અસમંજસ.... - 2 Rohiniba Raahi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

અસમંજસ.... - 2

આગળ જોયું કે કનકને જોતા નિર્મલાબેન કનકનું નામ લે છે. ને કનક એ સ્વર ભણી નજર કરે છે અને જેને ક્યારની શોધી રહ્યા હતા એ કનક દેખાય ગઈ...હવે આગળ...


કનક. કનક એ ઉચ્ચકુળની બ્રાહ્મણ જ્ઞાતિની નિર્મલાબેન અને જગદીશભાઈની એકની એક લાડકી દીકરી. દેખાવે શ્યામરંગી, ચશ્માવાળી અને હંમેશા હસમુખી. કનકને લખવાનો ખુબ જ શોખ. કવિતા, વાર્તા, શાયરીઓ વગેરે વગેરે...હંમેશા કંઇક ને કઈક લખતી રહેતી. એટલો જ એને વાંચવાનો પણ ખૂબ જ શોખ. નવરાશ મળે કે તરત કોઈને કોઈ બુક વાંચવા બેસતી. ગાવાનો એને કોઈ શોખ નહિ પરંતુ એનો કંઠ એટલો મધુર કે ગામના ઓળખતા લોકો એની પાસે જ ભજન ગવડાવે. ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર પર તો કનક કાન્હાના ભજન ગાઈને સૌને ખુશ કરતી.

આજે જન્માષ્ટમી જ હતી. એટલે સવાર સવારમાં ગામના મંદિરે પૂજા કરવા કનક જાય છે અને ત્યાં આવેલા બીજા ભક્તજનોની વિનવણીથી તે ભજન ગાવા રોકાઈ ગઈ હતી. જેથી ઘરે આવવામાં થોડું મોડું થયું.

" ઓ કનક..! તું ક્યારથી ગાવા લાગી હે." નરેન કનકને ચીડવવા લાગ્યો.

" કનકને જ્યારે ભજન ગાતા સાંભળું એટલે મન પ્રફુલ્લિત થઈ જાય.નહિ કનક બાપુ..!" નરેનની વાતને સાંભળીને હસતા હસતા અવગણીને નિર્મલાબેન જગદીશભાઈને સંબોધીને કહેવા લાગ્યા.

" સારું ચાલ જલ્દી મંદિર. પછી મારે જવાનું છે. " નરેન ઉતાવળ હોય એમ રસ્તા તરફ હાથ બતાવતા બોલ્યો.

" ક્યાં ચાલ્યા..?" કનક સહજ પૂછી લે છે.

" મીરાપુર ગામના કૃષ્ણ મંદિરે. ચાલ તું પણ. મને ખબર હતી કે તું અહીંયા મળશે એમ." નરેને જવાબ આપ્યો.

ચારેય નીકળ્યા રિક્ષામાં બેસીને. આશરે એક કલાકમાં તેઓ પહોંચી ગયા. સુંદર વાતાવરણ હતું. મંદિરના ઘંટનો સુંદર રણકાર થતો હતો. આરતીના સ્વર સંભળાતા હતા. અને સૌ ભાવિભક્તજન દર્શન માટે લાલાહીત થતા હતા. નિર્મલાબેન, કનક, નરેન અને જગદીશભાઈ ચારેય દર્શન કરીને બહાર આવે છે.

" પપ્પા અહીંયા તો મેળો ભરાયાનો આનંદ આવે છે. થોડી વાર આ બાજુના બજારમાં આંટો મારતી આવું..?" - બજાર તરફ ઉત્સાહી નજરે જોતી કનક પપ્પાની અનુમતિ માંગે છે.

" હા, જાળવીને જજે. હું જરા મારા મિત્રને ત્યાં આંટો મારી આવું ત્યાં લગી." - અનુમતિ આપતા પિતાએ રસ્તે ચાલતા થયા.

" હું કનક સાથે જાવ છું પપ્પા. રસ્તે એને ઘરે ઉતારીને મિત્રો જોડે ફિલ્મ જોવા નીકળી જઈશ. તમે બન્ને જઈને જમવાનું જમી લેજો. મારી રાહ ના જોતા." - બહેનની ચિંતા દર્શાવતા નરેન કનક સાથે જ બજારમાં રોકાય છે.

કનકને બજારમાં નિતનવી વસ્તુઓ દેખાતી હતી અને તેનું મન તો આખું બજાર ખરીદવાનું હતું. પણ એમ થાય ખરું.? પણ બજારમાં ફરતા બધી વસ્તુ જોઈને મન ભરતી હતી. અને અચાનક એની નજર એક ઓઢણીની દુકાને પડી. ત્યાં જઈને તેણે ચારપાંચ ઓઢણીઓ જોઈ. એમાં એક સપ્તરંગી અને મોતીનાં ભરતકામ વાળી તેને ખૂબ જ ગમી ગઈ. એને મન થઇ આવ્યું કે આ ઓઢણી લઈ જ લઉં.

" આ ઓઢણીની કિંમત શું છે.?" - અમસ્તા જ કનકે ઓઢણી બતાવતા દુકાનદારને પૂછી લીધું.

" બેન ખાલી બસો રૂપિયાની છે." - દુકાનદાર ઘણા સારા વર્તન સાથે જવાબ આપે છે.

કનક કંઈક વિચારીને ત્યાંથી નીકળી ગઈ. એને યાદ આવ્યું કે નાકા પર નરેન તેની રાહ જોવે છે. તેથી તે ઝડપથી ચાલીને ત્યાં જતી હતી પણ ઉતાવળમાં તે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે અથડાય છે. પણ એ ધ્યાન આપ્યા વગર માફી માંગીને નીકળી ગઈ.

" બો વાર લગાડી તેં કનક. ખબર હતીને કે મારે જવાનું છે. ક્યાં રહી ગઈ'તી.?" - નરેને થોડી નારાજગી સાથે કહ્યું.

" કઈ નહિ. હું જરા ઓઢણીની દુકાને ઓઢણી જોવા ઊભી હતી."

" ચાલ હવે તને ઘરે ઉતારી દઉં."

બન્ને ભાઈબહેન નીકળે છે. અને રસ્તામાં જ ઘર આવતા કનકને ઉતારીને પોતે મિત્રો સાથે ફિલ્મ માટે જાય છે.

આમ ખુશહાલ જન્માષ્ટમીનો દિવસ પૂર્ણ થયો ને બીજા દિવસની સવાર પડી. કનક ઉઠીને કોલેજ જવા તૈયાર થઈ. મમ્મી પપ્પાને પગે લાગીને કોલેજ જવા નીકળી. થોડી વાર પછી જગદીશભાઈ પણ કામ પર જવા નીકળ્યા. કનક કોલેજ પહોંચી અને લેક્ચરમાં હતી વાર હતી એટલે બહેનપણી સાથે થોડા ગપ્પા મારવા લાગી. મસ્તી મસ્તીમાં લેક્ચરનો ટાઈમ થયો ને બધા કલાસમાં ગયા.


ક્રમશઃ...

■ દર્શાવેલ પાત્ર, કથાવસ્તુ, અને સંવાદ કાલ્પનિક છે. વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી...■