આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-12 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-12

"આસ્તિક"
અધ્યાય-12
આખા પાતાળ લોક નાગલોકમાં ભવ્ય ઉત્સવની તૈયારીઓ ચાલી રહી હતી. જન્મોત્સવને ઉજવવા બધાં ઉત્સાહીત હતાં. રાજકુમારી જરાત્કારુ માં બની ગયાં હતાં. બંન્ને જરાતકારુ બેલડી આનંદમાં વિહાર કરી રહેલાં. પૂર્ણકળાએ ખીલ્યો હોય એવાં ચંદ્ર જેનો દેખાતો રાજકુમાર બધાને વ્હાલો લાગી રહ્યો હતો. 
વાસુકીનાગ તથા અન્ય નાગ સર્પ ખૂબ ખુશ હતાં કે એમનાં કુળને બચાવનાર બાળકે જન્મ લઇ લીધો હતો. એનાં જન્મની ખુશાલીમાં ઉત્સવની તૈયારી ચાલી રહી હતી. દેવલોકમાં પણ બાળકનાં જન્મની ખુશાલી હતી. ચોક્કસ લક્ષ્ય અને સંકલ્પ સાથે બાળકનો જન્મ થયો હતો. 
માં જરાત્કારુ આખો વખત પુત્રને જોયાં કરતા અને વ્હાલ કરતાં. ભગવન જરાત્કરુ પુત્રને ખોળામાં લઇને ખૂબ પ્રેમ કરતાં અનેક શ્લોક સ્તુતિ ગાઇને એને રમાડતાં, આમ ઉત્સવનો દિવસ આવી ગયો. 
વાસુકીનાગનાં મહેલનાં વિશાળ પટાંગણમાં મંડપ બંધાયો તોરણ-શણગાર થયાં બધો નીત નવા અલંકારીક ખુશ્બુદાર ફૂલોની સેરો અને અનેક પ્રકારની રંગોળીઓ પુરાઇ રહી હતી આજે જાણે સૃષ્ટિ પણ ઉત્સવનાં ભાગ લઇ રહી હોય એમ મીઠો ઠંડો પવન ફૂંકાઇ રહ્યો હતો. વૃક્ષો પણ આનંદથી લહેરાઇ રહ્યાં હતાં. નાના મોટાં સર્પ નાગ પણ નૃત્ય કરી રહ્યાં હતાં. 
જુદા જુદા વાજીત્રોનાં સૂર લહેરિ રહ્યાં હતાં. ભગવન જરાત્કારુ અને રાજકુમારી જરાત્કારુ પુત્રને લઇને પટાંગણનાં મંચ પર ઉપર આવ્યાં અને સર્વનાગ લોકોએ જરાત્કારુ બેલડીની જય જયકારનો ઉદઘોષ કર્યો. ફૂલોની વર્ષા થઇ રહી હતી દેવો માટે સુશોભીત આસનો અને સિંહાસનો મૂકેલાં હતાં. એક પછી એક દેવો બાળકને આશીર્વાદ આપવાં પધારી રહેલાં સૌપ્રથમ નારદજી આવીને બાળકને જોઇને બોલી ઉઠ્યાં આતો સાક્ષાત નારાયણ દેખાય છે એમણે નારાયણ નારાયણ કહી આશિષ આપ્યાં અને બાળક ખીલખિલાટ હસી પડ્યો. અને એ પછી સાક્ષાત લક્ષ્મીનારાયણ આવ્યાં. 
બાળકનાં માથે હાથ ફેરવી વિષ્ણુ ભગવાને આશિષ આપતાં કહ્યું ખૂબ બહાદુર અને પરાક્રમી થશે. માં લક્ષ્મી એ બાળકને હાથમાં લઇ આશિષ આપ્યાં. 
ઉમા શિવ અર્ધનારીશ્વર સાક્ષાત આવીને બાળકને આશિષ આપ્યાં દેવાધી દેવ મહાદેવ માથે હાથ મૂકીને અમોધ શક્તિનું વરદાન આપ્યુ અને બોલ્યાં કુળનું રક્ષણ કરો અને માતા પિતાની સેવા કરજો. 
બ્રહ્માજી સજોડે પધાર્યા અને બાળકનાં કપાળે ચુંબન કરી આશિષ આપતાં કહ્યું ખૂબ વિદ્યવાન અને ત્રિકાળજ્ઞાની બનો ખૂબ આયુષ્ય ભોગવો. 
આ પછી ઇન્દ્રરાજા ઇન્દ્રાણી સાથે પધાર્યા અને બાળકને આશિષ આપતાં કહ્યું ખૂબ ઐશ્વર્ય અને સુખ આનંદ ભોગવો અને શક્તિ સંચાર કર્યો. 
આમ દરેક દેવ નવગ્રહ દેવ સાથે બધાએ ખૂબજ આનંદથી આશિષ આપ્યાં. અને બધાએ પોતપોતાની જગ્યા શોભાવી. 
ભગવન જરાત્કરુ અને રાજકુમારી જરાત્કારુએ દરેક ઇશ્વર સ્વરૂપ ભગવન અને દેવોની પૂજા કરી અને ખૂબ માન સન્માન પૂર્વક પ્રાર્થના કરીને આભાર માન્યો. બધાં નાગલોક સહીત વાસુકી અને અન્ય અગ્રણી નાગે બધાં દેવોનું આતિથ્ય સન્માન કરી પ્રાર્થના કરી. 
ચારેબાજુ આનંદ હતો. ભગવનની સાક્ષાત પધરામણી થયાની પાતાળલોક - નાગલોકની ભૂમી પાવન પવિત્ર અને ધન્ય થઇ ગઇ હતી. 
બધા પોતાની સાથે બાળક માટે અમૂલ્ય ભેટ સોગાત લાવ્યાં હતાં. બાળક બધાને જોઇને ભાવવિભોર થઇ ખીલખીલાટ હસી રહ્યો હતો. 
ભગવાન વિષ્ણુએ બાળકને જોઇને કહ્યું આ બાળક ખૂબ શ્રધ્ધાવાન- ધીરજવાન - પરાક્રમી- વિદ્યાવાન અને ખૂબ પવિત્ર છે. એનાં સંચિત કર્મ અને જન્મનાં ગ્રહ નક્ષત્ર પ્રમાણે મને એવું. કહેવા મન થાય છે કે આ બાળક ખૂબ આસ્તિક છે અને મહાન ઋષિ બનશે એનું નામ આસ્તિક તરીકે ઓળખાશે એમ કહીને એનાં કપાળે ચંદનતીલક કર્યું. 
બધાએ એક સાથે આનંદથી ભગવાને આપેલું નામ સ્વીકારી લીધું. જરાત્કારુ બેલડીનો આનંદનો પાર ના રહ્યો. બધાં ખૂબજ ખુશ હતાં. ઘણાં સમય પછી નાગલોકમાં આનંદનો હર્ષનો ઉત્સવ ઉજવાઇ રહ્યો હતો. 
જરાત્કારુ ભગવન તથા વાસુકીનાગ બધાએ પધારેલાં દેવો અને સાક્ષાત ઇશ્વર લક્ષ્મીનારાયણ, ઉમા શિવ, પ્રહ્માજી સરસ્વતીજી, ઇન્દ્ર ઇન્દ્રાણી તથા સર્વ દેવોનું પૂજન કરીને એમને પ્રેમથી જગાડ્યા એમની પ્રાર્થના કરી... 
આખા પાતાળલોકમાં દાન કરવામાં આવ્યુ બધાને સોનામ્હોર, હીરા માણેકથી નવાજ્યા. દેવોને અમૂલ ભેટ આપી અને આસ્તિકને આશીર્વાદ આપી. વિદાય લીધી. 
નારદજીએ જતાં જતાં કહ્યું આસ્તિક મોટો ઋષિ વિદ્યાવાન અને યોધ્ધો થશે જીવનમાં તડકો-છાંટડો આવશે પણ કદી ચલિત નહીં થાય અને આખા કુળને ઉગારશે બચાવશે. 
જરાત્કારુ બેલડી પણ ખૂબ ખુશ હતી. ઉત્સવનાં સમાપન પછી જરાત્કારુ દેવે કહ્યું દેવી જરાત્કારુ તમારાં પુત્રને સાક્ષાત ઇશ્વરનાં આશીર્વાદ મળ્યાં છે એનાં ઉછેર અંગેની ચિંતા છોડી દેજો. બાળક મહા પરાક્રમી થશે. 
રાજકુમારી જરાત્કારુ ખૂબ ખુશ હતાં. આમને આમ કેટલાંક દિવસો વિત્યાં પછી ઋષિ જરાત્કારુએ કહ્યું દેવી હવે આપણે આપણાં આશ્રમે જઇએ અને ત્યાં રાજકુમારની સાચી તાલિમ શરૂ થશે ભલે હજી નાનો છે પણ શાસ્ત્ર શ્રવણ કરશે આપણી આશ્રમની પંચવટીમાં રમશે અને કુદરત સાથે સાચો સેહવાસ થશે. 
રાજકુમારી જરાત્કારુ માની ગયાં અને કહ્યું ભગવન તમે કહો છો એમ હવે હું તૈયાર છું આપણે આપણાં આશ્રમે જઇએ અને ત્યાં રાજકુમાર આસ્તિકનો ઉછેર કરીશું. 
વાસુકીનાગને બોલાવીને જરાત્કારુ ભગવને કહ્યું વાસુકી હવે અમે અમારાં આશ્રમે જવા માંગીએ છીએ. અમને પ્રેમ આનંદથી વિદાય આપો. 
આંખમાં આંસુ લાવી વાસુકીનાગ અને એમની પત્નિએ કહ્યું "અમને સેવાની તક આપી હોત તો સારુ થાત પણ... અમારી વિનંતી ધ્યાનમાં રાખી આપ અહીં રોકાયા એ અમારું ભાગ્ય છે. 
રાજકુમારી જરાત્કારુ ભગવન જરાત્કારુ અને આસ્તિકે બહુમૂલ્ય ભેટ સોગાદો આપી અને પવનહંસને તૈયારી કરી વિદાયની તૈયારીઓ કરી. 
રાજમહેલનાં આંગણમાં જાણે આખું નાગલોક ઉમટયું હતું રાજકુમારી, રાજકુમાર અને ભગવન જરાત્કારુને વિદાય આપવા રડતી આંખે પ્રજા ઉભી હતી. વિદાય વસમી હતી પણ જવું નક્કી હતું ટાળી શકાય એમ નહોતું વાસુકીનાગ ત્થા નાગ કુટુંબ દાસ, દાસીઓની માંડી દરેક નાગ ખૂબ વ્યથિત હતાં અને બધાએ આશિષ વચનો આપીને કહ્યું. અહીં આવતા રહેજો અમારાં રાજકુમારનાં ધર્શન કરાવજો એમનું મુખ જોયા વિનાં અમે કેમ જીવીશું ? અમારો કુળદિપક કુળ બચાવનારને મોસાળે મોકલજો. બધાની આંખો ભરાઈ આવી હતી. 
વાસુકીનાગે બહેન જરાત્કારુને વ્હાલથી ભેટીને કહ્યું બહેનાં તમે સંદેશો મોકલશો અમે તમને લોકોને લેવા આવી જઇશું. આસ્તિકની ખૂબ યાદ આવશે. વારે તહેવાર અમે આવીશું એનાં ઓવરણા લઇશું. 
પછી ભગવન જરાત્કારુનાં ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેતાં કહ્યું ભગવન અમી દ્રષ્ટિ રાખજો તમારાં સેવક છીએ. તમારી સેવાનો લાભ આપજો. 
ભગવન જરાત્કારુએ વાસુકીનાગ તથા અન્ય સર્પ નાગને સંબોધીને કહ્યું "તમારો કુળદીપક બચાવનાર આસ્તિક તમારી રક્ષા કરશે કોઇ નાગ સર્પ હવેથી દુઃખી નહીં થાય એવું વચન આપુ છું. અને આસ્તિક મોટો થયે અહી તમારી સમક્ષ આવશે એની બધી ફરજો અદા કરશે. 
બધાંએ એક સાથે આસ્તિકની જયજયકાર બોલાવી ફૂલોની વર્ષા કરી. માં નાં ખોળામાં રહેલા આસ્તિક બધુ  જોઇ સાંભળી બધુ સમજતો હોય એમ હસી રહ્યો હતો આસ્તિકનું કપાળ અને આંખો દિવ્ય પ્રકાશથી ઝળકી રહી હતી એની ચારેબાજુ તેજપૂંજ હતો. એનાં દર્શન માત્રથી બધાને શાતા મળી રહી હતી. 
બધાનાં શોક વચ્ચે પવનહંસમાં ભગવન જરાત્કારુ રાજકુમારી જરાત્કારુ આસ્તિક અને વાસુકીનાગ બેઠાં અને બધાની વસમી વિદાય લીધી. રાજકુમારી જરાત્કારુની આંખમાંથી આંસુ ટપકી રહ્યાં અને જોતજોતામાં પવનહંસ આકાશમાં વિહાર કરી રહ્યો. 
વધુ આવતા અધ્યાયે - અધ્યાય ----13

રેટ કરો અને રિવ્યુ આપો

Pragnesh Desai

Pragnesh Desai 8 માસ પહેલા

Anish Padhiyar

Anish Padhiyar 8 માસ પહેલા

Meena Kavad

Meena Kavad 10 માસ પહેલા

Hitesh patel

Hitesh patel 10 માસ પહેલા

Sunil Kantilal Shah

Sunil Kantilal Shah 10 માસ પહેલા