માતૃત્વ એક ઝંખના Rathod Niral દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માતૃત્વ એક ઝંખના

"સુરભી,પ્લીઝ દરવાજો ખોલ દેખ આવી રીતે તું હાર માની લે એ ન ચાલે અને મેં તને કેટલી વાર કીધું છે કે તું લોકોની વાત ધ્યાન માં ન લે લોકોનું તો કામ જ હોય છે ચુગલી કરવાનું"

"જો તને મારી કસમ છે દરવાજો ખોલ પ્લીઝ,સુરભી,પ્લીઝ".

સુરભી ધીરે રહીને દરવાજો ખોલે છે અને ચાલવા માંડે છે રોનક તેનો હાથ પકડી લે છે અને બોલે છે,

"સુરભી એમ કોઈની વાત સાંભળી ને તું કેમ દુઃખી થાય છે".

રોનક,હું લોકોની વાતોથી દુઃખી નથી થતી એ તો રોજનું થયું પણ આજે મમ્મી પણ... સુરભી ના ગળે ડૂમો ભરાઈ ગયો.

"દેખ,સુરભી પહેલા તું અહીં બેસ અને મારી વાત સાંભળ મમ્મી તો આજે પેલા રમીલામાસી આવેલા એમની વાત સાંભળી ને દુઃખી થઇ ગયા એટલે બોલી ગયા બાકી તને ખબરજ છે કે એમના મન માં એવું કશુંજ નથી".

"હા,જાણું છું પણ એમની વાત સાંભળી ને લાગી આવ્યું... એમને એવું કીધું ને કે તારા મારી સાથે પ્રેમલગ્ન ન થયા હોત તો કદાચ એમના ખોળામાં પણ આજે એક બાળ રમતું હોત પણ એમાં મારો શું વાંક રોનક? એતો ભગવાન ના હાથમાં છે ને."સુરભીએ રડતા રડતા કહ્યું.

"તું પણ છે ને બહુ લાગણીશીલ છે,જો મેં તને કેટલી વાર કહ્યું છે કે આપણે બાળકની કોઈ જરૂર નથી આપણે બે જ એકબીજા માટે પૂરતા છે અને કોને કીધું કે બાળકો હોય તો ઘડપણ માં સહારો મળે એ બાળકો જયારે વૃદ્ધાશ્રમ માં મૂકી આવેને તો એમ જ થાય કે એના કરતા બાળકો ન હોય તો સારું".

તારી વાત સાચી છે પણ..

"જો,સુરભી હવે તારે આવી બધી વાત વિચારવાની નથી જેને જે કેવું હોય તે કે આપણે ખુશીથી જીવવાનું બરાબર,અને ચાલ હવે તારી એકદમ ક્યુટ સ્માઈલ આપી દે,આવી રોતડ બિલકુલ સારી નથી લાગતી જો હવે વધારે રડીશ તો તારો ફોટો પાડીને ફેસબુક પર મૂકી દઈશ".હસતા હસતા રોનક કહે છે ને સુરભી સ્માઈલ આપે છે.

થોડીકવાર પછી વસુબેન સુરભીની સાસુ સુરભી પાસે આવે છે ને કહે છે,

"સુરભી,મારી વાતનું ખોટું લાગ્યું બેટા, મને માફ કરી દેજે પેલી રમિલાએ મારુ મગજ ખરાબ કરી નાખ્યું તું જો મારા મનમાં એવું કસુજ નથી તું મન પર ના લેતી".વસુબેને ઉદાસ સ્વરે કહ્યું.

"ના મમ્મી મને બિલકુલ ખોટું નથી લાગ્યું તમે એવું ન વિચારશો.એમ કહી ને તે કામે લાગે છે".

બે દિવસ પછી સુરભી રસોડામાં કામ કરતી હોય છે ત્યારે રોનક તેને કહેછે.

"સુરભી મેં તને કાલે એક ફાઇલ આપી હતીને મુકવા માટે તે મને આપને ".

"રોનક એ કબાટમાં જ છે તું લઇ લે મારા હાથ લોટ વાડા છે".સુરભી કહે છે

રોનક ફાઇલ લેવા માટે ચાલ્યો જાય છે ને એકદમ સુરભીને કૈક યાદ આવે છે ને તે દોડી ને તેની પાછળ જાય છે તે રૂમ માં પહોંચે છે તો રોનક ના હાથમાં ગુલાબી રંગની ફાઇલ જોઈને પરસેવો વળી જાય છે રોનક તેની ફાઇલ લઈને ગુલાબી રંગની ફાઇલ પાછી મુકવા જાય છે ને તેના જીવ માં જીવ આવે છે પણ મુકવા જતા ફાઇલ નીચે પડી જાય છે ને રોનક બધા કાગળ જોઈ જાય છે એતો એ બંને ના રિપોર્ટ ની ફાઇલ હતી જે સુરભીએ અત્યાર સુધી તેને નહોતી બતાવી.

સુરભી તો ત્યાંજ ઉભી રહી જાય છે રોનક રિપોર્ટ વાંચીને બે મિનિટ માટે સ્તબ્ધ થઇ જાય છે એટલા માં વસુબેન પણ ત્યાં આવે છે ને રોનક ને એ રીતે ઉભેલો જોઈને એ પૂછે છે,

"રોનક શું થયું કેમ આમ ઉભો છે તારે તો હમણાં મોડું થતું તુંને.".

રોનક કઈ જવાબ આપતો નથી એટલે વસુબેન ફરી પૂછે છે,

"એય રોનક તને પૂછું છું શું થયું છે એમ થાંભલાની જેમ કેમ ઉભો રહ્યો છે".હવે રોનક ને ભાન થાય છે કે તેની મમ્મી તેને કઈ પૂછે છે એટલે તે રડતા રડતા બોલે છે.

"મમ્મી આ સુરભી પોતાની જાત ને ભગવાન માને છે બધા દુઃખ એને એકલીએ સહેવા છે અને આ તો હદ થઇ ગઈ મારી ખામી એને પોતાના ઉપર લઇ લીધી જેથી મને દુઃખ ન થાય અને પોતે બધાના મેંના સહેતી રહી".

"અરે કઈ સમજાય એવું બોલને". વાસુબેને કહ્યું.

"મમ્મી આ અમારા રિપોર્ટની ફાઇલ છે જેમાં લખ્યું છે કે હું કોઈ દિવસ પિતા નહિ બની શકું ખામી મારામાં છે સુરભી માં નથી".એમ કહીને રડવા લાગે છે.

વસુબેન અને સુરભી તેની પાસે જાય છે ત્રણે રડે છે વસુબેન ને આજે સુરભી માટે બહુ માન ઉપજે છે તેપણ સુરભી ને કહે છે,

"બેટા,તું લોકોના મેંના ચૂપચાપ સાંભળતી રહી છતાં તે એક હરફ ના ઉચ્ચાર્યો ખરેખર તું મહાન છે".

"ના મમ્મી એવું કંઈ નથી એતો હું રોનક ને આમ તૂટતો ન જોઈ શકું એટલે મેં એવું કર્યું અને હા આજ પછી આ વાત કોઈ આ ઘરમાં કાઢે નહીં, તમને લોકોને મારી કસમ છે". એમ કહીને સુરભી રોનક અને વસુબેનની આંખના આંસુ લૂછે છે.

ત્યારબાદ લગભગ એક મહિના પછી સુરભી મંદિર માં દર્શન કરવા માટે જાય છે તો મંદિરમાં બહુ ભીડ જમા થયેલી હોય છે તે નજીક જઈને જુએ છે તો એક તાજી જન્મેલી બાળકી ત્યાં નીચે મંદિરના પગથિયાં પર રડતી પડેલી હોય છે.

બધા પાપ પુણ્ય ની વાતો કરતા હોય છે પણ તે બાળકીને કોઈ લેવા તૈયાર નથી થતું તે બાળકીનું રુદન સાંભળી ને સુરભીના અંતર મન માં છૂપાયેલી મમતા ઉભરાઈ આવે છે અને તે બાળકી ને ઉઠાવી લે છે ને છાતી સરસી ચાંપી દે છે તે બાળકી પણ જાણે માં નો સ્પર્શ થયો હોય એમ ચૂપ થઈ જાય છે બધા ત્યાં ઉભેલા તેને જોઈ જ રહે છે.

ત્યાં પોલીસ ઇન્સ્પેક્ટર આવે છે ને પૂછતાચ કરે છે સુરભી બાળકીને પોતાની પાસે રાખવા વિનંતી કરે છે ને પોલીસ ઇન્સ્પેક્ટર માની જાય છે તે જરૂરી કાનૂની કાર્યવાહી સમજાવે છે ને ચાલ્યા જાય છે.

સુરભી બાળકી ને ખૂબ વ્હાલ કરે છે તે એવું વિચારે છે કે અહીં એ માં બનવા માટે કેટલી તડપી રહી છે ને એકબાજુ કેટલાક લોકોને ભગવાન બાળક આપે છે તો કોઈ કિંમત નથી તે ઘરે જાય છે ને વસુબેન અને રોનક ને બધી વાત કરે છે રોનક તો બહુ ખુશ થઈ જાય છે પણ વસુબેન બોલે છે,

"સુરભી,આ કોણ જાણે કોનું પાપ હશે ને એને આપડે આપના ઘરનું રતન બનાવીએ એ મને યોગ્ય લાગતું નથી".

"જુઓ મમ્મી ભગવાને આપેલી કોઈ પણ વસ્તુ પાપ કઈ રીતે ગણાય અને આતો નાજુક કુમળું બાળ છે એમા એનો શુ વાંક?એમ કહીને તે બાળકીને વ્હાલ કરવા લાગે છે ને વસુબેન ને એના પર માન થઈ આવે છે ને તે ભગવાન નો આભાર માને છે કે તેમને સુરભીની માતૃત્વની ઝંખના પુરી કરી.

સમાપ્ત