શિવરુદ્રા.. - 17 Rahul Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિવરુદ્રા.. - 17

17.

( આલોક શર્મા સૂર્યપ્રતાપ મહેલ પરથી પેલી ક્રિસ્ટલ આઈ પોતાની સાથે લઈને પોતાનાં ક્વાર્ટર પર પરત ફરે છે, હાલ આલોકશર્મા મનોમન ખૂબ જ ખુશ હતો કારણ કે હાલ તેને મહેલેથી મળેલ પેલી ક્રિસ્ટલ આઈ કોઈ સામાન્ય આઈ ન હતી, પરંતુ તે ઈચ્છા પૂર્તિ કરતી એક આલૌકીક ક્રિસ્ટલ આઈ હતી, પરંતુ આલોક એ બાબતથી તદ્દન અજાણ જ હતો કે હાલ તે પોતાની સાથે માત્ર એ ક્રિસ્ટલ આઈ જ નહીં પરંતુ પોતાની સાથે એક મોટી એવી આફત કે મુશીબત લઈને જઈ રહ્યો હતો, જે આવનાર ભવિષ્યમાં તેની લાઈફ વેર વિખેર કરી નાખશે, જેનાં વિશે આલોકે સપનામાં પણ વિચાર નહીં વિચારેલ હશે..)

આલોક પોતાનાં આર્કિયોલોજી ડીપાર્ટમેન્ટની કાર લઈને પેલાં પૌરાણિક અને જર્જરીત મહેલેથી પોતાનાં સ્ટાફ ક્વાર્ટર પર પરત ફરે છે, ક્વાર્ટર પર પરત ફર્યા બાદ આલોક થોડીવાર માટે આરામ કરવાં માટે પથારી પર લંબાઈ છે, હાલ પોતે થાકી ગયેલો હોવાથી પથારી પડતાંની સાથે જ ઘસઘસાટ ઊંઘી જાય છે, લગભગ એકાદ કલાક બાદ આલોક પોતાની આંખો ખોલીને ઊંઘમાંથી જાગી જાય છે, ત્યારબાદ તે ફ્રેશ થઈને ઓફિસે જવાં માટે તૈયાર થાય છે, તૈયાર થઈ ગયાં બાદ આલોક પેલી ક્રિસ્ટલ આઈની શક્તિ ચકાસવા માટે ડાયનિંગ ટેબલ પર બેસે છે, અને પેલી ક્રિસ્ટલ આઈને ડાયનિંગ ટેબલની વચ્ચોવચ રાખે છે, અને બોલે છે કે, 

“મારે ! નાસ્તામાં ચા અને સમોસાં જોઈએ છે..!”

આટલું બોલતાની સાથે જ એક ઝબકરામાં આલોકશર્મા સામે રહેલ ડાયનિંગ પર ગરમાં - ગરમ કડક મીઠી, આખા દૂધની ચા, અને મોઢામાં પાણી આવી જાય તેવાં આહલાદક સમોસાં હાજર થઈ ગયાં, આથી આલોકની ખુશીઓ અને આનંદનો પાર જ ના રહ્યો, આથી આલોક મનોમન ખુશ થતાં - થતાં નાસ્તો કરવામાં વ્યસ્ત બની જાય છે, નાસ્તો કર્યા બાદ આલોક ફરી એકવાર વિચારે છે કે.. “કાશ ! પોતાની પાસે એક લકઝરીયસ અને આલીશાન મોંઘી ચકચકિત કાર હોય, આ સાથે જ તેનાં ક્વાર્ટરની બહાર એક આલીશાન મોંઘી ચકચકિત કાર હાજર થઈ જાય છે, આથી આલોક શર્મા મનોમન ખૂબ જ હરખાવા માંડે છે, તે હાલ એવું અનુભવી રહ્યો હતો કે હાલ પોતે આખી દુનિયામાં સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિ છે, અને પોતે જેવુ અને જે ધારે તે કરી શકે છે, આથી આલોકનાં મનમાં ખૂબ જ ઘમંડ ભરાય જવાને લીધે ખૂબ જ ઘમંડી બની ગયેલ હતો, ત્યારબાદ આલોક પોતાનો રૂઆબ, મોભો, વૈભવ બધાંને બતાવવા માટે પેલી આલીશાન મોંઘી ચકચકિત કાર લઈને પોતાની ઓફિસે પહોંચી જાય છે, અને પોતાની ઓફિસે પહોંચતાંની સાથે જ આલોક શર્મા પોતાની કારમાંથી બહાર નીકળે છે, આલોક શર્માને આવી આલીશાન મોંઘી ચકચકિત કારમાંથી બહાર નીકળતાં જોઈને આર્કિયોલોજી ડીપાર્ટમેન્ટની બહાર બેસેલાં સિક્યુરિટી ગાર્ડ રવજીભાઈ પળભર માટે શોક પામે છે, આલોક શર્માને આવી રીતે એકાએક અમીર બનેલાં જોઈ રવજીભાઈ મનોમન વિચારવાં માંડે છે કે, 

“હાલ ! પોતાની સમક્ષ જે અધિકારી છે તે શું વાસ્તવમાં આલોક શર્મા જ છે ને ? ગઇકાલ સુધી તો એકદમ સામાન્ય દેખાતાં આલોક સાહેબ આજે એકાએક આટલાં બધાં અમીર કેવી રીતે બની ગયાં હશે ? તેમની પાસે એકાએક આટલું બધું ધન, દોલત કે રૂપિયા ક્યાંથી આવેલ હશે ? શું આલોક સરને એકાએક કોઈ મોટી લોટરી કે જેકપોટ તો નથી લાગ્યો ને ? એક સમયે સામાન્ય અને ફોર્મલ કપડાં પહેરતાં આલોક સર એકાએક શુટ - બુટમાં આવેલ જોઈને રવજીભાઈ આશ્ચર્યચકિત બની જાય છે, અને બને આંખો પહોળી કરીને માત્ર આલોક સરને જોવાં માંડે છે.

આ બાજુ આલોક પોતાની કારમાંથી બહાર નીકળે છે, અને રિમોટ કી દ્વારા પોતાની કાર લોક કરીને પોતાની સંસ્થામાં પ્રવેશે છે, આલોક શર્માને સંસ્થામાં પ્રવેશતાં જોઈને રવજીભાઈ દરવાજા પાસે રહેલ પોતાની ખુરશી પરથી સફાળા ઊભાં થઈ જાય છે, અને આલોક સરને “ગુડ મોર્નિંગ ! સર !” - એવું અભિવાદન કરીને સલામી ભરે છે.. હાલ આલોક શર્માનાં ઘમંડ અને અમીરીનાં નશામાં ચકચૂર હોવાથી હાલ તેનાં મનમાં ગરીબી અને ગરીબ લોકો પ્રત્યે એકદમ છલોછલ નફરત ભરેલ હતી..

“રવજીભાઈ ! આવતી કાલથી અમારે તમારી આ સંસ્થા ખાતે કોઈ જ જરૂરિયાત નથી, માટે હવે તમે આવતીકાલથી આવતાં નહીં..!” - અમીરીનાં નશામાં ચકચૂર થયેલ આલોક શર્મા રવજીભાઈની સામે જોઈને બોલે છે.

“પણ.. સર ! મારે હાલ આ નોકરીની ખૂબ જ આવશ્યકતા છે, આ નોકરીથી મારો ઘર ખર્ચ નીકળે છે.. મહેરબાની કરીને મારી સાથે આવો અન્યાય ના કરો..!” - રવજીભાઈ પોતાનાં બંને હાથ જોડીને આલોકને આજીજી કરતાં - કરતાં જણાવે છે.

“એ ! મારો ! પ્રશ્ન નથી.. બસ આવતીકાલથી તમારે આવવાનું નથી..!” - આલોક એકદમ ઉદ્ધતાઈ ભરેલું વર્તન કરીને પોતાની ઓફિસમાં જવાં માટે આગળ વધે છે.

“દયા ! કરો ! સાહેબ ! તમે મારી જેવાં ગરીબ માણસનો “રોટલો ના અભડાવશો..!” - આલોકનાં પગે પડતાં - પડતાં રવજીભાઈ આજીજી કરતાં - કરતાં બોલે છે.

“એ ! મારે નથી જોવાનું !” - આટલું બોલીને આલોક પોતાની ઓફિસ તરફ જવાં માટે પોતાનાં પગલાં આગળ ધપાવે છે.

જ્યારે આ બાજુ રવજીભાઈ પોતાની આંખોમાં આંસુ સાથે દુખી હૈયે પોતાનાં ઘરે જવાં માટે રવાના થાય છે, પોતાનાં ઘરે જતાં - જતાં રવજીભાઈ વિચારી રહ્યાં હતાં કે, “આલોક સર ! એકાએક આટલાં બધાં અમીર બની ગયાં એમાં મારી જેવાં ગરીબ માણસનો શું વાંક ? હું ગરીબીમાં જન્મયો એ મારા હાથની વાત નથી, શું અમીરાતનું ઘમંડ આટલું બધું હશે કે એ અમીર માણસને અમારી જેવાં લાચાર માણસોની મજબૂરી કે ગરીબાઈ પણ નહીં દેખાતી હશે ? આ સંસ્થાનાં પાયા ખોદાયા ત્યારથી માંડીને આજ સુધી મે પૂરેપૂરી નિષ્ઠાથી મારી ફરજ બજાવી છે, પરંતુ મારે આ નોકરી આવી રીતે એકાએક કોઈનાં ઘમંડને કારણે ગુમાવવાની નોબત આવશે એવું મે ક્યારેય વિચાર્યું હતું નહીં.. આવા વિચારો કરતાં - કરતાં પોતાનાં માથા પર રહેલ સિક્યુરિટી ગાર્ડની કેપ પોતાનાં હાથમાં રાખીને, આંખોમાં આંસુ સાથે પાછળ તરફ વળીને આર્કિયોલોજી ડીપાર્ટમેન્ટ તરફ એક નજર કરીને ભારે અને દુખી હ્રદયે પોતાનાં ઘર તરફ જવાં માટે રવાનાં થાય છે, જ્યારે આ બાજુ આલોક પોતાની ચેમ્બરમાં પ્રવેશે છે, આલોક શર્માનો આટલો બધો ઠાઠ - માઠ જોઈને, ઓફિસમાં રહેલ અન્ય કર્મચારીઓ પણ દંગ રહી ગયેલાં હતાં..

એ જ દિવસે........

સમય : બપોરનાં ૧ કલાક.

સ્થળ : ડીપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી, સુર્યપ્રતાપ ગઢ.

હાલમાં સૂર્યનારાયણે જાણે પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરેલ હોય, તેમ આકારો તાપ વરસાવી રહ્યાં હતાં, ચારે બાજુએ આકારા તાપને લીધે જાણે એક પ્રકારનો કુદરતી કર્ફ્યૂ લાગુ પડેલ હોય તેવું લાગી રહ્યું હતું, દૂર - દૂર સુધી કોઈ જ પશુ, પક્ષીઓ કે માણસો ક્યાંય નજરે પડી રહ્યાં ના હતાં, નદીઓ અને ઝરણાઓ જાણે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાં માટે મરણીય પ્રયાસો કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું હતું, આખે આખી ધરા હાલ જાણે અગનગોળામાં ફેરવાઇ ગયેલ હોય તેમ ખૂબ જ તપી ગયેલ હતી, જમીન કે ધરતીમાંથી જાણે લાવારસ નીકળી રહ્યો હોય તેવી પ્રતીતિ થઈ રહી હતી, દૂર સુધી આવેલ છેક ક્ષિતિજો સુધી કોઈ જ દેખાતું ન હતું, ત્યાં માત્રને માત્ર આભાસી મૃગજળ જ દ્રશ્યમાન થઈ રહ્યું હતું, ગરમ અને પાતળી હવાનાં દબાણને કારણે ખેતરોમાંથી ઊંચા - ઊંચા વંટોળો ઉદ્ભવી રહ્યાં હતાં..

બરાબર એ જ સમયે ધૂળની ડમરીઓ ઉડાવતાં - ઉડાવતાં સફેદ રંગની ત્રણ સ્કોર્પિયો આર્કિયોલોજી ડિપાર્ટમૅન્ટ ખાતે આવી પહોંચે છે, જોત - જોતામાં તે કારમાંથી વિકાસ નાયક પોતાનાં માણસો સાથે નીચે ઉતરે છે, વિકાસ નાયક કે જે આલોક શર્માનો મિત્ર તો હતો જ પરંતુ એ સાથોસાથ પોતે જૂની, પ્રાચીનતમ અને પૌરાણિક વસ્તુઓ ભારતમાંથી વિદેશોમાં આલોકની મદદથી એક્સપોર્ટ કરતો એક બિઝનેસમેન પણ હતો..જે આલોક શર્માને પોતાની આવકમાંથી અમુક ચોક્કસ રકમ પણ દર મહિને ચૂકવાતો હતો..

આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટમાં પ્રવેશતાંની સાથે જ વિકાસ નાયકની નજર તે સંસ્થાની બહાર પાર્કિંગમાં રહેલ આલોક શર્માની પેલી લક્ઝરીયસ, ચકચકિત અને મોંઘેરી કાર પર પડે છે, આ કાર એટલી બધી લક્ઝરીયસ હતી, કે જે જોઈને ખુદ વિકાસ નાયક પણ અચંભિત થઈ ગયેલ હતો, આથી આર્કિયોલોજી ડીપાર્ટમેન્ટમાં પ્રવેશતાંની સાથે જ વિકાસ નાયક બહાર પાર્કિંગમાં રહેલ પેલી કાર વિશે હિતેન કે જે ક્લાર્ક તરીકે તે સંસ્થામાં ફરજ બજાવી રહ્યો હતો, તેને પુચ્છ - પરછ કરે છે.

“સર ! એ કાર બીજા કોઇની નહીં પરંતુ અમારા સાહેબ આલોક શર્માની છે..!” - હિતેન ટૂંકમાં જવાબ આપતાં વિકાસ નાયકને જણાવે છે.

“પરંતુ ! આ કાર મે પહેલાં ક્યારેય આલોક પાસે તો જોયેલ નથી..!” - હેરાની ભરેલાં અવાજે વિકાસ હિતેનની સામે જોઈને બોલે છે.

“સર ! આ કાર ! તમે આલોક સર પાસે જોયેલ ના જ હોય, કારણ કે આ કાર આલોક સર આજે જ અહી લઈને આવેલ છે..!” - વિકાસ નાયકને જવાબ આપતાં હિતેન જણાવે છે.

“ઓહ ! આઈ સી..!” - પોતાની દાઢી પર હાથ ફેરવતાં - ફેરવતાં વિકાસ નાયક બોલે છે.

ત્યારબાદ વિકાસ નાયક પોતાનાં માણસો સાથે આલોક શર્માની ચેમ્બર તરફ આગળ ચાલવાં માંડે છે, આલોકની ચેમ્બરમાં પ્રવેશતાંની સાથે જ વિકાસની આંખો આશ્ચર્યને લીધે પહોળી થઈ ગઈ, કારણ કે આલોક શર્મા પોતાની ઓફિસમાં રહેલ રીવોલ્વીંગ ખુરશી પર શુટ - બુટ પહેરીને બેઠેલો હતો.

“ઓહ ! આલોક ! વ્હોટ ઈસ ધીસ પ્લેઝન્ટ ! સર પ્રાઇઝ!” - વિકાસ આશ્ચર્ય પામતાં આલોકની સામે જોઈને પૂછે છે.

“નથિંગ ! એલ્સ ! જસ્ટ ઓન્લી, ડિપાર્ટમેન્ટલ પ્રમોશન !” - આલોક મૂળ વાત છુપાવતાં - છુપાવતાં જણાવે છે.

“ઓહ ! ધેટ્સ ! વેરી ગુડ ! કોંગ્રેચ્યુલેશન !” - વિકાસ નાયક અભિવાદન કરતાં - કરતાં બોલે છે.

“થેન્ક યુ વેરી મચ ! વિકાસ સર ! આજે એકાએક કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર જ આવવાનું શું કારણ છે ?” - આલોક વિકાસની સામે જોઈને બોલે છે.

“નથિંગ ! મારી આજે વિદેશમાં રહેતાં મારા બિઝનેસ પાર્ટનર અને ડિલર સાથે ફોન પર વાત થઈ.. તેમણે મને કહ્યું કે, 

“હાલ ! ઘણાં સમયથી તમે મને કોઈ પ્રાચીન વસ્તુઓ મોકલાવી નથી ! હાલ ઇન્ટરનેશનલ માર્કેટમાં આવી બધી પૌરાણિક અને પ્રાચીન વસ્તુઓની ખૂબ જ ડિમાન્ડ છે, હાલ હું તમને એક મેઈલ કરી રહ્યો છું, જેમાં એક આરસની મૂર્તિ વિશે ઉલ્લેખ કરેલ છે, જો તમે આ મૂર્તિ કોઈપણ સંજોગોમાં મેળવવામાં સફળ થશો તો તેમને એટલી મોટી રકમ મળશે કે તમે તો શું ? તમારી સાત પેઢીઓ પણ બેઠાં - બેઠાં ખાશે તો પણ ખૂટશે નહી..!” - વિકાસ આલોકનાં હાથમાં પેલી આરસની મૂર્તિની તસ્વીર આપતાં - આપતાં બોલે છે.

“વાવ ! સચ અ ગ્રેટ સ્ટેચ્યૂ ! બાય ધ વે ! આ સ્ટેચ્યૂ કોનું છે ?” - આલોક એકદમ અજાણ બનતાં વિકાસને પૂછે છે.

“એકચ્યુઅલી ! આ કોઈ સુલેખા નામની રાજકુમારીની મૂર્તિ છે, જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કરોડોની કિંમત છે..!” - વિકાસ આલોકને વધુ માહિતી આપતાં જણાવે છે.

“હા ! આ ફોટો જોતાં તો એવું જ લાગે છે !” - આલોક મૂળ વાત છુપાવતાં - છુપાવતાં બોલે છે.

“ઓકે ! તો તમે હવે.. આ મૂર્તિ શોધો.. એટલે તમે પણ કરોડપતિ બની જશો..!” - વિકાસ આલોકને જણાવતાં - જણાવતાં બોલે છે.

ત્યારબાદ વિકાસ નાયક આલોકને પેલી રાજકુમારીની મૂર્તિ વાળો ફોટો આપીને, પોતાનાં ફાર્મહાઉસે પરત ફરવાં માટે પોતાની સ્કૉર્પિયો કારમાં બેસીને આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટેથી રવાના થાય છે, જ્યારે આ બાજુ આલોક પેલી મૂર્તિ જોઈને મનોમન ખુશ થાય છે, કારણ કે હાલ તેનાં હાથમાં રહેલ ફોટામાં જે રાજકુમારીની મૂર્તિ હતી એ જ મૂર્તિ તેણે સુર્યપ્રતાપ મહેલે જોયેલ હતી..!

એ જ દિવસે રાતે.

સ્થળ : આલોક શર્માનું ક્વાર્ટર.

સમય : સાંજનાં 8 કલાક.

આલોક સાંજે જમીને ફ્રી થયાં બાદ પોતાનાં ક્વાર્ટરની બહાર આવેલ ગેલેરીમાં રહેલ ખુરશી પર બેસેલ હતો, જ્યારે તેનું મન વિચારોની વમળોમાં ચડેલ હતું, શું મને સુર્યપ્રતાપ મહેલે પેલી આરસની જે મૂર્તિ મળેલ હતી, તે મૂર્તિ શું “રાજકુમારી સુલેખા” ની જ હતી..? જો એ મૂર્તિની કિંમત કરોડો રૂપિયામાં અંકાતી હોય તો મારે શાં માટે એ મૂર્તિ વિકાસ નાયકને આપવી ? શું..? હું... પોતે જ એ મૂર્તિ ઇન્ટરનેશનલ માર્કેટમાં ના વેંચી શકુ..? વાસ્તવમાં આ આરસની મૂર્તિ નથી પરંતુ મારી કિસ્મત બદલનાર પારસમણી.. જે મને કરોડપતિ બનાવી દેશે..!” - આમ આલોકનાં મનનાં કોઈ એક ખૂણામાં લાલચ જન્મી રહી હતી.. પરંતુ આલોક હાલ એ બાબતથી તદન અજાણ હતો કે હાલમાં તેના મનમાં રહેલ લાલચને લીધે તેને ભવિષ્યમાં ખૂબ જ મોટી આફતો અને મુશ્કેલીઓનો સામનો કરવાની પણ નોબત આવશે.. અને કદાચ તેને પોતાનો જીવ ગુમાવવાની પણ નોબત આવશે.

આવા અનેક વિચારો આવવાની સાથે જ આલોકનાં મનમાં લાલચ જાગી. આથી તે તરત ખુરશી પરથી બેઠો થઈને પોતાનાં આર્કિયોલોજી ડીપાર્ટમેન્ટની બેગ લઈને પેલાં સુર્યપ્રતાપ મહેલે જવાં માટે રવાનાં થાય છે.. અને પોતે મનોમન વિચારે કે આ કાર્ય માટે રાતનો સમય જ બેસ્ટ રહેશે.......આથી આલોક સમય વેડફયાં વગર જ પોતાની કાર વાયુ વેગે સુર્યપ્રતાપ મહેલ બાજુ દોડાવવાં માંડે છે.

એકાદ કલાકમાં આલોક પેલાં પૌરાણિક અને જર્જરિત સુર્યપ્રતાપ મહેલે પહોંચી જાય છે, ત્યાં જઈને તે જોવે છે કે તે મહેલનો મુખ્યપ્રવેશ દ્વાર બંધ હતો, આથી આલોક પોતાની બેગમાં રહેલ પેલી “ક્રિસ્ટલ આઈ” બહાર કાઢે છે, અને “આ ! મહેલનો દરવાજો ખૂલી જાય..!” - તેવું બોલે છે, જોત - જોતામાં સૂર્યપ્રતાપ મહેલનો મુખ્યપ્રવેશ દ્વાર ખૂલી જાય છે, અને આલોક પોતાની કાર લઈને તે મહેલમાં પ્રવેશે છે.

હાલ આજુબાજુમાં એકદમ નીરવ અને ડર પમાડે તેવો સન્નાટો છવાયેલો હતો, મહેલની ફરતે ઘનઘોર અંધકાર છવાયેલો હતો, દૂર - દૂર સુધી એકપણ પ્રકારની હલન - ચલન જોવાં નહોતી મળી રહી, માત્ર સુસવાટા મારતો પવન ફૂંકાય રહ્યો હતો, જેને લીધે વૃક્ષોમાં થતો ખળભળાટ પણ ખૂબ જ ડર પમાડે તેવો હતો, મહેલની ફરતે રહેલ ઝાડીઓમાંથી કિટકોનો આવાજ આવી રહ્યો હતો, જેને લીધે આલોક પળભર માટે તો ડરી જાય છે, દૂર - દૂરથી અવાવરું અને ભટકતાં કૂતરાઓનો રડવાનો અવાજ આવી રહ્યો હતો, જે સારા સારા મર્દ મુસાળાની હિમત તોડી નાખે તેટલો ડરામણો લાગી રહ્યો હતો, આ બધાંને લીધે આલોકનાં મનનાં કોઈ એક ખૂણામાં ડર પોતાનું સામ્રાજ્ય જમાવી રહ્યો હતો પરંતુ હાલ આલોકની આંખો આગળ લાલચનું આવરણ છવાય ગયેલ હોવાથી આલોક આ બધી ઘટનાઓને હાલ અવગણી રહ્યો હતો.. તેને તો હાલ પેલી મૂર્તિ અને કરોડ રૂપિયા જ દેખાય રહ્યાં હતાં..

આથી આલોકે પોતાનાં બેગમાંથી ફરી પેલી “ક્રિસ્ટલ આઈ” બહાર કાઢીને પોતાની હથેળીમાં રાખે છે, અને પેલાં મહેલની સામેની તરફ રાખીને બોલે છે કે..

“આ “ક્રિસ્ટલ આઈ” જે મૂર્તિનો ભાગ છે.. એ એટલે કે “રાજ કુમારી - સુલેખા”ની પ્રતિમાં મારી સામે હાજર થાય..!” - આલોક હિમત કરતાં - કરતાં બોલે છે.

આટલું બોલતાંની સાથે જ, જે વાતાવરણ એકદમ શાંત હતું, તે વાતાવરણ એકદમ ગંભીર અને ડરામણું બની ગયું, પવન પણ જોર - જોરથી ફૂંકાવા માંડયો, મહેલમાંથી એકાએક કોઈક યુવતીનો રડવાનો આવાજ આવવાં લાગ્યો, મહેલની અંદર અજીબો ગરીબ હલન - ચલન થવાં લાગી, એવામાં મહેલની બહાર જે જગ્યાએ પેલાં ફુવારા આવેલ હતાં, તે જગ્યાએ એક ધડાકા સાથે “રાજકુમારી - સુલેખા”ની મૂર્તિ જમીનને ફાડીને બહાર આવી ગઈ.. આથી આલોક “રાજકુમારી સુલેખા”ની મૂર્તિ જોઈ મનોમન ખૂબ જ ખુશ થયો.....આ મૂર્તિ જોઈ આલોક તેને પોતાની સાથે લઈ જવાં માટે આગળ વધે છે.. આથી આલોક એ ફુવારાની વચ્ચોવચ જઈને સુલેખાની મૂર્તિને ઉઠાવવાં માટે પોતાનો હાથ લગાવે છે....જેવો આલોક મૂર્તિને પોતાનો હાથ લગાવે છે, એ સાથે જ કાળા ડિબાંગ વાદળોમાંથી વિજળીઓનાં ગળગળાટ સાથે એક યુવતીનો આવાજ સાંભળાય છે.

“તેને.. શું.. લાગે છે કે તું મારી મૂર્તિને તારી સાથે લઈ જવામાં સફળ રહીશ એમ..? મારી ઈચ્છા વગર આ સુર્યપ્રતાપ મહેલનું એક પત્તું પણ નાં હલી શકે.. તો તે એવું તો કેવી રીતે વિચારી લીધું કે તું મારી આખે આખી મૂર્તિને તારી સાથે લઈ જવામાં સફળ રહીશ ? તને શું લાગે છે કે તારો અકસ્માત થવાં છતાં પણ તારો આબાદ બચાવ થઈ ગયો હતો.. એવું ? એવું બિલકુલ નથી પરંતુ એ સમયે મે જ તને બચાવેલ હતો..! આ મહેલમાં તારું આવી રીતે આવવું..! તારા હાથમાં મારી મૂર્તિમાં રહેલ “ક્રિસ્ટલ આઈ” આવવી.. અને તને સહી સલામત આ મહેલમાંથી તારું તારા ઘરે ફરવું એ કોઈ જોગાનુંજોગ ન હતું પરંતુ એ માત્રને માત્ર મારી ઈચ્છા શક્તિને આભારી, મારી ઈચ્છાથી જ તું આ મહેલમાં પ્રવેશી શક્યો છો.. “મને એવું હતું કે તું મારી મદદ કરીશ.. પરંતુ અફસોસ તું તો લાલચી નિકળ્યો.. તને માત્રને માત્ર મારી મૂર્તિની કિમત જ સમજાય પરંતુ તે ક્યારેય મારી એ મૂર્તિ પાછળ રહેલ વેદના સમજવાં માટે પ્રયત્ન ના કર્યો..!” - આટલું બોલી તે યુવતી રડવા લાગે છે।

“બસ ! હવે ! ઘણું થયું....તારે તારી લાલચનું પરિણામ ભોગવવું જ પડશે.... જેથી કોઈ વ્યકિત લાલચ કરતાં પહેલાં એકવાર નહીં પરતું હજારવાર વિચાર કરશે..!”

આ સાથે જ જાણે ખૂબ જ તીવ્રતાં સાથે ભૂકંપનો ભારે આંચકો આવ્યો હોય, તેમ ધરતી જોર જોરથી ધ્રૂજવાં લાગી, પેલી યુવતીનો અવાજ એક ચિચિયારીમાં ફેરવાઈ ગયો, સુસવાટા મારતો પવન ફૂંકાવાં માંડયો, આ જોઈ આલોકનું હ્રદય ફફળાટ અનુભવવા માંડયુ, ચહેરા પર ડરને લીધે પરસેવો બાઝી ગયો, પોતાની ભૂલ હાલ તેને ધીમે - ધીમે સમજાય રહી હતી, પરંતુ હાલ પછતાવાંનો કોઈ જ મતલબ હતો જ નહીં કારણ કે હાલ આલોકનાં હાથમાંથી એ મોકો નીકળી ગયેલો હતો, પોતાની લાલચનું આટલું અને આવું ભયંકર પરિણામ આવશે તેવું આલોકે સપનામાં પણ વિચારેલ નહીં હોય.. એવામાં આલોક હાલ જે સ્થળે ઉભેલ હતો તે જગ્યા એકાએક જમીનની અંદર સરકી ગઈ, અને આલોક એ જમીનમાં ગરકાવ થઈ ગયો.. જ્યારે આ બાજુ મહેલની બહાર બધું પહેલાંની માફક નોર્મલ બની ગયું.. અને પેલી “ક્રિસ્ટલ આઈ” ફરી પાછી આલોકે પોતાનાં ક્વાર્ટરમાં જે તેને છૂપાવેલ હતી, તે પાછી પહોંચી જાય છે અને પોતાને કોઈ સારા માનવીની મદદ મળશે એવી આશા સાથે પ્રતિક્ષામાં ગોઠવાય ગઈ..!

ક્રમશ :

મકવાણા રાહુલ.એચ.

"બે ધડક"