શિવરુદ્રા.. - 30 Rahul Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિવરુદ્રા.. - 30

30.

(શિવરુદ્રા અને તેનાં સાથી મિત્રો વર્ષોથી અંધકારમય ગુફામાં ફસાયેલાં આલોક શર્માને બચાવે છે. ત્યારબાદ આલોક શર્મા પોતાની સાથે અત્યાર સુધી જે કોઈ ઘટનાંઓ ઘટેલ હતી, તેનાં વિશે વિગતવાર શિવરુદ્રા અને તેનાં અન્ય મિત્રોને જણાવે છે. બરાબર તે જ સમયે નરભક્ષી દાનવો તે લોકો પર હુમલો કરવાં માટે આવી ચડે છે. ત્યારબાદ આલોક તેઓ પર હાલ આવી પડેલ આફતનો કેવી રીતે સામનો કરવો તે માટેનો ઉપાય સૂચવે છે. જેણે કારણે થોડી જ વારમાં બધાં નરભક્ષી દાનવોનો ખાતમો બોલી જાય છે. પછી તે બધાં ભેગા મળીને ભગવાન નટરાજની મૂર્તિને ગુફામાં આવેલ તેનાં મૂળ સ્થાને સ્થાપિત કરે છે. આ સાથે જ તેઓ સાથે અમુક રહસ્યમય ઘટનાઓ ઘટે છે. જોત જોતમાં તેઓ જમીનનાં પેટાળમાં જતાં રહે છે. આ બધુ જોઈ તે લોકો હેબતાઈને બેભાન બની જાય છે. અને એક દિવ્ય તેજસ્વી વાદળી રંગની રોશની તેઓનો બચાવ કરીને ધરતીનાં પેટાળમાં આવેલ એક પથ્થરની એક મોટી શીલા પર સુવડાવી દે છે. પછી તેઓ એક પછી એક બધાં ભાનમાં આવવાં લાગે છે, પરંતુ શ્લોકા ભાનમાં આવવાનું નામ જ નહોતી લઈ રહી. ત્યારબાદ શિવરુદ્રાને આકાશ દ્વારા માલૂમ પડે છે કે શ્લોકા હવે આ દુનિયામાં નથી રહી. આ સમાચાર શિવરુદ્રા માટે કોઈ મોટા વ્રજઘાત કરતાં ઓછા પીડાદાયક નાં હતાં. આથી શિવરુદ્રા પૂરેપૂરી રીતે ભાંગી પડે છે. શ્લોકાનાં વિરહને લીધે તે મોટે મોટેથી પાગલની માફક “શ્લોકા” એવી બૂમો પાડીને જોર જોરથી ધ્રૂસકે ધ્રૂસકે રડવાં માંડે છે.

હાલ શિવરુદ્રા શ્લોકાનું માથું પોતાનાં ખોળામાં રાખીને, શ્લોકાનાં માસુમ ચહેરા સમક્ષ જોઈને હજુપણ વલોપાત કરી રહ્યો હતો. જાણે એક જ પળમાં શિવરુદ્રાએ શ્લોકા સાથે વિતાવેલ હરેક યાદગાર પળો જાણે તેની આંખો હેઠળથી પસાર થઈ રહ્યાં હોય તેવું શિવરુદ્રા અનુભવી રહ્યો હતો. શિવરુદ્રાની આંખોમાં જાણે દુ:ખનો સમુદ્ર ભરાય ગયો હોય તેમ, તેની આંખોમાથી હજુપણ અવિરત આંસુઓ વહી રહ્યાં હતાં. જ્યારે આ બાજુ આલોક અને આકાશ શિવરુદ્રાની પીઠ પર હાથ ફેરવીને તેને સાંતવના આપી રહ્યાં હતાં. આજુબાજુમાં એકદમ નિરવ શાંતિ પ્રસરેલ હતી.

"આલોક સર ! ત્યાં જુઓ !" આકાશ એકાએક નવાઈ પામતાં બૂમ પાડી ઉઠે છે.

"શું ? છે ? ત્યા આકાશ ?" આલોક ઉભાં થતાં થતાં આકાશની આંખો સામે જોઈને પુછે છે.

"સર ! આપણે હાલ જે જગ્યાએ ઉભેલાં છિએ એ કોઇ જમીન નથી પરંતુ હકિકતમાં હવામાં તરતો એક ટાપુ છે." આકાશ અચરજ સાથે આલોકને જણાવતાં બોલે છે.

"પણ ! તું આ બાબત આટલાં વિશ્વાસ સાથે કેવી રીતે કહી શકે છે?" આલોક આકાશની સામે જોઇને પુછે છે.

"સર ! તમે પહેલાં સામે જુઓ ! ત્યારબાદ તમને મારી વાત પર આપોઆપ વિશ્વાસ આવી જશે !" આકાશ પોતાની આંગળી વડે ઈશારો કરતાં જણાવે છે.

ત્યારબાદ આલોક આકાશ જે દિશા તરફ ઈશારો કરી રહ્યો હતો, તે દિશામાં પોતાની નજર દોડાવે છે. આલોકે પોતાની આંખો વડે જે દ્રશય જોયું તે દ્રશય જોઇને આલોક શર્માની આંખો અચરજ સાથે પહોળી થઈ જાય છે, હાલ તેને આકાશ જે બાબત વિશે જણાવી રહ્યો હતો તેનાં પર હાલ આલોકને પુરેપુરો વિશ્વાસ આવી ગયેલો હતો. કારણ કે હાલ તેઓ જે શિલા પર ઉભેલા હતાં તે શિલા હકીકતમાં હવામાં તરી રહી હતી. જેની આજુબાજુએ વાદળો ઊડી રહ્યાં હતાં. તે શિલાની આજુબાજુમાં આવી અનેક શિલાઓ કોઇપણ પ્રકારાનાં આધાર વગર હવામાં તરી રહી હતી.

"ઓહ ! માય...ગોડ...ફલોટીંગ આઇલેન્ડ !" આલોક એક ઉદગાર સાથે નવાઈ ભરેલાં અવાજે બોલી ઊઠે છે.

"સર ! તો શું હાલ આપણે ખરેખર કોઈ ફલોટીંગ આઇલેન્ડ પર આવી ચડયાં છીએ ?" આકાશ નવાઈ સાથે આલોકને પુછે છે.

"હા ! મારૂ એવું જ માનવું છે !" આલોક પોતાનું માથું હલાવતાં બોલે છે.

"સર...અત્યાર સુધી મે ફલોટીંગ આઇલેન્ડ વિશે માત્ર મારા દાદી મને બાણપણમાં જે વાર્તાઓ સંભળાવતાં હતાં

તેમાં જ સાંભળેલ જ હતું. મે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યુ કે હું મારી લાઈફમાં આવા ફલોટીંગ આઇલેન્ડ મારી સગી આંખો વડે જોઈશ.” આકાશ આશ્ચર્ય પામતાં બોલે છે.

“સર ! આપણી જમણી બાજુએ આવેલ ફલોટીંગ આઇલેન્ડ મને બધાં ફલોટીંગ આઇલેન્ડ કરતાં થોડો અલગ માલુમ પડી રહ્યો છે." આકાશ પોતાની જમણી બાજુએ નજર કરતાંની સાથે બોલી ઊઠે છે.

ત્યારબાદ તેઓ એકચીતે ધ્યાનપુર્વક સૌથી અલગ માલુમ પડી રહેલાં પેલાં ફલોટીંગ આઇલેન્ડનું અવલોકન કરવાં લાગે છે. તેઓ જોવે છે તો તે ફલોટીંગ આઇલેન્ડની ચારેબાજુએ ઊંચા ઊંચા ઘટાદાર વૃક્ષો આવેલાં હતાં, તેની બરાબર વચ્ચો વચ એક મોટો લોખંડનો પૌરાણીક દરવાજો આવેલો હતો. આ દરવાજો પહેલી નજરે જોતા એવું માલુમ પડી રહ્યું હતું કે જાણે આ દરવાજો વર્ષોથી પોતાનાં દિલનાં ઊંડાણમાં કોઈ મોટુ રાઝ કે રહસ્ય દબાવીને સાચવી બેઠેલ હોય. આ દરવાજોની ફરતે ઉચ્ચ કોટીનાં કલાકારો દ્વારા એકદમ બારીકી ભર્યુ નક્ષી કામ આવેલ હતું, એ દરવાજા પર સાપોની પ્રતિકૃતિ સમાન આકૃતિ બનાવવામાં આવેલ હતી, અને તે બધાં સાપોની બરાબર વચ્ચો વચ એક શાહિ તલવારની આકૃતિ બનાવવામાં આવેલ હતી.બંને દરવાજા પર આંખો જેવી પ્રતિકૃતિ બનાવવામાં આવેલ હતી, તેની બરાબર નીચેની તરફ નાની ચોરસ આકૃતિ બનાવવામાં આવેલ હતી.તે આંખો જાણે આ દરવાજાનું સતત રક્ષણ કરી રહી હોય તેવુ માલુમ પડી રહ્યું હતું. દરવાજાની એકદમ ઉપરની બાજુએ ધોધ જેવી કોઈ પ્રતિકૃતિ દોરેલ હતી, જેનું પાણી ધારા સ્વરુપે ગુફામાં રહેલાં કોઈ એક કુંડમાં ટીપે ટીપે જમાં થઈ રહ્યુ હતું. તેની બરાબર નિચે "સંસ્કૃત ભાષામાં કોઈ શ્લોક લખેલ હોય તેવું પ્રતિત થઈ રહ્યું હતું.

"સર ! મને એવું લાગે છે કે આ દરવાજો આપણી આ રહ્સ્યમય અને ડરામણી મુસાફરીનો અંતિમ પડાવ હોય." આકાશ પોતાનો અભિપ્રાય જણાવતાં આલોકની સામે જોઈને બોલે છે.

“હું પણ એવું જ ઈચ્છુ છુ કે આ આપણો અંતિમ પડાવ હોય તો સારું !" આલોક આકાશની વાત સાથે સહમત થતાં બોલે છે.

"પણ ! સર..આપણે એ દરવાજા સુધી કેવી રીતે પહોચીશું ?" આકાશ લાચારીભર્યા અવાજ સાથે પુછે છે.

"હા ! મારા મનમાં પણ હાલ એ જ વિચારણા ચાલી રહી છે." કપાળ પર હાથ ફેરવતાં આલોક બોલે છે.

"એનો ઉપાય હાલ મારી પાસે છે...!" આકાશ અને આલોકનાં કાને તેઓથી થોડે દુર બેસેલાં શિવરુદ્રાનો ભારે અવાજ સંભળાય છે.

આટલું સાંભળતાની સાથે જ આલોક અને આકાશ જાણે કોઈ ડુબતાં વ્યક્તિને કોઈ તણખલાં મળ્યાનો આનંદ થાય તેટલાં આનંદ અને ઉત્સાહભેર તેઓ ઝડપથી શિવરુદ્રા હાલ જે જગ્યાએ બેસેલ હતો, ત્યાં આવી પહોચે છે. બરાબર એ જ વખતે તેઓની આસપાસ રહેલ હવામાં તરતાં બધાં ફલોટીંગ આઇલેન્ડમાં જાણે એકાએક જીવ આવી ગયો હોય તેમ વાયુ વેગે તેઓ હાલ જે ફલોટીંગ આઇલેન્ડ પર ઉભેલાં હતાં, તે આઈલેન્ડ તરફ વાયુવેગે આગળ ધપી રહ્યાં હતાં, જે જોતાં એવું માલુમ પડી રહ્યું હતું કે આ બધાં આઈલેન્ડ ખુબ જ પ્રચંડ રીતે તેઓનાં આઈલેન્ડ સાથે ટકરાશે...અને આ આઈલેન્ડ થોડી જ મિનિટોમાં નાના નાના અસંખ્ય ટુકડાઓમાં વહેચાય જશે. આ દ્રશય જોતાની સાથે જ જાણે આલોક અને આકાશે જાણે પરિસ્થતિનો તાગ મેળવી લીધેલ હોય તેમ બેબાકળા થતાં શિવરુદ્રાની સામે જોઈને પુછે છે.

"શિવા સર ! જો તમે આપણી સામે રહેલ પેલાં અનોખા ફલોટીંગ આઇલેન્ડ સુધી પહોચવાં માટેનો કોઈ ઉપાય જાણતાં હોવ તો તમે ત્વરીત અમને જણાવો...નહી તો...આ આપણી ડરામણી અને રહસ્યમય સફરનો અંતિમ પડાવ નહિ પરંતુ આપણાં જીવનનો અંતિમ પડાવ બની જશે !" આકાશ શિવરુદ્રાને વાસ્તવિકતાનું ભાન કરાવતાં ગભરાયેલાં અવાજે પુછે છે.

"એક મિનિટ ! આકાશ...તું તારા હાથની હથેળી વડે તારા શ્લોકામેમનાં માથાનાં ભાગને ટેકો આપ...!" શિવરુદ્રાનું મન શ્લોકા મૃત્યુ પામી ચુકી છે તે વાસ્તવિક્તા સ્વિકારવા માટે હજુપણ તૈયાર નાં હોય તેમ આકાશની સામે જોઈને બોલે છે

"યસ ! સર !" આકાશ શ્લોકાનાં માથાનાં ભાગ પાસે રહેલ જગ્યા પર બેસતાં બેસતાં બોલે છે.

જ્યારે આ બાજુ આકાશ અને આલોક શિવરુદ્રા શું કરવાં માંગે છે ? તેનાં વિશે જાણવાં માટે આતુર હોય તેમ ચાતક નજરે શિવરુદ્રાની સામે નજર માંડે છે. શું શિવરુદ્રા ખરેખર પેલાં અનોખા ફલોટીંગ આઇલેન્ડ સુધી પહોચવાં માટેનો કોઈ ઉપાય જાણતો હશે ? જો ખરેખર શિવરુદ્રા તે અનોખા ફલોટિંગ આઈલેન્ડ સુધી પહોચવાં માટેનો કોઈ ઊપાય જાણતો જ હશે ? તો તે ઊપાય શું હશે ? શું તેઓ હાલ પોતાનાં પર એકાએક આવી પડેલ આફતમાંથી અગાવ આવી પડેલ આફતોની માફક હેમખેમ બચી જશે ?" આવા વગેરે પ્રશ્નો હાલ આલોક અને આકાશનાં મનમાં વારંવાર ઉદભવી રહ્યાં હતાં, પણ હાલ તેઓ પાસે આ પ્રશ્નોનો કોઈ જ ઉત્તર ન હોવાથી હાલ શિવરુદ્રા જે કઈ કરી રહ્યો હતો, તે મુકપ્રેક્ષક બનીને એકચિત થઈને જોઈ રહ્યાં હતાં.

જ્યારે આ બાજુ શિવરુદ્રા ઉભો થાયને તેઓ હાલ જે ફલોટિંગ આઈલેન્ડ પર ઉભેલાં હતાં તે ફલોટિંગ આઈલેન્ડની કિનારી પાસે ઉભો રહે છે, એ સાથે જ સામેની તરફથી આગળ વધી રહેલાં અન્ય ફલોટિંગ આઈલેન્ડનાં વેગમાં વધારો થવાથી તેને જાણે પ્રવેગ મળ્યો હોય તેમ બમણી ઝડપથી આગળ ધપવાં લાગે છે. આ જોઈ શિવરુદ્રા ઝડપથી પોતાનાં ખભે લટકાવેલ બેગમાં હાથ નાખીને તેમાં રહેલ પૌરાણિક સિક્કો કે જે તેને પેલાં અઘોરીબાબાએ આપેલ હતો તે સિક્કો પોતાની બંને આંખોને સ્પર્શ કરાવીને, પોતાની બંને આંખો બંધ કરીને કોઈ મંત્રોચ્ચાર કર્યો બાદ પુરેપુરા જોશ અને તાકાતથી પોતાની સામેની તરફથી વાયુવેગે આગળ ધપી રહેલાં અન્ય ફલોટિંગ આઈલેન્ડ તરફ ફેકે છે. શિવરુદ્રા જેવો પેલો પૌરાણીક દુર ફેંકે છે, એની બીજી જ પળે વાયુવેગે તેઓ તરફ આગળ ધપી રહેલાં અન્ય ફલોટિંગ આઈલેન્ડને જાણે કોઈ દિવ્ય અદ્ર્શય શક્તિએ રોકિ રાખેલ હોય, તેમ ફરી અગાવની હાલ તે જે જગ્યાએ હતાં તે જ જગ્યાએ સ્થિર બની જાય છે, જ્યારે બીજી બાજુ આકાશ અને આલોક સ્તબ્ધ બનીને એકદમ અવાક થઈને આંખો પહોળી કરીને માત્ર અચરજ અને નવાય સાથે નિહાળી રહ્યાં હતાં.

ક્રમશ :

મકવાણા રાહુલ.એચ.

"બે ધડક"