9.
(શિવરુદ્રા પોતાની ચેમ્બરમાં ચેર પર બેસીને પેલાં વાદળી રંગના ક્રિસ્ટલ વિશે વિચારી રહ્યો હોય છે, બરાબર એ જ સમયે શ્લોકા તે સેન્ટર ખાતે ઇન્ટર્ન તરીકે ત્યાં હાજર થવાં માટે આવે છે, ત્યારબાદ શ્લોકા અને શિવરુદ્રા ઘણીબધી વાતો કરે છે, પોતાનાં સુખ - દુઃખ એકબીજાને જણાવે છે, ત્યારબાદ એ જ દિવસે સાંજે શિવરુદ્રા રેસ્ટોરન્ટમાં જમવાં માટે જાય છે, અને જમીને પોતાનાં કવાર્ટર પર પરત ફરે છે….એ જ દિવસે મોડી રાતે શિવરુદ્રાને એક અવાજ સંભળાય છે, જે તેને પોતાની પાસે આવવા માટે જણાવી રહ્યો હોય છે, આથી શિવરુદ્રાએ અવાજને ફોલો કરે છે, જે અવાજ બાજુનાં રૂમમાં રહેલ કબાટમાંથી આવી રહ્યો હતો કે જે કબાટમાં તેણે પેલો દુધિયા ક્રિસ્ટલ સાચવીને મુક્યો હતો, એવામાં કબાટ આપમેળે એક ધડાકા સાથે ખૂલી જાય છે અને પુરેપુરા રૂમમાં આંખોને આંઝી દે તેવી પ્રચંડ રોશની ફેલાય જાય છે…..!)
હાલ પોતાની સાથે શું અજીબો ગરીબ ઘટનાઓ ઘટી રહી હતી, તે શિવરુદ્રાની સમજ બહાર હતી, શિવરુદ્રાએ સપનામાં પણ પોતાની સાથે આવી ઘટનાઓ બનશે એવું વિચારેલ નહીં હોય, આ બધું જોઈ શિવરુદ્રા પળવાર માટે તો હેબતાઈ ગયો, એકાએક પેલાં વાદળી રંગનાં ક્રિસ્ટલમાંથી આટલી બધી તીવ્ર રોશની આવવા પાછળ શું કારણ હોય શકે…? શાં માટે તેમાંથી શિવરુદ્રાને પોતાની તરફ બોલાવી રહેલો અવાજ સંભળાય રહ્યો હતો….? એ અવાજ કોનો હશે…? એ અવાજ ભલે કોઈ અજાણી સ્ત્રીનો હોય, પરંતુ તે વ્યક્તિ પોતાનું નામ કેવી રીતે જાણતી હશે…? આખરે આ વાદળી ક્રિસ્ટલ સાથે શું રહસ્ય જોડાયેલ હશે…? આ વાદળી ક્રિસ્ટલ અને આલોક શર્મા વચ્ચે શું સંબધ રહેલો હશે…? - આ બધાં પ્રશ્નો હાલ શિવરુદ્રાને ચારે- બાજુએથી ઘેરી વળેલાં હતાં.
એવામાં વાદળી રંગના ક્રિસ્ટલમાંથી આવી રહેલ પેલી પ્રચંડ રોશની એકાએક આપમેળે જ ફરી પેલાં ક્રિસ્ટલમાં સમાઈ ગઈ, જોત - જોતામાં પેલો વાદળી ક્રિસ્ટલ આપમેળે જ પેલી જૂની પોટલીમાંથી બહાર આવી ગયો…...ત્યારબાદ તેમાંથી જ્યોત જેવી પીળા રંગની રોશની બહાર નીકળે છે….જે રોશની તે કબાટ પાસેથી પસાર થઈને શિવરુદ્રાનાં કવાર્ટરનાં દરવાજા તરફ આગળ વધીને કવાર્ટરની બહાર નીકળે છે, આથી શિવરુદ્રા એકપણ ક્ષણનો વ્યય કર્યા વગર પેલી પીળી જ્યોતની પાછળ પાછળ જાય છે.
પીળી જ્યોતિની પાછળ જવામાંને જવામાં, અને પોતાની સાથે જે કોઈ રહસ્યમય અને ચિત્ર વિચિત્ર ઘટનાઓ ઘટી રહી હતી, તે ઉકેલવાની ઘેલછામાં શિવરુદ્રા ક્યારે ગામની બહાર નીકળી ગયો, તેનો તેને ખ્યાલ જ ના રહ્યો, પેલી પીળી જ્યોત વધુને વધુ આગળ વધી રહી હતી, જ્યારે શિવરુદ્રા પણ તેની પાછળ વધુને વધું આગળ વધી રહ્યો હતો….એવામાં પેલી પીળી જ્યોત એકાએક થંભી ગઈ….
હાલ વાતાવરણમાં એકાએક નીરવ શાંતિ ફેલાયેલ હતી, ચારેબાજુ માત્રને માત્ર ઘનઘોર અંધકાર જ છવાયેલ હતો, માણસનાં નામે શૂન્યાવકાશ છવાયેલો હતો, હાલમાં પેલી પીળી જ્યોતિમાંથી હળવો એવો પ્રકાશ આવી રહ્યો હતો, હાલ શિવરુદ્રા ખુબ જ ગભરાહટ મહેસુસ કરી રહ્યો હતો, કારણ કે પોતાની સાથે આવનાર ક્ષણોમાં શું ઘટના ઘટશે તેના વિશે તે એકદમ અજાણ હતો, શિવરુદ્રાનાં મનનાં કોઈએક ખૂણામાં ડર પોતાનું આધિપત્ય જમાવવા માટેની તૈયારી કરી રહેલ હતો….
એવામાં પેલી પીળી જ્યોત એકાએક વિકરાળ અગન ગોળામાં ફેરવાઈ જાય છે….શિવરુદ્રાની આસપાસ ચારેકોર તેજસ્વી રોશની ફેલાઈ ગઈ, પોતાની સામે રહેલ દ્રશ્ય જોઈ શિવરુદ્રાનાં કપાળે પરસેવાનાં ટીપાઓ બાઝી ગયાં, ડર અને ગભરામણને લીધે શિવરુદ્રાનાં શરીરનાં રુવાડાઓ ઉભા થઇ ગયાં, પોતાનું ગળું એકાએક સુકાય ગયું હોય તેવું શિવરુદ્રા અનુભવી રહ્યો હતો, આંખો આશ્ચર્ય અને અચરજને લીધે એકદમ પહોળી થઇ ગયેલ હતી….કારણ કે હાલ શિવરુદ્રા બીજે ક્યાંય નહીં પરંતુ સૂર્યપ્રતાપગઢનાં પેલાં વર્ષો જુનાં જર્જરીત મહેલની એકદમ સામે આવીને ઉભો રહી ગયો હતો, આ એ જ મહેલ હતો કે જેનાં ઇતિહાસ વિશે પેલાં ટેક્ષી ડ્રાઇવરે શિવરુદ્રાને જણાવેલ હતું…..પરંતુ હાલમાં તે મહેલ એકદમ ચકચકિત, આકર્ષક, મનમોહક લાગી રહ્યો હતો, જાણે એકાએક એ વર્ષો જુનાં જર્જરીત મહેલમાં પ્રાણ ફૂંકાઈ ગયો હોય, તેવું લાગી રહ્યું હતું, બરાબર એ જ સમયે આ મહેલનો મુખ્ય પ્રવેશ દ્વાર આપમેળે જ ખુલી ગયો….હજુપણ શિવરુદ્રા પોતાની સાથે જે કઈ ઘટનાઓ બની રહી હતી, તે સમજવા માટે અસક્ષમ હતો, બરાબર એ જ સમયે પેલો વિકરાળ અગનગોળો પુરા જોશ સાથે જમીનમાં સમાઈ ગયો, જ્યાં થોડોક ઊંડો ખાડો પડી ગયો, આથી શિવરુદ્રા હિંમતકરીને એ ખાડા તરફ આગળ વધે છે.
ત્યારબાદ શિવરુદ્રા પેલાં ખાડા પાસે જઈને ખાડાની અંદરની તરફ નજર કરે છે, એવામાં તેનું ધ્યાન એ ખાડાની અંદર રહેલ એક મુર્તિ પર પડે છે, આથી શિવરુદ્રા એકદમ ઝડપથી પેલી મૂર્તિ પોતાનાં હાથમાં ઉઠાવી લે છે, એ મૂર્તિ આરસનાં પથ્થરને કોતરીને બનાવેલ હતી, જે મૂર્તિ દેખાવમાં કોઈ જોતાં કોઈ રાજ કુમારીની હોય તેવું લાગી રહ્યું હતું, એ મૂર્તિ એટલી મોહક હતી કે ખૂબ જ સહેલાઈથી સામેની વ્યક્તિને પોતાની તરફ આકર્ષિત કરી શકતી હતી….પરંતુ એવામાં શિવરુદ્રાની નજર એ યુવતીની આંખો તરફ પડે છે, આ જોઈ શિવરુદ્રાની આંખોમાં પણ એક અલગ જ પ્રકારની ચમક આવી ગઈ…..પોતાનાં મનમાં રહેલાં દરિયા રૂપી હજારો પ્રશ્નોમાંથી જાણે ઝરણા જેટલો કોઈ જવાબ શિવરુદ્રા મેળવવામાં સફળ થયો હોય તેવું તેનાં ચહેરા પર સ્પષ્ટપણે દેખાય રહ્યું હતું…..
કારણ કે એ મૂર્તિની એક જ આંખ હતી, જે વાદળી રંગની હતી, જ્યારે તે મૂર્તિની બીજી આંખ લાપતા હતી, આથી શિવરુદ્રાને એટલો તો ખ્યાલ આવી જ ગયો હતો કે હાલ તેનાં કબાટમાં જે પેલો વાદળી રંગનો ક્રિસ્ટલ છે, એ વાસ્તવમાં આ મૂર્તિની જ આંખ હોવી જોઈએ, કારણ કે પોતાની પાસે રહેલ એ વાદળી રંગનાં ક્રિસ્ટલનો આકાર વાસ્તવમાં આંખ સમાન જ હતો…..શિવરુદ્રાનાં ચહેરા પર હળવી એવી ખુશીઓ છવાઈ ગઈ….!
હાલ શિવરુદ્રાને એટલો તો ખ્યાલ આવી ગયો હતો, કે પોતાની પાસે રહેલ વાદળી ક્રિસ્ટલ વાસ્તવમાં આ મૂર્તિની આંખ જ છે….પરંતુ એ ક્રિસ્ટલ કોણ ત્યાં સુધી લઈને આવેલ હશે…? શું આકાશ શર્માએ જ આ ક્રિસ્ટલની ચોરી કરી હશે…? આકાશ શર્માએ આ બાબત પોતાનાં આર્કીયોલોજી ડિપાર્ટમેન્ટથી શાં માટે છુપાવી હશે…? આકાશ શર્માનું એકાએક ધનવાન બનવા અને ત્યારબાદ એકાએક કોઈને પણ કહ્યાં વગર ગાયબ કે લાપતા થવાં પાછળ શું આ ક્રિસ્ટલ આઈ જવાબદાર હશે….? - હાલ આવા પ્રશ્નોનું એક વંટોળ શિવરુદ્રાનાં મનમાં ઉઠેલ હતું.
ત્યારબાદ શિવરુદ્રા આ બધાં જ પ્રશ્નોના જવાબ મેળવવા માટે પેલી મૂર્તિને પોતાની સાથે કવાર્ટર પર લઈ જવાંનું મનોમન નક્કી કરે છે, અને પોતે હાલ જે પ્રશ્નોથી ઘેરાયેલ હતો, એ બધાં જ પ્રશ્નોનાં મૂળ સુધી પહોંચવાનો દ્રઢ સંકલ્પ કરે છે….આથી શિવરુદ્રા એ મૂર્તિ પોતાની સાથે લઈને પેલાં મહેલમાંથી બહાર નીકળે છે, જેવો શિવરુદ્રા એ મહેલમાંથી બહાર નીકળે છે, એ સાથે જ એ મહેલનો મુખ્યદ્વાર આપમેળે જ બંધ થઈ જાય છે, જાણે એ મહેલે પોતાની ઈચ્છા જ શિવરુદ્રાને આ મહેલમાં આવવાં દીધેલ હોય તેવું લાગી રહ્યું હતું, મહેલની બહાર નિકલતાની સાથે જ એ મહેલ ફરી પહેલાની માફક એકદમ જર્જરીત બની ગયો…
આથી શિવરુદ્રા એ મહેલની સામે નવાઈ અને અચરજ ભરેલ નજરે જોવા માંડે છે, બરાબર એ જ સમયે શિવરુદ્રાનાં કાને એક જાણીતો મીઠો અવાજ સંભળાય છે….
"શિવા….શિવા….શિવા….!"
આથી શિવરુદ્રા પાછળ તરફ ફરીને પેલો મીઠો અને જાણીતો અવાજ જે દિશા તરફથી આવી રહ્યો હતો, તે દિશામાં નજર કરે છે, શિવરુદ્રા જોવે છે કે શ્લોકા સામેની તરફથી એકટીવા લઈને પુરઝડપે તેની નજીક આવી રહી હતી….થોડીવારમાં શ્લોકા શિવરુદ્રાની એકદમ નજીક પહોંચી જાય છે, શ્લોકાનાં ચહેરા પર ચિંતાઓની લકીરો છવાયેલ હતી, મનમાં થોડોક ગભરાહટ હતો, તેની બનેવ આંખો ગુસ્સાથી ભરેલ હતી….
"શિવા….આ બધું શું માંડ્યુ છે...તમે….?" - શિવરુદ્રા પર પોતાનો ગુસ્સો ઠાલવતા - ઠાલવતા શ્લોકા પૂછે છે.
"શું….?" - શિવરુદ્રા એકદમ અજાણ બનતાં શ્લોકાને પૂછે છે.
"એકદમ અજાણ બનવા માટેનો પ્રયત્ન નાં કરો શિવા….મને બધી જ ખબર છે….મને મહેરબાની કરીને જણાવશો...પ્લીઝ…?" - ગુસ્સાપૂર્વક પોતાનાં નાકનાં બંને નસકોરા ફુલાવતા શ્લોકા શિવરુદ્રાને કહે છે.
"યાર...તું...ગુસ્સામાં તો વધુ ક્યૂટ લાગે છે…!" - શિવરુદ્રા મૂળ વાત ફેરવતાં - ફેરવતાં શ્લોકોની સામે જોઇને બોલે છે.
"વાત ના ફરેવશો….હું આજે બધું જાણીને જ રહીશ….!" - શ્લોકા બાળહઠ લેતાં - લેતાં બોલે છે.
"એક્ચ્યુઅલી….તું મને કહેતી હતીને કે તને પ્રાચીન મહેલો, ગુફાઓ, મંદિરો, કલા કૃતિઓ, રહસ્યો, સ્થાપત્યો વગેરે જણાવા ખુબ જ ગમે છે…?" - શિવરુદ્રા શ્લોકને શાંત પાડતાં - પાડતાં જણાવે છે.
"હા…!" - શ્લોકા શાંત પડતાં - પડતાં પોતાનાં વાળ સરખા કરતાં અને પોતાનું માથું હલાવતાં બોલે છે.
"ઓકે...તો આવતીકાલે તૈયાર થઈ જજે….હું તેને એક અસાઈમેન્ટમાં એક પ્રોજેકટ આપીશ...જે તારે પૂરો કરવાનો છે….!" - શિવરુદ્રા શ્લોકની સામે જોઇને જણાવે છે.
"પ્રોજેકટ….?" - નવાઈ સાથે શ્લોકા શિવરુદ્રાને પૂછે છે.
"યસ….પ્રોજેકટ…"ક્રિસ્ટલ આઈ"....તે મને હાલ જે પ્રશ્નો પુછયાં...તારા એ બધાં જ પ્રશ્નોનો જવાબો તને મારા દ્વારા સોંપવામાં આવેલ આ અસાઈમેન્ટ પૂરું થતાની સાથે જ મળી રહેશે….!" - શિવરુદ્રા વિશ્વાસ સાથે બોલે છે.
"રિયલી….? તો...ડિયર...શિવા…..તમે મને જણાવશો નહીં...એમ..ને…?" - શ્લોકા પોતાનું મોઢું ચડાવતાં - ચડાવતાં થોડું ચીડતાં ચીડતાં પૂછે છે.
"જો...તારાથી આ પ્રોજેકટ ના થઇ શકે એમ હોય તો હું તને આખી વિગત જણાવું….!" - શિવરુદ્રા શ્લોકાને ચેલેન્જ કરતાં - કરતાં પૂછે છે.
"ના...આઈ વિલ ડુ….! હવે તમારે મને જણાવવાની કોઈ જ જરૂર નહી…!" - શ્લોકા આત્મવિશ્વાસ સાથે બોલે છે.
"સો...આર...યુ...રેડી...ફોર...ન્યુ અસાઈમેન્ટ…?" - શિવરુદ્રા ખાતરી કરતાં કરતાં શ્લોકાની સામે જોઇને પૂછે છે.
"યા….ઓફકોર્સ….યાર….શિવા.!"- શ્લોકા શિવરુદ્રાની વાત સાથે સહમત થતાં બોલે છે.
"ઓકે...તો...જઈશું...હવે અહીંથી…?" - શિવરુદ્રા પોતાની કાંડા ઘડિયાળ સામે જોતાં - જોતાં બોલે છે.
ત્યારબાદ શિવરુદ્રા અને શ્લોકા એક્ટિવામાં બેસીને પોતાનાં સ્ટાફ કવાર્ટર તરફ જવાં માટે આગળ વધે છે, એ સૂમસામ અને ઘનઘોર રસ્તા પર માત્ર "શિવરુદ્રા અને શ્લોકા" નામનાં બે પ્રેમી પંખીડાઓ જ હાલ દેખાય રહ્યાં હતાં, એકટીવા શ્લોકા ચલાવી રહી હતી, જ્યારે શિવરુદ્રા એકટીવાની પાછળની સીટ પર બેસેલ હતો, થોડીવાર બાદ શિવરુદ્રા મૌન તોડતા શ્લોકાને પૂછે છે.
"શ્લોકા….તને એ બાબતનો કેવી રીતે ખ્યાલ આવ્યો કે હું અહી પૌરાણિક મહેલે આવ્યો છું….?"
"હું ! રાતે પાણી પીવા માટે જાગી હતી, અને પાણી પીવા માટે હું કિચનમાં ગઈ...અને હું પાણી પી રહી હતી, બરાબર એ જ સમયે મને બારીમાંથી એક જ્યોત જેવી પીળી રોશની દેખાય….આથી મે આતુરતાપૂર્વક એ રોશની જોવા માટે બારીની બહાર નજર કરી...જેવી બારીની બહાર નજર કરી...એ સાથે જ હું અચરજ પડી ગઈ...કારણ કે એ પીળી જ્યોતિની પાછળ - પાછળ તમે ચાલી રહ્યાં હતાં, જેનો કદાચ તમને ખ્યાલ પણ નહીં હોય...જાણે એ રોશનીએ તમને પુરેપુરા પોતાનાં વશમાં કરી લીધાં હોય તેવું મને લાગી રહ્યું હતું….આથી મેં એકપણ મિનિટ વેસ્ટ કર્યા વગર જ પહેરેલાં કપડે મારા એકટીવાની ચાવી લઈને પાર્કિંગમાંથી એકટીવા કાઢી….તમારી પાછળ પાછળ દોડાવી મૂકી….!" - શ્લોકા શિવરુદ્રાને આખી હકીકત જણાવતાં બોલે છે.
"હા ! સાચી વાત છે તારી..શ્લોકા...હું મારા કવાર્ટરની બહાર નીકળ્યો, ત્યારથી માંડીને અહીં મહેલ સુધી પહોંચ્યો ત્યાં સુધીનું ખરેખર મને કંઈ જ યાદ નથી…..!" - શિવરુદ્રા શ્લોકોની વાત સાથે સહમત થતાં થતાં બોલે છે.
"તો….પછી….!" - શ્લોકા પોતાની જાત પર ગર્વ મહેસુસ કરતાં કરતાં બોલે છે.
"પણ….તને આ ઘનઘોર અંધકાર, આ સુમસામ રસ્તાઓ, આ વેરાન જગ્યાઓ વગેરેનો જરાપણ ડર ના લાગ્યો….?" - શિવરુદ્રા નવાઈ પામતાં - પમાતાં શ્લોકાને પૂછે છે.
"આ ઘનઘોર અંધકાર, સુમસામ રસ્તાઓ, વેરાન જગ્યાઓનો મને જરાપણ ડર નાં લાગ્યો...પરંતુ મને ડર લાગ્યો…"તમને ગુમાવી બેસવાનો….!" " તમારી સાથે કોઈ અજુગતી ઘટનાં ઘટવાનો…!" "ક્યાંક તમને કંઈ થઈ જશે એનો…!" - શ્લોકા આંખોમાં આંસુ સાથે બોલે છે…
બરાબર એ જ સમયે શ્લોકાની આંખોમાંથી વહી રહેલાં આંસુ...પવનને લીધે ઉડીને શિવરુદ્રાનાં ગાલ પર પડ્યાં….આથી શિવરુદ્રાએ શ્લોકાને એકટીવા ઉભો રાખવાં માટે કહ્યું.
એકટીવા ઉભી રાખીને શિવરુદ્રાએ જોયું તો શ્લોકા ખરેખર રડી રહી હતી….
"શિવા…મેં મારી લાઈફમાં જો કોઈને સાચા દિલથી પ્રેમ કર્યો હોય તો એ માત્રને માત્ર તમે જ છો….તમારા સિવાય મેં ક્યારેય કોઈને પ્રેમ કરેલ નથી...હું તમને મારા જીવ કરતાં પણ વધુ પ્રેમ કરું છું….તમને કઈ થઈ જશે તો મારું શું થશે…? હું કોને "શિવા" એવું કહીને બોલાવીશ….? હું ભગવાનને માત્ર એટલી જ પ્રાર્થના કરીશ કે મારું આયુષ્ય પણ તમને આપી દે...પરંતુ તમને કાંઈ ના થવું જોઈએ….મારી લાઈફમાં મારા પિતા પછી જો કોઈ વ્યક્તિ મારા પિતા જેટલું સ્થાન, માન અને પ્રેમ ધરાવતું હોય તો તે તમે જ છો !" - શ્લોકા એક નાના બાળકની માફક નિખાલસતા સાથે આંખોમાં આંસુ સાથે બોલી.
"પણ...મને કાંઈ જ નહીં થવાનું...શ્લોકા….!" - શિવરુદ્રા શ્લોકાને હિંમત આપતાં આપતાં બોલે છે.
"પણ...પણ…!" - શ્લોકા ખચકાતા - ખચકાતા બોલે છે.
એવામાં તો શિવરુદ્રાએ પોતાનાં એક હાથ શ્લોકાનાં કાન પાછળ, અને બીજો હાથ કમર પર રાખીને હગ કરી લીધુ, અને પોતાનાં હોઠ, શ્લોકાનાં કુલ જેવાં નાજુક અને કોમળ હોઠો પર રાખીને ચુંબન કરવાં લાગ્યો, શ્લોકોના હોઠ પર રહેલાં પ્રશ્નો અને મૂંઝવણો, શિવરુદ્રાનાં હોઠોએ જાણે દબાવી દીધેલ હોય તેવું લાગી રહ્યું હતું, શ્લોકા પણ જાણે શિવરુદ્રાનાં પ્રેમરૂપી સાગરમાં ડૂબકી લગાવવા માટે તૈયાર જ હોય તેમ શિવરુદ્રાનાં શરીરને કસીને પકડી લીધું….આજુબાજુ કે દુનિયાની પરવાહ કર્યા વગર જ એક પ્રેમી યુગલ હાલ પોતાનાં પ્રેમની દુનિયામાં ખોવાઈ ગયું હતું , અને જાણે એકમેકમાં ઓતપ્રોત થઈ ગયાં હોય તેવું લાગી રહ્યું હતું……
થોડીવારમાં બાદ શિવરુદ્રા અને શ્લોકા આ પ્રેમસાગરમાંથી બહાર આવે છે, આ વખતે શિવરુદ્રા એકટીવા ચલાવે છે અને શ્લોકા પાછળની સીટ પર બેસે છે, પછી શ્લોકા શિવરુદ્રાની પીઠ પર પોતાનું માથુ ટેકવીને જાણે તેને એક અલગ જ પ્રકારની અનુભૂતિ કરી હોય તેમ એકદમ બિન્દાસ્ત અને ચિંતામુક્ત બનીને સુઈ જાય છે, આ બાજુ શિવરુદ્રા પણ પોતાને આટલો બધો અનહદ પ્રેમ કરનાર શ્લોકા આપવાં બદલ ઈશ્વરનો મનોમન ખુબ ખુબ આભાર માને છે…..
ત્યારબાદ શિવરુદ્રા પોતાનાં કવાર્ટર પર પરત ફરવા માટે એ ઘનઘોર અંધારા, સુમસામ રસ્તાઓ, વેરાન વગડાઓને ચીરતા ચીરતા આગળ વધે છે, અને થોડીવાર બાદ અંધારાને કારણે દેખાતાં બંધ થઈ જાય છે…!
ક્રમશ :
મકવાણા રાહુલ.એચ.
"બે ધડક"