મેં પાછળ ફરી ને જોયુ તો તે ઝાડ નજીક ઉભી હતી અને ગોલ્ડન લાન્સેહેડ તેના ખભા ના ભાગ પરથી નીચે આવી રહ્યો હતો ...મારી તો ફાટી ને લાલ થઈ ગયી કેમ કે આ ગોલ્ડન લાન્સેહેડ હતો ના કે દરિયાઈ સાપ !!
આના કરડ્યા પછી બચવું લગભગ ના બરાબર કહી શકાય ...!!
સાપ ધીમે ધીમે મારિયા ના ખભા પરથી નીચે ઉતરી રહ્યો હતો મારા નજર મારિયા ની આંખ માંથી નાનું ચમકતું આંસુ પર પડી તે એકદમ ડરી ગયી હતી મેં મારા મોઢા પર આંગળી મૂકી મારિયા ને ઈશારો કર્યો કે હલીશ નહિ ચૂપચાપ સાપ ને જતો રહેવા દે.હળવેકથી સાપ પગ પરથી પસાર થઈ જતો રહ્યો મેં દોડી ને મારિયા ને મારી બાહો માં સમાવી લીધી મારી આંખ માંથી પણ આંસુ સરી પડ્યા મેં હળવેકથી તેના કપાળ પર વાળ ની લટ હટાવી એક કપાળ પર તસતસતુ ચુંબન છોડી દીધું !!
મારિયા એ હલકું સ્મિત આપ્યું તે પણ મને પસન્દ કરતી હતી પણ તેનામાં પણ પહેલા કહેવાની હિંમત ન હતી પણ અમારા બન્ને ની નજદીકી વધતા તે ખુશ હતી એવું લાગતું હતું.
મેં કપાળ પર ચુંબન કર્યું પણ તેના ગાલ લાલ થઈ ગયા અને વાંકડિયા વાળ માં તે વધારે ખુબસુરત લાગતી હતી.
જોતજોતા માં તેનો હાથ ફરી સાપ પર પડી ગયો મને ખાતરી ન થઈ કે એ એજ સાપ હતો કે બીજો આવી ગયો ગોલ્ડન લાન્સેહેડ બરાબર નો ગુસ્સે ભરાયો અને મારિયા ના એક હાથ પર ડંખ મારી દીધો !!
મેં હળવેકથી મારિયા ને તે સાપ થી દુર કરી મેં બેગ માંથી એન્ટી વેનોમ ના ડોઝ આપવાનું ચાલુ કર્યું અને તેને ઉચકી ને લાઈટહાઉસ લઈ આવ્યો. મારિયા ને અસહ્ય પીડા થતી હતી એ ટોન.. ટન એવું કશું બોલી રહી હતી મેં કહ્યું તું શાંત થઈ જ તને કશુ નહી થાય બસ તું શ્વાસ લેવાનું રાખ અને રિલેક્સ રે હું અહીંયા જ છું તને કશું નહીં થવા દવ. લાઈટહાઉસ લાવતા અડધી કલાક વીતી ગયી હતી ગોલ્ડન લાન્સેહેડ નું ઝેર લગભગ કલાક માં આખા શરીર માં ફેલાઈ જાય હું પણ મૂંઝાયો હતો કરવું તો કરવું છું આનું પછી મેં વિચાર્યું કે બ્રાઝીલ જવા સિવાય છૂટકો નથી નકર મારિયા ની જાન નહિ બચે.
હું ધીમે ધીમે મારિયા ને લાઈટહાઉસ થી જહાજ પર લઈ આવ્યો ડેનિયલ તરત ગુસ્સે ભરાયો અને બોલ્યો મેં તને ના જ પાડી હતી કે મારિયા ને અહીં રહેવાદે મેં ફટાફટ વળતા જવાબ માં ડેનિયલ ને કહ્યું હમણાં બહસ કરવાનો ટાઈમ નથી ફટાફટ બ્રાઝીલ તરફ જહાજ લઇ લે આપણે હવે ઘરે જઈશું.!!
હું મારિયા ને લઈ નીચે ગયો ત્યાં ફિલિપ થોડો હોશ માં હતો તે હવે ધીમે ધીમે રિકવર થતો હતો તે મારિયા ને જોઈ મને પૂછ્યું વળી આને શુ થયું હવે ? મેં આખી સ્ટોરી ફિલિપ ને સમજાવી કે કેવી રીતે ગોલ્ડન લાન્સેહેડે અમને હેરાન કર્યા..
એન્ટી વેનોમ ડોઝ ના કારણે ૪ કલાક વીતી જવા છતાં મારિયા હજુ ભાન માં હતી તેને પીડા થતી હતી આંખ માંથી આંસુ સરી પડતા હતા !!
ડેનિયલ નો અવાજ મારા કાને પડ્યો "એન્ટોનિયો જલ્દી ઉપર આવ !"
મેં ઉપર જઇ ને જોયું તો અમે બ્રાઝીલ પહોંચવા આવ્યા હતા . ત્યાં બંદર પર ઉતારતા જ નજીક ના હોસ્પિટલમાં માં મારિયા ને એડમિટ કરી અને ડેનિયલ ને લેબ જવા મોકલ્યો અને બ્રુનો ને બધી સ્ટોરી જણાવવા કહ્યું.
મેં લગભગ ૩ કલાક જેવી રાહ જોઈ ત્યાં બ્રુનો, ડેનિયલ અને અમારા રિસર્ચ લેબ ના સિનિયરો આવી પહોંચ્યા અમે ICU ની બહાર ડૉક્ટર ના આવવાની રાહ જોતા હતા . મારા મગજ માં મારિયા સાથે વીતેલી પળો ફરતી હતી...
થોડી વાર પછી એક લેડી ડૉક્ટર ICU માંથી બહાર આવ્યા તેના કોટ પર એક લેબલ પર મારી નજર પડી ડૉક્ટર જુલિયા લિમા (Dr. Julia Lima).. બહાર આવતા ની સાથે તને માસ્ક ને ટોપી ઉતારી નાખી અને બોલી "સોરી...!!!"
બસ આ એક શબ્દ થી જ હું આઘાત માં સરી પડ્યો મને મારો જ વાંક લાગવા મંડ્યો બધા એકબીજા ને આશ્વાસન આપવા લાગ્યા હું ત્યાંથી બહાર નીકળી આવ્યો મને ત્યાં શ્વાસ રૂંધાતો હોય એવું લાગ્યું બહાર નીકળતા જ હું રોવા લાગ્યો કાશ મેં મારિયા ની વાત માની લીધી હોત અને અમે પાછા ફર્યા હોત તો આવું ન થાત, બસ મારી પાસે હવે પસ્તાવા સિવાય કશુ ન હતું હું ફરી હોસ્પિટલમાં દાખલ થયો મારા બેગ માંથી બધા રિસર્ચ પેપર બ્રુનો સિલ્વા ને આપી કોઈ ની સામે જોયા વગર અને કશું બોલ્યા વગર ત્યાંથી નીકળી ગયો...
============} સમાપ્ત {============