Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

સંબધોમાં પ્રપંચ, સ્નેહ અને વેરનાં સંબંધોની કશ્મકશ - 1

 

 

"યુ, સંજય મંહોતરા! તું હશું મારા ફાધર રઈશ સક્સેના નો ફેવરાઇટ! મારો નહિ!" શિવાની બોલી.

"અરે યુ ડોન્ટ નો!" દિનેશ વચ્ચે જ બોલી પડ્યો! દિનેશ સંજય નો આસિસ્ટન્ટ હતો!

"મેમ તમારી સાથે વાત નથી કરતી!" મિસ શિવાની સક્સેનાની સેક્રેટરી વંદા બોલી.

"એકસક્યુઝ મી, લેડીઝ એન્ડ જેન્ટલમેન!" મિસ્ટર પ્રમોદ બોલ્યાં! એ આ કંપનીના માલિક મિસ્ટર રઈશ સક્સેના ના સેક્રેટરી હતા અને ખાસા સમયથી સેવા આપી રહ્યા હતા.

"રઈશ સર નો ઓર્ડર છે કે મિસ્ટર સંજય મંહોતરા અને એમના કલીગ દિનેશને કોઈ પણ સેક્શન ના કામને તપાસવાની છૂટ છે! ઉપરાંત એમના કામના કોઈએ પણ અડચણરૂપ થવાનું નથી!" પ્રમોદે કહ્યું અને ચાલ્યો ગયો.

"વૉટ ધ હેલ!" શિવાનીના મોંમાંથી નીકળી ગયું.

"લેટ મી ચેક યોર વર્ક, મિસ શિવાની!" સંજય એની પીસીને હાથ લગાવે એ પહેલા જ એણે કહ્યું, "ના... બસ થોડું જ બાકી છે!"

આ જોતા જ સંજય અને દિનેશ બંને તાળી આપીને હસવા લાગ્યાં! પેલી બન્નેના ચહેરા જોવા લાયક હતા!

🔵🔵🔵🔵🔵

"સર, ગયા મહિને જે તમારી ઉપર એટેક થયો હતો હવે એવું કઈ જ નહિ થાય એની હું આપણને ખાતરી આપુ છું!" સંજય બોલતો હતો અને અચાનક જ શિવાનીના આવવાથી અટકી ગયો!

સંજયને એમના ફાધર ના પગ દબાવતો જોઈ અને એમના બેડરૂમમાં જોઈ શિવાની ભડકી ઉઠી!

"ડેડ, આ અહીં શું કરે છે?!" એણે પૂછ્યું.

"સેવા,..." સંજયે કહી દીધું.

"સંજય હવેથી અહીં જ રહેશે, અહીં જ જમશે અને અહીં જ ઊંઘશે પણ!" મિસ્ટર રઈશ સક્સેનાએ જાહેર કર્યું!

🔵🔵🔵🔵🔵

સવારે સંજય ડ્રાઈવ કરતો હતો અને રઈશ બાજુમાં જ હતો.

અચાનક જ અમુક લોકો એ એમનો પીછો કરવાનો શુરૂ કર્યો! એ લોકો બાઈક પર હતા. બે બાઈક એમને ફોલો કરતી હતી!

"કોલ દિનેશ રાઇટ નાવ, સર!" સંજય બોલ્યો અને એમને એમ જ કર્યું!

"દિનુ, અમે કારમાં છીએ, તું આપના લોકો સાથે આ લોકોને પકડવા કોશિશ કર!" સંજય બોલતો હતો.

"ઓકે!" કહી એણે ફોન મૂક્યો.

થોડી વારમાં બંને ઓફિસે સુરક્ષિત પહોંચી ગયા હતા. પેલા લોકોને દિનેશ અને ટીમે સંભાળી લીધા હતા!

"તમે ઠીક તો છો ને?!" શિવાની ભારોભાર ચિંતામાં હતી!

"હા..." એમને હાંફતા કહ્યું.

એમની સુરક્ષા માટે વધારે સિક્યોરિટી રાખવામાં આવી!

"યુ સંજય, આ એટેક તુંયે જ કરાવ્યો છે ને?!" શિવાની બોલી!

"નો, એ તો મારી સાથે જ હતો! એ એવું ના કરી શકે!" રઈશ સક્સેનાએ કહ્યું.

🔵🔵🔵🔵🔵

"યુ આર સો બ્યુટીફુલ!" સંજય એકવાર વંદા ને કહેતો હતો!

આ વાત અચાનક જ આવી ગયેલી શિવાની સાંભળી ગઈ એણે પહેલા તો ખૂબ જ ગુસ્સો આવ્યો અને એણે હળવેથી કહ્યું, "બહુ ફ્લર્ટિંગ નો શોખ છે ને! જો હવે તું!"

🔵🔵🔵🔵🔵

આજે સંજય શિવાનીના મમ્મી પાસે હતો! એમની માથામાં માલિશ કરતો હતો!

"આને તો મારી મમ્મને પણ ના છોડી!" આવીને આ દૃશ્ય જોઈ શિવાની મનોમન બોલી.

"તમે ચિંતા ના કરો, રઈશ સરને કઈ નહિ થાય! પોલીસ કરે છે એમનું કામ!" સંજય એમનાં પત્નીને આશ્વાસન આપતો હતો.

🔵🔵🔵🔵🔵

સંજય એના કેબિનમાં ગયો તો એની ઉપર ફોન આવ્યો - "એ બાઈકવાળા લોકો ને મોકલવામાં આવ્યા હતા!" અને એ ફોન પર જે વ્યક્તિનું નામ લેવામાં આવ્યું, એ સાંભળીને સંજય ને એના કાન પર વિશ્વાસ નહોતો આવી રહ્યો!

વધુ આવતા અંકે...

એપિસોડ 2માં જોશો: એમની જ બાજુના ટેબલમાં એની નજર ગઈ તો એ હેબતાઈ જ ગઈ! ત્યાં સંજય વંદા સાથે બેઠો હતો! હા એ સંજય જ હતો! શિવાની ને આટલો ગુસ્સો પહેલા ક્યારેય નહોતો આવ્યો! સંજયે શિવાની ને કામ છે એમ કહ્યું હતું અને એ અહી વંદા સાથે હતો! એનાથી કંટ્રોલ ના જ થયો તો એ દિનેશને કહીને એમના ટેબલ પર આવી ગઈ.