Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય - 33

ભાગ - 33
પપ્પાને એકલા મૂકીને, શ્યામને બે વર્ષ માટે હોટલ મેનેજમેન્ટનો કોર્ષ કરવા માટે, શેઠ હસમુખલાલના દિકરા અજય સાથે વિદેશ જવાના વિચારમાત્રથી અત્યારે શ્યામ થોડો ઢીલો પડી ગયો છે, અને પપ્પાને એકલા મુકી વિદેશ જવાનું હોવાથી પપ્પાની ચિંતામાં અત્યારે શ્યામ તેના પપ્પાને આ બે વર્ષ વિદેશ જવાની ખાલી વાત કહેતા-કહેતાજ ગળગળો થઈ, પપ્પાના ખભે માથું મૂકી રડી પડ્યો છે.
ત્યારે શ્યામના પપ્પા પંકજભાઈને શ્યામ કેમ રડી રહ્યો છે, તેનું રડવાનું કારણ નહીં જાણતા હોવાં છતાં, તેને હિંમત આપે છે.
પંકજભાઈ :- અરે બેટા શું વાત છે ?
તું કેમ પડી રહ્યો છે ?
તે કરેલ વાતતો અત્યંત ખુશ થવા જેવી છે.
તો તું રડે છે શું કામ ?
પંકજભાઈ શ્યામને ફ્રેશ થઈ જે હોય તે પૂરી વાત વિગતવાર જણાવવા કહે છે.
પપ્પાના કહેવાથી શ્યામ મોઢું ધોઈ ફ્રેશ થઈ તેના પપ્પાને જણાવે છે કે,
શ્યામ :- પપ્પા હું જાણું છું કે, મેં તમને કરેલ બધી વાત આપણા સૌ માટે ખુશી અને પ્રગતિની વાત છે.
પરંતુ એમા,
મને દુઃખ માત્ર ને માત્ર, એ વાતનું છે કે, મારે તમને આ બે વર્ષ એકલા મૂકીને વિદેશ જવું પડશે. અત્યારે મને સૌથી વધારે ચિંતા તમારી છે.
તમે એકલા આ બે વર્ષ કઈ રીતે કાઢશો.
શ્યામના મોઢે આ વાત સાંભળી, પંકજભાઈ દીકરા શ્યામનું દર્દ અને લાગણી સમજી જાય છે. શ્યામની પોતાના પ્રત્યેની આટલી લાગણી અને શ્યામનો આટલો પ્રેમ જાણી, પંકજભાઈના આંખના ખૂણા પણ થોડા ભીના થઈ જાય છે. છતાં શ્યામને હિંમત આપતા...
પંકજભાઈ :- બેટા એમા શું ? બે વર્ષની તો વાત છે, અને હું ક્યાં એટલો ઘરડો કે પથારીવશ છું, તો તને મારી આટલી બધી ચિંતા થાય છે.
તુ તો જાણે છે કે, હું આરામથી મારા બધા કામકાજ કરી શકું છું. પાછું, વધારેમાં રીયા અને વેદ તેમજ તેમનો પૂરો પરિવાર પણ મારી સાથે છે, અને ખાસ તો તું જાણે છે કે મારો દિવસનો મોટા ભાગનો સમય તો શેઠ હસમુખલાલ સાથે પસાર થઈ જાય છે, અને એ તો હું ઘરે આવવાની જીદ કે ઉતાવળ કરું છું, બાકી શેઠ હસમુખલાલ તો મને એક ઘડી પણ છોડવાની કે વહેલા ઘરે મોકલવા ક્યાં તૈયાર થાય છે ?
અત્યારે તુ એ બધી ચિંતા છોડ, અને વિદેશ જવાની તૈયારી કર. બેટા, આ તો આપણો સારામાં સારો સમય ચાલુ થયો છે, એની શરૂઆત કહેવાય દીકરા.
આતો ભગવાને તને સારામાં સારો મોકો આપ્યો કહેવાય, બાકી તો તું જાણે છે કે, સામાન્ય નોકરી ધંધો કરીને પણ લોકો કેટલા ખુશીથી પોતાની જીંદગી જીવે છે, અને કેટલાકને તો સારી નોકરી શોધવામાં પણ વર્ષોના વર્ષો એમનેમ નીકળી જાય છે.
તો શું એ લોકો સંઘર્ષ નથી કરતા ?
દુનિયામાં ઘણાં લોકોને તો, પરિણામ મળવાની જરાય આશા ન હોય છતાં, લાખો લોકો રોજ સવારે સંઘર્ષ કરવા નીકળીજ પડે છે ને ?
તો તારે તો, પરિણામ તારી સામે જ છે, તારે ખાલી ત્યાં સુધી પહોંચવાનું છે.
તો મારુ તને એ કહેવું થાય છે કે, તુ હસતા મોઢે ખુશી ખુશી વિદેશ જા, તુ અને શેઠનો દિકરો અજય, તમે બન્ને, બે વર્ષમાં તૈયાર થઈને આવો, ત્યાં સુધી અમારી પાસે પણ કામ છે જ ને ?
શ્યામ :- કયું કામ પપ્પા ?
પંકજભાઈ :- તમારા માટે મારે અને શેઠ હસમુખલાલ, અમે બન્ને એ ભેગા મળી તમારાં માટે એક શાનદાર હોટલ તૈયાર કરવાનું કામ.
વધુ ભાગ - 34 માં