આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-11 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-11

"આસ્તિક"
અધ્યાય-11
ભગવન જરાત્કારુનાં આશ્રમે ગયાં પછી રાજકુમારી જરાત્કારુ એમનું સતત સ્મરણ કરવા લાગ્યાં. એમની ભગવનની સ્તુતિ સ્મરણ અને પ્રેમને કારણે ભગવનનો એહસાસ થવા લાગ્યો અને એમને આનંદ અનુભવ્યો.
રાત-દિવસ સ્મરણમાં વિતે છે. આમને આમ 14 દિવસ વીતી ગયાં અમાસની રાત્રી આવી રાજકુમારીને થયું હવે બસ વચ્ચે એક અમાસની રાત છે પછીનાં સુદ એકમે ભગવન પધારશે. એમનું સાંનિધ્ય મળશે મારાં ગર્ભમાં ઉછરતાં બાળકને પણ જ્ઞાનનું સાંનિધ્ય પ્રાપ્ત થશે.
રાજકુમારી જરાત્કરુની આંખમાં ઊંઘ નથી રાત્રીનો હજી એકજ પ્રહર વીત્યો છે એમને થયુ આ ઘડીઓ વીતતી નથી પસાર નથી થઇ રહી રાત્રી ઘણી લાંબી અનુભવાય છે. ભગવન પધારશે પ્રહર થતાંજ.
રાજકુમારી આકાશમાં નજર કરતાં કહે છે હે કાળી અમાસની રાત અમારાં વિયોગ વિરહની પીડાદાયક રાત્રી હવે તું જા... આકાશમાં નથી ચાંદ કે જે શીતળતા આપે નથી કોઇ એવાં સંકેત કે મારાં પ્રભુ મને દેખાયા ટમટમતા તારાં મારાં દેવને દઝાય છે કેમ કરીને વિતાવું આ લાંબી રાત. એમની આંખો ભરાઇ આવી અશ્રુ રોકાઇ નથી રહ્યાં આ 14 દિવસ સ્મરણમાં વીત્યાં. રાત્રી નથી જતી.
કાળી અંધારી રાત હું કેમ કરી કરું પસાર.
નેત્ર થયાં નમ મારા પ્રિયે પધારો આંગણ આજ
મન હૃદય છલકે પ્રેમમાં કેમ કરો હજી વાર ?
રાહ જોઇશું તમારાં આગમનની જલ્દી પધારો રાજ.

ભીનાં ભીંજાયેલાં નેત્રમાં નીંદર આવી રહી છે દેહ શાંત છે છતાં જીવ ભગવનમાં લીન છે અને ધીમે ધીમે આંખો શાંત થઇ છે રાત્રીનો પ્રહર વીત્યાં અને સોનેરી સવાર આવી બ્રસમૂહર્તમાંજ આંખ ખૂલી માંડ એક પ્રહર પણ નીંદર નથી આવી અને ભગવનનાં આગમનની રાહ જોવા લાગ્યાં.
ભગવનની પધરામણી થાય એ પહેલાજ સ્નાનાદી પરવારીને તૈયાર થઇ ગયાં અને વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરી. મહાદેવને મનાવ્યાં અને સૂર્યનારાયણનાં દર્શન થયાં ત્યાંજ દુદુંભી વાગી અને આગમનમાં વધામણાં થયાં રાજકુમારી ભગવનને આવકારવા દરવાજે આવીને ઉભા અને સામેજ ભગવન જરાત્કારુનાં દર્શન થયાં. ભગવનની આંખમાં હોઠ પર હાસ્ય છે મિલનનું સુખ છે રાજકુમારી પગે પડવા ગયાં અને ભગવને ઝીલી લીધા. દેવી દેવી સંભાળો... હું આવી ગયો મારાં વચન પ્રમાણે.
સેવક સેવીકા અને વાસુકી નાગ સાથે અન્ય નાગ પણ આનંદમાં આવી ગયાં. ભગવન જરાત્કારુની પુજા કરી અને મહેલમાં પધારમણી કરાવી.
રાજકુમારીનાં જીવમાં જીવ આવ્યો આમ પણ બેજીવવાળાં હતાં. એમણે કહ્યું "ભગવન આ 15 દિવસ વદ નાં ખૂબ ભારે હતાં. તમારી ગેરહાજરી ખૂબ સાલી છે મારું આવનાર બાળક પણ જાણે તમારાં આગમનની રાહ જોતું હતું. હવે એને પણ તમારાં શાસ્ત્રનું જ્ઞાન અને સંગાથ મળશે. ભગવન આમ સૂદ-વદનાં વ્રત નિયમમાં મારું શું થશે ?
જરાત્કારુ ભગવને કહ્યું સૃષ્ટિની રચનાં અને ભાગ્યનાં લેખ અચળ હોય છે અને એમાંજ આપણું સુખ છે આનંદ છે સૂક્ષ્મ થતી ગતિવિધીઓ આપણને દેખાતી કે સ્પર્શતી નથી પણ આપણાંજ સારાં માટે હોય છે એવું ચોક્કસ જાણો.
રાજકુમારી જરાત્કારુએ કહ્યું "ભગવન વિરહ કે વિયોગમાં આપણું શું સારું ? એમાં તમારાં વિયોગનાં દુઃખથી વિશેષ કંઇ નથી હોતું મારાંજ નસીબમાં આવો વિરહ અને તપ વ્રત કેમ ? અન્ય બધાં તો ખૂબ સારી રીતે ભોગવે આનંદ કરે છે મારેજ કેમ ?
ભગવને હસતાં હસતાં કહ્યું મેં અગાઉ કીધું એમજ ભાગ્યનાં લેખ -કર્મ કરાવે પણ મારાં મને એમાં વધુ આનંદ પ્રેમનો છે. સાંન્ધિય મળે ત્યારે બમણાં વેગે સુખ મળે છે જે અન્યનાં ભાગ્યમાં નથી હોતો એકબીજાની ગેરહાજરી કે વિયોગ વધુ નજીક લાવે છે ના ભૂલો કે પ્રેમ સાથે વિયોગ જોડાયેલો છે પણ વિયોગમાં પણ હું ખૂબ પ્રેમ કરું છું તમે એ અનુભવ્યુ હશે. દૂરી દેહની હોય છે જીવ નહી અહીં દેહ તો નશ્વર છે જીવ અમર છે. જીવથી જીવનો મેળાપ અને એની યુગ્મતાજ ખરી છે.
રાજકુમારીએ કહ્યું તમે કાયમ તર્ક લડાવીને મને મનાવી લો છો પણ હું તમારાં વિનાં એક ક્ષણ નથી રહી શક્તી. ભગવન જરાત્કારુએ દેવી જરાત્કારુનાં માથે હાથ ફેરવ્યાં અને દેવી આનંદ પામી શાંત થઇ ગયાં.
આમ જરાત્કારુ દેવ પોતાનાં પુત્રને ગર્ભમાં હોવા છતાં દરેક શાસ્ત્રનું જ્ઞાન પીરસી રહ્યાં. આમને આમ આજ ઘટમાળમાં 8 મહીના વિતી ગયાં નવમો માસ બેઠો હવે તો રાજકુમારી જરાત્કારુની વિશેષ કાળજી લેવાઇ રહી હતી.
નવમો માસ જઇ રહ્યો છે એજ ક્રમ પ્રમાણે જીવન વીતી રહ્યુ હતું. મહેલનાં અને સમગ્ર પાતાળ લોકમાં બધાં રાજકુમારીની કુખે પુત્રરત્ન અવતરે એની રાહ જોવાઇ રહી હતી. ભગવન જરાત્કરુ પણ ખૂબ કાળજી લઇ રહેલાં પ્રેમ પીરસી રહેલાં અને વદનાં 15 દિવસ આપ્યાં અને એ પૂરા થતાં 9 માસ પુરા થવાનાં હતાં. ભગવન જરાત્કરુએ વાસુકીનાગનાં પત્ની ને બોલાવીને સૂચના આપી અને કહ્યું. "દેવી આ કસ્તુરી હું આપને આપીને જઊં છું દસમો માસ શરૂ થાય ત્યારથી તમે આ કસુતરી લેપન રાજકુમારીને નિયમિત કરજો હું સુદના આ દિવસોમાં એમની સાથેજ છું અને આવનાર પૂનમનાં દિવસે પરાક્રમી પુત્રને રાજકુમારી જન્મ આપશે.
ભગવન જરાત્કારુની વાણી સાંભળીને બધાં ખૂબજ ખુશ થઇ ગયાં. અને આમ દસમાં મહીનાનાં 14 દિવસ પસાર થયાં અને પૂનમનો દિવસ આવી ગયો. દિવસથી બપોર અને બપોરથી સાંજ થઇ અને જ્યાં પૂર્ણ કળાએ ચંદ્રમાં એ દેખા દીધી અને રાજકુમારી જરાત્કરુને પ્રસવ પીડા થઇ અને થોડીવારમાંજ એમની કુખે પૂર્ણકળાએ ખીલ્યો હોય ચંદ્ર એવો સાક્ષાત વિષ્ણુએ કુખમાંથી જન્મ લીધો હોય એવો તેજમાં ઝળહળતો તંદુરસ્ત બાળકનો જન્મ થયો.
આખાં પાતાળલોકમાં વાત પ્રસરી ગઇ બધાએ ખૂબ ખુશી મનાવી. બધે દીપક દીવા પ્રગટયાં. ઉત્સવની તૈયારી કરવા માંડ્યા. વાસુકીનાગ ત્થા અન્ય નાગ ખૂબ જ આનંદ વ્યક્ત કરવા માંડ્યાં.
ભગવન જરાત્કારુ રાજકુમારી જરાત્કારુની પાસેજ હતાં સૂર્ય જેવાં તેજોમય બાળકને જોઇને ભગવન જરાત્કરુ ખૂબ ખુશ થયાં. રાજકુમારી જરાત્કરુની આંખમાં આનંદ અને સંતોષ હતો આજે એમનું જીવન સાર્થક થઇ ગયુ કુળને બચાવનાર કુળદીપકે જન્મ લઇ લીધો હતો.
ભગવન જરાત્કરુએ બાળકને હાથમાં લઇને ચૂમી લીધો અને આશીષ વચનો વરસાવ્યાં. શુભ ઘડી પળ અને બાળકે જન્મ લીધો હતો. પૂર્ણ પુષ્પ નક્ષત્રમાં બાળકનો જન્મ માંબાપ બંન્ને ખૂબ ખુશ હતાં. ભગવન જરાત્કરુએ કહ્યું તમારી ખોળો ભરવાની વિધી ઉત્સવ કરતાં તો આ જન્મોત્સવ સાવ અનોખો છે આજે સૃષ્ટિમાં એનું અવતરણ થયુ છે આકાશમાંથી દેવો, ઇન્દ્ર, ત્થા ઇશ્વરનાં બધાં સ્વરૂપ બાળકને આશિષ આપી રહ્યાં અને ફૂલોની વર્ષા કરતાં રહ્યાં. આવું સોહામણું દ્રશ્ય જોઇ "જરાત્કરુ બેલડી ગદ ગદ થઇ ગઇ નાનુ બાળક જે માં ની સોડમાં સૂતુ હતું એનાં આખાં શરીરમાંથી તેજ પ્રગટતું હતું.
વાસુકી નાગ રાજકુમારીની નજીક આવીને બોલ્યો બ્હેના આજે હું સાચેજ મામા બની ગયો મને ખૂબજ આનંદ છે ખોળાની વિધી સાદાઇથી મંત્રોચ્ચારથી કરી લીધી હતી. પરંતુ જન્મોત્સવ આખો પાતાળ લોકમાં ખૂબ ધામધૂમથી ઉજવાયે.
ભગવન જરાત્કારુએ કહ્યું હવે હું ક્યાંય તમને રોકીશ નહીં બાળકનાં જન્મની ખુશાલીમાં ભવ્ય ઉત્સવની આયોજન કરો. દેવી દેવતાઓ પણ પધારશે અને બાળકને આશિષ આપશે.
ભગવનનાં આદેશથી વાસુકી તથા અન્ય નાગદેવ ખૂબ ખુશ થયાં અને ઉત્સવની આયોજનની તૈયારી કરવા માંડ્યા પાતાળલોકમાં આનંદ પ્રસરી ગયો.
રાજકુમારી જરાત્કરુએ કહ્યું "ભગવન હવે સતત તમારુ સાન્ધિય આપજો તમારાં બાળકને પણ હવે જરૂર છે અત્યાર સુધી હું એકલી હતી મારાં માટે યાચના કરવી હતી પરંતુ હવે આમ અમારાં બંન્ને માટે અમારી સાથે રહેજો આ બાળક ખૂબ ભાગ્યશાળી છે કે તમારાં જેવાં પિતા એને મળ્યાં છે.
ભગવન જરાત્કરુએ કહ્યું દેવી હવે હું તમારી સાથે રહીશ બાળકની નામકરણ વિગેરે વિધી આપણાં આશ્રમ કરીશું બરાબરને ? ઉત્સવ ઉજવાઇ જાય તમારી તબીયત સારી થઇ જાય પછી આપણે આશ્રમે જવા પ્રયાણ કરીશું.
ત્યાં બાજુમાં ઉભેલી વાસુકીનાગની પત્નિએ કહ્યું ભગવન ઉત્સવ થવા દો બધાને આનંદ લૂંટવા દો ધરાવો થવા દો પછી જવાની વાત કરજો. હજી ભાણાને સરખો જોયો નથી રમાડ્યો નથી ત્યાં જવાની વાત કેમ કરો ?
રાજકુમારી જરાત્કરુ ભગવન જરાત્કારુની સામે અમી ભરી નજરે જોયા કર્યું ભગવનની અમી નજર બાળક પર હતી. અને ઉત્સવની તૈયારીઓ.....
વધુ આવતા અધ્યાયે - અધ્યાય ----12