Shivarudra .. - 15 books and stories free download online pdf in Gujarati

શિવરુદ્રા.. - 15

15.

(શિવરુદ્રા ટીમ સાથે પેલાં અઘોરીબાબાને મળવાં માટે જૂનાગઢ જાય છે, ત્યારબાદ પેલાં અઘોરીબાબા તેઓને મળે છે, ત્યારબાદ શિવરુદ્રા તે બાબાને પોતાની મૂંઝવણો અને તકલીફો વિશે સવિસ્તાર જણાવે છે, જેનાં પ્રત્યુતરમાં પેલાં અઘોરીબાબા શિવરુદ્રાને વર્ષો જૂની એક પૌરાણિક પુસ્તક આપે છે અને જણાવે છે, કે આ પુસ્તકમાં તેની બધી જ મૂંઝવાણોનું સમાધાન છે, ત્યારબાદ તેઓ પેલાં અઘોરીબાબાનો આભાર માને છે, અને પછી તે બધાં સુર્યપ્રતાપગઢ પરત ફરે છે, તે દિવસે રાતે શિવરુદ્રા શ્લોકા અને આકાશને સ્ટાફ ક્વાર્ટરમાં આવેલ બગીચે મળવાં માટે બોલાવે છે, કારણ કે શિવરુદ્રા શ્લોકા અને આકાશને એક સરપ્રાઈઝ આપવાં માંગતો હતો, ત્યારબાદ શિવરુદ્રા તેઓને પેલી “ક્રિસ્ટલ આઈ” અને રાજકુમારીની આરસની પ્રતિમા વિશે જણાવી રહ્યો હતો, તે દરમ્યાન વાતાવરણમાં એકાએક પલટો આવી જાય છે, અને જોતજોતામાં એ આખેઆખો બગીચો જમીનમાં ગરકાવ થઈ જાય છે, જેની સાથોસાથ શિવરુદ્રા, શ્લોકા, આકાશ, રાજકુમારીની આરસની પ્રતિમા વગેરે જમીનમાં ગરકાવ થઈ જાય છે, જેવા આ બધાં જમીનમાં ગરકાવ થઈ જાય છે, એ સાથે જ બહાર બધું જ અગાવની માફક નોર્મલ બની જાય છે..)

સમય : લગભગ અંદાજે ૧૦ કલાક

સ્થળ : કોઈ અજાણી અંધકારમય ગુફા.

શિવરુદ્રા, આકાશ અને શ્લોકા કોઈ એક અજાણી અંધકારમય ગુફામાં બેભાન થઈને જમીન પર પડેલાં હતાં, તે બધાની વચ્ચોવચ રાજકુમારીની આરસની મૂર્તિ પડેલ હતી, આ ગુફા જાણે વર્ષો જૂની અને એકદમ પૌરાણિક હોય તેવું લાગી રહ્યું હતું, હાલ સવારનો સમય હોવાથી મહદઅંશે સૂર્યપ્રકાશ આ ઊંચી - ઊંચી ગુફામાં આવી રહ્યો હતો, જેને લીધે માત્ર આજુબાજુની જ વસ્તુઓ દ્રશ્યમાન થઈ રહી હતી, આ ગુફામાં ચારેબાજુએ એકદમ નીરવ શાંતિ અને ડર ભરેલો સન્નાટો છવાયેલો હતો, આ શાંતિ જાણે કોઈ મોટા વાવાઝોડા કે તોફાન પહેલાંની શાંતિ હોય તેવું લાગી રહ્યું હતું, આ ગુફા જાણે ઘણાં વર્ષોથી પોતાનાં હ્રદયમાં કોઈ ઊંડા રહસ્યો છુપાવીને બેસેલ હોય તેવી અનુભૂતિ થઈ રહી હતી, આ ગુફામાં મોટી - મોટી મહાકાય ખડકો, શિલાઓ અને પથ્થરોની બનેલી હતી, ગુફામાં અંદર આવવાં કે બહાર જવાં માટે કોઈ જ રસ્તો દ્રશ્યમાન નહોતો થઈ રહ્યો, આ ગુફા એટલી પૌરાણિક હતી કે તેની દિવાલો પર લીલા રંગની લીલ છવાય ગઈ હતી, જેમાથી અમુક - અમુક દીવાલો પર તો વેલોએ પૂરેપૂરી રીતે આધિપત્ય સ્થાપિત કરી દીધેલ હતું.. આ ગુફા જોતાં ખૂબ જ ડરામણી અને ભયંકર લાગી રહી હતી..

એવામાં એકાએક શિવરુદ્રાની આંખો ખૂલે છે, આંખો ખોલતાની સાથે જ શિવરુદ્રા સ્તબ્ધ બની જાય છે, તે એકદમથી બેબકળો બની જાય છે, તેની આંખો વિસમ્યતા કે નવાઈને લીધે પહોળી થઈ જાય છે, તેનાં શ્વાસોશ્વાસ અને હ્રદયનાં ધબકારાય એક્દમથી વધી જાય છે, તેનાં ચહેરા પર પરસેવાનાં બુંદો છવાય જાય છે, હાલ પોતાની સાથે જે કઈ બની રહ્યું હતું તે વિસ્મયતાં ભરેલું તો હતું જ તે પરંતુ તેની સાથોસાથ ડર પમાડે તેવું પણ હતું, હાલ તે પોતે કોઈ અલગ જ દુનિયામાં પ્રવેશી ચૂક્યાં હોય તેવું શિવરુદ્રા અનુભવી રહ્યો હતો, એક જ પળમાં શિવરુદ્રાનાં માનસપટ્ટ પર ઘણાબધાં પ્રશ્નો ઉદભવે છે, કે હાલ પોતે કઈ જગ્યાએ આવી પહોંચેલ છે ? આ ગુફામાં તેઓ કેવી રીતે આવી પહોંચ્યા ? શું આ ગુફામાંથી બહાર જવાનો કોઈ રસ્તો હશે કે નહિ ? શું હાલ પોતાનાં પર કોઈ મોટી આફત કે મુશ્કેલીઓ તો નથી આવી પડી ને..? આ ગુફામાં આવી રીતે એકાએક પોતાનું ભટકવું એ કોઈ વિધીનાં લેખ હશે કે પછી પોતાનું નસીબ..? - આ બધાં વિચાર આવતાં શિવરુદ્રા પોતાનું માથું પકડીને પોતાની જાતને આ બધું થવાં માટે કસૂરવાર ગણવા માંડયો.....!

એવામાં શિવરુદ્રાને વિચાર આવ્યો કે હું, શ્લોકા અને આકાશ તો સ્ટાફ ક્વાર્ટરમાં આવેલાં પેલાં બગીચામાં બેસીને “ક્રિસ્ટલ આઈ અને રાજકુમારીની પ્રતિમા વિશે ચર્ચા કરી રહ્યાં હતાં - તો એકાએક અહિયાં કેવી રીતે પહોંચી ગયાં..? - આ વિચાર આવતાની સાથે જ શિવરુદ્રા હાંફળો - ફાફળો થઈ ગયો અને જોરજોરથી “શ્લોકા.. શ્લોકા.. આકાશ.. આકાશ..!” - એવી બૂમો પાડવા માંડયો, 

“હા.. શિવાં....! હું અહી જ છું !” - શ્લોકા થોડાં દર્દ ભરેલાં અવાજે બોલે છે.

“સર ! હું.. પણ અહી જ છું..!” - આકાશ શિવરુદ્રાને પ્રત્યુતર આપતાં બોલે છે.

“હે ! ભગવાન ! તમારો ખૂબ ખૂબ આભાર ! શ્લોકા અને આકાશને સલામત રાખવાં બદલ..!” - શિવરુદ્રા શ્લોકા અને આકાશનો અવાજ સાંભળ્યા બાદ ખુશ થતાં - થતાં ઈશ્વરને પોતાનાં બનેવ હાથ જોડીને આભાર માનતાં બોલે છે.

ત્યારબાદ શિવરુદ્રા, આકાશ અને શ્લોકા એકબીજાની નજદીક આવી પહોંચે છે, અને ગુફામાં રહેલ એક મોટાં પથ્થર પર બેસે છે, અને થોડી વાતોચિતો કરે છે, પછી આકાશ પોતાની બેગમાં રહેલ પાણીની બોટલ બેગની બહાર કાઢે છે, અને શ્લોકા અને આકાશને પાણી પીવા માટે પોતનાં હાથમાં રહેલ બોટલ લંબાવે છે, પછી આકાશ અને શ્લોકા પાણી પીવે છે, હાલ તેઓ કેટલાં સમય કે કેટલી કલાકોથી આ ગુફામાં આવી રીતે બેભાન થઈને પડી રહેલાં હતાં, તે બાબતનો તે બધામાંથી કોઈને પણ ખ્યાલ હતો નહીં..

“સર ! હાલ ! આપણે કઈ જગ્યાએ આવી પહોંચેલ છીએ ? આપણે તો બગીચામાં બેસીને ચર્ચા કરી રહ્યાં હતાં..?” - આકાશ પોતાનાં મનમાં રહેલ મૂંઝવણ જણાવતાં શિવરુદ્રાની સામે જોઈને પૂછે છે.

“યસ ! શિવા ! એકઝેટલી ! મને પણ એ જ પ્રશ્ન સતાવી રહ્યો છે..!” - શ્લોકા આકાશની વાત સાથે સહમત થતાં બોલે છે.

“વેલ ! ગાયઝ ! હું પણ એ જ બાબત વિષે હમણાં થોડીવાર પહેલાં વિચારી રહ્યો હતો, પરંતુ હકીકતમાં મારી પાસે હાલ તમારા પ્રશ્નનો કોઈ જ ઉત્તર નથી !” - શિવરુદ્રા લાચારી ભરેલાં અવાજે બોલે છે.

“તો ! સર ! આપનો આગળનો એકશન પ્લાન શું હશે ?” - આકાશ શિવરુદ્રાની સામે જોઈને લાચારી ભરેલાં અવાજે પૂછે છે.

“હાલ..! તો મારા મનમાં કોઈ જ એક્શન પ્લાન નથી પરંતુ હવે આપણો એક જ ટાર્ગેટ છે કે આ ગુફામાંથી જેટલું શક્ય હોય તેટલું વહેલીતકે બહાર નીકળી જવું..!” - શિવરુદ્રા આવેલ મુસીબત કે મુશ્કેલીઓનો કામચલાવ ઉપાય સૂચવતા જણાવે છે.

“શિવા ! હાલ આપણી સાથે જે કઈ ચિત્ર - વિચિત્ર, રહસ્યમય, અજીબોગરીબ, અને અવિશ્વસનીય ઘટનાઓ ઘટી રહી છે..! એ બાબતે તમારું શું માનવું છે ?” - શ્લોકા શિવરુદ્રાની સાને કોઈને પૂછે છે.

“શ્લોકા ! તને સાવ સાચી વાત જણાવું તો મને શરૂઆતમાં પેલાં અઘોરીબાબાએ જે બાબતો વિશે જણાવેલ હતું તેનાં પર અને ગઈકાલે જે પેલી આકાશવાણી થયેલ હતી તેનાં પર મને શરૂઆતમાં વિશ્વાસ નહોતો આવી રહ્યો, પરંતુ અત્યાર સુધી મારી કે આપણી સાથે હાલ જે કાંઈ ઘટનાઓ ઘટી રહી છે, તે જોતાં મને આ બધુ હકીકત હોય તેવું મને લાગી રહ્યું છે.

“યસ ! શિવા ! કદાચ ભગવાન કે ઈશ્વર આપણી પાસે કોઈ નેક કામ કરાવવાં માંગતા હોય, એવું પણ બની શકે ને..? કદાચ કોઈ મુસીબતમાં ફસાયેલ વ્યક્તિને તેમનાં પર આવી પડેલી મુસીબતોમાંથી ઉગારવાં માટે આપણને નિમિતમાત્ર બનાવ્યાં હોય તેવું પણ બની શકે ને..? કદાચ તે વ્યક્તિ કે સ્ત્રી સાથે થયેલાં અન્યાયની બાબતમાં તેમને ન્યાય અપાવવાનું સદનસીબ ભગવાને આપણી કિસ્મતમાં લખેલ હોય તેવું પણ બની શકે ને ?” - શ્લોકા પોતાનાં મનમાં ચાલી રહેલ ગડમથલ શિવરુદ્રા સમક્ષ રજૂ કરતાં જણાવે છે.

“કદાચ ! એવું ! પણ બની શકે ! દેખતે હે આગે આગે હોતા હે ક્યાં !” - શિવરુદ્રા લાચારીભર્યા અવાજે શ્લોકા સામે જોઈને બોલે છે.

“પણ ! સર ! હું માનું છું, ત્યાં સુધી આ ગુફા આગળ જતાં વધુને વધુ અંધકારમય અને ગાઢ થતી જશે તો આપણે કેવી રીતે આગળ વધીશું ?” - આકાશ સ્વભાવિક રીતે શિવરુદ્રાની સામે જોઈને બોલે છે.

“મારી પાસે એનો ઉપાય છે..!” - શિવરુદ્રા પોતાનાં ખભે લટકાવેલ બેગમાંથી ટોર્ચ બહાર કાઢતાં - કાઢતાં બોલે છે.

શિવરુદ્રા જ્યારે પોતાની બેગમાંથી શ્લોકા અને આકાશ માટે ટોર્ચ બહાર કાઢી રહયો હતો, બરાબર એ જ સમયે શિવરુદ્રાની બેગમાંથી ડિઝિટલ કંપાસબોક્ષ બહાર નીકળીને જમીન પર પડે છે, આથી શિવરુદ્રા આતુરતાપૂર્વક એ કંપાસબોક્ષ ખોલે છે, અને તેની ડિસપ્લે પર જોયાં બાદ શિવરુદ્રા આકાશ અને શ્લોકા સામે જોઈને જણાવે છે કે..

“ગાયઝ ! હાલ આપણે સમુદ્રની તળથી ૨૨૦ ફૂટ ઊંડાય પર છીએ, અને હાલ આપણી એકદમ સામેની તરફ પૂર્વ દિશા આવેલ છે, તો આપણે અહીથી પૂર્વ દિશા તરફ પ્રયાણ કરવું જોઈએ એવું મારુ માનવું છે..!”

“ઓકે ! લેટ્સ ગો..!” - આકાશ ઊભા થતાં - થતાં બોલે છે.

“ઓકે ! લેટ્સ ગો..!” - શ્લોકા આકાશની વાત સાથે સહમત થતાં થતાં બોલે છે.

“ઓકે ! ધેન.. લેટ્સ ગો.. ફોર ન્યુ મિસ્ટેરિયસ અને સ્ટ્રેન્જ જર્ની..!” - શિવરુદ્રા પોતાનાં ખભે બેગ લટકવતાં - લટકવતાં બોલે છે.

ત્યારબાદ શિવરુદ્રા, આકાશ અને શ્લોકા હૈયે હિમ્મત રાખીને, જે થશે એ જોયું જાશે એવું મનોમન નક્કી કરીને એક રહસ્યમય, ડરામણી, અવિશ્વનિય અને અનેક ભૂલભૂલૈયા ભરેલ એક સફર ખેડવાં માટે નીકળી પડે છે, પરંતુ તે બધાં એ બાબતથી એકદમ અજાણ હતાં કે આ રહસ્યમય અને અવિશ્વનિય સફરમાં તેમણે હજુ આગળ જતાં ઘણી મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરવાની અને ઘણું બધું ગુમાવવાની નોબત પણ કદાચ આવી પડશે..! તેઓ આ ગાઢ ગુફાની ભૂલભૂલૈયામાં ખૂબ જ ખરાબ રીતે ફસાઈ જશે..! - આવી વગરે બાબતો વિશે તેઓએ સપનામાં પણ વિચારેલ નહીં હોય, પરંતુ આ સિવાય તેઓ પાસે હાલ અન્ય કોઈ વિકલ્પ પણ નાં હોવાથી તેઓ નીકળી પડે છે આ સફર ખેડવા માટે..!

પછી શિવરુદ્રા, આકાશ અને શ્લોકા પોત - પોતાનાં હાથમાં એક - એક ટોર્ચ લાઇટ રાખીને, ગુફાનાં ગાઢ અને ડરામણાં અંધકારને ચીરતાં - ચીરતાં આગળ ધપવાં માંડે છે, હાલ બધાંનાં મનમાં થોડો - ઘણો ડર પણ પોતાનું સ્થાન ધીમે - ધીમે જમાવી રહ્યો હતો, લગભગ એકાદ કલાક ચાલ્યાં બાદ તે બધાનાં આગળ વધતાં કદમો એકાએક થંભી ગયાં.. કારણ કે ગુફામાં આગળ વધતાં - વધતાં તેઓ એક મોટા અને મજબૂત દરવાજા પાસે આવી પહોંચે છે..

આ દરવાજો જાણે કોઈ ગામનો મુખ્ય પ્રવેશદ્વાર હોય તેવું લાગી રહ્યું હતું, આ પ્રવેશદ્વાર એકદમ ઊંચો હતો, જે લોખંડ અને અન્ય ધાતુઓના મિશ્રણમાંથી બનેલ હતો, તેના પર લાકડાંમાંથી કોતરકામ કરીને મનમોહક શિલ્પકૃતિઓ લગાવવામાં આવેલ હતી, જે ભારતદેશની શિલ્પસ્થાપત્ય કલાનો નો બેનમૂન નમૂનો ગણી શકાય, આ ઉપરાંત તે પ્રવેશદ્વાર પર મોટાં ખીલાઓ લગાવવામાં આવેલ હતાં, જે કદાચ શત્રુઓને આ પ્રવેશદ્વારમાં પ્રવેશતાં અટકાવવાં માટે લગાવવામાં આવેલ હોય તેવું લાગી રહ્યું હતું, આ પ્રવેશદ્વારની ફરતે પથ્થરને કોતરીને એકદમ બારીક નકક્ષી કરવામાં આવેલ હતું જે જોઈને એવું લાગી રહ્યું હતું કે આ પ્રવેશદ્વાર બનાવનાર જે કોઈ હશે એ જરૂર કલાપ્રેમી અને જ્ઞાની પુરુષ હશે, જે વિજ્ઞાન અને કલામાં માહિર હશે કે મહારથ હાંસેલ કરેલ હશે.. આ પ્રવેશદ્વારની બને બાજુએ ડરામણો અને ભયંકર ચહેરો ધરાવતાં દ્વારાપાળો હાથમાં તલવારો લઈને ઉભેલ હતાં, તેની બંને બાજુએ પાંચ - પાંચ સૈનિકો ધનુષ પર બાણ ચડાવીને જાણે કોઈનાં આદેશની રાહ જોઈને ઉભેલાં હોય તેમ સજ્જ થઈને ઉભેલાં હોય તેવી મૂર્તિઓ આવેલ હતી.

આ જોઈ શિવરુદ્રા, શ્લોકા અને આકાશ અચંભીત બની ગયાં, કારણ કે અત્યાર સુધી તેઓએ ભારતદેશમાં આવેલ અલગ અલગ ઘણાબધાં શિલ્પો અને સ્થાપત્યોનો અભ્યાસ કરેલ હતું, પરંતુ તેમાં આટલું આકર્ષક, મનમોહક અને બારીક કોતરણી ધરાવતાં આવાં શિલ્પ સ્થાપ્યો ક્યારેય જોયેલાં કે જાણેલ ન હતાં, આથી આકાશ ઉત્સુકતા અને હર્ષ સાથે ઝડપથી એ પ્રવેશદ્વારની નજીક જવાં માટે પોતાનાં ડગલાંઓ ભરવા માંડે છે, આકાશને આવી રીતે પ્રવેશદ્વાર તરફ ડગલાં ભરતાં જોઈને શિવરૂદ્રાનાં મુખમાંથી ડરને લીધે જોરદાર એક ચીસ નીકળી ગઈ..

“નો ! આકાશ ! ડોન્ટ મૂવ ઇવન અ સ્ટેપ !” - શિવરુદ્રા આકાશને અટકાવતાં ગભરાયેલાં અવાજે બોલે છે.

હજુ તો શિવરુદ્રા કાંઈ આગળ બોલે એ સાથે જ જાણે પેલાં ધનુષધારી સજ્જ સૈનિકોમાં એકાએક જીવ આવી ગયો હોય તેમ તેઓ પોતાનાં ધનુષમાંથી હવાની માફક તીર છોડવાં માંડે છે, આ સાથે જ શિવરુદ્રા એક મોટી છલાંગ લગાવીને આકાશને બચાવી લે છે, પછી શિવરુદ્રા, આકાશ અને શ્લોકા એક મોટાં પથ્થર પાછળ છુપાઈ જાય છે, હાલ તેઓ ખૂબ જ મૂંઝાયેલાં તો હતાં જ પણ હાલ થોડી જ ક્ષણો પહેલાં પેલાં પ્રવેશદ્વાર પાસે જે કાંઈ ઘટનાઓ બની તે જોઈને તે બધાં ખૂબ જ ડરેલાં અને ગભરાયેલાં હતાં, પોતાની સાથે હાલ જે કાંઈ ઘટનોઓ ઘટી રહી હતી તે રહસ્યમય, અવિશ્વનિય અને ચોક્કસ ડરામણી તો હતી જ તે.. હાલ બધાનો જીવ તાળવે ચોંટી ગયેલ હતો..

“શિવા ! આ આપણી સાથે શું બની રહ્યું છે..?” - શ્લોકા ડરેલાં અવાજે શિવરુદ્રાને પૂછે છે.

“શ્લોકા ! આ બધી રહસ્યમય અને ડરામણી ઘટનાઓ મારી સમજની પણ બહાર છે..!” - શિવરુદ્રા એક નિશાશો નાખતાં - નાખતાં બોલે છે.

“સર ! હાલ આપણી સાથે જે કાંઈ ઘટનો ઘટી રહી છે એ જોતાં મને એવું લાગી રહ્યું છે કે આ ચોક્કસથી કોઈ પહેલી કે કોયડો હોવો જોઈએ, જો આપણે એ પહેલી કે કોયડો ઉકેલવામાં સફળ થઈશું તો જ આ મુખ્યપ્રવેશદ્વાર આપણાં માટે ખુલશે, અને જો આપણે આ કોયડો ઉકેલવામાં નિષ્ફળ નિવડશું તો આપણે આપણો જીવ ગુમાવવાની પણ નોબત આવી શકે છે..!” - આકાશ પોતાનાં જ્ઞાનનો નિચોડ કરતાં - કરતાં બોલે છે.

“પણ ! આકાશ ! એ કોયડો.. ખરેખર.. હશે શું..?” - શ્લોકા હેરાની ભરેલાં અવાજે આકાશની સામે જોઈને પૂછે છે.

“યસ ! ગાયઝ ! વન મિનિટ !” - શિવરુદ્રાનાં મનમાં આવી પડેલ આફતનો કોઈ ઉપાય સૂઝયો હોય તેવી રીતે આંખોમાં એક ચમકારા સાથે એકાએક ખુશ થતાં - થતાં બોલે છે.

“શું ! થયું ! શિવા ?” - શ્લોકા ગભરાયેલાં અવાજે શિવરુદ્રાની સામે જોઈને પૂછે છે.

ત્યારબાદ શિવરુદ્રા પોતાનાં ખભે રહેલ બેગ નીચે ઉતારે છે, અને તેમાંથી પેલાં અઘોરી બાબા તેને જ્યારે પહેલીવાર મળ્યાં હતાં, ત્યારે જે પેલી વર્ષો જૂની પૌરાણિક વસ્તુઓ આપેલ હતી તે બધી વસ્તુઓ બેગની બહાર કાઢે છે, તેમાં રહેલ એક પૌરાણિક સિક્કો પોતાનાં હાથમાં લેતાં - લેતાં શિવરુદ્રા આકાશ અને શ્લોકાની સામે જોઈને કહે છે કે, 

“આકાશ અને શ્લોકા આ સિક્કાને બરાબર ધ્યાનથી જુઓ ! આમાં તમને લોકોને શું દેખાય છે..?” - પેલો વર્ષો જૂનો અને પૌરાણિક સિક્કો વારાફરતી આકાશ અને શ્લોકાનાં હાથમાં આપતાં શિવરુદ્રા તે બનેવને પૂછે છે.

“સર ! આ સિક્કો તો વર્ષો જૂનો છે, તેનાં પર પર્વતો, નદીઓ અને ડુંગરો, ગુફા અને મહેલની ઉપસેલી પ્રતિકૃતિઓ દેખાય રહી છે....!” - શ્લોકા પોતાનાં હાથમાં રહેલ પેલો સિક્કો આકાશનાં હાથમાં આપતાં - આપતાં બોલે છે.

“યસ ! સર ! શ્લોકા મેડમ ! એકદમ સાચા છે ! પણ આ સિક્કાને આપણી મુશ્કેલી સાથે શું સબંધ હોય શકે ? આ સિક્કાની મદદથી આપણે કેવી રીતે પેલાં મુખ્ય પ્રવેશદ્વારની અંદર પ્રવેશી શકીશું..?” - આકાશ સહજતાં ભરેલાં અવાજે શિવરુદ્રાની સામે જોઈને પૂછે છે.

“યસ ! પણ મને એવું લાગી રહ્યું છે કે આ મુખ્ય પ્રવેશદ્વાર પાછળ રહેલ કોયડાંનો ઉકેલ આ સિક્કામાં જ રહેલ હશે..!” - શિવરુદ્રા ઊંડાણપૂર્વક થોડું વિચાર્યા બાદ બોલે છે.

“એ.. કેવી.. રીતે..?” - શ્લોકા અચરજ ભરેલાં અવાજે શિવરુદ્રાને પૂછે છે.

“જો ! આ સિક્કા પર રહેલ પર્વતો, ડુંગરો, નદીઓ અને ગુફાનો અર્થ એવો થાય છે કે આ સિક્કા પર રહેલ સ્થળ પર હાલ આપણે લોકો આવી પહોંચ્યા છીએ.. અને તેના પર રહેલ મહેલ એટલે આ મુખ્ય પ્રવેશદ્વાર..!” - શિવરુદ્રા પોતાનું તેજસ્વી મગજ દોડાવતાં જણાવે છે.

“સર ! શું ! આ દરવાજા વિશે પેલાં અઘોરીબાબાએ આપણને આપેલ પેલી પૌરાણિક પુસ્તકમાં કોઈ ઉલ્લેખ હશે..?” - આકાશ થોડું વિચાર્યા બાદ બોલે છે.

“યા ! સ્યોર ! લેટ્સ મિ ચેક !” - શિવરુદ્રા ખુશ થતાં - થતાં બોલે છે.

ત્યારબાદ શિવરુદ્રા આતુરતાપૂર્વક પોતાની બેગમાંથી પેલાં અઘોરીબાબાએ આપેલ પૌરાણિક પુસ્તક બહાર કાઢીને એકદમ ઝડપથી એક પછી એક પેઇઝ ફેરવવાં માંડે છે, એવામાં એકાએક શિવરુદ્રાનાં હાથ થંભી જાય છે, આથી એ પેલો પૌરાણિક સિક્કો પોતાનાં હાથમાં લઈને પેલાં પુસ્તકમાં રહેલ ચિત્ર સાથે સરખામણી કરવાં માંડયો..!

“શિવા ! શું ! થયું !” - આશ્ચર્ય પામતાં - પામતાં શ્લોકા શિવરુદ્રાને પૂછે છે.

“સી ! ધીસ !” - સિક્કો અને પેલાં પૌરાણિક પુસ્તકમાં રહેલ ચિત્ર બતાવતાં - બતાવતાં શિવરુદ્રા બોલે છે.

“ઓહ ! માય ગોડ ! સિક્કા અને પેલા પુસ્તકમાં રહેલ બંને ચિત્રો આબેહૂબ એકબીજાને મળતાં આવે છે..! એનો અર્થ એ થયો કે બાબાએ તમને આપેલ પૌરાણિક બધી વસ્તુઓ અને આ પુસ્તક વચ્ચે કોઈને કોઈ તો સબંધ ચોક્કસથી છે જ તે.. અને આ બધાનો સબંધ આ રહસ્યમય અને ડરામણી ગુફા અને તેમાં છુપાયેલાં રાઝ સાથે છે..!” - આકાશ અચરજ પામતાં બોલે છે.

“એક મિનિટ ! આકાશ !” - શ્લોકા આકાશને અધવચ્ચે અટકાવતાં બોલે છે.

“શું ! થયું ! શ્લોકા ?” - શિવરુદ્રા શ્લોકાની સામે જોઈને પૂછે છે.

“એ પુસ્તકમાં રહેલ ચિત્ર પાછળ કઈક લખેલ છે.. એ.. તમે... એકવાર.. જુઓ..!” - શ્લોકા નિર્દેશ કરતાં કરતાં બોલે છે.

ત્યારબાદ શિવરુદ્રા અને આકાશ એ પુસ્તકમાં રહેલ ચિત્રવાળું પાનું પલટાવે છે, અને તેની પાછળ લખેલું લખાણની મદદ દ્વારા તેઓને ચોક્કસથી પેલાં મુખ્ય પ્રવેશદ્વારમાં પ્રવેશ કરવાં માટે કોઈને કોઈ ઉકેલ જરૂરથી મળી રહેશે, એ વિચાર સાથે તેઓ પેલાં ચિત્રની પાછળ રહેલ લખાણ આતુરતા સાથે વાંચવાનું શરૂ કરે છે. જેમાં લખેલ હતું કે..

“છે આ બધું એક મૃગજળ માફક, 

જે દેખાય છે તને, 

રાખી ધર્મને તારા હ્રદયનાં કેન્દ્ર સ્થાને, 

જોડી દે તું તારી ચારે દિશાઓને, 

મનરૂપી લકીરોથી, 

રાખી ઈશ્વર પર વિશ્વાસ અપાર, 

પછી જો કેવો તારો રસ્તો લઈ જાય, 

છે તેને તારી મંઝિલ સુધી..!”

 

ક્રમશ :

મકવાણા રાહુલ.એચ.

"બે ધડક"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED