સાચો પ્રેમ Jigna દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાચો પ્રેમ

જહાંન, જેના હાથમાંથી રૂપિયો તો છૂટે, પણ કેવી રીતે...? એક તીરથી બે નિશાન કરવા... કોઈ વાત એવી નહિ હોય કે જેમાં તેને શોખ નહી હોય. ખાવું પીવું, હરવું ફરવું, શોખનું એક પણ ક્ષેત્ર એવું નહીં હોય કે જેમાં તેને ખેડાણ ના કર્યું હોય .કોઈની લાગણી ને સમજવી તે તો તેની માટે કલ્પના બરાબર હતું. જન્મદિવસ થી તેને રૂપિયા તો અઢળક જોયા હતા, પરંતુ માની મમતા શું તે તો તેને ખબર જ નહોતી. તેથી રૂપિયા નો નશો તેને માણસાઈ થી દુર રાખતો હતો, કે તેના ભાગની માણસાઈ ભગવાને તેના પિતાને આપી દીધી હતી ખબર નહીં. જહાંનના હાથમાંથી રૂપિયા છૂટવા ખૂબ જ અઘરા હતા પણ મોજશોખ નું જોર વધતાં તે મોજ શોખનો ગુલામ બની રહેતો. તેથી ના છૂટકે તેના હાથમાંથી રૂપિયા છુટી જતા. ઘરમાં નોકર-ચાકર ની કમી નહોતી. પણ બધા પગારદાર હતા કામ પૂરું થયું કે જવાબદારીમાંથી છુટ્યા. માંની જેમ ઘર થોડું કોઈ સાચવે, કે પછી માંની જેમ છોકરાઓ થોડા સચવાય...જહાંન હવે 23-24 વર્ષનો થઈ ગયો હતો. પિતાને થયું લગ્ન કરાવી દઉં તો જરા જવાબદારીનો ભાર આવે અને ઓટોમેટિક કમાતો થઇ જશે. તેના જીવનને એક નવો વળાંક મળશે. પિતાએ ખૂબ મથામણ કરી અને જહાંનને લગ્ન માટે મનાવ્યો. જહાંન લગ્ન કરવા તૈયાર થયો.

સ્કૂલમાંં વિજાતીય આકર્ષણ સામે તે પોતાના ઘુંટણ ટેકવી દેતો. કૉલેજમાં કેટલાય પ્રેમ પ્રકરણ ચાલુ હતા.ગર્લફ્રેેેન્ડ બદલવી એતો જાણેે તેની શાન હતી. જહાને લગ્ન કર્યા. છોકરીઓ બદલાવવી એ તેના સ્વભાવમાં વણાઈ ગયુ હતુ.જહાને લગ્ન કર્યા. જલ્પાએ જહાંન જોડે લગ્ન કર્યા હતા. પરંતુ તેને જહાંનમા નહીં તેને તો જહાંનના માત્ર રૂપિયા માં રસ હતો. તેને જહાંનને થોડો ઘણો સાચવ્યો. જહાંંન માટે આ પહેલો અનુભવ હતો કે ઘરમાં કોઈ સ્ત્રી પોતાને આટલી બધી હુંફ આપી શકે. જહાંનનું કામ ઘરમાં ખૂબ સારી રીતે થતું હતુંં. પરંતુ જહાંન ઉપર તો વિત્ત અને સત્તાનો મદ ચડેલો હતો. બાર મહિનામાં જ તેને જલ્પાને છોડી દીધી.

બીજા લગ્ન થયા જાનવી સાથે. જાનવી પણ પિતાની સંગ્રહ કરેલી પ્રોપર્ટી જોઈને આવી હતી.તે તો ભારે શોખીન, ક્લબમાં જવુંં, હરવું-ફરવું જ્યારે ઘરમાં તો એક ગૃહિણીની જરૂર હતી, કે જે ઘર સાચવે, જહાંનને સાચવેે, જહાંનને બદલે, જહાંનના જીવનને સુગંધિત બનાવે... તેની જગ્યાએ આ બહેનને સાચવવા ઘરમાં નોકરો રાખવા પડતા, જાનવી જ્યારે નશાની હાલતમાં ઘરે આવતી ત્યારે તેે શારીરિક અને માનસિક સમતુલા ગુમાવી બેસતી હતી. તેને કોઈ જ વસ્તુ નું ભાન નહોતું રહેતુુંં. તેથી થોડા જ મહિનામાં તેને જાનવી ને છોડી દીધી. જહાંનને વગર પગારે ઘર સાચવે અને રાત્રે તેની રખાત બનેે, માત્ર તેવી જ પત્ની જોઈતી હતી.તેનું મન ભરાઈ જાય એટલે બીજી અને ત્રીજી, ચોથી આમ તે લગ્ન નહોતો કરતો, પણ છૂટાછેડા કરવાનો એક રેકોર્ડ તોડ્યો હતો. સજ્જન તેના પિતા તેને ખૂબ સમજાવતા પણ માને તો તેને જહાંન ના કહેવાય. પાણી માથાથી ઉપર પહોંચી ગયું હતુ. તે માત્ર છોકરીઓના શરીર ને પ્રેમ કરતો હતો જે જુનું થાય અને છોડી દેવુ.આવનાર છોકરી પણ જહાંનના રૂપિયા જોઈને આવતી હતી. જહાંન માટે જીવન, છોકરીઓ આ બધું માત્ર રમત બની ગઇ હતી. આ તેનો નિત્યક્રમ થઈ ગયો હતો કે તેની એક આદત થઇ ગઇ હતી...
જે હોય તે પરંતુ જાગૃતિ નું આગમન જહાંનના જીવનની એક નવી જ જાગૃતિ લાવનાર બની ગયુ. જાગૃતિ જોડે જહાંનના છઠ્ઠા લગ્ન હતા. જહાંનના ઘરને જાગૃતિએ મંદિર બનાવી દીધું હતું. જેમ એક માં પોતાના છોકરાને 24 કલાક સાચવે તેમ જાગૃતિ પણ પિતા-પુત્રને 24 કલાક સાચવતી હતી. જહાંંન માટે આ કલ્પના બહારનું ચિત્ર હતુુ. જાગૃતિ ખૂબ જ સારી રીતે પોતાના ઘરને સાચવતી હતી. જાગૃતિ એ જહાંનના રૂપિયા ને નહીં પરંતુ જહાંનને પ્રેમ કર્યો હતો. તે બહુ ગરીબ ઘરની દીકરી હતી. પરંતુ તેના સંસ્કારો હિમાલયથી પણ ઊંચા હતા. જહાંનના પિતાને પણ શાંતિ હતી, પરંતુ સાથે એક વાતનું દુઃખ હતું કે જહાંને આગળ જે ભૂલો કરેેલ છે, તે જ ભૂલોનું ફરીથી પુનરાવર્તન ન કરે, તે જાગૃતિને છોડી ન દે...ધીરે-ધીરે જાગૃતિને પણ જહાંનના અસલી સ્વભાવ વિશે ખબર પડવા લાગી. એક સમય માટે તો તેને મનમાં જહાંન પ્રત્યે ખૂબ જ ગુસ્સો આવ્યો. પરંતુ જાગૃતિ સમજુ અને દીર્ઘદ્રષ્ટા હતી. તેને સાચા હૃદયથી જહાંનને પ્રેમ કર્યો હતો. તેણે શાંત મને વિચાર કર્યો કે જહાન ને માત્ર મારા શરીરમાં રસ છે, પરંતુ મને તો જહાંનનુ બોલવુંં, ચાલવું, તેનું વ્યક્તિત્વ, તેની દરેક વસ્તુુ, દરેક વાત, તેના જીવનમાં રસ છે.હુ સાચા હૃદયથી જહાંનને પ્રેમ કરું છું.આ પ્રેમ એ માત્ર એક તરફી પ્રેમ છે. હવે હું આ પ્રેમને બંને તરફી પ્રેમ કરીશ. બાળપણમાં તે માતા થી વંચિત રહ્યો, મમતા થી વંચિત રહ્યો, તેને સમજાવવાવાળુ, તેને સાચવવાવાળુ, તેને સંભાળવા વાળું, તેને સંસ્કાર આપવાવાળું કોઈ નહોતું એટલે જ કદાચ તેનો આવો સ્વભાવ થઈ ગયો હશે.જાગૃતિ રોજ રાત્રે જહાંંન જોડે એકાંતમાં બેસતી. તેની સાથે વાતો કરતી અને એવી તો ચાલકી થી તે વાતો કરતી કે જહાંનના મનની વાતને જાણી લીધી. અને તેની મનમાં રહેલી ગંદકીને સરળતાથી દૂર કરી દેતી, તેના વિચારોને બદલાવી દેતી, જહાંનને જાનકી ની વાત તો ગમવા લાગી. ધીરે ધીરે તેનો જાગૃતિ પ્રત્યેનું હૃદય પૂર્વક નું આકર્ષણ વધવા લાગ્યું. તેને જાગૃતિ જોડે રહેવું ગમવા લાગ્યું. તે વધારે સમય જાગૃતિ જોડે રહેવા લાગ્યો. જ્યારે જહાંન જાગૃતિ જોડે રહેતો ત્યારે એ સમયનો જાગૃતિ પૂરેપૂરો ઉપયોગ કરી અને જહાંનને આખેઆખો બદલી નાખ્યો હતો. જહાંનને સારી વાતો માં, સારા કાર્યોમાં રસ પડવા લાગ્યો હતો. જહાંન ભગવદ્ કાર્યમાં જોડાઈ ગયો હતો. તેને નિયમ લીધો હતો દિવસના એક કલાક તે નિર્બળ, નિ:સહાય સજ્જનની સહાય કરશે, તેમને મદદ કરશે. રોજ રાત્રે એક કલાક બંને સત્સંગમાં જતા. જહા ને પોતે કરેલી ભૂલોની બદલ ખૂબ જ પસ્તાવો થયો, અને તે પસ્તાવાના ભાગરૂપે તેને જાગૃતિ આગળ, તેના પિતા આગળ, સંતો આગળ હ્દય પૂર્વક માફી માંગી. અને જીવનને એક નવો વળાંક આપ્યો. જહાને પશ્ચાતાપના ભાગરૂપે પોતાનું આખું જીવન બદલી નાખ્યું. જહાંનમા માનવતા તો હતી, પરંતુ તે માનવતાને જાગૃત કરવા માટે જાગૃતિ જેવી સ્ત્રી ની ખોટ હતી. જે ભગવાને તેના જીવનમાં પૂરી કરી.

પૈસા નો પ્રેમ લાંબો ટકતો નથી. જે સત્ય તરફ, જે માનવતા તરફ લઈ જાય તે જ સાચો પ્રેમ...