સ્વાભિમાન Rathod Niral દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વાભિમાન

શિલ્પા આજે ખુબ ખુશ હતી આજે તેની લગ્ન ની એનિવર્સરી હતી ત્રણ વર્ષ વીતી ગયા લડતા ઝગડતાં, આજે કેટલા દિવસે તેનો પતિ રાકેશ તેને લઈને ફિલ્મ જોવા જવાનું કહીને ઓફીસ ગયો હતો.

શિલ્પા અરીસા માં તૈયાર થતા થતા પોતાને નિહાળી રહી હતી આજે પણ તે કેટલી સુંદર લાગતી હતી,આજે તેને રાકેશ ની ગમતી આસમાની રંગની સાડી પહેરી હતી જે તેના ગોરા વાન પર ખુબ શોભતી હતી.

ઘરનું દરેક કામ પૂરું કરીને તૈયાર થઈને શિલ્પા રાકેશ ની રાહ જોવા લાગી પણ રાકેશ આવ્યો નહિ રાત ના આઠ વાગતા શિલ્પા રડતા રડતા જમવાનું બનાવવા ચાલી ગઈ.

શિલ્પા વિચારવા લાગી કે એવું તો કેટલીયે વાર બન્યું હશે, રાકેશ હમેંશા આવા વચન આપીને ભૂલી જતો,શિલ્પા બિચારી એમ સમજતી કે ઓફીસમાં વધારે કામ હોવાથી ભૂલી જતો હશે,પણ આજે કેમેય કરીને તેનું મન માનતું નહોતું બસ રડ્યે જતું હતું.

શિલ્પા જમવાનું બનાવતી હતી ને રાકેશ આવ્યો એટલે એ પાણી લઈને ગઈ અને શાંતિ થી પૂછ્યું કે,

"આજે બહુ મોડું થઇ ગયું"?

"હા તો કામ હોય તો મોડું થાય ત્યાં કઈ હું બેસી રહેવા નથી જતો આખો દિવસ કામ કરીએ છે ત્યારે તમે આમ વટબંધ ફરો છો".રાકેશ ગુસ્સે થઈને બોલ્યો.

"અને હજી શુધી તે જમવાનું નથી બનાવ્યું,એક તો થાકીને આવવાનું અને પાછું ટાઈમે જમવાનું પણ ન મળે".રાકેશે ગુસ્સામાં કહ્યું.

પણ તમે જ તો... શિલ્પા બોલવા જતી હતી તો તેને વચ્ચેથી અટકાવી દીધી અને રાકેશ બોલવા માંડ્યો.

"હા હવે બહાના કાઢવાના રહેવા દે કોઈ દિવસ ઢન્ગ થી કામ ક્યાં કરે છે તે આજે કરવાની હતી"રાકેશે ગુસ્સામાં કીધું.

શિલ્પા થી સહન ન થયું અને એમ પણ રાકેશ ફિલ્મ જોવા જવાનું અને હોટલમાં જમવા જવાનું કહીને આવ્યો નહોતો એનું દુઃખ તો હતું અને ઉપર થી એ સ્વીકારવાને બદલે ઉલ્ટાનો એનેજ બોલતો હતો તેથી તે રડવા લાગી.

"હા, મેડમ રડતા જ આવડે છે એમ રડીને બિવડાવાનું એટલે પતિ ચુપ થઇ જાય બસ આ જ તારી માં એ તને શીખવ્યું છે"રાકેશે વધુ ઉશ્કેરાઈને કહ્યું.

પતિના આકરા વેણ સાંભળીને શિલ્પા થાકી ગઈ હતી આ તો છેલ્લા એક વર્ષ થી ચાલ્યું આવતું હતું,રોજ કોઈના કોઈ બહાને રાકેશ ઝગડો કરતો અને બિચારી શિલ્પા ચુપચાપ સહન કર્યા કરતી.

રડતી રડતી શિલ્પાએ ફટાફટ જમવાનું બનાવીને પીરસ્યું તો રાકેશે ભૂખ મરી ગઈ એમ કહીને થાળી હડસેલી દીધી.

હવે શિલ્પા ને દુઃખ થયું કે કેમ રાકેશ એવું વર્તન કરે છે ,તે આજે મન થી હારી ગઈ અને માંડ કામ પતાવીને ઊંઘવા માટે ગઈ પણ આજે એને ઊંઘ નહોતી આવતી એતો બસ રડતી રડતી એમ વિચારવા લાગી કે એને ખરેખર રાકેશ સાથે ભાગીને લગ્ન કર્યા એ આજ રાકેશ છે,કેટલો પ્રેમ કરતો હતો રાકેશ તેને તે હંમેશા કહેતો,

"શિલ્પા હું તારી આંખ માં એક આંસુ નહિ આવવા દઉં". અને જો કોઈ દિવસ તેની આંખમાં આંસુ આવતા તો તે કેટલો દુઃખી થઈ જતો અને કારણ જાણી ને તેને હસાવવાના પ્રયત્ન કરતો એથી આજે એને પ્રશ્ન થતો કે,

શું આ એજ રાકેશ છે જે તેની માટે કઈ પણ કરવા તૈયાર થઇ જતો?

શિલ્પા એમ વિચારીને હંમેશા પોતાના મનને માનવતી કે કામનો ભાર હશે એટલે એવું કરતો હશે આજે પણ એમ વિચારીને ઊંઘી ગઈ.

સવારમાં ઉઠીને તે કામે લાગી ગઈ આ તેની ખાસિયત કહો કે તેનો પ્રેમ તે હંમેશા રાકેશને માફ કરી દેતી જેની માફી ની રાકેશ ને તો પડી પણ ન હતી.

શિલ્પા કપડાં ધોવા માટે રાકેશ ના કપડાં લે છે તો તેમાંથી બે ફિલ્મ ની ટિકિટ અને હોટલ નું બે વ્યક્તિનું બિલ મળે છે.

શિલ્પા ત્યાંજ બેસી પડે છે કારણકે રાકેશ ના વર્તન પાછળ નું કારણ સમજાઈ ગયું હતું.

આજે એને એના મમ્મી પપ્પાએ કહેલું યાદ આવવા લાગ્યું તેના પપ્પાએ કીધું તું બેટા એ છોકરો સારો નથી એ તને ધોકો આપશે,પ્લીઝ તું એની સાથે લગ્ન કરવાની જીદ ના કરીશ એવું બધું કહીને કેટલા કાલાવાલા કર્યા હતા પણ એ વખતે પ્રેમનું ભૂત ચડ્યું હતુંને એટલે એ બધું સમજાતું નહોતું.

આજે તે ખુબ રડી રહી હતી પણ તેને નક્કી કર્યું કે આજે તે ચુપ નહિ રહે,રાકેશ તૈયાર થઈને આવ્યો એટલે એને સીધો પ્રશ્ન કરયો.

"રાકેશ કાલે ઓફીસમાં બહુ કામ હતું એટલે મોડા આવ્યા હતા"?

"હા, તો કામ હતું એટલેજ મોડો આવ્યો ને અને તું શું મને આવા પ્રશ્નો પૂછે છે, કાલ નો જમ્યો નથી ભૂખ લાગી છે તો નાસ્તો આપો કે પછી એ પણ નહિ મળે".રાકેશે નફ્ફટાઈ થી કહ્યું.

"હા, એતો શું કામ કરતા હતા એ બધીજ ખબર પડે છે અને તમે ભૂખ્યા રહ્યા એ વાત તો હજમ નથી થતી કારણકે હોટલ માં જમ્યા પછી કોઈ માણસ ભૂખ્યો કઈ રીતે હોય".શિલ્પાએ કહ્યું.

"એટલે તું શું કહેવા માંગે છે"? તારી પાસે કોઈ કામ ધંધો નથી એટલે નવરી બેઠી બેઠી તને આવા વિચારો આવ્યા કરે છે.

"જો આ છે એનું પ્રુફ, આ ફિલ્મની ટિકિટ અને હોટલ નું બિલ ક્યાંથી આવ્યું ?અને પછી મારી સાથે નાટક કરે છે હું કેટલી ખુશ થઈને તારી રાહ જોતી હતી અને તે મને ધોકો આપ્યો".

જે વિચારવું હોય તે વિચાર મને કોઈ ફર્ક નથી પડતો.રાકેશે ફરી નફ્ફટ થઈને જવાબ આપ્યો.

"કેટલો નફ્ફટ છે તું તને મેં કેટલો પ્રેમ કર્યો તારી દરેક વાત માની તારો ગુસ્સો, તારા નખરા બધુજ સહન કર્યું એ બધું કઈ આ દિવસ જોવા માટે નથી કર્યું,હવે આ વસ્તુ મારાથી નહી સહન થાય".શિલ્પાએ રડતા રડતા કહ્યું.

"એ સહન વાળી ના જોઈ હોય મોટી મારા પૈસાની રોટલી તોડે છે તું બરાબર અને તને કોણ કે છે આ બધું સહન કરવાનું મફતિયા રોટલી તોડવી છે,આરામ થી રહેવું છે અને પાછો રોફ જમાવવો છે".

"તારા આખા ઘર નું કામ કરું છું,આખા ઘર ના વૈતરા કરું છું મફતમાં નથી ખાતી અને બહુ થયું રોજ રોજ આ સાંભળીને હવે થાકી ગઈ હવે હું નહિ સાંભળું".શિલ્પાએ મક્કમ થઈને કહ્યું.

"ના સંભળાતું હોય તો જતી રે અહીંથી".એટલું ગુસ્સામાં કહીને રાકેશ ઓફિસે જતો રહ્યો.

શિલ્પાની રડી રડી ને આંખો સુજી ગઈ હવે એને રાકેશ સાથે નહોતું રહેવું પણ એ ક્યાં જાય એને રાકેશ સાથે રહેવાજ તો
એના મમ્મી પપ્પા સાથે સબંધ તોડી નાખ્યો હતો હવે એ ક્યા મોઢે એમની પાસે જાય.

રડતા રડતા તેને એક વિચાર આવ્યો અને એક ચિઠ્ઠી લખી અને તે રાકેશ જુએ એ રીતે મૂકી ને ચાલી નીકળી.

રાકેશ સાંજે ઘરે આવ્યો ને આવતાની સાથે બુમાબુમ કરવા લાગ્યો પણ શિલ્પા આવી નહિ એટલે એ શોધવા લાગ્યો,એટલામાં એની નજર એ ચિઠ્ઠી પર પડી ને તે વાંચવા લાગ્યો.

મને માફ કરજે રાકેશ પણ હવે હું તારી સાથે નહિ રહી શકું,તે મારો વિશ્વાસ તોડ્યો છે અને મારા સ્વાભિમાન ને ઠેસ પહોંચાડી છે મને હતું કે તું સુધરી જઇસ પણ એ શક્ય લાગતું નથી તેથી હું આ ઘર છોડીને એવી જગ્યાએ જઈ રહી છું જ્યાં મને સમ્માન મળે અને પ્રેમ પણ મળે,મને શોધીશ તો પણ હું તને મળવાની નથી.

પત્ર વાંચીને રાકેશના હોશ ઉડી ગયા અને તે તો જમીન પર ફસડાઈ પડ્યો શિલ્પાના દૂર જતા રહેવાથી એને એની ભૂલ નો અહેસાસ થયો પણ હવે શું એતો જતી રહી અને રાકેશ રડતો રહી ગયો.

શિલ્પા એક અનાથઆશ્રમ માં ગઈ જ્યાં એ લગ્ન પહેલા જતી હતી ત્યાં એને બાળકોને ભણાવવાની જવાબદારી લઇ લીધી અને ત્યાંજ તેના રહેવાની વ્યવસ્થા થઇ ગઈ,અહીં તેને બાળકોનો નિસ્વાર્થ પ્રેમ મળતો હતો અને પોતાના પગ પર ઉભી રહી તેથી તે સ્વાભિમાન થી જીવતી હતી.

સમાપ્ત