Soul - Invisible Existence - 3 books and stories free download online pdf in Gujarati

આત્મા - અદ્રશ્ય અસ્તિત્વની - 3

[અસ્વીકરણ]
( સત્ય ઘટના પર આધારિત)
" આ વાર્તાનાં બધાં નામો, પાત્રો, વ્યવસાયો, સ્થાનો, ઘટનાઓ અને ઘટનાઓ ક્યાં તો લેખકની કલ્પનાશક્તિનું ઉત્પાદન છે અથવા કાલ્પનિક રીતે વપરાય છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથેની કોઈપણ સમાનતા સંપૂર્ણ સંયોગ છે. "

************

પ્રકરણ : ૩/૫

નામ : જયદેવ ભટ્ટ ( નામ ફેરવેલ છે.)
હાલ : આણંદ - ડિસ્પેચ મેનેજર


પ્રકરણ - ૦૨ માં દિવ્યાબેન એ જે ઘટના કહી એ ઘટના પછી કોઈ એવી અસામાન્ય ઘટના તેમના ઘરે બની નહોતી. પણ જ્યારે જયદેવ તેના ઘરે વર્ગ માં જતો હતો એ સમય ની ઘટના તેઓ એ વ્યક્ત કરી છે.

જયદેવ મારો મનગમતો વિદ્યાર્થી હતો. ભણવામાં ખૂબજ હોશિયાર અને સ્વભાવે લાગણીશીલ. તેની સાથે જે ઘટના બની એ સાંભળીને મને ફરી બે વર્ષ પહેલાં બોલાવેલી આત્મા ની ઘટના મારાં તન મન માં ફરવા લાગી.

જયદેવ આ વાત તે ઘટના બન્યા પછી ત્રણ દિવસ બાદ મને કહે છે. તે જણાવે છે કે,

" મેડમ, તમે મને થોડાં દિવસો પહેલાં કીધું હતું કે કેમ આટલો જલ્દી નીચે ઉતર્યો... યાદ છે તમને..?
મેં હા પાડી, કે હા તારે બીજા ટ્યુશન માં જવાનું હતું એટલે તું જલ્દી દાદર ઉતર્યો...

ના, મેડમ. વાત કંઈક બીજી જ છે.
મેં પણ કહ્યું શું થયું....

મેડમ, હું ઉતાવળમાં મારી સાયકલની ચાવી ઉપર ભૂલી ગયો હતો. મને એ યાદ હતું કે નોટ બૂક ચેક કરવા તમે ખુરશી પર બેઠા હતાં બાજુ માં હું હતો એટલે ચાવી બીજી ખુરશી માં જ છે. એટલે હું ઉપર ગયો લાઇટ ચાલુ ના કરી કારણકે ખબર જ છે ચાવી ખુરશી પર છે એટલે ત્યાં હાથ મૂક્યો અને ચાવી હતી. ચાવી લઈ હું રૂમ બહાર આવ્યો મને થયું કે રૂમ ખુલ્લો રાખવો એનાં કરતાં બંધ કરી દઉં એટલે હું રૂમ બંધ કરવા બારણાનું હેન્ડલ હું ખેંચવા ગયો. તમે ખબર જ છે પાછળ ચુંબક નો પ્રયોગ કરેલો છે એટલે મને થયું કે એ વધુ મજબૂત રીતે ચોંટેલું હશે એટલે મેં બે - ત્રણ વખત ખેંચવાની કોશિશ કરી પણ પછી હું જોસ થી ખેંચવા ગયો તો એક અવાજ આવ્યો...

" એ એ એ એ એ એ એ ય ય ય ય ય...."

જાણે મને કેમ કોઈ બારણું બંધ કરવાની ના પાડી રહ્યું હોય એમ આવો જાડો અને ઘેરો અવાજ આવ્યો. મેડમ તરત હું ત્રીજી છલાંગ એ નીચે હો. નહિતર તમે જ કહો અંદાજે 15-17 દાદરા છે પણ આ અવાજ સંભળાતા બધું ભૂલી ને મોટા ડગલે હું નીચે આવી ગયો એટલે તમે પૂછ્યું કા, આટલી ઉતાવળ..... એ વેળા મેં કહ્યું કે મારે મોડું થાય છે. પણ મેડમ મારાં જોડે આવું બન્યું.

દિવ્યાબેન કહે છે, " જયદેવની આ વાત સાંભળી મેં એને કહ્યું હશે... એવું કાંઇ ના હોય તને એક ડર હશે એ માટે એવું લાગ્યું. પણ જયદેવ ફરી મને કહ્યું ના મેડમ હું શું કામ તમારાં જોડે ખોટું બોલું... પછી તો મને એ બે વર્ષ પેલા બોલાવેલી શુધ્ધ આત્મા ફરી યાદ આવી કે શું ફરી કોઈ અહીં વાસ કરવાં આવ્યું... જયદેવની એ વાત મને હવે સાચી લાગવા માંડી પણ એક તરફ એવું પણ થયું કે એ અંધારા માં ડરી ગયો હશે.... તેમ છતાં અમે ફરી એકવાર મોટો યજ્ઞ એ જ રૂમ માં કરાવી નાખ્યો... તે દિવસ પછી આજ સુધી એવું કશું બન્યું નથી પણ જ્યારે વિદ્યાર્થી એમ કહે કે ચાલો ને મેડમ શુદ્ધ આત્મા બોલાવી એ તો હું અચૂક ખિજાઈ ને વાત ટાળવા કહું છું કે છાના માના ભણવા માંડો તમે આત્મા થી શું ઓછા છો... એમ વાત હસવા માં કાઢી નાખું છું."

જયદેવ સાથે ફોન પર આ વાત પૂરી થતાં કરવાં માં આવી તેણે એટલું જ કહ્યું..." આજે પણ એ યાદ આવતાં રુંવાડાં બેઠાં થઈ જાય છે અને એક અજીબ ડર મન માં થોડી ક્ષણો માટે ઘર કરી જાય છે. "

આપ સૌને આ સત્ય ઘટના કેવી લાગી..?
આપનો પ્રતિભાવ આપ મને ( Rate & Comment) દ્વારા આપશો તો મને લેખન માટે પ્રેરણા અને પ્રોત્સાહન મળશે.

આભાર સહ.

આપનો સ્નેહી,
જયદિપ એન. સાદિયા "સ્પર્શ"

સમાપ્ત.



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED