Soul - Invisible Existence - 4 books and stories free download online pdf in Gujarati

આત્મા - અદ્રશ્ય અસ્તિત્વની - 4

[અસ્વીકરણ]

( સત્ય ઘટના પર આધારિત)
" આ વાર્તાનાં બધાં નામો, પાત્રો, વ્યવસાયો, સ્થાનો, ઘટનાઓ અને ઘટનાઓ ક્યાં તો લેખકની કલ્પનાશક્તિનું ઉત્પાદન છે અથવા કાલ્પનિક રીતે વપરાય છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથેની કોઈપણ સમાનતા સંપૂર્ણ સંયોગ છે. "

************


પ્રકરણ : ૪/૫

નામ : હસમુખ ભાઈ મકવાણા (નિવૃત. બાયોગેસ નિરીક્ષણ અધિકારી ) - નામ ફેરવેલ છે.
ઘટના સ્થળ : સાપર ( કચ્છ - ભુજ)
હાલ : વિજપડી જી. અમરેલી


જ્યારે હું બાયોગેસ ડેવલોપમેન્ટ અધિકારી તરીકે કચ્છ ફરજ બજાવી રહ્યો હતો. ત્યારે એક પ્લાન્ટ અમારે ત્યાં નાં એક ગામ સાપર માં એક ખેડૂતનાં ઘરે નાખવાનો હતો. પ્લાન્ટ નું બાંધકામ માટે એક ટીમ હોય અને નિરીક્ષણ અધિકારી માં મને ત્યાં મૂક્યો હતો. એટલે અંદાજે 20-25 દિવસ નું આ કામ હશે. મારે ચાર - પાંચ દિવસે કામ કેટલું પહોંચ્યુ અને બીજાં અન્ય ઓફિસ ડોકયુમેન્ટ માટે ત્યાં જવાનું રહેતું. અમારી આખી ટીમ ને એક બંધ ઘર જ્યાં કોઈ રહેતું નહોતું. માલિક ને એ સુરત માં રહેતાં હતાં. એટલે આ ઘર ને 20-25 દિવસ માટે અમને આપ્યું હતું. રસોઈ માટે એક માણસ, કામગીરી માટે 5-7 માણસ એક સુપરવાઈઝર અને હું આવતો નિરીક્ષણ માટે એમ થઈ 9-10 જણા ત્યાં રહેતા હતાં. એક લાંબો હોલ, રસોડું, ત્રણ ઉભી ઓસરી એ રૂમ. મોટું ફળિયું જેનો ઉપયોગ પ્લાન્ટ ને લગતા સાધન સામગ્રી રાખવા સારો એવો કામ આવી એ જગ્યા.

એક રૂમ માં સુપરવાઇઝર અને રસોઈ કરનાર ભાઈ, બીજી રૂમ માં કામગીરી કરતાં માણસો અને ત્રીજી રૂમ ઓફિસ તરીકે રાખી હતી જ્યાં મારે રહેવાનું હતું. એ રૂમ માં ટેબલ ખુરશી અને મારો એક પલંગ.

હું ચાર - પાંચ દિવસે આવું એટલે હું આવવાનો હોય એના એક દિવસ પેલા ત્યાં ફરી પાછી સફાઈ કરી નાખે બાકી કામ સિવાય એ રૂમ બંધ જ એટલે કઈ ખાસ ખરાબ નો થયો હોય.

પ્લાન્ટ ની કામગીરી પૂરા જોશથી ચાલતી હતી. બે - ત્રણ વાર હું આવી ને નિરીક્ષણ કરી ગયો ત્યાં બે - બે દિવસ રોકાય ગયો, ઓફિસની કામગીરી હોવાને કારણે પણ આ સમયે આવું કશું નહોતું થયું.

જ્યારે પ્લાન્ટ સોંપવાનો એક અઠવાડિયું વધ્યું હશે એટલે મારે છેલ્લી વાર ત્યાં વિઝિટ કરવાં માટે જવાનું થયું અને તે રાતે બનેલી ઘટના આજે પણ બરાબર યાદ છે.

અમે સૌ સાંજ નાં સાડા છ આજુબાજુ ઘરે આવી જતાં. સૌ માણસો નાહી ને ત્યાં અગાસી એ બેસે અને રસોઈ માં કોઈ કામ માં મદદ કરાવે, હું અને મારાં સાથી સુપરવાઈઝર મારી રૂમ માં બધા ડોક્યુમેન્ટ ને ફાઇલ વર્ક કરી રહ્યા હતાં કારણે હવે બે દિવસ માં એ પ્લાન્ટ પૂરો થવાનો હતો એટલે સુપર વાઈઝર ને અંતિમ કામગીરી સોંપી સૌ નવાં પ્લાન્ટ નાં બાંધકામ માટે બીજે જવાની તૈયારી માં રહે એ જાણ કરી હું બીજે દિવસે રવાના થઈ જવાનો હતો.

સૌ જમી ને અમે સાથે બેઠા હતા અને કામગીરી અંગે સામાન્ય ચર્ચા કરતાં હતાં. પછી સૌ સૂવા માટે જઈએ છીએ.
હું મારી રૂમ માં ચાલ્યો ગયો અહીં અન્ય પણ થાક ને કારણે સૌ રૂમ માં ચાલ્યાં ગયાં.

મને ઝોકું આવ્યું અને હું સૂઈ ગયો લગભગ પોણા એક વાગ્યો હશે હું પાણી પીવા માટે બહાર રાખેલા માટલા પાસે આવ્યો પાણી પીને હું રૂમ માં જતો રહ્યો. એમ પછી તરત નિંદર નો આવે એટલે આંખો બંધ કરી હું સૂતો હતો ત્યાં કોઈ ઝાંઝરી પેરી રૂમની બહાર ચાલતું હોય એવો અવાજ સંભળાયો મેં ખાસ ધ્યાન ના આપ્યું અવાજ બંધ થઈ ગયો પણ બારણું ખખડાવી કોઈ બહાર હોય એવું લાગ્યું. હું ઊભો થયો બારણું ખોલ્યું પણ સામે કોઈ નહોતું.

હું ફરી પાછો સૂઈ ગયો થોડીવાર બાદ ફરી ઝાંઝરી નો આવાજ આવ્યો આ વખતે તો તરત બારણું ખોલીને બહાર જોવા માંડ્યો પણ કોઈ નહોતું આ તરફ બીજા બે રૂમ રસોડું તરફ નજર કરી પણ સૌ નિંદર કરી રહ્યાં હતાં.

બારણું બંધ કરી હું સૂઈ ગયો એવા માં મારું બારણું ફરી ખખડાવી કોઈ હોય એવું ભાસ થયો હું હિંમત રાખી ફરી ઊભો થયો પણ જવાબ એ જ.... ચકલું પણ ફરતું નહોતું.

હું કંઈ પણ વિચાર્યા વગર સૂઈ ગયો મોડી રાત સુધી અવાજ આવ્યો ઝાંઝર નો એક બે વાર બારણું પણ ખખડાવ્યું પણ હું હવે ઊભો નો થયો. સવારે મેં મારાં સુપર વાઈઝર ને વાત કરી તેને કીધું ના રે ના.... હોતું હશે કઈ આ જોવો ને છેલ્લાં વીસ બાવીસ દિવસ થી તો અમે છીએ સાહેબ કંઇ એવું નહીં સાંભળ્યું.

તો'પણ મારાં મન ને શાંતિ નહોતી થતી એટલે જેનાં ઘરે આ પ્લાન્ટ જ્યાં બની રહ્યો હતો તે ભાઈ જોડે આ અંગે વાત કરી કારણકે એમણે જ વચ્ચે રહીને આ ઘર થોડાં દિવસો માટે ભાડે રખાવી દીધું હતું.

તેમણે જ્યારે મારી વાત સાંભળી તો એમણે કીધું કે આવું કોઈ દિવસ નથી થયું પણ હા, એ માલિક નાં મોટા દીકરાની બહુ ઘર કંકાસ થી એ ઓફિસ રૂમ માં સળગી ને મરી ગઈ હતી તેનાં ચાર છ મહિના માં આ લોકો પણ સુરત જતાં રહ્યાં. તે દિવસ થી આ ઘર બંધ છે કોઇ ગામ પ્રશ્નો ની ચર્ચા કે એવું કાંઇ હોય ત્યારે આ ઘર ખોલતાં. એટલે કદાચ બની શકે એ મોટો વહુ ની આત્મા હોય પણ એ દીકરી બહુ શાંત અને સરળ સ્વભાવની હતી... હશે સાહેબ તમને કોઈ નુકશાન નથી થયું ને કોઈ ચીજ વસ્તુઓ ખોલવાની કે ભાંગ તૂટ નથી થઈ ને...?

ના, કશું નથી થયું.

સાહેબ, હવે તમે તો જાવ છો અને પાછળ આ લોકો પણ બે દિવસ માં રવાના થાય છે એમને કોઈને આ વાત ના કહેશો નહિતર હવે છેલ્લે છેલ્લે કામ અધૂરું રહી જશે.

મેં કીધું, ના... ના તમે ચિંતા ના કરો એ લોકો કામ પૂરું કરીને જ જશે એ તો મારાં થી પણ વધુ સમય થી અહીં છે પણ મને કાલે રાતે આ બન્યું એટલે તમારી પાસે વાત કરવાં આવ્યો.

ત્યારબાદ હું ફાઈલો અને બીજાં અન્ય ઓફિસનાં કાગળની છેલ્લી કામગીરી પૂરી કરી બપોર થતાં હું નીકળી ગયો.

મને કોઈ નુકશાન નથી પહોંચાડયું કે એ પછી ક્યારેય આવું બન્યું નથી પણ આ સાપરની ઘટના એ મને એક ડર તો બતાવ્યો હો.

આપ સૌને આ સત્ય ઘટના કેવી લાગી..?
આપનો પ્રતિભાવ આપ મને ( Rate & Comment) દ્વારા આપશો તો મને લેખન માટે પ્રેરણા અને પ્રોત્સાહન મળશે.

આભાર સહ.

આપનો સ્નેહી,
જયદિપ એન. સાદિયા "સ્પર્શ"

સમાપ્ત.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED