તેજસ્વિની સપનાની ઉડાન Jigna દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તેજસ્વિની સપનાની ઉડાન

સાંજના પાંચ વાગ્યાનો સમય હતો. તેજસ્વીની શાક માર્કેટમાં શાક ખરીદી રહી હતી.

તેજસ્વીની : " ભાઈ આ મારી કોબીજ અને ફલાવર બે કિલો કરી આપો, આ ટામેટા કેટલા ના છે ? "

તૃષા : ":હાય ! તેજસ્વીની "

તેજસ્વીની : " હાય ! "

( આંગળી નિર્દેશ કરતાં ) " તૃષા "
બંને ગળે મળે છે અને તેજસ્વી ની એકટીવા તરફ ચાલવા લાગે છે.

તેજસ્વી : " તૃષા, તું અહીંયા કેવી રીતે ? "

તૃષા : " મારી અહીંયા ટ્રાન્સફર થઇ છે ? "

તેજસ્વની : ( ખુશીથી ) "સાચે જ શું કરે છે તું ? "

તૃષા : " હું ACP છું. તું કેમ છે અને કેવી ચાલે છે તારી વકાલત ? "

તેજસ્વીની : " હું ઠીક છું અને હું કંઈ જ નથી કરતી, હું ગૃહિણી છું. "

તુષા : " આઈ કાન્ટ બિલિવ ઈટ . તારી ઉપર તો ઈમાનદાર વકીલ બનવા નું ભૂત સવાર હતું, તું તો સચ્ચાઈ માટે કેટલી દલીલો કરતી હતી. તેનું શું ? "

તેજસ્વી : " હા તૃષા, કેટલાંક સ્વપ્ન સ્વપ્ન જ રહી જાય છે. મારો બહુ મોટો પરિવાર સંભાળતા સંભાળતા 16 વર્ષ ક્યાં ચાલ્યા ગયા ખબર પણ ના પડી. "

( જરા ઠાઠથી ) " પણ હા હું હોમ મિનિસ્ટર છું."

ચાલતા ચાલતા તેજસ્વીની ની પાર્ક કરેલી એકટીવા તરફ બંને આવી ગયા તેજસ્વીની એક્ટીવા પર બેઠી અને

તેજસ્વીની : " ચલ તૃષા ફરી મળીશું મને અત્યારે થોડું મોડું થાય છે . "

તૃષા : " હા ચોક્કસ હવે તો એક જ શહેરમાં છીએ મળવાનું થશે જ .ચાલો બાય "

તેજસ્વીની મૌન રહીને હસતા ચહેરાથી બાય કર્યું.

ઘર પર રાત્રે 9:45 વાગ્યે તેજસ્વીની પોતાની ડાયરીમાં લખતી હતી,

" સવારના પાંચ વાગ્યાથી સાંજના દસ વાગ્યા સુધી હું કામ કરું છું છતાં મે એમ કેમ કહી દીધું કે હું કંઈ જ નથી કરતી . ઘરનું કામ શું કામ ન કહેવાય ? શું ઘરના કામ ની કોઈ કિંમત નથી હોતી ? હું એક વહુ, પત્ની, માં જ નહીં પરંતુ એક સારી નર્સ, રસોઈઓ, એકાઉન્ટન્ટ અને ઘરમાં કામ કરવા વાળી બાઈ, ટ્યુશન ટીચર પણ છું "


10:00 વાગ્યે ડાયરી બંધ કરી .

તેજસ્વીની : " ચાલો તનિષ્ક - તમન્ના સુવા ચાલો દસ વાગી ગયા છે . બંને બાળકોને રૂમમાં લઈ જઈ અને સુવડાવી દીધા. અને વિચારતી જ રહી ગઈ . "

રૂમમાં 5:00 વાગ્યાનું એલાર્મ વાગ્યું . તેજસ્વીની માં તેજ આવ્યું . તરત જ જાગી ગઈ અને જલ્દીથી નાહીધોઈ તૈયાર થઈ ગઈ . બાળકોનો નાસ્તો અને તપન નું ટિફિન બનાવી દીધું.

મમ્મી-પપ્પા , બાળકો અને તપન નાસ્તો કરવા ટેબલ ઉપર બેઠા હતા. બાળકોને દૂધ અને સેન્ડવિચ આપ્યા .મમ્મી-પપ્પા અને તપનને ચાની સાથે પૌઆ આપ્યા. ત્યાં રૂમમાંથી બુમ આવી
" બેટા મારો નાસ્તો "

તેજસ્વીની : " હા દાદી હમણાં લાવી...."

દૂધ અને પરાઠા લઈને રૂમમાં આપવા ગઈ ,નાસ્તો આપીને તેજસ્વીની બહાર આવી.

તેજસ્વીની : " ચલો બાળકો જલ્દી ચલો , સ્કુલ જવા માટે મોડું થાય છે . ચલો ચલો "

તમન્ના વોટર બોટલ અને લંચ બોક્ષ લઈને તૈયાર હતી અને તનિષ્ક ટેબલ ઉપર હજુ બેઠો હતો.

પ્રેમથી ઊંચા અવાજમાં તેજસ્વીની બોલી " તનિષ્ક જલ્દી કરો, તારા કારણે રોજ મોડું થાય છે ."

લંચ બોક્સ અને વોટર બોટલ લઈને તેજસ્વીની દોડતી દોડતી ગેટ પાસે ગઈ અને વેન માં બંને બાળકો ને બેસાડી દીધા બંનેને બાય કરીને ઘરમાં આવી .

તપન ને ટીફિન આપ્યું

તેજસ્વીની : " કાલે બાળકોની પેરેન્ટ્સ મિટિંગ છે. તમે આવો છો ને ? "

તપન : "એ નાના મોટા કામ તારે સંભાળી લેવા ના, મને બિલકુલ સમય નથી . ચાલો બાય "

તેજસ્વીની: દુઃખી હૃદયે હસતા મોઢે, " હા બાય "

તેજસ્વીની સવારનું બધું જ કામ પુરુ કરતા કરતા થાકી ગઈ હતી.

તેજસ્વીની મનમાં વિચારવા લાગી
" ચલ તેજુ બપોરનું જમવાનું બનાવી લે. "

કુકરની સીટી વાગી મમ્મી-પપ્પા અને દાદા-દાદી ને ગરમા ગરમ રોટલી બનાવતા બનાવતા પીરસતી હતી, પછી છેલ્લે પોતે એકલી શાંતિથી બેસીને જમવા લાગી. વાસણ ધોતી હતી કે તરત જ બંને બાળકો સ્કુલે થી આવ્યા.

તેજસ્વીની : " ચલો જલ્દી થી કપડા બદલી લો. ટેબલ પર બેસી જાઓ, જમવાનું તૈયાર કરું છું. "

3:30 વાગ્યે બંને બાળકોને ભણાવવા બેઠી.

તેજસ્વીની : " કાલે મેં તમને ગણિત નો જે દાખલો સમજાવ્યો હતો તે યાદ છે ને આજે એના રિલેટેડ હું કેટલાક પ્રશ્નો પૂછું છું તેનો મને જવાબ આપજો."

5:30 દાદીના પગને માલિશ કરતી હતી અને મમ્મીને પુછવા લાગી કે રાત્રે જમવામાં શું બનાવશું.

દાદી : " બેટા મારું બ્લાઉઝ ફાટી ગયું છે જરા મને સીવી આપજે ને ."

દરરોજની જેમ રાત્રે 9:45 વાગ્યે પોતાની ડાયરી લખતી હતી..


" ૧૬ વર્ષથી મશીનની જેમ કામ કરી રહી છું .આખો દિવસ કામ, કામ અને માત્ર કામ. ના દિવાળી ની રજા ના હોળીની. આ ઘરની પરંપરાને સંભાળી રહી છું. મને ખુશી છે કે આ ઘરની સંસ્કારો વાળી ઇમારતનો પાયો મેં મજબૂત રાખ્યો છે. પણ મારી વકીલાતના કારણે સંસ્કારનો પાયો તો નહીં હલી જાય ને ? શું મારું જીવન એક ગૃહિણી સુધી સીમિત રહી જશે ? મારા સ્વપ્નનું શું ? મારુ સ્વપ્ન માત્ર સ્વપ્ન રહી જશે ? મારુ સ્વપ્ન તો આકાશને આંબવા વાળું ,એક સાચો અને ઈમાનદાર વકીલ બનીને સત્યની સ્થાપના કરવાનું હતું . શું ઘરની ચાર પેઢી ને જ સંભાળી શકું છું ? આનાથી વધારે કઈ જ નહીં ? ક્યાં ગઈ એ તાકાત જે દુનિયાને બતાવવા માટે હતી કે કાનુનના ત્રાજવા હંમેશા સત્ય ની બાજુ ઝુકેલા હોય છે. "

" તેજસ્વી તું આજે પણ જરૂર કંઈક કરી શકે છે. પણ તારી પાસે સમય જ ક્યાં છે ? ફરી એ જ નકારાત્મક વિચાર,

જો કંઈક કરવાની ઈચ્છા હોય તો સૃષ્ટિ પણ પોતાનો નિયમ તોડીને હંમેશા આપણને મદદ કરે છે ."

ડાયરી બંધ કરી સુઈ ગઈ સવારના પાંચ વાગ્યા થી સાંજના દશ વાગ્યા વાળી એ જ મશીન વાળી જીવનનું પુનરાવર્તન થયું.

મશીન માં કપડાં સીવતાં સીવતાં વિચારવા લાગી ,

" હું શું કરું ,હું શું કરું ....કંઈ સમજાતું નથી. મારુ સ્વપ્ન દુનિયાને સચ્ચાઈ બતાવવાનું હતુ જરૂરી નથી કે હું વકીલ બનીને જ મારું સ્વપ્ન પૂરું કરી શકું. કલમમાં બહુ જ તાકાત હોય છે. મોટા મોટા યુદ્ધો કલમથી રોકી શકાય છે. કાળો કોટ ના પહેરીને પણ હું કલમ ના સહારે તો મારું સ્વપ્ન જરૂર પૂરુ કરી શકું છું. "

" ‌ યસ , મને મારું સ્વપ્ન પૂરું કરવાનો એક અવસર મળી ગયો. કલમની સહાયતાથી પુસ્તકોને આકાશ જેવાં મોટા વિચારોથી સજાવી શકાય છે . "

તનિષ્ક : " દીદી તમને ખબર છે સ્કુલમાં બધા મારું કેટલું સન્માન કરે છે . બધા એમ જ કહે છે કે આ એ લેખિકા તેજસ્વીની નો દીકરો છે, જેને અત્યાર સુધી કેટલીયે નોવેલો લખી છે, જે એક સારી લેખિકા જ નહીં પરંતુ એક સારી ગૃહિણી પણ છે. જે ઘર માં ચાર પેઢી ને એકલા હાથે સંભાળે છે. "

તમન્ના : " You are right. મમ્મી રાત્રે બેથી ત્રણ વાગ્યા સુધી લખ્યા કરે છે. મારુ રોલ મોડલ તો મારી માં જ છે. તેમણે સખત મહેનત કરીને 16 થી 17 કલાક કામ કરીને કોઈનીયે સહાયતા વગર પોતાના પગ ઉપર ઉભી રહી છે .તેમણે બતાવી દીધું છે કે 16 વર્ષના વિરામ પછી પણ નારી જો ધારે તો આકાશને આંબી શકે છે . "

એક દિવસ તેજસ્વીની રાત્રે બે વાગે પાવરફુલ thoughts પુસ્તક લખી રહી હતી.

" જેમની આંખોમાં કંઈક કરવા ના અરમાન હોય, જેમના લોહીમાં જુનુન હોય ,જેમના મનમાં કંઈક કરવાની તમન્ના હોય ,જે કંઈ કરવાનું નક્કી કરી જ લે છે,

એ શું કોઈ ક્ષેત્રને પસંદ કરે ક્ષેત્ર પોતે જ શોધતા શોધતા તેમના ચરણો ચુમવા આવી જાય છે. "