કવિતાઓની મહેફિલ Boricha Harshali દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કવિતાઓની મહેફિલ

#1 વાત


એક દિવસ ની વાત હતી ,


રસ્તા પર પસાર થતી હતી ,


રસ્તામાં કોઈક મળ્યું હતું ,


ક્ષણ માં જ નયનો મળ્યા ,


બંને ના હૃદયો મળ્યા ,


નયને નયન સાથે વાત કરી લીધી ,


અને હૃદયે એક મૂર્તિ કંડારી લીધી ,


આંખો એ રંગ ભર્યા સપના ના ,


રોમે રોમમાં તસ્વીર ઉતારી લીધી ,


એક દિવસની વાત હતી.....


મોડું થયું તમને આવવામાં ,


પણ આભાર આવ્યા તો ખરા ,


આશાએ દિલ નો સાથ ન છોડ્યો ,


જોકે થોડા ગભરાવ્યાં તો ખરા ,


એક દિવસ ની વાત હતી .....



#2 હું અને તું


હું શ્વાસ બનું , તું વિશ્વાસ બન ,


હું ખુશ્બુ બનું, તું સુમન બન ,


હું જિંદગી બનું, તું મંજિલ બન,


હું હૃદય બનું ,તું ધડકન બન ,


હું રંગ બનું ,તું પીંછી બન ,


હું આંસુ બનું ,તું નયન બન ,


હું કવિ બનું ,તું પ્રણયકિતાબ બન ,


હું હવા બનું, તું ગગન બન ,


હું સવાલ બનું, તું જવાબ બન ,


હું વૃક્ષ બનું ,તું પાંદડું બન ,


હું શરીર બનું, તું પ્રાણ બન ,


હું ફૂલ બનું ,તું સુવાસ બન ,


હું ઘડિયાળ બનું, તું સમય બન ,


હું ફળ બનું ,તું મીઠાશ બન ,


હું સુરજ બનું, તું કિરણ બન ,


હું ચાંદ બનું ,તું ચાંદની બન ,


હું દીપ બનું ,તું અજવાસ બન ,


હું તસ્વીર બનું, તું ચિત્રકાર બન ,


હું દર્પણ બનું, તું ચહેરો બન ,


હું ગ્રીષ્મની બપોર બનું, તું વસંત ઋતુ બન ,


હું શરીર બનું ,તું આત્મા બન ....



દિલ કંઈ પણ જાય છે
થઈ જાય છે કોઈનું પણ
એ આપણું થોડે આધીન છે.

ધબકતું રહે છે એના માં પણ
સાથે મન પણ એનામાં જ તલ્લીન છે.

હતા હરેક દિન કાળાધોળા
આવ્યા પછી તારા એ પણ રંગીન છે.

આ અહેસાસ થોડો તત્કાલીન છે
નયનો મળ્યા ત્યારનો પ્રાચીન છે.

કેદ થઇ છું પ્રેમમાં તારા
હવે તું જ આવે તો મળે એમ જામીન છે 💚

#4કાલ્પનિક હકીકત

દરરોજ ની આહલાદક સવારમાં


આ ઝીંદગીના હરએક રંગ માં


સૂર્યની રોશનીમાં


ચાંદની શીતળતામાં


આકાશની ભવ્ય વિશાળતામાં


પક્ષીના મધુર કલરવ માં


પવનની મંદ ગતિમાં


ફુલની ખુશ્બુ માં


ઢળતી સાંજ માં


રાત્રીના સ્વપ્નમાં


શા માટે દેખાય છે તે ?


અરે! આ તો છે કાલ્પનિક હકીકત


5#શરૂઆત કરીએ 🌺🌼

ચાલને અટકી પડેલા આ સંબંધ ને ફરીથી અજાણ્યા બનીને નવી શરૂઆત કરીએ..

blure થયેલી આ લાગણીઓને focus કરીને નવી યાદો માં કેદ કરીએ...

black and white થઇ ગયેલા આ સબંધ ને પ્રેમ ના રંગોથી તરબોળ કરીએ..

કરમાઈ ગયેલા ફૂલ ની માફક આ અંતર ને પાણી છાંટી, ફરી એ સફર ને તાજી કરીએ..

બંને વચ્ચે થયેલી ગેરસમજ ને delete કરી ને નવી જિંદગી ને restart કરીએ...

ચાલને હાથ પકડીને નવા સફરની શરૂઆત કરીએ.... 🌺💚



#6મારા પિતા 😇

મારા સપનાઓ અને આકાક્ષાઓ નું પ્રતિબિંબ છે મારાં પિતા..

મૃગજળ તણી ઉપાદી દેખાડી, ઊંડા સાગર જેવું વિશાળ હૃદય ધરાવે છે મારાં પિતા...

ઉંમરની નહિ, જવાબદારી ના ભારથી થતી કરચલીમાં દેખાતો હસતો ચહેરો એટલે મારાં પિતા..

મમતારૂપી હૃદય છે માઁ , તો પરિવારનો આધારરૂપી કરોડસ્તંભ છે મારાં પિતા...

પ્રેમ અકબંધ છે અત્યારે પણ અમારા માટે એટલે જ મજબૂત બંધ છે આ સંબંધમાં


#7માં

તું હૃદય નહીં પણ

જયારે હું ધબકારા ચુકી જાઉં ત્યારે કામ આવતું

પેસમેકર છે મારુ .

તું આંગળીઓ નહી પણ

એના સહકાર થી બનતી મુઠી છે મારી .

તું લોહી નહી પણ

એમાં રહેલું હિમોગ્લોબીન છે મારુ .

તું આંખ નહી પણ

એમાં રહેલી કિકી નું તેજ છે મારુ .

તું શ્વાસ નહિ પણ

એમાં રહેલો ઓક્સિજન છે મારો .

તું સાથે નહી પણ

અદ્રશ્ય સ્વરૂપે હંમેશા સાથે રહેતી

શીખ અને સંસ્કાર છે મારા .




દીકરી 💚🌼

માં, તારા ખોળામાં બેસી રમવા દે, મને દીકરી તરીકે જન્મવા દે ,


શું કરી મેં ભૂલ ? કે દૂધના દરિયામાં નવડાવી ,


ફક્ત બે બૂંદ આપી હોતી તારા દૂધની ,જિંદગી ભર નિભાવેંત એ દૂધની કિંમત ,


નાની અમથી કળી હતી માં ,


તુ જ તો હતી મારી માળી,


ફૂલ બને તે પહેલા જ ,


શું કામ તોડી નાખી ડાળી?


શાં માટે મને જન્મ પહેલા જ મારી નાખી ?


મારે પણ કોઈકની બહેન ,ભાભી અને પત્ની તરીકે જન્મવું હતું ,


શાં માટે તોડી નાખ્યો તે સબંધ જોડાય તે પહેલા જ ?


માં , મને દીકરી તરીકે જન્મવા દે .............

Harshali 💚💚