છાયા ની સાથે ઘરના સભ્યો પણ વિક્રમ હજુ સુધી ઘરે નથી આવ્યો એ વાત થી ચિંતા કરવા લાગ્યા હતા.
છાયા બેટી તે વિક્રમના બધા ફ્રેન્ડ ને ફોન કરી પૂછી જોયું.? વિક્રમના પપ્પા એ છાયા સામે જોઈને કહ્યું.
હા.. પપ્પા સાંજે જ હું જેને ઓળખતી હતી તે બધાને ફોન કરી ને પૂછી જોયુ. કે "વિક્રમ ત્યાં આવ્યો છે.?" પણ કોઈ એ કહ્યું નહિ કે વિક્રમ અહી આવ્યો છે. પપ્પા મને બહુ ચિંતા થાય છે આપ કઈક કરો ને. આંખમાંથી આશુ લૂછતી છાયા બોલી.
પપ્પા વિચારમાં પડી ગયા કે વિક્રમ આખરે ગયો હશે ક્યાં..! વિચાર આવ્યો પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ લખાઈ આવું પણ જ્યાં સુધી ચોવીસ કલાક વીતે નહિ ત્યાં સુધી પોલીસ કોઈ ગુમ થયેલા ની ફરિયાદ લેતું નથી. એટલે વિક્રમ ના પપ્પા ને ચોવીસ કલાક ની રાહ જોવી જ યોગ્ય લાગી. કદાચ વિક્રમ ઘરે પાછો પણ આવી જાય.
દિવસ વીતતો જતો હતો તેમ તેમ છાયા ને વધુ ચિંતા થઈ રહી હતી. બેચેન બનેલી છાયા થી માંડ માંડ સાંજ પડી. સાંજ પડતાં છાયા એ પપ્પા ને કહ્યું. પપ્પા ચાલો ને આપણે પોલીસ સ્ટેશનમાં જઇને વિક્રમ ના ગુમ થયેલ ની ફરિયાદ લખાવતા આવીએ. પોલીસ જરૂર આપણા વિક્રમ ને શોધી આપશે.
છાયા ની વાત માનીને વિક્રમ ના પપ્પા છાયા ને સાથે લઈને પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા. પહેલે થી પોલીસ જીનલ ના કેસ ની એક બીજા પોલીસ કર્મીઓ વાતો કરી રહ્યા હતા. ત્યાં વિક્રમના પપ્પા વિક્રમ ગુમ થયો છે. ઍ માટે અમે ફરિયાદ લખવા આવ્યા છીએ એવું કહ્યું.
આ સાંભળી ને એક બીજા પોલીસ કર્મીઓ સામ સામે જોઈ રહ્યા અને મનના કઈક બોલ્યા. તને નથી લાગતું આ લોકો આપણી પાસે કોઈને કોઈ કેસ લાવીને લોહી પી રહ્યા છે. મારે તો હવે આ પોલીસ સ્ટેશન માંથી બદલી કરીને ક્યાંય જતું રહેવું છે. ભાઈ આપણે આપણું કામ કરવાનું કેસ સોલ થાય કે ન થાય આપણે શું....!??
મનમાં કઈક બબડતા જોઈને વિક્રમ ના પપ્પા બોલ્યા. સાહેબ મારો દિકરો ગુમ થયો છે. આપ જલ્દી તેની ફરિયાદ લઈને તેની શોધખોળ શરૂ કરો ને...!!!
પોલીસ પહેલે થી વિક્રમ ને જાણતી હતી એટલે વધુ કોઈ માહિતી માંગી નહિ બસ ફરિયાદ લખીને વિક્રમ ના પપ્પા અને છાયા ને આશ્વાસન આપ્યું. આપ ચિંતા કરશો નહિ અમે અત્યારે જ તેની શોધખોળ શરૂ કરીએ છીએ.
ઘરે આવતા ની સાથે છાયા એ ફરી વિક્રમ ના ફોન પર ફોન કર્યો પણ ફોન બંધ જ આવી રહ્યો હતો. છાયા વિચારી રહી હતી કે મારા અને વિક્રમ ના ઝગડા ની વાત ઘરે કહી દવ પણ બધા તેની ઉપરજ દોષારોપણ કરશે તે ડરથી છાયા ચૂપ રહી. અને મનમાં કોસતી રહી. કાસ હું જીનલ પાસે ન ગઈ હોત તો વિક્રમ સાથે ઝગડો ન થાત અને વિક્રમ આમ ઘર છોડી ને ન જાત.!
પોલીસે વિક્રમ ના ગુમ થયા નો કેસ હાથમાં લીધો. તેને પણ એમ જ હતું કે પેલા કેસ ની જેમ આ કેસ પણ સોલ કર્યા વગર બંધ થઈ જશે પણ કેસ થયો હોય એટલે પોલીસ ને કાર્યવાહી કરવી જ પડે. એટલે પોલીસ પહેલા વિક્રમ ના ફોન નંબર ની કોલ ડિટેલ અને તેનું લાસ્ટ લોકેશન કંપની પ્રોવાઇડર પાસે થી મંગાવે છે.
થોડાક કલાકો માં કોલ ડિટેલ અને તેનું લાસ્ટ લોકેશન પોલીસ પાસે આવી જાય છે.
પહેલા પોલીસ વિક્રમ ના નંબર પર છેલ્લો કોલ આવ્યો હતો તે નંબર પર ફોન કરે છે. તે ફોન બંધ આવી રહ્યો હતો. પોલીસ સમજી ગઈ કે કઈક તો ગડબડ છે. એટલે એક ટીમ તૈયાર કરી પોલીસ તે સ્થળે જવા નીકળી.
હજુ તો ટીમ પોલીસ સ્ટેશન માંથી બહાર નીકળી જીપ માં બેસે છે ત્યાં તેને કોઈ અજાણ્યા નંબર માંથી ફોન આવે છે.
હલ્લો.. સાહેબ આ સ્થળ પર એક માણસ બેહોશ ની હાલતમાં પડ્યો છે અને તેનું શરીર લોહી લુહાણ હાલતમાં છે. પોલીસ તરત તે જગ્યા પર પહોંચે છે. અસલ માં તે એજ જગ્યા હતી જે પોલીસ ની ટીમ વિક્રમ ના લાસ્ટ લોકેશન તરફ જવા માંગતી હતી.
પોલીસ તે ઘટના સ્થળે પહોંચે છે. એ સ્થળ પર એક નવી બિલ્ડીંગ બની રહી હતી અને પાંચમા માળે તે માણસ પડ્યો હતો. તે માણસ ની આજુબાજુ માણસો ને હટાવી પોલીસ તે માણસ ને જુએ છે તો વિક્રમ હોય છે.
વિક્રમ આવી હાલતમાં કેમ તે સ્થળે પડ્યો હતો.? જોઈશું આગળ ના ભાગમાં...
વધુ આવતા ભાગમાં...
ક્રમશ...