DREAM books and stories free download online pdf in Gujarati

સ્વપ્ન

મેં ક્યારે વિચાર્યું પણ ન હતું કે વળતો જવાબ મને આ મળશે.

જ્યારે મારા લગ્ન થયા ત્યારે હું રિતેશ ને ફક્ત ઓળખતી હતી, પણ એમને ખરેખર જાણવા લાગી લગ્નના થોડા દિવસ પછી. જ્યારે તે કમરામાં શાંતિથી આવ્યા અને મને પૂછ્યું તમને વાંચવું ગમે છે? એમનો અવાજ ધીમો હતો પણ અમારા મૌન ના લીધે આ કમરાની ચાર દીવાલો વચ્ચે તેમનો અવાજ મને ગુંજતો હોય એવું લાગ્યું.

ડરતા અને અચકાતા અવાજમાં મેં જવાબ આપ્યો. ના.. ના.. મને નથી.. નથી ગમતું.. આ તો એકલી હતી અને.. અને પુસ્તક સામે પડ્યું હતું તો મેં જરાક નજર ફેરવી. પણ સાચું શું હતું ત્યારે તે ફક્ત મારું મન જાણતું હતું. આપણા સ્વપ્ન એકબીજાથી ક્યાંકને ક્યાંક જોડાયેલા હોય છે.
મારું પુસ્તક અને વાંચન માટે આટલો પ્રેમ કેમ છે તે મને ત્યારે સમજાયો, જ્યારે મારા માં, મને શિક્ષક બનવું છે તે સ્વપ્ન એ જન્મ લીધો.

પછાત વર્ગમાં છોકરી નું સ્વપ્ન જોવું તેટલું જ ખરાબ ગણવામાં આવે છે, જેટલું એક સ્ત્રીએ બીજી વખત બીજી બાળકીને જન્મ આપવું. ફક્ત પિતા એ નહીં અહીં મારી મા એ પણ મારા સ્વપ્ન સાથે કંઈ આવુજ કર્યું. તેને મારી નાખવાના પ્રયત્નો.
ક્યારેક હજારો સવાલોથી,
તો ક્યારેક તું છોકરી છે તે કહી ને,
તો ક્યારેક સાસરીયા વાળા શું કહેશે તે કહી ને.
તો ક્યારેક મારી પુસ્તકો સળગાવીને,
તો ક્યારેક તું પારકી પરોજણ છે તે કહી ને.
અને અંતે શાળા છોડાવીને.

શાળા છૂટયા બાદ ધીમે ધીમે મારુ સ્વપ્ન મને મારી અંદર મરતું હોય તેવું લાગ્યું. અને તે મરતાં સ્વપ્નને જોઈ હું લડી પડી બધા સાથે. અને લડવાનું પરિણામ મળ્યું મને મારા લગ્ન,

વિદાય વખતે મને વેલી આવજે, સુખી રહેજે તે કહી ને પરિવાર જનો એ વિદા નોતી કરી. વિદા કરી તો ફક્ત તે કહી ને કે તારી ઝીંદગી હવે તારી નથી રહી હવે તેના પર તારા પતિ નો પૂર્ણ અધિકાર છે. તેની ઈચ્છા વિરુદ્ધ જવું નહીં. અને તેવી કેટલીય વાતો મારા કાન માં નાખી.

લગ્ન પહેલા મેં રિતેશ સાથે ક્યારે વાત ન કરેલી. અને લગ્ન પછી પણ અમારી વધારે વાત ના થતી. તે પોતાના કામમાં વ્યસ્ત રહેતા હતા અને હું ઘરકામમાં. થોડા દિવસ સાથે રહીને મને એટલી ખબર પડી હતી કે તેમનો સ્વભાવ ખૂબ શાંત છે અને તેમને ઓછું બોલવું પસંદ છે. સરળ જિંદગી જીવવી ગમે છે.

તે દિવસે જ્યારે રિતેશ એ મને પૂછ્યું તમને વાંચવું ગમે છે અને જવાબમાં જ્યારે હું અચકાઈ ને બોલી ત્યારે રિતેશ પુસ્તક તરફ જોઈને બોલ્યા મને તો વાચવું જરા પણ ના ગમે. એટલે હું ભણ્યો પણ નહીં. અને ત્યારે મને ખબર પડી તે ફક્ત સાત ચોપડી જ ભણ્યા છે. અને તે શબ્દો સાંભળતા મારા આંખથી એક અશ્રુ આવી પડ્યું. એવું લાગ્યું જાણે મારા સ્વપ્નની છેલ્લી ઉમ્મીદ પણ મરી ગઈ. જે માણસ પોતે જ ભણેલો નથી જેને ભણવા માં કોઈ રસ નથી તે મારા સ્વપ્ન ને કઈ રીતે આદર આપશે? તે મારા સ્વપ્ન ને કઈ રીતે સમજી શકશે? મારા મન ના વિચારો આગળ વધારે વધે તેની પેલા રિતેશ ના શબ્દો મારા કાન પર પડ્યા.

તમને ખબર છે શ્રેયા મને વાંચવા માં જરાય રસ નથી પણ મને કોઈ વાંચીને સંભળાવે તો બહુ ગમે,મને સાંભળવું બહુ ગમે. હું તમને વાચી ને સંભળાવું? મને વાચવુ બોવ ગમે છે હું પોતા ના શબ્દો ને બહાર નીકળતા રોકું તે પહેલાં તે લસરી પડ્યા અને રિતેશ એ સાંભળી લીધા. શું? તને વાંચવું ગમે છે, સાચું કહે છે તું?

અને લગ્ન પછી પહેલી વખત અમારી વાત મોડે સુધી ચાલી. એક બીજાની પસંદ-નાપસંદ, જીવન માં અત્યાર સુધી શું કર્યું, કેટલીય વાતો એકબીજા સાથે કરી એવ લાગ્યું જાણે પતિ ના રૂપ માં એક મિત્ર મળ્યો છે. અને તે ખુશી માં હું બોલી ગઈ મારુ શિક્ષક બનવાનું સ્વપ્ન છે અને તે મને પૂર્ણ કરવું છે. વાત કરતા કરતા અચાનક રિતેશ શાંત થઈ ગયા. એવ લાગ્યું જાણે પોતાના વિચારો માં ખોવાઈ ગયા છે. અચકાતા ફરી મેં પૂછ્યું કંઈ થયું કે? મારાથી કોઈ ભૂલ થઈ? શિક્ષક બનવાની વાત તો મેં અમસ્તા જ કરી હતી. ના કંઈ નથી થયું આટલું કહી તે સૂઈ ગયા. રિતેશ ના આવા જવાબ એ મને મુંજવણ માં મૂકી દીધી. એવ લાગ્યું જાણે પળ માં મને પોતાની કરી હતી અને પળ માં મને પારકી કરી નાખી.

હું ઉઠી ત્યારે રિતેશ બાજુ માં ના હતા. રસોડા માં ગઈ ત્યારે ફક્ત એક લખેલી ચિઠ્ઠી મળી શ્રેયા મેં નાસ્તો કરી લીધો છે. 10 વાગે તું તૈયાર રહેજે આપણે બહાર જવાનું છે.
પોણો કલાક થઈ ગયો હતો મારા અને રિતેશ વચ્ચે એક શબ્દ પણ બોલાયો નહોતો. ના મેં પૂછ્યું ક્યાં જઈએ છીએ આપણે, ના તેમણે મને કહ્યું.

થોડીવાર બાદ રિતેશ એ ગાડી ઊભી રાખી. એક નાનકડા ઘરની સામે. ઘરની આસપાસ નાનકડો બગીચો હતો અને બગીચા ની શોભા વધારતો હતો એક હીંચકો અને તેમાં બેસેલા બે/ચાર નાનકડા છોકરા.

આપણે ક્યાં આવ્યા છીએ? કોની ઘરે આવ્યા છીએ? મેં પૂછ્યું. શ્રેયા તમારા બધા સવાલો ના જવાબ મળી જશે આપણા અંદર ગયા બાદ. જેવ તે બાળકો એ રિતેશ ને જોયા દોડી ને બધા તેમની પાસે આવી ગયા. એવ લાગતું હતું તે છોકરાઓ રિતેશ ને ખુબ સમય થી જાણે છે.

રિતેશ અને હું અંદર ગયા. દસ/પંદર બાળકો જમીન પર બેઠા હતા અને કંઈ લખતા હતા. મારી નજર તેમને શીખવનાર વ્યક્તિ સુધી પોહચી. તેમને જોઈ મને લાગ્યું તે શાળામાં શીખવનાર શિક્ષક તો નથી પણ તે જરૂર જિંદગીના અનુભવથી બનેલા શિક્ષક છે.

અમને જોઈને તેમને કહ્યું, સાંભળો છો આપણો રીતુ આવ્યો છે વહુ સાથે. રિતેશ અને હું વૃદ્ધ દંપતી ને પગે લાગ્યા. ત્યારે રિતેશ બોલ્યા આ નારણ દાદા છે અને આ તેમના પત્ની લલતા દાદી છે. તેઓ વર્ષો થી અનાથ બાળકોને પોતાના ઘરમાં આશરો આપી સંભાળે છે અને બાળકો ને પોતે જ શીખવાડે છે જીવન વિશે પોતાના અનુભવ થી.

દાદા બોલ્યા બેટા હવે અમે આ જવાબદારી તમને સોંપવા માંગી છી. શું તમે આ બાળકો ને એક શિક્ષક, એક મિત્ર બનીને શીખવી શકશો? મારી નજર જવાબ આપવા પહેલાં રિતેશ તરફ વળી અમારી આંખો મળી. એવું લાગ્યું રિતેશ એ મારા બધા સવાલોનો જવાબ ફક્ત આંખનું મટકું મારી ને આપી દીધું. હું દાદા દાદી સામે અશ્રુભરી આંખો સાથે હળવા અવાજ થી બોલી મારા પર આટલો ભરોસો દેખાડી મને આટલી મોટી જવાબદારી સોંપી હું તમને ક્યારેય નિરાશ નહીં થવા દઉં. તમને ખબર છે મારુ શિક્ષક બનવાનું સ્વપ્ન હતું. અને તમે મારુ આ સ્વપન પૂરું કર્યું છે.

દાદી બોલ્યા તારુ આ સ્વપ્ન અમે નહીં રીતુ દીકરા એ પૂરું કર્યું છે તેને જ અમને ફોન કરી ને જણાવ્યું કે.. વાક્ય પૂર્ણ થાતે તે પહેલાં દાદા બોલ્યા દાદી ને ચાલ મારી સાથે બાળકો માટે કંઈ નાસ્તો લઈ આવી.

રિતેશ.. શ્રેયા...અને સાથે બોલ્યા.
તમે બોલો મેં કહ્યું

હું જાણું છું તને શિક્ષક બનવું છે. તારુ સ્વપ્ન ફક્ત પંદર-વીસ બાળકોને ભણાવવા નું નથી. પણ હું ઇચ્છું છું તું અહીં આ અનાથ બાળકો ને ભણાવે. તને પૂછ્યા વગર મેં નિર્ણય લીધો તે બદલ હું માફી માંગુ છું. પણ જેમ તારુ સ્વપ્ન શિક્ષક બનવાનું છે તે મારું સ્વપ્ન હતું મારી પત્ની દિલથી અહીંના બાળકોને સ્વીકારે અને તેમને ભણાવે.

રિતેશ, જન્મ મેં આપ્યો તો સ્વપ્ન ને, તેને રાહ તમે રાપી છે.

મારા સ્વપ્નના કહેવા બાદ મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે વળતો જવાબ મને આ મળશે. તમે મને દાદા દાદી અને આ બાળકો આપીને મારા સ્વપ્નને પૂરું કર્યું છે. તમે મારા જીવનસાથી બન્યા એ વાત નો આજે મને ગર્વ થાય છે.


Written by @heenatales


















બીજા રસપ્રદ વિકલ્પો