કહાની અબ તક: રઈશ સક્સેના ની કંપનીમાં સંજય એના ફ્રેન્ડ દિનેશ સાથે જોઈન કરે છે. શૂરૂમાં રઈશ એ અંગત છૂટ આપી હોવાથી શિવાની અકળાય છે. દરમિયાન જ રઈશ સક્સેના પર બે બાઈક સવારનો હુમલો થાય છે, સંજય અને દિનેશ એનાથી બચાવે છે! સામાન્ય ફ્લર્ટિંગ માં એક કંપારી શિવાની અને સંજય મહેસૂસ કરે છે! હા એ એ બંનેના પ્યારની હોય છે! કોફી માટે વંદા સાથે આવવા પર એ ચિડાઈ જાય છે અને વંદા પણ દિનેશ પર રોષ વ્યકત કરે છે! કોફી કેફે પર વંદા ને કોઈ મારવા ચાહે છે! પણ સંજય એણે જૂકવી ને એણે બચાવે છે! ડિનર પર પણ જુદા સમયે આવેલા ચારેય મળે છે પણ કોઈ નો હુમલો થશે એવું કહેવાતા બને બાજ નજર રાખી ઘરે પહોંચે છે. ઘરે રાત્રે શિવાની નું કોઈ ગળું દબાવવા કરે છે પણ એણે રોકી સંજય એણે એના નખ મારે છે જેથી જાણી શકાય કે એ કોણ છે! ઉંઘ પૂરી કરવા એ ઑફિસમાં ઊંઘે છે તો કોઈ શિવાની ને મારે એવું ભયાનક સપનું જોવે છે! નખનો વિચાર કરી એ રઈશ પાસે જાય છે! સૌને કોન્ફ્રન્સમાં એ જણાવે છે કે સૌ એ સાવધાન રહેવું કેમ કે બહુ હુમલા થાય છે! સંજય શિવાની ને કાનમાં કહે છે કે સાવધાન રહેવું અને કઠીન પણ એમ. ત્યારે અચાનક દિનેશ નો કોલ લાગતો નથી પણ લાગે છે તો કીડનેપર બોલે છે, અને એણે શિવાની અને દિનેશ બે માંથી એક ચ્યુઝ કરવા કહે છે!
હવે આગળ: સંજયે તો સૌપ્રથમ રઈશ અને શિવાની ને એના કેબિનમાં બોલાવ્યા.
"જોવો, આપને ગમે તેવી પરિસ્થિતિ માટે તૈયાર રહેવાનું છે! અને શિવું હું અને દિનેશ અમે સુપર કોપ છીએ પોલીસ ઓફિસરસ! રઈશ સર ઉપર હુમલો થતો હતો એટલે અમે તહકીકાત કરવા આવ્યા છીએ!" સંજય બોલ્યો.
"હમમ, આઈ સી! એટલે જ ડેડ તને આટલું માને છે!" શિવાની બોલી.
"કેટલાય દિવસથી હું કેસ સ્ટડી કરું છું! કેટલીક વાતો મને ખબર પડી ગઈ છે!" સંજયે કહ્યું.
"પેલા દિવસે જે બાઈક સવારો નો હુમલો થયો હતો એ હુમલો આપણા સેક્રેટરી પ્રમોદ એ જ કરાવ્યો હતો!" સંજય બોલ્યો.
"ઉપરાંત જે કોફી કેફેમાં હુમલો કરાવાયો હતો એ વંદા પર એટલે કરાવાયો હતો કે એ એણે દિનેશની સિમ્પેથી મળી શકે! હા વંદા પણ એમના પ્લાનમાં સામેલ હતી!" સંજય ફરી બોલ્યો.
"હા... એટલે જ બાઈક સવાર ના હુમલાથી તમે મને બચવેલો એવું એની સામે તુંયે ના કહ્યું, સ્માર્ટ!" રઈશ બોલ્યો.
"જી, પણ હવે આપને વધારે સતર્ક રહેવાનું છે!" સંજયે કહ્યું.
"ડિનર કરવા ગયેલા ત્યારે મારી ઉપર હુમલો થવાની વાત કહેવ ડા વવા પાછળનું રીઝન એ હતું કે કોઈ તને ગળું દબાવી મારી નાખવા માગતું હતું! પણ મે એણે રોકતા અને એની ઉપર મારા નખની નિશાની કરેલ છે!" સંજય બોલ્યો.
અમુક જરૂરી વાતો કરી સૌ એડ્રેસ પર જવા તૈયાર થયા. ત્યાં કેવળ શિવાની અને સંજય જ જશે અને જરૂર પડ્યે રઈશ ની હેલ્પ લેવાશે એવો નિર્ણય લેવાયો.
🔵🔵🔵🔵🔵
બંને ત્યાં ગયા તો સૌથી પહેલા તો એમની ઉપર કોઈએ પ્રહાર કર્યો તો બંને બેહોશ થઈ ગયા! હોશ આવ્યો તો બંને પાસપાસે ચેરમાં બંધાયેલા હતા. ત્રીજી ચેરમાં દિનેશ બંધાયેલો હતો.
બીજા રૂમમાં થી મિસ સક્સેના વંદા સાથે દાખલ થઈ. એમને હાથને રૂમાલથી ઢાંકી દીધો હતો! એમને જ રાત્રે શિવાનીનું મર્ડર કરવાની કોશિશ કરી હતી.
"હું તો એ રઈશ ને લવ કરતી જ નથી! હું તો મારા પ્રમોદ ને ચાહું છું!" મિસ સક્સેના બોલી.
"હા... વંદા મારી જ છોકરી છે અને એની માટે હું કઈ પણ કરી શકું છું!" મિસ સક્સેના બોલતી હતી.
"હા, પણ હું તમને મારી બધી જ પ્રોપર્ટી ઝ આપુ છું! બસ મને જીવવા દો! મારે જીવવું છે, સંજય સાથે!" શિવાની રીતસર કરગરી!
"હા, હું તમને ખાતરી આપું છું! પ્રોપર્ટી ઝ ના બે સામાન ભાગ થશે!" સંજયે કહ્યું.
"આઈ ટ્રસ્ટ યુ!" વંદા એ સંજયને કહ્યું.
"પણ મને તો તું લવ નથી કરતી ને!" દિનેશે નારાજગી વ્યક્ત કરી.
"ના... આ નાટક કરતા કરતા પણ હું તો ખરેખર તારા પ્યારમાં પાગલ થઇ ગઇ છું!" વંદા હળવું શરમાતા બોલી.
"હવે તું મારી બહેન જ છું!" શિવાની બોલી.
સૌની ગલતફેમી દૂર થઈ ગઈ હતી. સૌ ઘણા જ ખુશ હતા.
(સમાપ્ત)