Shivarudra .. - 13 books and stories free download online pdf in Gujarati

શિવરુદ્રા.. - 13

13.

(શિવરુદ્રા શ્લોકાએ આપેલ રાજા હર્ષવર્ધનનો ફોટો જોઈને ખુબ જ નવાઈ પામે છે, કારણ કે પોતાનો ચહેરો આબેહૂબ રાજા હર્ષવર્ધન સાથે મળતો આવતો હતો, આ ઊપરાંત તેની સાથે સૂર્યપ્રતાપ મહેલે ઘટેલ રહસ્યમય ઘટનાઓ અને "ક્રિસ્ટલ આઈ" વગેરે રહસ્યોથી શિવરુદ્રા હાલ ચારેબાજુએથી ઘેરાયેલ હતો, આ રહસ્યોનો કોઈ ઉકેલ મળી રહ્યો ન હતો, આથી શિવરુદ્રા વિચારે છે કે પોતે પેલાં અઘોરીબાબાને મળ્યો એ પછી જ આ બધી ઘટનાઓ પોતાની સાથે ઘટી રહી છે, માટે પેલાં અઘોરીબાબા જ પોતાને આ બધાં ગાઢરહસ્યોમાંથી બહાર નીકળવા માટેનો કોઈને કોઈ રસ્તો જરૂર બતાવશે...જ...તે - આવા વિચાર સાથે શિવરુદ્રા શ્લોકા, આકાશ અને ડ્રાઇવર વિનોદભાઈ સાથે જૂનાગઢ પહોંચે છે, ત્યાં તે બધાં ભવનાથ ઉપરાંત જટાશંકર મહાદેવનાં મંદિરે પેલાં અઘોરીબાબાને શોધે છે, ખુબ જ શોધખોળ કરવાં છતાંપણ તેઓ પેલાં અઘોરીબાબાને શોધી શકતાં નથી, આથી તે બધાં નિરાશ થઈને પોતાની કાર તરફ ચાલવા માંડે છે…..)

"પ્રભુ…! મેને આપકો બોલા થાના કી આપ કો જબ ભી મેરી જરૂરત હોંગી ઓર આપ મુઝે સચ્ચે દિલસે યાદ કરોંગે તો મેં આપકી સમક્ષ હાજર હો જાઊંગાં….!" - શિવરુદ્રાની પાછળની તરફથી કોઈ ભારે જાણીતો અવાજ સંભળાય છે.

આ અવાજ સાંભળતાની સાથે જ શિવરુદ્રાની નિરાશ અને હતાશ થયેલ આંખોમાં એક અલગ જ પ્રકારની ચમક આવી ગઈ….જેટલો આનંદ વર્ષોથી વરસાદની રાહ જોઇને પોતાનાં ખેતરે ગગન સામે મીટ માંડીને બેસેલાં ખેડૂતને ધોધમાર અને મનમૂકીને વરસતાં વરસાદને જોઈને થાય, તેટલો જ આનંદ હાલ શિવરુદ્રા અનુભવી રહ્યો હતો, આ અવાજ સાંભળતાની સાથે જ શિવરુદ્રાનાં કાર તરફ આગળ વધી રહેલાં પગ એકાએક જ થંભી ગયાં, અને એક આશા અને મહત્વાકાંક્ષા સાથે શિવરુદ્રા પાછું વળીને જોવે છે….જેવો શિવરુદ્રા પાછું વળીને જોવે છે તો શિવરુદ્રાનાં આનંદનો કોઈ જ પાર ના રહ્યો, જાણે એક જ પળમાં હારેલાં યુદ્ધમાં એકાએક પોતાનો વિજય થયો હોય, તેમ શિવરુદ્રાનાં પૂરેપૂરા શરીરમાં જુસ્સો ભરાય ગયો.

"અલકનિરંજન….! હર...હર...ભોલે….!હર…  હર…મહાદેવ….!" - પેલાં અઘોરીબાબા શિવરુદ્રાની સામે જોઇને પોતાનાં હાથમાં રહેલ કમન્ડળ અને ચિપીયો ઉંચો કરતાં - કરતાં બોલે છે.

શિવરુદ્રાનું આવું વર્તન અને આંખોમાં રહેલ ચમકૃતિ જોઈને શ્લોકા, આકાશ અને વિનોદભાઈને એટલો તો ખ્યાલ આવી જ ગયો હતો કે આ બાબા બીજું કોઈ જ નથી...પરંતુ બપોરનાં તે બધાં જે પેલાં અઘોરીબાબાને શોધી રહ્યાં હતાં તે પોતે જ છે.

"બાબા…! તમે….? અમે તમને બધી જ જગ્યાએ શોધ્યા અને તમે અમને ક્યાંય મળ્યાં જ નહીં...આથી અમે લાચાર થઈને અમારા ગામ પરત ફરી રહ્યાં હતાં….!" - શિવરુદ્રા ખુશ થતાં - થતાં પેલાં અઘોરીબાબા સામે જોઇને બોલે છે.

"પ્રભુ ! મુજકો પતા હી થા કી આપ મેરે પાસ મુજે ધૂંઢતે હુએ એક ના એક દિન જરૂર આઓનગે….!" - પોતાના કપાળ પર હાથ ફેરવતાં - ફેરવતાં પેલાં અઘોરીબાબા બોલે છે.

"બાબા ! હાલ હું અનેક મુસીબતો, આફતો, અણબનાવો, ગાઢ રહસ્યો, અનેક મૂંઝવણો, વગેરેથી ઘેરાયેલો છું…..મારી સાથે હાલ શું બની રહ્યું છે…? એ મારી સમજની બહાર છે….!" - શિવરુદ્રા હેરાનીભરેલા અવાજે પેલાં અઘોરીબાબાને પોતાની મનોવ્યથા જણાવતાં બોલે છે.

"યે….તો….દરસલ…મહેજ એક શરૂઆત હે...અભી તો આપકો આગે જાગે કઈ ચુનોતીયો કા સામના કરનાં બાકી હે…..!" - પેલાં અઘોરીબાબા પોતાની બંનેવ આંખો બંધ કરીને થોડું વિચાર્યા બાદ બોલે છે.

"પર….બાબા….!" - શિવરુદ્રા મૂંઝાતા અવાજે પૂછે છે.

"યે….લો….! ઇસમે તુમ્હારે મન મેં અભી જો પ્રશ્ન હે ઉસ સભી પ્રશ્નો કે ઉત્તર ઇસમે આપકો મિલ જાયેંગે….!" - પેલાં અઘોરીબાબા શિવરુદ્રા હાથમાં વર્ષો જુનું એક પૌરાણિક પુસ્તક પોતાની ઝોળીમાંથી કાઢીને આપતાં - આપતાં બોલે છે.

"જી ! બાબા…!" - શિવરુદ્રા પેલું પૌરાણિક પુસ્તક પોતાનાં હાથમાં લેતાં બોલે છે.

"અલકનિરંજન…! હર હર મહાદેવ…! હર હર ભોલે…!" - આટલું બોલી પેલાં અઘોરીબાબા પોતાનાં રસ્તે ચાલવાં માંડે છે.

"પણ...ક્યાં...બાબા…!" - શ્લોકા બાબાની સામે જોઇને અચરજ સાથે પૂછી ઉઠે છે.

"બચ્ચી ! યે પુરી દુનિયા, ઘરતી મા ઓર પૂરે ખુલ્લે આસમાન કા સહારા હે...હમારે શિર પર કહી ભી નિકલ પડતે હે હમ….!" - અઘોરીબાબા શ્લોકાની સામે જોઇને જણાવે છે.

"જી ! બાબા…!" - શ્લોકા થોડાંક ડરેલાં અવાજે બોલે છે.

ત્યારબાદ સૌ કોઈ અઘોરીબાબાનો બે હાથ જોડીને આભાર માને છે, જ્યારે આ બાજુ પેલાં બાબા પોતાનાં ક્યારેય પૂરો ન થનાર રસ્તા પર ફરી પાછા ચાલવા માંડે છે, હાલ બધાં જેઓને મળવા માટે ખાસ જૂનાગઢ આવેલાં હતાં, એ અઘોરીબાબા મળી જવાથી સૌ કોઈ ખુબ જ ખુશ હતાં, અને તે બધાં રાજીનાં રેડ થતાં - થતાં કારમાં બેસી જાય છે, અને વિનોદભાઈ કાર સૂર્યપ્રતાપગઢ તરફ જતાં રસ્તા પર પોતાની કાર ભગાવે છે.

શિવરુદ્રા એવું અનુભવી રહ્યો હતો કે હાલ જે મૂંઝવણો કે રહસ્યો પોતાને સતાવી રહ્યાં છે, એ બધી જ મૂંઝવણો કે રહસ્યોનો ઉકેલ આ બુકમાંથી મળી જશે...એટલે તેની લાઈફ ફરી પાછી અગાવની માફક નોર્મલ થઈ જશે… પરંતુ શિવરુદ્રા પોતે એ બાબતથી અજાણ હતો કે હાલ પોતે, શ્લોકા અને આકાશ એક નવી જ સફર કે જે અનેક રહસ્યો, રોમાંચ, ડર, દુઃખ, વિરહ અને હતાશા લઈને તે લોકોનો જીવનમાં દસ્તક દેવાં માટે તૈયાર થઈ રહી હતી.

એ જ દિવસે રાતે

શિવરુદ્રા પોતાની ટીમ સાથે સૂર્યપ્રતાપગઢ ખાતે પરત ફરે છે, એક પછી એક એમ કારમાંથી શિવરુદ્રા, શ્લોકા, આકાશ બહાર નીકળે છે, હાલ આખા દિવસની મુસાફરીને લીધે તે બધાંનાં ચહેરા પર થાકની રેખાઓ પણ સ્પષ્ટપણે દેખાય રહી હતી, કારમાંથી ઉતાર્યા બાદ શિવરુદ્રા ડ્રાઇવર વિનોદભાઈને કાર પાર્કિંગમાં પાર્ક કરીને તેનાં ઘરે જવાં માટે જણાવે છે, ત્યારબાદ શિવરુદ્રા શ્લોકા અને આકાશની સામે જોઈને બોલે છે કે

“હાલ ! હું એ બાબત ખૂબ જ સારી રીતે જાણું છું કે આખા દિવસની મુસાફરી, દોડદોડી અને ભાગદોડને લીધે તમે બનેવ ખૂબ જ થાકી ગયા હશો..! તેમ છતાંપણ હું તમને લોકોને ખાસ વિનંતી કરું છું કે તમે બનેવ ફ્રેશ થઈને આપણાં સ્ટાફ ક્વાટરમાં જે બગીચો આવેલો છે ત્યાં મને બરાબર ૧૦:૩૦ વાગ્યાનાં ટકોરે મળો..! આપણે ત્યાં એકબીજાને મળીએ છીએ..!” - શિવરુદ્રા શ્લોકા અને આકાશને વિનંતિ કરતાં બોલે છે.

“ઓકે ! સર ! આઈ એમ રેડી ! આઈ વીલ બી બેક વિથ સમ મિનિટ્સ !” - આકાશ પોતાની સંમતિ દર્શાવતા બોલે છે.

“વોટ અબાઉટ યુ ! ડિયર શ્લોકા ?” - શિવરુદ્રા શ્લોકાની સામે જોઈને પૂછે છે.

“ઓફ કોર્સ ! આઈ એમ રેડી.. બટ ગીવ મે એટલીસ્ટ હાફ અવર ફોર રેફરેશમેન્ટ

“ઓકે ! ધેન વી મીટ વિથ ઈચઅધર એટ શાર્પ ૧૧’ઓ ક્લોક..!” - શિવરુદ્રા શ્લોકાની વાત સાથે સહમત થતાં - થતાં બોલે છે.

“ઓકે ! ૧૧ વાગ્યાથી વધુ લેટ નાં કરશો.. તમારા બનેવ માટે એક સરપ્રાઈઝ રાહ જોઈ રહી છે.

ત્યારબાદ શિવરુદ્રા, શ્લોકા અને આકાશ પોત- પોતાનાં ક્વાર્ટર પર ફ્રેશ થવાં માટે જાય છે, જ્યારે આ બાજુ શિવરુદ્રા પોતાનાં કવાર્ટર પર પહોંચે છે, શિવરુદ્રા પણ ખુદ હાલ ખૂબ જ થાકેલ હતો પરંતુ પોતે એ બાબતથી ખૂબ જ સારી રીતે વાકેફ હતો, કે પોતાની લાઈફમાં હાલ સમય અને સંજોગો એવાં આવી પડેલ હતાં, કે જેને લીધે શિવરુદ્રાને ભૂલથી પણ આરામ કરવાનો જરાય વિચાર નહોતો આવી રહ્યો, પોતે જાણતો હતો કે હાલ પોતે જો આરામ કરવામાં સમય વેડફશે તો તે હાલ જે રહસ્ય ઉકેલવાના મૂળ સુધી પહોંચેલ છે, એ રહસ્યમય અને અંધકારમય અતીત કે ભૂતકાળ તેનાથી એટલો જ દૂર થઈ જશે, આવો વિચાર આવવાથી શિવરુદ્રા ઝડપથી પોતાનો ચહેરો સાબુ અને પાણીથી સાફ કરે છે, અને પોતાના ક્વાર્ટરનાં બીજા રૂમમાં રહેલ કબાટ ખોલે છે, એને તેમાં રહેલ પેલી “ક્રિસ્ટલ આઈ” અને સૂર્યપ્રતાપ મહેલ પરથી મળેલ પેલી રાજકુમારીની આરસની પ્રતિમા કે મૂર્તિ અને પોતાની આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટની બેગ ખભે લટકાવે છે, જે બેગ શીવરુદ્રા જ્યારે પણ આર્કિયોલોજી રિસર્ચ માટે જતો હતો ત્યારે અચૂક પોતાની સાથે રાખતો હતો, જેમાં ટોર્ચ, કંપાસ બોક્સ, લાઇટ કેન્ડલ, મેપ, નાના મોટા રોપ, અલગ - અલગ સાઇઝનાં સ્કાલપેલ, સ્મોક કેન્ડલ, હેલમેટ, ગ્લોવ્ઝ વગરે રાખતો હતો, તે બેગ લઈને પોતાના સ્ટાફ કવાર્ટરની વચ્ચોવચ આવેલ પેલાં બગીચે પહોંચી જાય છે.

બગીચે પહોંચ્યા બાદ શિવરુદ્રા શ્લોકા અને આકાશને સારપ્રાઇઝ આપવાં માટે રાજકુમારીની આરસની પ્રતિમા પોતે હાલ જે બાંકડા પર બેસેલ હતો, તે બાંકડાની પાછળ છુપાવી દે છે, અને પેલી “ક્રિસ્ટલ આઈ” પોતાનાં પેન્ટનાં ખિસ્સામાં સાચવીને મૂકી દે છે, ત્યારબાદ શિવરુદ્રા શ્લોકા અને આકાશ આવે તેની આતુરતાપૂર્વક રાહ જોવા માંડે છે, શિવરુદ્રા હાલ મનોમન ખૂબ જ ખુશ હતો કારણ કે અત્યાર સુધી પોતાના મનમાં જે કાંઈ રહસ્યો ઘૂંટી રહ્યું હતું, તે રહસ્યો પહેલીવાર આકાશ અને શ્લોકા સાથે શેર કરવાં જઈ રહ્યો હતો, બસ જરૂર હતી તો શ્લોકા અને આકાશને આવવાવની..

લગભગ પંદરેક મિનિટ બાદ શિવરુદ્રાનાં કાને શ્લોકા અને આકાશનો અવાજ સાંભળાય છે, જે સાંભળીને શિવરુદ્રા સ્વસ્થ થતાં - થતાં પોતાની નજીક રહેલ પેલાં બાંકડા પર ઝડપથી બેસી જાય છે, એટલીવારમાં શ્લોકા અને આકાશ શિવરુદ્રાની એકદમ નજીક આવી પહોંચે છે..

“હેલો ! ગુડ ઈવનિંગ સર..!” - આકાશ શિવરુદ્રાને વિશ આપતાં બોલે છે.

“ગુડ ઈવનિંગ ! આકાશ !” - શિવરુદ્રા અભિવાદન કરતાં બોલે છે.

“ઓકે ! તો મિ. શિવરુદ્રા ! તમે આજે ક્યાં વિષય પર ચર્ચા કરવાનો છો ?” - શ્લોકા થોડા ચિડાયેલાં અવાજે શિવરુદ્રાની સામે જોઈને પૂછે છે.

“જી ! આજે હું તમારી સમક્ષ કોઈ વિષય પર ચર્ચા નથી કરવાનો પરતું મારી સાથે જે છેલ્લાં પાંચ - સાત દિવસોથી જે રહસ્યમય ઘટનાઓ ઘટી રહી છે, એ બધી ઘટનો વિશે આજે તમને જણાવીશ..!” - શિવરુદ્રા પોતાની વાતની શરૂઆત કરતાં જણાવે છે.

“સર ! એ બાબતે તો આપણે જ્યારે આજે સવારે જુનાગઢ જઈ રહ્યા હતાં ત્યારે રસ્તામાં જ ચર્ચા થયેલ હતી..!” - આકાશ પોતાનું ડિટેક્ટિવ માઇન્ડ એકટીવ કરતાં - કરતાં પૂછે છે.

“યસ ! ડિયર ! આકાશ ! પરંતુ હાલ આપણે એ જ બાબતો પર ચર્ચા કરીશું જે બાબતની ચર્ચા આપણે આજે સવારે મુસાફરી દરમ્યાન કરેલ નથી..!” - શિવરુદ્રા સ્પષ્ટતા કરતાં આકાશને જણાવે છે.

“ઓકે ! તો ચર્ચા શરૂ કરીએ..?” - શ્લોકા શિવરુદ્રાની સામે જોઈને પૂછે છે.

ત્યારબાદ શિવરુદ્રા પોતાને પેલી “ક્રિસ્ટલ આઈ” કેવી રીતે મળી..? એ ક્રિસ્ટલ આઈ પોતાને કેવી રીતે પેલા સૂર્યપ્રતાપ મહેલ સુધી લઈ ગઈ..? સુર્યપ્રતાપ મહેલે પહોંચ્યા બાદ પોતાની સાથે કેવી કેવી રહસ્યમય અને અવિશ્વસનીય ઘટનાઓ ઘટી ? - તેનાં વિશે શિવરુદ્રા આકાશ અને શ્લોકાને વિગતવાર માહિતી આપે છે.. અને ત્યારબાદ પોતાનાં પેન્ટનાં ખિસ્સામાં રહેલ પેલી “ક્રિસ્ટલ આઈ” બહાર કાઢી, પોતાની હથેળીમાં રાખીને શ્લોકા અને આકાશને બતાવે છે.. આ જોઈ શ્લોકા અને આકાશની આંખો આશ્ચર્ય અને નવાઈને લીધે એકદમ પહોળી થઈ જાય છે.

“ઓહ ! માય ગોડ..! ઈટ ઈસ સો બ્યુટીફુલ !” - શ્લોકા ખુશ થતાં થતાં અને નવાઈ પામતાં એકાએક બોલી ઉઠે છે.

“શ્લોકા ! ધીસ ઈસ “ધ ક્રિસ્ટલ આઈ” કે જે મે તને પ્રોજેક્ટનાં ભાગ રૂપે અસાઈમેન્ટમાં આપેલ હતું..!” - શિવરુદ્રા શ્લોકાની નવાઈ પામેલ આંખો સામે જોઈને બોલે છે.

“ઓહ ! માય ગોડ ! આઈ કેન નોટ બીલીવ..! મે આઈ ટચ ધીસ ક્રિસ્ટલ આઈ..?” - શ્લોકા શિવરુદ્રાને આજીજી કરતાં પૂછે છે.

“યસ ! ઓફકોર્સ ! વાય નોટ..!” - શિવરુદ્રા શ્લોકાની હથેળીમાં પેલી ક્રિસ્ટલ આઈ મુકતાં બોલે છે.

“સર ! તમે સવારે, જે ક્રિસ્ટલ આઈ વિશે અમને જણાવેલ હતું તે આ જ છે..?” - આકાશ શ્લોકાના હાથમાં રહેલ ક્રિસ્ટલ આઈ પોતાનાં હાથમાં લઈને ખાતરી કરતાં - કરતાં શિવરુદ્રાની સામે જોઈને પૂછે છે.

“યસ ! ડિયર ! આકાશ ! આ એ જ મિસ્ટેરીયસ “ક્રિસ્ટલ આઈ” છે કે જેનાં વિશે આજે સવારે મે તમને લોકોને જણાવેલ હતું..!” - શિવરુદ્રા આકાશનાં પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવે છે.

“અને સર.. પેલી રાજકુમારીની આરસની મૂર્તિ કે પ્રતિમા..?” - આકાશ આતુરતા સાથે શિવરુદ્રાની સામે જોઈને પૂછે છે.

“યસ ! ઓફ કોર્ષ ! ધીસ ઈસ વન મોર સરપ્રાઈઝ ફોર બોથ ઓફ યુ..!” - શિવરુદ્રા બાંકડા પાછળ છૂપાવીને રાખેલ પેલી આરસની મૂર્તિ પોતાનાં હાથમાં ઉચકતા - ઉચકતા બોલે છે.

“શ્લોકા ! આ એ જ મૂર્તિ છે કે જ્યારે તું મને પેલાં સૂર્યપ્રતાપ મહેલ પર તારી એકટીવા લઈને તેડવા માટે આવેલ હતી, ત્યારે મે એક કોથળાંમાં પેક કરીને તારી એકટીવામાં આગળની તરફ રાખેલ હતી.!” શિવરુદ્રા શ્લોકાને રહસ્ય જણાવતાં બોલે છે.

આ આરસની મૂર્તિ જોઈ શ્લોકા અને આકાશ આશ્ચર્યચકિત થઈ ગયાં, આ મૂર્તિ જોઈ શ્લોકા અને આકાશ એકદમ મોહાંધ બની ગયાં, આ મૂર્તિ જોઈ તેઓ એવું અનુભવી રહ્યા હતાં કે જાણે તે મૂર્તિ તેઓ સાથે વાતો કરવાં, પોતાનું દુખ કે દર્દ જણાવવા માટે આતુર હોય, ત્યારબાદ શ્લોકા રાજકુમારીની મૂર્તિનું અવલોકન કરવાં માટે પોતાનાં હાથમાં લે છે, જેવી શ્લોકા પેલી રાજકુમારીની મૂર્તિ પોતાનાં હાથમાં લે છે, એ સાથે જ વારવરણમાં જાણે એકાએક પલટો આવ્યો હોય તેવી એ લોકોને અનુભૂતિ થઈ રહી હતી, એકાએક જોર- જોરથી સુસવાટા મારતો પવન ફૂંકાવવા માંડયો, બગીચાની આજુબાજુમાં ધૂળની ડમરીઓ ઉડવાં માંડી, આકાશમાં એકાએક ઘનઘોર વાદળો છવાઈ ગયાં, એ સાથે જ જોર - જોરથી વજળીનાં કડાકા - ભડાકા થવાં માંડયા, વાદળો જોરજોરથી ગળગળાટ કરીને ગર્જવા લાગ્યાં, એવામાં અચાનક જોત - જોતામાં આકાશનાં હાથમાં રહેલ પેલી ક્રિસ્ટલ આઈમાંથી એકાએક પેલી વાદળી રંગની રોશની નીકળીને સીધી જ શ્લોકાનાં હાથમાં રહેલ પેલી રાજકુમારીની આરસની મૂર્તિની જે આંખ નહોતી તે જગ્યાએ પડી..! - આ જોઈ શિવરુદ્રાનાં તેજ દિમાગમાં ખ્યાલ આવી ગયો કે હાલ પોતાની આસપાસ જે કાંઈ અજુગતી ઘટનાઓ બની રહી છે, એ પાછળ આ ક્રિસ્ટલ આઈ જ જવાબદાર છે, અને આ ક્રિસ્ટલ આઈમાંથી જે રોશની નીકળીને પેલી મૂર્તિ પર પડી રહી હતી, તેનો સ્પષ્ટ અર્થ એ હતો કે હાલ આકાશનાં હાથમાં રહેલ “ક્રિસ્ટલ આઈ” પોતાનાં મૂળ સ્થાને એટલે કે પેલી રાજકુમારીની મૂર્તિ પર લગાવાવ માટે ઈશારો કરી રહી હતી..!

“શિવરુદ્રા ! અંતે તમે મારી મદદ કરવાં માટે પોતાની ટીમ લઈને આવી જ પહોંચ્યાંને..! આજે મારી વર્ષો જૂની અધૂરી ઈચ્છાઓ પૂરી થશે..! અંતે ભગવાન કે ઈશ્વરે મારી મદદ કરવાં માટે તમને મારી પાસે મોકલી જ આપ્યાં, ખરેખર, “ઈશ્વર કે ઘરમે દેર હે લેકીન અંધેર નહીં..!” - આ કહેવત મારા માટે યથાર્થ નીવડી હોય તેવું મને લાગી રહ્યું છે, વર્ષો બાદ આજે હું મને મળેલાં શ્રાપમાંથી મુકત બનીશ..! પરંતુ હજુપણ તમારે આ પૃથ્વીને બચાવવાની છે, તમારે પાપ અને પાપીઓનો નાશ કરીને, ધર્મની સ્થાપનાં કરવાની છે, આ શ્રેષ્ઠ કાર્ય માટે ઈશ્વરે તમારી પસંદગી કરેલ છે” - એકાએક આકાશમાંથી એક યુવતીનો અવાજ જાણે ભવિષ્યવાણી કરી રહી હોય તેવો અવાજ સંભળાયો, શિવરુદ્રાને એ બાબતની પાક્કી ખાતરી થઈ ગઈ હતી કે હાલ જે અવાજ તેને આકાશમાંથી સંભળાય રહ્યો છે, એ જ દર્દ ભરેલો અવાજ પોતે અગાવ પણ પેલી ક્રિસ્ટલ આઈમાંથી સાંભળેલ હતો..!

કોઈ અજાણી યુવતી દ્વારા થતી આ ભવિષ્યવાણી સાંભળીને શિવરુદ્રાને પેલા અઘોરીબાબા પહેલીવાર મળ્યાં ત્યારે પોતાને જે વાતો કે બાબતો જણાવી હતી, તેની વાસ્તવિકતા પર ધીમે ધીમે વિશ્વાસ આવી રહ્યો હતો, એ અઘોરીબાબા એ જે વાત પોતાને જણાવી હતી, હાલ એ જ વાત કે બાબતો તેને પેલી ભવિષ્યવાણી દ્વારા સાંભળવા મળેલ હતી, આ સાંભળીને શિવરુદ્રા પળવાર માટે તો ચમકીને આશ્ચર્યચકીત થઈ ગયો, હવે ધીમે - ધીમે શિવરુદ્રાને એ વાત સારી રીતે સમજાય રહી હતી કે પેલાં અઘોરીબાબાએ પોતાને જે વાત કે બાબતો વિશે પોતાને જણાવેલ હતું, તે બધી જ બાબતો હાલ સાચી પડી રહી છે, ભગવાન કે ઈશ્વરે ચોક્કસ કોઈ સારા કામ માટે પોતાની પસંદગી કરેલ છે..!

આ સાથે જ શિવરુદ્રા પોતાની બેગમાં રહેલ સોલ્યુશનની બોટલ કાઢીને આકાશનાં હાથમાં રહેલ પેલી “ક્રિસ્ટલ આઈ” પોતાનાં હાથમાં લઈ લે છે, અને શ્લોકાનાં હાથમાં રહેલ પેલી રાજકુમારીની આરસની મૂર્તિ નજીક જાય છે, અને ક્રિસ્ટલ આઈની પાછળનાં ભાગે સોલ્યુશન લગાવીને તેને રાજકુમારીની આરસની મૂર્તિ સાથે લગાવવા જાય છે, જેવી શિવરુદ્રા પેલી ક્રિસ્ટલ આઈ પેલી મૂર્તિમાં લગાવે છે, એ સાથે જ એક જોરદાર વાવાઝોડું આવે છે, જોત - જોતામાં તે બગીચાને ફરતે ચારેકોર વાદળોરૂપી ધુમ્મસ છવાય જાય છે, બગીચાની જમીન ધીમે - ધીમે ધ્રૂજવા માંડે છે, જોત - જોતામાં એ ધ્રુજારી એકદમ તીવ્ર બની જાય છે, અને આખે આખો બગીચો જોત - જોતમાં જમીનમાં ગરકાવ થઈ જાય છે, આ સાથે જ શિવરુદ્રા, શ્લોકા, આકાશ સાથોસાથ પેલી રાજકુમારીની મૂર્તિ પણ જમીનમાં ગરકવા થઈ જાય છે..

જેવું આ બધુ જમીનમાં ગરકાવ થયું, એ સાથે જ બહારનું વાતાવરણ અને બગીચો ફરી પાછો અગાવની માફક જાણે કાંઈ બન્યું જ નાં હોય તેમ એકદમ નોર્મલ થઈ ગયું, સુસવાટા મારતો પવન પણ શાંત પડી ગયો, ગરજતાં વાદળો પણ એકાએક શાંત પડી ગયાં, કડકડાટ કરતી વિજળીઓ પણ હવે બંધ થઈ ગઈ, આકાશ પણ અગાવની માફક એકદમ સ્વચ્છ અને ચોખ્ખું બની ગયું..!

ક્રમશ :

મકવાણા રાહુલ.એચ.

"બે ધડક"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED