સપના ની ઉડાન - 22 Dr Mehta Mansi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપના ની ઉડાન - 22

પ્રિયા અને તેના સાથી સર્જરી શરૂ કરે છે. પ્રિયા બધા જ ડોક્ટર ને હિંમત પૂરી પાડે છે. આ બાજુ ઝીવા અને રાધા માં બંને હોસ્પિટલ ના મંદિરે ઈશ્વર ને પ્રાર્થના કરી રહ્યા હતા. ઝીવા તેની કાલી ઘેલી વાણી માં ભગવાન ને તેના પિતા ને ખુશ રાખવા પ્રાર્થના કરી રહી હતી. આ બધામાં સૌથી વધુ ચિંતા માં ડૉ. અનિરુદ્ધ હતા. પણ તેમને કંઇક બીજી જ ચિંતા પરેશાન કરતી હતી.

દરવાજા ની બહાર બધા જ તેમનો બહાર આવવાનો ઇન્તજાર કરી રહ્યા હતા. હવે સર્જરી પૂરી થઈ ગઈ હતી. સર્જરી સફળ થઈ છે કે નહિ તેનો આધાર તો હવે અખિલ ને હોંશ આવે છે કે નહિ તેના પર રહ્યો હતો. તે બધા જ ડોક્ટર ઈશ્વર ને પ્રાર્થના કરી રહ્યા હતા. થોડાક સમય પછી અખિલ ના શરીર માં થોડીક હલચલ થાય છે. પ્રિયા નું ધ્યાન તેના પર જાય છે. તે તરત બધા ને જણાવે છે થોડીક વાર માં અખિલ પોતાની આંખો ધીમે ધીમે ખોલે છે. પછી તે અર્ધજાગ્રત અવસ્થામાં આમતેમ જોઈ રહ્યો હતો.

પ્રિયા તેને જણાવે છે કે તે અત્યારે હોસ્પિટલ માં છે. તે વારંવાર ઝીવા ઝીવા બોલતો હતો. પ્રિયા તરત બહાર જાય છે. તે જોવે છે કે ડૉ.અનિરુદ્ધ અને બીજા કેટલાક ડોક્ટર અને ત્યાં આવેલા લોકો જેમને આ ઘટના ની જાણ હતી તેઓ સર્જરી ના પરિણામ ની રાહ જોઈ ત્યાં ઊભા હતા. અચાનક બધા નું ધ્યાન પ્રિયા પર ગયું. તેઓ પ્રશ્નાર્થ ભરી નજરે પ્રિયાને જોઈ જ રહ્યા. પ્રિયા ના ચહેરા પર મુસ્કાન આવી અને તે બોલી ," સર્જરી સફળ થઈ છે." આ સાંભળતા બધાના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. બધા એ તેને તાળીઓ થી વધાવી. પણ આ સાંભળી ડૉ. અનિરુદ્ધ ને શોક લાગ્યો. તે ઊંડા વિચાર માં પડી ગયા.

પ્રિયા તરત દોડતા દોડતા ઝીવા પાસે ગઈ અને તેને અને રાધા માં ને લઈ અખિલ પાસે લઈ ગઈ. અખિલ હજી સરખું બોલી શકતો નહોતો. પણ ઝીવા ને જોતા તેના ચહેરા પર પણ આનંદ છવાઈ ગયો. ઝીવા તેના પિતા નો હાથ પકડી ને બેઠી ગઈ અને તેની સાથે વાતો કરવા લાગી. બધા જ ખૂબ જ ખુશ હતા. પણ ડૉ .અનિરુદ્ધ ના દિમાગ માં કંઇક બીજું ચાલી રહ્યું હતું. તે પોતાની કેબિન માં બેસી વિચાર કરી રહ્યા હતા. અચાનક તેમને કંઇક સૂઝ્યું. તે તરત એક ભયાનક હાસ્ય કરવા લાગ્યો.

હવે રાત પડી ગઈ હતી. પ્રિયા અને રોહન અને બીજા અમુક ડોક્ટર હોસ્પિટલ એ જ રોકાઈ ગયા હતા. તેઓ પણ આરામ કરી રહ્યા હતા. રાધા માં ઝીવા ને લઈ ને ઘરે જતા રહ્યા હતા. અખિલ ની સાથે તેનો એક મિત્ર રોકાણો હતો. તે પણ સુઈ ગયો હતો. આ સમયે કોઈક એકદમ ધીમે થી રૂમ માં દાખલ થાય છે. રાત ના અંધારા માં ચહેરો સ્પષ્ટ દેખાય તેમ નહોતો. વળી તે વ્યક્તિ મોઢા પર માસ્ક પહેર્યું હતું. તે ધીમેથી અખિલ ની નજીક આવે છે .હવે તે હળવેથી એક ઇન્જેક્શન કાઢે છે. અને ધીમેથી તેના હાથ પર ઇન્જેક્શન મારે છે.

હવે બીજી બાજુ પ્રિયા ને ઊંઘ આવતી નહોતી. તે વિચારે છે કે એકવાર અખિલ ના રૂમ માં જોયાવું તેને કોઈ તકલીફ તો નથી એમ. હવે આ સમયે તે વ્યક્તિ પણ ત્યાંથી બહાર નીકળે છે અને પોતાના રસ્તે ચાલવા લાગે છે. પ્રિયા તે જ રસ્તે આગળ વધી રહી હતી. પ્રિયા ને તે વ્યક્તિ સામો આવતો દેખાય છે. પ્રિયા તેની પાસે જઈ કહે છે,
" અરે ! ડૉ અનિરુદ્ધ તમે અત્યારે અહીંયા?"
અનિરુદ્ધ નું ધ્યાન નહોતું તે અચાનક પ્રિયા નો અવાજ સાંભળી ચોંકી જાય છે.

તે થોડી હડબડાટ સાથે જવાબ આપે છે,
" હું ! હું તો બસ એક પેશન્ટ ને જોવા આવ્યો હતો."
એમ કહી પ્રિયા બીજું કંઈ પૂછે એ પહેલાં ત્યાંથી ચાલ્યો જાય છે. પ્રિયા ને પણ થોડું આશ્ચર્ય થાય છે પણ તે તેને નજરઅંદાજ કરી ત્યાંથી જતી રહે છે. પ્રિયા અખિલ ને જોવે છે . તે સુઈ રહ્યો હતો અને બીજી કોઈ તકલીફ લાગી રહી નહોતી. આ જોઈ તેને શાંતિ થાય છે અને તે પણ ત્યાંથી જતી રહે છે.

હવે વહેલી સવારે પ્રિયા ખૂબ શાંતિ થી સ્ટાફ રૂમ માં સુઈ રહી હતી. ત્યાં અચાનક કોઈ જોર જોરથી બારણું ખખડાવે છે. પ્રિયા એકદમ જાગી જાય છે અને દરવાજો ખોલે છે તો સામે એક નર્સ હતી. તે ખૂબ ગભરાયેલી હતી. તે કહે છે,"

" ડોક્ટર તમે જલદી આવો મારી સાથે"
પ્રિયા : હા પણ શું થયું છે?
નર્સ : ડોક્ટર પેલા અખિલ દેશમુખ ની તબિયત કંઇક ખરાબ થઈ ગઈ છે. તમે જલ્દી ચાલો.

આ સાંભળી પ્રિયા દોડતી અખિલ ના રૂમ માં જાય છે. અખિલ શ્વાસ લઈ શકતો નહોતો. તેના હાર્ટ રેટ પણ ઓછા થતાં જતા હતા. પ્રિયા તરત તેની ટ્રીટમેન્ટ કરવા લાગે છે. પણ તે સમજી શકતી નહોતી કે તેને શું થઈ રહ્યું છે. અચાનક અખિલ ને લોહી ની ઉલ્ટી થાય છે. આ જોઈ પ્રિયા બીજા ડોક્ટર ને સાદ કરી બોલાવે છે. રોહન અને ડૉ અનિરુદ્ધ પણ ત્યાં આવી જાય છે તે બધા તપાસે છે પણ કોઈ ને ખબર પડતી નહોતી કે તેને શું થાય છે.

આ બધુ જોઈ ડૉ અનિરુદ્ધ ગુસ્સે થઈ બોલે છે ," આ બધો ફોલ્ટ ડૉ. પ્રિયા નો છે. આ તમારી સર્જરી નું પરિણામ છે જોવો... પેશન્ટ મરવાની હાલત માં છે. શું જરૂર હતી સર્જરી કરવાની અને મહાન બનવાની ? નક્કી તમારી જ ભૂલ ના લીધે આ થાય છે. મે કહ્યુ હતું હું જ બીજા દિવસે આવી આ સર્જરી કરીશ. પણ માને તો કોણ?"

પ્રિયા : " ના ડોક્ટર , મે તેમની સરખી તપાસ કરી હતી. તેઓ એકદમ ઠીક હતા. કાલે રાત્રે પણ હું એમને તપાસવા ગઈ હતી તમને તો ખબર છે ને ! ત્યારે પણ તેમની તબિયત બિલકુલ ઠીક હતી, પણ અચાનક તેમને શું થઈ ગયું? " ત્યાર પછી પ્રિયા ની આંખ માંથી આંસુ વહેવા લાગે છે.

ડૉ અનિરુદ્ધ : " એ કંઈ પણ હોય જો આ દર્દી ને કંઇક થઈ ગયું તો તેનો દોષ તમારા બધા પર જ આવશે. કેમકે પરમિશન વગર જો સર્જરી કરી છે તમે લોકો એ.સમજી લેજો એક કેસ તમારું કરિયર ખતમ કરી દેશે ".

આ સમયે તે બધા ડોક્ટર ની આંખ માં આંસુ હતા. પ્રિયા ને કંઇ સમજાતું નહોતું. બધા ડોક્ટર અખિલ ને બચાવવાની કોશિશ કરી રહ્યા હતા પણ તેમનો પ્રયાસ નિષ્ફળ ગયો. અખિલ ના શરીર માં હલચલ થતી બંધ થઈ ગઈ. ઇ. સી.જી માં હાર્ટ રેટ ની લાઈન એકદમ સીધી થઈ ગઈ . હદય ના ધબકારા બંધ થઈ ગયા. અને અખિલ દેશમુખ નું ત્યાં જ મૃત્યુ થઈ ગયું. આ સમયે બધા જ ડોક્ટર શોક માં જતા રહ્યા. પ્રિયા ને તો આંખ માં અંધારા આવી ગયા. તે પડવા જતી હતી ત્યાં રોહન એ તેને પકડી લીધી. વાતાવરણ માં એકદમ શાંતિ પ્રસરી ગઇ.......

આ સમયે બધાની આંખ માં આંસુ હતા. પ્રિયા ખૂબ જ રડી રહી હતી. પ્રિયા અને તેના બીજા સાથી ડોક્ટર અખિલ ના મોત માટે પોતાને જિમ્મેદાર ગણાવી રહ્યા હતા. કેમ કે અનિરુદ્ધ એ પહેલાં જ આ વાત તેમના દિમાગ માં નાખી દીધી હતી. પ્રિયા તો ઝીવા વિશે વિચારીને જ ખૂબ રડી રહી હતી. તેની હિંમત થતી નહોતી કે તે ઝીવા અને રાધા માં ને આ વાત જણાવે. માટે રોહન રાધા માં ને ફોન કરી તેને અને ઝીવા ને હોસ્પિટલ આવવા જણાવે છે. થોડાક સમય પછી ઝીવા અને રાધા માં ત્યાં પહોંચે છે. રોહન રાધા માં ને આ વાત જણાવે છે . આ સાંભળી તે રડવા લાગે છે. ઝીવા ને હજુ કઈ ખબર નહોતી તે રાધા માં ને પૂછે છે,

" દાદી તમે કેમ રડો છો? શું થયું? અંકલ તમે કહોને મારા દાદી કેમ રડે છે?'

પણ રોહન કે રાધા માં કઈ જવાબ આપતા નથી. ઝીવા તરત આમતેમ પ્રિયા ને ગોતે છે. પ્રિયા તેની પાસે જ આવી રહી હતી. ઝીવા તરત જ પ્રિયા પાસે દોડતી આવીને ભેટી જાય છે અને બોલે છે,
" દીદી .. જોવો ને મારા દાદી રડે છે તમે તેમને પૂછો ને કે તેઓ કેમ રડે છે ?"

આ સાંભળી પ્રિયા ની આંખ માંથી પણ આંસુ વહેવા લાગે છે . આ જોઈ ઝીવા બોલી,
" દીદી ! તમે કેમ રડો છો? શું થયું ? મને કહો . "
પ્રિયા : " બેટા ! I am very sorry. હું તારું પ્રોમિસ પૂરું કરી શકી નહિ."
ઝીવા : ના દીદી તમે મારું પ્રોમિસ પૂરું તો કર્યું હતું. તમને ખબર છે મારા પપ્પા સવારે જાગીને મારી પાસે આવ્યા હતા.

આ સાંભળી પ્રિયા ને આશ્ચર્ય થાય છે કે આ ઝીવા શું કહે છે! તે ઝીવા ને પૂછે છે ,
" બેટા ! તારા પપ્પા તારી પાસે આવ્યા હતા ? પણ ક્યારે?"
ઝીવા : આજે વહેલી સવારે. એ પણ મારા સપના માં . મે કહ્યુ હતુ ને હું પણ સપના માં મારા મમ્મી અને પપ્પા ને યાદ કરીશ. તો આજે તે બંને મારા સપના માં આવ્યા હતા.
પ્રિયા : બેટા તને શું સપનું આવ્યું હતું?
ઝીવા : મે સપના માં જોયું કે મમ્મી અને પપ્પા બંને મારી પાસે આવ્યા.પછી મને ખૂબ લાડ કર્યો. પછી મને મારું ધ્યાન રાખવાનું કહેતા હતા. અને પછી મને ટાટા કહીને પપ્પા અને મમ્મી બંને આકાશ ઉડી ગયા. પણ દીદી તે બંને મને એકલી મૂકી કેમ જતા રહ્યા? શું પપ્પા સાચે મમ્મી સાથે જતા રહ્યા?

પ્રિયા તો આ સાંભળી એક દમ આશ્ચર્ય ચકીત થઈ ગઈ. કદાચ અખિલ નો ઝીવા પ્રત્યે નો એટલો પ્રેમ જ હતો જે તેને ઝીવા ને અલવિદા કીધા વગર ત્યાંથી જવાની મંજૂરી ના આપેત. એટલે જ ઝીવા ના સપના માં આવી તે ઝીવા ને વિદાય આપતો ગયો. પણ ઝીવા હજી આ બધું સમજી શકે એ માટે ખૂબ નાની હતી. ફરી એકવાર પ્રિયા ના આંસુ વહેવા લાગ્યા. તે બોલી,

" ઝીવા ! તારા પપ્પા સાચે જ તારા મમ્મી સાથે જતા રહ્યા. એ જ કહેવા તારા મમ્મી અને પપ્પા તારા સપના માં આવ્યા હતા."

આ સાંભળી ઝીવા જોર જોર થી રડવા લાગી અને કહેવા લાગી , " પપ્પા તમે બોવ ખરાબ છો , તમે મને મૂકી મમ્મી પાસે જતા રહ્યા. હું તમારી સાથે ક્યારેય વાત નહિ કરું. કટ્ટા !" પ્રિયા તેને સંભાળે છે અને છાની રાખે છે. ઝીવા ભલે નાની હતી પણ તે સમજી ગઈ હતી કે તેના પપ્પા હવે તેને ક્યારેય નહી મળે . તે ખૂબ રડી રહી હતી. આ જોઈ પ્રિયા તેને પોતાના ઘરે લઈ જવાનું નક્કી કરે છે. તે રાધા માં ને જાણ કરી પોતાના ઘરે લઈ જાય છે. તે ફોન કરી પરી ને પણ બોલાવી લે છે. આ સમયે પ્રિયા ને અમિત ની ખૂબ જરૂરત હતી પણ અમિત આ વાત થી અનજાન પોતાના કામ માં વ્યસ્ત હતો.

પ્રિયા , પરી , મહેશભાઈ , સંગીતા બહેન બધા ઝીવા ને સાંભળે છે. આ સમયે પ્રિયા માત્ર ઝીવા વિશે વિચારી રહી હતી . તે આ બધી ઘટના ને થોડી વાર માટે ભૂલી ગઈ હતી. ત્યાં રોહન નો ફોન આવે છે અને તે તેને અર્જન્ટ ત્યાં આવવા કહે છે. પ્રિયા તરત હોસ્પિટલ જાય છે. રોહન અને બીજા તેના સાથી ડોક્ટર તેની રાહ જોઈ રહ્યા હતા. પ્રિયા ના આવ્યા પછી રોહન બોલ્યો,

" પ્રિયા ! અમે એવું વિચાર્યું છે કે આપણી ભૂલ ના લીધે એક વ્યક્તિ ની જાન ગઈ છે. આપણે ડૉ. અનિરુદ્ધ ની વાત માની નહિ . આપણે તેમની માફી માગવા માટે જવું જોઈએ."

પ્રિયા : " હા, આપણે અત્યારે જ તેમની પાસે જઈએ."

પછી તે બધા ડૉ . અનિરુદ્ધ ની પાસે જાય છે. તેઓ કેબિન ના બારણાં પાસે પહોંચે છે ત્યાં અંદર થી હસવાનો અવાજ આવે છે. ડૉ. અનિરુદ્ધ બારણું અંદર થી લોક કરતા ભૂલી ગયા હોય છે. એટલે પ્રિયા ધીમેથી થોડું બારણું ખોલે છે અને તે બધા અંદર જોવે છે. ડૉ .અનિરુદ્ધ પાછળ ફરી કોઈ જોડે હસતા હસતા ફોન માં વાત કરી રહ્યો હતો કે,

" આજે તો મજા જ આવી ગઈ. તારું કામ પણ થઈ ગયું અને મારું કામ પણ. એક ઇન્જેક્શન અને કામ તમામ. કોઈ ને શક પણ થયો નહિ. અને વાક આવ્યો બિચારા પેલા ડોક્ટરો પર જેમણે સર્જરી કરી તેને બચાવ્યો. શું રમત રમી. આ તો એવું જ થઈ ગયું કે ' સાપ પણ મરી ગયો , અને લાઠી પણ નો તુટી '. "

આ બધું પ્રિયા , રોહન અને બીજા સાથી ડોક્ટર સાંભળી જાય છે. તો હવે આનું શું પરિણામ આવે છે એ જાણવા વાચતા રહો ' સપના ની ઉડાન '. આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી જણાવજો.

To Be Continue...