Asamanjas.... - 6 books and stories free download online pdf in Gujarati

અસમંજસ.... - 6

આગળ જોયું કે કનક નક્ષિતન જીવને બચાવવા પ્રાથના કરે છે. જોઈએ કનકની પ્રાર્થના સાર્થક થઈ કે નહીં.

બેહોશ પડેલી કનકના માથાપર કોઈક હાથ ફરે છે.

" કનક જલ્દી ચાલ, જો તો ખરા ચમત્કાર થઈ ગયો." - રિયા બેહોશીમાં પડેલી કનકને પાણીના છાંટા નાખતી ઉઠાડે છે અને કહે છે. પણ કનક કોઈ જવાબ આપતી નથી. અલબત્ત એ તો વધુ ને વધુ નક્ષિતના વિચારોના ભંવરમાં ઘેરાતી જાય છે.

" કનક...કનક...ઉઠને નક્ષિત તને બોલાવે છે."

નક્ષિત બોલાવે છે ના શબ્દો કાને અથડાતા કનક સફાળી ઉઠવાનો પ્રયાસ કરે છે. થોડી શક્તિ જેમ તેમ એકઠી કરી તે દોડતી નક્ષિત તરફ ધસી ગઈ. પણ નક્ષિત હોશમાં આવ્યો કે નહીં તેની તેને જાણ ન હતી. ત્યાં પહોંચી અને જોયું કે નક્ષિતને હોશ આવી ગયો છે. નક્ષિતને સાજો થયેલો જોઈ કનક એક ઊંડો શ્વાસ લે છે અને નક્ષિતને મળ્યા વગર જ ઘરે જવા નીકળે છે. વચ્ચે ડોક્ટર મળતા તે નક્ષિતને હવે કૅન્સર નડશે કે નહીં એની ખાતરી કરવા લાગે છે.

" ડૉક્ટર, નક્ષિતને હવે ફરી કૅન્સરની બીમારી તો નહીં થાય ને?"

" ના મિસ. હવે નક્ષિત હંમેશા માટે નોર્મલ થઈ ગયો છે. આ તો અમારા માટે પણ અવિશ્વસનીય વાત છે મિસ."

" થેંક યુ ડૉક્ટર." - હર્ષ સાથે આભાર માનતા કનક ચિંતામુક્ત થઈને ઘરે જવા હોસ્પિટલની બહાર જાય જ છે કે પાછળથી કોઈ રોકે છે.

" કનક તારો જવાબ મને મળી ગયો. તેમ છતાં જો તું દૂર જઈશ તો તને નહિ રોકુ. બસ એકવાર છેલ્લી વાર મળીને જા. હું તને નજર ભરીને જોઈ લેવા માંગુ છું."

નક્ષિતના શબ્દો સાંભળતા કનક દોડતી જઈને નક્ષિતને ભેટી પડે છે. અને ચોધાર આંસુએ રડી પડે છે. બન્નેના આલિંગનમાં એક સુંદર વાતાવરણ સર્જાય જાય છે. થોડી વારે એ એકબીજાથી અલગ થયા અને પરમ શાંતિનો અનુભવ કરે છે.

" નક્ષિત એકાદ અઠવાડિયું આરામ કરી ઘરે. પછી કોલેજમાં મળીશ હું તને." - કનક આટલું કહીને ચાલી જાય છે. અને નક્ષિત બસ કનકને જોયા કરે છે.

બીજા જ દિવસે કનક કોલેજમાં નક્ષિતને જોય છે એટલે તે ગુસ્સે થઈને નક્ષિતને કહે છે, " મારી કોઈ વાત ના માનવી હોય તો મને પ્રેમ કરવાનું છોડી જ દે નક્ષિત તું."

" આવું કેમ બોલે છે કનક. હું તો તને મળવા જ આવ્યો. ઘરે ફાવ્યું જ નહીં " - ગુસ્સે થયેલી કનકને મનાવવા થોડું ઉદાસ થઈને કહે છે.

" તબિયત સાથે કોઈ પણ કોમ્પરોમાઈસ નહિ કરવાનું. હું કઈ મરી નોતી જવાની ને કે..."

" ખીજાઈ લે..જોવે તો બે થપ્પડ મારી લે. પણ મરવાની વાત નહિ કરતી. નહિ તો તું વાત જ કરતી રહેશે ને હું સાચે મરી જઈશ." - કનકની વાતને અટકાવતા નક્ષિત વચ્ચે બોલી પડે છે.

" હું બોલું તો ડર લાગે છે ને. વિચાર કર જ્યારે તું બેભાન હતો ત્યારે મારુ શુ થયું હશે."

" અચ્છા સોરી. ચાલ ગુસ્સો છોડ અને પહેલાની જેમ હસતો ચહેરો બતાવ તારો."

પણ કનકની મુસ્કાન તો જાણે કયા આકાશમંડળમાં ગાયબ થઈ ગઈ હતી કે નક્ષિતના કહેવા છતાં તેના ચેહરા પર સ્માઈલ ન આવી.

" શું થયું કનક.? કેમ આમ ઉદાસ છે.?" - કનકને ઉદાસ જોતા ચિંતા સાથે નક્ષિત પૂછવા લાગ્યો.

કનક નક્ષિતના સવાલ સામે નિરુત્તર રહી શકે તેમ ન હતી. તેણે પોતાના પરિવારની સ્થિતિ જણાવી. બન્નેની કાસ્ટ અલગ હોવાથી તેઓ એક નહિ થઈ શકે એ વાત જણાવી કહ્યું...

" નક્ષિત મને માફ કરજે. મારા પરિવાર તરફથી સાફ મનાઈ છે કોઈ પણ છોકરા સાથે વાત કરવાની."

" પણ કનક, શુ તેઓ તારી ખુશી માટે પણ આપણને એક નહિ થવા દે.?"

" સમજવાની કોશિશ કર. આપણી કાસ્ટ અલગ છે હું બ્રાહ્મણની દીકરી અને તું વણિકનો. "

" પણ મન મળે ત્યાં જાતપાત થોડી જોવાનું હોય.?"

" ચાલ કદાચ માની લે કે મારી ખુશી માટે એ લોકો માની જાય. પણ મનથી ખુશ નહીં રહે એ લોકો. અને માબાપને દુઃખી કરીને મારે મારુ સુખ નથી લેવું."

" સમજી ગયો."

" શું? "

" એ જ કે તું બીજાની ખુશી માટે આપણને બન્નેને દુઃખી કરીશ." - નિશ્વાસ નાખતો નક્ષિત બોલે છે.

" હા જાણું છું. એટલે જ હું તને મળવા નહોતી માંગતી. પણ તારી બીમારીની જાણ થતાં ખુદને રોકી ના શકી."

" તું આવી અને તારી ભક્તિના વિશ્વાસે જ મને જીવાડ્યો છે. હવે આમ મધદરિયે એકલો ના મુકીશ." - ઉદાસ અને આંખોમાં પાણી સાથે નક્ષિત બોલી પડ્યો.

" તને એકલો મૂકીને કદાચ તારા કરતા વધારે ખુદને દુઃખ આપીશ. પણ તારી સાથે રહીને હું મારા પરિવારને રડાવી નહિ શકું." - આટલું બોલતા કનક રડી પડે છે.

" હું કેટલો કિસ્મત વાળો છું કે મને તું મળી. કાલે ઉઠીને હું પણ કોઈ દીકરીનો બાપ બનીશ. અને હું તો એટલું જ કહીશ કે એ તારા જેવી જ બને." - કનકના મુખ પર હાસ્ય લાવવા પોતે આંસુ છુપાવી થોડું મસ્તી સાથે કહે છે.

" જાણું છું તારી વેદનાને, આમ હસીને હસાવવા માંગે છે ને?"

" તારી ખુશીથી વધારે મહત્વનું કંઈજ નથી, કનક.!"

" હું એમ તો નહીં કહું કે તું બધું ભૂલી જજે. પણ જીવનમાં ક્યારેય અટકીશ નહિ. બસ પ્રાર્થના કરીશ કે તું હંમેશા ખુશ રહે અને તને ધારી સફળતા મળે. અને ખૂબ લાબું આયુષ્ય મળે. જો ઘટે તો તને ભગવાન મારી ઉંમર આપે..."

" બસ બસ કનક..! બધું મને જ આપી દેશે તો તું શું રાખીશ." - કનકને વચ્ચે અટકાવતા નક્ષિત બોલે છે.

" તારી યાદો..." - ઉદાસ આંખોમાં પણ એક સ્મિત રાખીને કનક મહામહેનતે જવાબ આપે છે.

" હમ્મ " - જાણે કહેવા માટે હવે કંઈ રહ્યું જ ન હોય એમ નક્ષિત ઉદગાર સાથે ખામોશી ધારણ કરે છે.

થોડો સમય આમ જ મૌન રહી હૃદયમાં કેટકેટલાં અમૂર્ત આંસુઓના સાગર ભરી એકબીજા સમક્ષ જોઈને પછી વિદાય લેય છે.

શું ખરેખર કનક અને નક્ષિત અલગ થઈ જશે.?

ક્રમશઃ...

★ દર્શાવેલ પાત્ર, ઘટના, સંવાદ, પરિવેશ દરેક ઘટક કાલ્પનિક છે.★

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED