ડોકટર સાહેબ વિચારીને તે બાળક ની માહિતી પોલીસ ને ફોન કરીને તેને બોલાવી ને આપે છે. પોલીસ જીનલ નો કેસ હાથમાં લઈ કાર્યવાહી શરૂ કરે છે. પહેલા સાગરના કેસમાં, પછી કીર્તિ ના કેસમાં હવે ખુદ જીનલ ના પોતાના કેસ માં, જાણે પોલીસ ગોથે ચડી ગઈ હોય તેમ બસ અત્યાર સુધી ફાફા જ માર્યા. છતાં કેસ બન્યો એટલે કેસ હાથમાં લઈને તેની પરતાલ કરવી રહી. પણ પરતાલ કોની કરવી એ સવાલ હતો, જીનલ તો હોશ માં નથી. અને જીનલ વિશે છાયા અને વિક્રમ સિવાઈ કોઈ જાણતું નથી. પોલીસે તેની પહેલે થી બધી પૂછપરછ કરી ચૂક્યા હતા પણ તેના હાથમાં કઈ આવ્યું ન હતું.
હવે પોલીસે વિચારી લીધું, જ્યાં સુધી જીનલ હોશ માં નહિ આવે ત્યાં સુધી જીનલ નો કેસ સોલ કરવો મુશ્કેલ છે. છતાં પણ થોડી પૂછતાછ ચાલુ રાખી. જીનલ ના કેસ ની વધુ પૂછપરછ માટે પોલીસ વિક્રમ ના ઘરે પહોંચી. પોલીસ ને જોઈને છાયા કઈ સમજી શકી નહિ કે પોલીસ શા માટે અહી આવી છે. છાયા એ થોડી ધીરજ રાખી અને પોલીસ શું સવાલ કરે છે તેની રાહ જોઈ.
પોલીસે છાયા ને પૂછ્યું. તું જાણે છે જીનલ સાથે કોઈને પ્રેમ સંબંધ હતો.? શું જીનલ સાથે કોઈએ બળજબરી કરી હશે.? એક તો વિક્રમ પૂછ્યા વગર બહાર જતો રહ્યો હતો ઉપરથી પોલીસ ના આવા સવાલ થી છાયા નું તો માથું
દુખવા લાગ્યું. પણ પોલીસ છે એટલે જવાબ તો આપવો જ રહ્યો. છાયા પોલીસ ને જવાબ આપતા કહે છે. સાહેબ જીનલ અને હું સાથે કોલેજ માં અભ્યાસ કર્યો છે. કોલેજ સમય માં તો તે કોઈને પ્રેમ કરતી ન હતી. અને કોલેજ પૂરી કર્યા પછી હું મારા ઘરે આવતી રહી અને તે તેની ઘરે હતી રહી. હવે ત્યાં શું થયું હશે તેના વિશે હું કઈ જાણતી નથી. અને તેણે એવી કોઈ વાત પણ કરી નથી.
પોલીસ વધુ સવાલો કરી ને છાયા ના ઘરે થી નીકળી ગઈ. જાણે કે પોલીસ પણ આ ત્રણેય જીનલ, વિક્રમ અને છાયા તેને જ રમાડી રહ્યા હોય તેવું લાગતું હતું. પણ પુરાવા ન મળવાના કારણે તે કઈ કરી શકતા ન હતા.
ડૉક્ટર સાહેબ ને ચિંતા એ વાત ની હતી કે જો જીનલ હોશ માં નહિ આવે તો જીનલ અને તેનું બાળક બંને જીવી નહિ શકે. હવે ડોક્ટર સાહેબે પણ બાળક ને જીનલ ના નશીબ પર છોડી દે છે. અને જીનલ ના હોશ આવવાની એક મહિનો વધુ રાહ જોવે છે. જેથી ખબર પડે કે આખરે તે બાળક નું કરવું શુ.
અચાનક છાયા સાથે ઝગડો કરીને વિક્રમ સાંજ થયું તોય ઘરે પાછો ફર્યો ન હતો. છાયા ને ચિંતા થવા લાગી, તેણે વિક્રમ ને ઘણા ફોન કર્યા પણ વિક્રમ નો ફોન બંધ આવી રહ્યો હતો. ડિનર નો સમય થઈ ગયો હતો. ડિનર નું ભોજન ટેબલ પર પીરસાઈ ગયું હતું. બધા જમવા બેસે ત્યાં છાયા આવીને વિક્રમ વિશે પપ્પા ને કહે છે.
આવી જશે બેટી તે તેના ફ્રેન્ડ સાથે બહાર ગયો હશે અને તેના ફોન ની બેટરી ખતમ થઈ ગઈ હશે તું બહુ ચિંતા ન કર. તું પણ અમારી સાથે જમવા બેસી જા. આશ્વાસન આપતા વિક્રમ ના પપ્પા બોલ્યા.
છાયા ને મનમાં એમ જ હતું કે વિક્રમ નું આ રીતે જવું ઝગડા નું જ કારણ છે. તે મનોમન પોતાની જાતને દોષ આપી રહી હતી. પપ્પા ના ઘણા કહેવા છતાં છાયા જમવા બેસતી નથી ને તેના બેડરૂમમાં જઈને ફરી વિક્રમ ને ફોન લગાવે છે પણ તેનો ફોન બંધ જ આવી રહ્યો હતો.
મોડી રાત્રી થવા આવી હતી. છાયા હજુ સુધી વિક્રમની રાહ માં એક કોળિયો પણ છાયા એ મો માં નાખ્યો ન હતો. ઘરના સભ્યો છાયા ને આશ્વાસન આપી પોતાના રૂમમાં જઈ ને સૂઈ ગયા. પણ છાયા ને મોડી રાત થઈ તોય ઊંઘ આવી રહી ન હતી. વારે વારે વિક્રમ ને ફોન કરતી રહી. ને ક્યારે આંખ લાગી ગઈ તે ખબર પડી નહિ.
સવાર થયું તો પણ વિક્રમ હજુ ઘરે આવ્યો ન હતો. ઊઠીને ફરી છાયા વિક્રમ ને ફોન લગાવે છે પણ હજુ તેનો ફોન બંધ બતાવી રહ્યો હતો.
વિક્રમ આખરે પૂછ્યા વગર ક્યાં ગયો હશે.? તે જોશું આગળના ભાગમાં...
બધુ આવતાં ભાગમાં...
ક્રમશ...