું રોહન કે હું હવે ઉદાસ નહિ રવ અને સ્માઈલ કરતી રહીશ.. "
આમ બોલી તે ફરી ખુશી સાથે રોહન ને ભેટી પડી.
To Be Continue...