શિવરુદ્રા.. - 10 Rahul Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિવરુદ્રા.. - 10

10.

(શિવરુદ્રા પોતાનાં રૂમમાં રહેલ રોશની પાછળ જાય છે, પછી તેને ખ્યાલ આવે છે કે એ રોશની પેલાં વાદળી રંગના ક્રિસ્ટલમાંથી આવી રહી હોય છે, પછી તેમાંથી જોરદાર પ્રચંડ રોશની નીકળે છે, અને પછી તેમાંથી એક જ્યોત માફકની એક પીળી રોશની નીકળે છે, જેને અનુસરતા શિવરુદ્રા સૂર્યપ્રતાપગઢમાં આવેલ પેલાં મહેલ સુધી પહોંચી જાય છે, ત્યાં શિવરુદ્રા સાથે અમુક રહસ્યમય ઘટનાં બને છે, પછી તેને એક રાજકુમારીની આરસની મૂર્તિ મળે છે, ત્યારબાદ શિવરુદ્રાને ખ્યાલ આવે છે કે પોતાની પાસે રહેલ પેલો વાદળી રંગનો ક્રિસ્ટલ આ મૂર્તિની આંખો જ છે, બરાબર એ જ સમયે શ્લોકા શિવરુદ્રાને અનુસરતા ત્યાં આવી પહોંચે છે, અને તે બનેવ વાતોચિતો કરે છે પછી પોતાનાં કવાર્ટર પર પરત ફરે છે, રસ્તામાં શ્લોકા રડતી હોવાને લીધે….તેઓ એકબીજાને ચુંબન કરે છે, અને ત્યારબાદ તે બંનેવ એ ઘનઘોર અંધકારને ચીરતાં - ચીરતાં પોતાનાં કવાર્ટરે પરત ફરે છે….)

બીજે દિવસે સવારે…

સ્થળ : શિવરુદ્રાની ચેમ્બર

સમય : સવારનાં 10 કલાક

શિવરુદ્રા ટેબલ સામે રિવોલવીંગ ચેર પર બેસેલ હતો, હાલ શિવરુદ્રા શારીરિક રીતે તો પોતાની ચેમ્બરમાં બેસેલ હતો, પરંતુ તે માનસિક રીતે તો પોતાની અલગ જ એક દુનિયામાં ખોવાયેલ હતો, રાતે શ્લોકા સાથે વિતાવેલ પ્રેમ ભરેલાં એ બે પળો, એ તસમસતું એક ચુંબન, એ સમયે શ્લોકાનાં હાવ - ભાવ, તેની મદહોશી અને મોહકતામાં જ હજુ ખોવાયેલ હતો, જાણે કોઈ વર્ષો જૂનો ભારે કિંમતી વાઇન પી લીધો હોય, તેમ શિવરુદ્રાનાં મનમાં શ્લોકાનો નશો પૂરેપૂરી રીતે ચડેલ હતો…

બરાબર એ જ સમયે શિવરુદ્રાની ચેમ્બરનો દરવાજો કોઈક ખટખટાવે છે, આથી શિવરુદ્રા પોતાની એ અલગ દુનિયામાંથી એક ઝબકારા સાથે બહાર આવે છે, અને સ્વસ્થ થતાં થતાં તે પોતાની નજર ચેમ્બરનાં દરવાજા તરફ કરે છે, દરવાજા તરફ નજર કરતાની સાથે જ શિવરુદ્રાની આંખોમાં એક અલગ જ પ્રકારની ચમક આવી જાય છે, કારણ કે તેની નજરો સમક્ષ બીજું કોઈ નહી...પરંતુ હાલ જેનાં વિશે વિચારી રહ્યો હતો તે શ્લોકા ખુદ ત્યાં ઉભેલ હતી….

"મે આઈ કમ ઈન શિવરુદ્રા….?" - શ્લોકા પોતાનાં સુરીલા અવાજે બોલે છે.

"યસ...કમ ઈન…!" - શિવરુદ્રા પોતાનું માથું હલાવતાં બોલે છે.

"ગુડ મોર્નિંગ ! શિવરુદ્રા…!" - શ્લોકા શિવરુદ્રાની સામે રહેલ ચેર પર બેસતાં - બેસતાં બોલે છે.

"વેરી...ગુડ...મોર્નિંગ...શ્લોકા….!" - શિવરુદ્રા વ્યવસ્થિત બેસતાં - બેસતાં બોલે છે.

ત્યારબાદ શિવરુદ્રા મહેશને કહીને એક કોફી અને એક ચા પોતાની ચેમ્બરમાં લઈને આવવાં માટે જણાવે છે, અને થોડીવારમાં મહેશ ચા અને કોફી લઈને આવી જાય છે, ત્યારબાદ શ્લોકા અને શિવરુદ્રા ચા અને કોફી પીવે છે...અને થોડી વાતોચિતો કરે છે.

"તો….મારું અસાઈમેન્ટ તૈયાર છે…?" - શ્લોકા પોતાની મૂળ વાત પર આવતાં બોલે છે.

"કયું અસાઈમેન્ટ….?" - શિવરુદ્રા થોડાંક હેરાની ભરેલાં આવજે પૂછે છે.

"કાલે રાતે તમે મને જણાવ્યું હતું એ અસાઈમેન્ટ એટલે કે "પ્રોજેકટ ક્રિસ્ટલ આઈ"...!" - શ્લોકા સ્પષ્ટતા કરતાં જણાવે છે.

"ઓહ...યસ…!" - શિવરુદ્રા પોતાનાં ટેબલનાં ડ્રોઅરમાંથી એક ફાઇલ બહાર કાઢતાં - કાઢતાં બોલે છે.

"થેન્ક...યુ...વેરી...મચ…!" - શ્લોકા ફાઇલ પોતાનાં હાથમાં લેતાં બોલે છે.

"બટ...ઘેર ઇસ વન કન્ડિશન….!" - શિવરુદ્રા શ્લોકાની સામે જોઇને બોલે છે.

"કંઈ...કન્ડિશન…?" - શ્લોકા હેરાની ભરેલાં અવાજે શિવરુદ્રાને પૂછે છે.

"યુ મસ્ટ કમ્પ્લીટ ધીસ પ્રોજેકટ વિધીન થ્રી ડે….!" - શિવરુદ્રા થોડાં ગંભીર અવાજે બોલે છે.

"બટ….વ્હાઈ….!" - શ્લોકા આશ્ચર્ય સાથે શિવરુદ્રાને પૂછે છે.

"બિકોઝ….ધીસ પ્રોજેકટ ઇસ વેરી ઈમ્પોર્ટન્ટ ફોર મી….કારણ કે આ પ્રોજેકટ સાથે મારી ઘણી મૂંઝવણો જોડાયેલ છે…..!" - શિવરુદ્રા સ્પષ્ટતા કરતાં જણાવે છે.

"ઓકે….આઈ વીલ ટ્રાય બેસ્ટ એટ માય લેવલ….!" - ચેલેન્જ સ્વીકારતાં શ્લોકા બોલે છે.

"જો….તારે આ પ્રોજેકટમાં મારી કોઈ મદદની જરૂર હોય તો તું મને કોઈપણ સમયે જણાવી શકે છે….!" - શિવરુદ્રા હળવા અવાજે બોલે છે.

"યા….સ્યોર….!" - શ્લોકા ફાઇલ પોતાનાં હાથમાં લઈને ચેર પરથી ઊભાં થતાં - થતાં બોલે છે.

ત્યારબાદ શ્લોકા પ્રોજેકટ "ક્રિસ્ટલ આઈ" ની ફાઇલ પોતાની સાથે લઈને તેની ચેમ્બરમાં જવાં માટે રવાનાં થાય છે, અને શિવરુદ્રાએ પોતાને જે પ્રોજેકટ ફાઇલ આપેલ હતી, તેનાં વિશે ડિટેઇલ સ્ટડી કરવામાં વ્યસ્ત બની જાય છે, અને આ પ્રોજેક્ટ પૂરો કરવાં માટે પોતાની તમામ બુદ્ધિમત્તા , કાર્યક્ષમતા, જ્ઞાન વગેરે લગાવી દે છે….જ્યારે આ બાજુ શિવરુદ્રા હજુપણ પોતાની સાથે ગઈકાલે પેલાં જર્જરિત મહેલે બનેલ ઘટનાઓ વાગોળી રહ્યો હતો.

થોડી કલાકો બાદ આકાશ શિવરુદ્રાની ચેમ્બરમાં પ્રવેશે અને શિવરુદ્રાને જણાવે છે કે રવજીભાઈની તબિયત હવે એકદમ તંદુરસ્ત થઈ ગયેલ છે, અને તેઓ તમને મળવા માંગે છે, આથી શિવરુદ્રા આકાશને રવજીભાઇને પોતાની ચેમ્બરમાં મોકલવા માટે જણાવે છે, ત્યારબાદ આકાશ રવજીભાઈને શિવરુદ્રાની ચેમ્બરમાં જવાં માટે જણાવે છે….આથી રવજીભાઈ શિવરુદ્રાની ચેમ્બરમાં પ્રવેશે છે, અને શિવરુદ્રા રવજીભાઈને પોતાની સામે રહેલ ચેર પર બેસવા માટે ઈશારો કરે છે.

"તો...રવજીભાઈ… હવે તમારી તબિયત એકદમ સારી છે ને….?" - શિવરુદ્રા હળવા અવાજે પૂછે છે.

"હા...સાહેબ...હવે મારી તબિયત પહેલાંની જેમ જ સારી થઈ ગઈ છે…!" - રવજીભાઈ બોલે છે.

"ખૂબ જ સારી...બાબત ગણાય….બીજું…હું… એક…પ્રશ્ન...પુછું…?" - શિવરુદ્રા રવજીભાઇની સામે જોઈને પૂછે છે.

"હા….સાહેબ...ચોક્કસ…!" - રવજીભાઈ પોતાની સહમતી આપતાં બોલે છે.

"રવજીભાઈ તમે સૂર્યપ્રતાપગઢમાં કેટલાં વર્ષથી રહો છો…?"

"જી...સાહેબ...હું..જન્મ્યો ત્યારથી માંડીને આજદિવસ સુધી હું સૂર્યપ્રતાપગઢમાં જ રહ્યો છું...મારું બાળપણ, જુવાની આ જ ગામમાં વિતેલ છે, અને અડધું ઘઢપણ આ જ ગામમાં વિતેલ છે, અને મારા દાદા પરદાદા પણ આ જ ગામનાં વતની હતાં….!" - રવજીભાઈ યાદ કરતાં કરતાં બોલે છે.

"તો….આપણાં ગામની બહાર આવેલ મહેલ વિશે તમે શું જાણો છો…?" - શિવરુદ્રા પોતાની મૂળ વાત પર આવતાં - આવતાં પૂછે છે.

"જી ! સાહેબ એ મહેલ હું સમજણો થયો ત્યારથી માંડીને આજદિવસ સુધી જોતો આવો છું...તેનાં વિશે ગામનાં કોઈપણ વ્યક્તિ પાસે સાચી અને પૂરેપૂરી માહિતી નથી પણ જયાં સુધી હું એ મહેલ વિશે જાણું છું...ત્યાં સુધી એ મહેલ આજથી 700 વર્ષે પહેલાં રાજા હર્ષવર્ધન સૂર્યપ્રતાપ દ્વારા નિર્માણ પામેલ હતો, જેમનાં નામ પરથી જ આ ગામનું નામ સૂર્યપ્રતાપગઢ પડેલ છે……!" - રવજીભાઈ મહેલની યાદો તાજા કરતાં કરતાં બોલે છે.

"ઓહ...તમે બીજું શું - શું જાણો છો…? એ મહેલ વિશે….?" - શિવરુદ્રા અધીરાઈ ભરેલાં અવાજે રવજીભાઈને પૂછે છે.

"સાહેબ….સૂર્યપ્રતાપ મહેલ પણ આપણાં દેશનાં અન્ય મહેલોની માફક જ પોતાની વીર શૌર્ય ગાથા, સાહસ ગાથા, વૈભવી ઇતિહાસ, યુદ્ધ ભૂમિમાં ખેલાયેલાં લોહિયાળ યુદ્ધનો એકમાત્ર સાક્ષી છે….કહેવાય છે કે આ મહેલ રાજા હર્ષવર્ધને જ્યારે બનાવ્યો ત્યારે આ મહેલ સ્વર્ગની રોશની અને ભવ્યતાને પણ ઝાંખી પાડતો હતો, આ મહેલ માટે રાજા હર્ષવર્ધને ઇઝરાયલથી ખાસ પ્રકારનાં આરસ પથ્થરો આયાત કરીને બનાવડાવેલ છે, આ મહેલ પહેલાં રાધવ મહેલ તરીકે ઓળખાતો હતો, એ સમયે આ ગામનું નામ સૂર્યપ્રતાપગઢને બદલે રાઘવપુર હતું, પરંતુ હર્ષવર્ધન સૂર્યપ્રતાપે પોતાનો વિસ્તાર વધારવા માટે રાઘવપુર પર પોતાની સશક્ત અને બહાદુર વિશાળ સેના દ્વારા ચડાઈ કરી હતી, જેમાં રાજા હર્ષવર્ધનનો ભવ્ય વિજય થયો હતો, અને રાજા રાઘવેન્દ્ર સિંહને કારમા પરાજયનો સામનો કરવાની નોબત આવી હતી….પરંતુ કહેવાય છે કે રાજા હર્ષવર્ધન જેટલા ખૂંખાર હતાં, એટલાં જ એ માયાળુ અને દયાળુ પણ હતાં, આ ભવ્ય વિજય બાદ રાજા હર્ષવર્ધને રાજા રાઘવેન્દ્ર સિંહને કારાવાસમાં રાખવાને બદલે પોતાની રાજ્ય સભામાં મંત્રી પદ આપેલ હતું, અને રાઘવેન્દ્રસિંહની પુત્રી રાજકુમારી સુલેખા સાથે લગ્ન કરીને પોતાની રાણી બનાવેલ હતાં…..!" - રવજીભાઈ એ મહેલની વાતો યાદ કરતાં કરતાં શિવરુદ્રાને જણાવે છે.

જ્યારે આ બાજુ શિવરુદ્રા રવજીભાઈ દ્વારા જે કંઈ મહેલ વિશે જે કંઈ માહિતી આપવામાં આવી રહી હતી, તે માહિતી એકદમ ધ્યાનપૂર્વક અને એકાગ્રતા સાથે ઉત્સુકતાવશ થઈને સાંભળી રહ્યો હતો, જેમાંથી અમુક અમુક મુદાઓ શિવરુદ્રા પોતાનાં ટેબલ પર રહેલ બુકમાં ટપકાવી રહ્યો હતો.

"તો...હાલમાં સૂર્યપ્રતાપગઢમાં જે મહેલ આવેલ છે, એ મહેલ ઘણાં વર્ષો પહેલાં રાજા હર્ષવર્ધન દ્વારા નિર્માણ પામેલ છે, અને તે મહેલ પહેલાં રાઘવેન્દ્ર મહેલ તરીકે ઓળખાતો હતો, જે મહારાજા રાઘવેન્દ્ર સિંહ દ્વારા નિર્માણ પામેલ હતો... એવું ને...?" - શિવરુદ્રા ખાતરી કરતાં - કરતાં રવજીભાઈને પૂછે છે.

"હા ! સાહેબ ! આ મહેલ વાસ્તવમાં મહારાજા રાઘવેન્દ્ર સિંહ દ્વારા જ નિર્માણ જ નિર્માણ પામેલ હતો, પરંતુ તે સમયે આ મહેલ એટલો ખાસ હતો નહીં, આ મહેલને સાચા અર્થમાં તો મહારાજા હર્ષવર્ધને જ આલીશાન બનાવ્યો હતો….!" - રવજીભાઈ સ્પષ્ટતા કરતાં બોલે છે.

ત્યારબાદ રવજીભાઈ શિવરુદ્રાની ચેમ્બરમાંથી બહાર નિકળીને આ સેન્ટરનાં મુખ્ય પ્રવેશદ્વાર પર રહેલ સિક્યુરિટી ગાર્ડની ખુરશી પર બેસી જાય છે, જ્યારે આ બાજુ શિવરુદ્રા આ મહેલ વિશે જાણીને ખુબ જ ખુશ હતો, અત્યાર સુધી તો શિવરુદ્રાએ આ મહેલનાં એક જ પાસા વિશે જાણેલ હતું, પરંતુ આ મહેલનાં બીજા પાસાથી તો એકદમ અજાણ જ હતો, આ મહેલનાં બીજા પાસામાં ગાઢ રહસ્યો, દગો, વિશ્વાસઘાત, હતાશા, કાળોજાદુ, છળ - કપટ, લાલચ, દુઃખ, મોત વગેરે બાબતોનો સમાવશે થયેલ હતો, જે બાબતથી હાલ શિવરુદ્રા એકદમ અજાણ જ હતો, એ તો જ્યારે શિવરુદ્રા આ બધી બાબતો અને પરિસ્થિતિનો વાસ્તવમાં જ્યારે સામનો કરશે...ત્યાર જ જાણી શકે તેમ હતો….બસ જોવાનું એ જ બાકી હતું કે એ સમય ક્યારે આવશે….??????

એ જ દિવસે રાતે….

શિવરુદ્રા રાતે જમીને પોતાનાં લેપટોપમાં વર્ક કરી રહ્યો હતો, અને અને આ મહેલ વિશે જે કંઈ માહિતી મળે તે માહિતી ઇન્ટરનેટનાં માધ્યમથી એકત્રિત કરી રહ્યો હતો, અને રવજીભાઈ જ્યારે પોતાને પેલાં મહેલ વિશે જણાવી રહ્યાં હતાં ત્યારે ડાયરીમાં જે મુદાઓ લખેલાં હતાં, એ બધાં મુદ્દાઓ સાથે સરખાવી રહ્યો હતો, હાલ પોતાનું મન એકદમ ઊંડાણપૂર્વક વિચારોમાં ડૂબેલ હતું, એવામાં શિવરુદ્રા ખુરશી પરથી ઉભો થયો, અને ટીપાઈ પરથી સિગારેટનું બોક્ષ ઉઠાવ્યું, અને પોતાનાં રૂમની બારી પાસે ઉભો રહ્યો, સિગારેટનાં બોક્ષમાંથી એક સિગારેટ કાઢીને સળગાવી, અને એક પછી એક ઊંડા ઊંડા દમ લેવાં માંડ્યો…..અને હવામાં ધુમાડા છોડવા માંડ્યો, શિવરુદ્રા સામાન્ય રીતે સિગારેટ પીતો ન હતો, પરંતુ તે જ્યારે ખુબ મૂંઝાયેલ કે ચિંતામાં હોય ત્યારે ક્યારેક - ક્યારેક સિગારેટ પીતો હતો…..

હાલ શિવરુદ્રા સિગારેટનો એક દમ લઈ રહ્યો હતો, તેનાં મનમાં એકસાથે ઘણાં બધાં વિચારો આવી રહ્યાં હતાં, જેનો કોઈ જ અંત કે જવાબ હાલ પોતાની પાસે હતાં નહીં….બરાબર એ જ સમયે શિવરુદ્રાનાં ઘરની ડોરબેલ વાગે છે, આથી શિવરુદ્રા ઝબકારા સાથે વિચારોની દુનિયામાંથી એકાએક બહાર આવી જાય છે...હાલ રાતનાં 10 વાગ્યે કોણ પોતાનાં ઘરે આવેલ હશે…? શું કોઈ મુસીબત તો પોતાનાં નસીબમાં દસ્તક દેવાં માટે નથી આવી ને…? શું કોઈ આફત કે મુશ્કેલીઓ તો નહીં આવી પડી હશે ને…? શું શ્લોકા તો નહીં હોય ને….? શું શ્લોકાને પોતાનાં દ્વારા આજે જે પ્રોજેકટ સોંપવામાં આવેલ છે એ પ્રોજેકટમાં કોઈ મદદની જરૂર નહીં હોય ને….? - આવા અનેક પ્રશ્નો ઉદભવતાની સાથે જે શિવરુદ્રા પેલી સિગારેટ બુઝાવતાં - બુઝાવતાં પોતાનાં ઘરનો દરવાજો ખોલવા માટે આગળ વધે છે….

શિવરુદ્રા દરવાજો ખોલે છે, તો તેની આંખો નવાઈ સાથે પહોળી થઇ જાય છે કારણ કે પોતાનાં ઘરનાં દરવાજાની બહાર બીજું કોઈ નહીં પરંતુ ખુદ શ્લોકા જ ગભરાયેલ અને ડરેલ હાલતમાં ઉભેલ હતી...આ જોઈ શિવરુદ્રાએ હેરાની ભરેલાં અવાજે શ્લોકાની સામે જોઇને પૂછ્યું.

"શ્લોકા…તું….અત્યારે...આ હાલતમાં....? ઇસ ઇવરીથિંગ ફાઇન…?"

"નો….શિવા…!" - હેરાની ભરેલાં અવાજે શ્લોકા બોલે છે.

"વ્હોટ ઇસ ધ મેટર...શ્લોકા…? કેન યુ ટેલ મી ઈન ડિટેઈલ પ્લીઝ…!" - શિવરુદ્રા વિનંતી કરતાં પૂછે છે.

"શિવા….આજે તમે મને જે "ક્રિસ્ટલ આઈ" પ્રોજેકટ સોંપેલ હતો, હું તેનાં પર રિસર્ચ કરી રહી હતી, તે દરમ્યાન મને સૂર્યપ્રતાપગઢમાં આવેલ પેલાં મહેલ વિશે માહિતી મળી, જે મહેલ આજથી 700 વર્ષ પહેલાં…..!" - શ્લોકા થોડું અટકતા બોલે છે.

"હા...એ મહેલ આજથી 700 વર્ષ પહેલાં મહારાજા હર્ષવર્ધન સૂર્યપ્રતાપે બનાવડાવેલ હતો, એ પહેલાં આ મહેલનું નામ રાઘવેન્દ્ર મહેલ અને આ ગામનું નામ રાઘવપુર હતું….!" - શિવરુદ્રા શ્લોકાને અધવચ્ચે જ અટકાવતાં બોલે છે.

"પણ...શિવા તમે આ મહેલ વિશે આ બધું કેવી રીતે જાણો છો….!" - વિસ્મયતા ભરેલાં અવાજે શ્લોકા શિવરુદ્રાની સામે જોઇને પૂછે છે.

"જી….એ મહેલ વિશે આજે સવારે જ મને રવજીભાઈએ માહિતી આપી હતી….! પણ એમાં આટલું બધું ગભરાવાની કે ડરવાની શું જરૂર છે…?" - શિવરુદ્રા શ્લોકાની સામે જોઈને પૂછે છે.

"હા….! પણ હું જ્યારે આ મહેલ વિશે ઈન્ટરનેટ પર સર્ચ કરી રહી હતી….તો તેમાં ઇમેજ સજેશનમાં રાજા હર્ષવર્ધનની ઇમેજ બતાવી રહ્યાં હતાં, આથી મેં આતુરતા સાથે એ ઇમેજ ડાઉનલોડ કરી...અને એ ડાઉનલોડ કરેલ ઇમેજ ઓપન કરતાની સાથે જ મારા હોશ ઉડી ગયાં….મારી કે તમારી સાથે છેલ્લાં બે દિવસથી એવી ઘટનાઓ ઘટી રહી છે...કે જેનાં પર સામાન્ય માણસ તો વિશ્વાસ જ ના કરી શકે….થોડીવાર માટે તો મારા મનમાં શૂન્યાવકાશ છવાઈ ગયો હતો, શું કરવું…? શું ન કરવું ? તેનાં વિશે મને કંઈ જ સમજ નહોતી આવી રહી….આથી મે ડાઉનલોડ કરેલ ઇમેજની કલર પ્રિન્ટ કાઢી અને તરત જ તમારી પાસે આવી છું….!" - રાજા હર્ષવર્ધનની ડાઉનલોડ કરેલ પ્રિન્ટ શિવરુદ્રાનાં હાથમાં આપતાં - આપતાં શ્લોકા બોલે છે.

"ઓહ ! માઈ ગોડ….ઇટ...ઇસ...અનબિલીવેબલ…! વ્હોટ ઇસ કો - ઇનસીડન્સ….!" - શિવરુદ્રા આશ્ચર્ય અને નવાઈ પામતાં - પામતાં બોલે છે.

ક્રમશ :

મકવાણા રાહુલ.એચ.

"બે ધડક"