Sambandhoma Prapanch - 4 books and stories free download online pdf in Gujarati

સંબધોમાં પ્રપંચ, સ્નેહ અને વેરનાં સંબંધોની કશ્મકશ - 4

 

કહાની અબ તક: સંજય એના અંગત ફ્રેન્ડ દિનેશ સાથે રઈશ સક્સેના ની કંપનીને જોઈન કરે છે. શુરુમાં તો ઘરે અને ઓફિસે શિવાની ના ડેડ રઈશ એ આપેલી સંજયને છૂટથી શિવાની અકળાઈ પણ એક વાર મિટિંગ દરમિયાન ફ્લર્ટ કરતા એણે કંપારી મહેસૂસ કરી! એણે કોફી પીવા સાથે ના આવેલ સંજયને બહુ જ ગુસ્સે થી ડિનર માટે રાજી કર્યો. કોફી માટે શિવની સાથે આવેલ દિનેશને પણ વંદા બોલતી હતી. કોફી શોપ પર એક અજાણ્યા વ્યક્તિએ વંદા પર હુમલો કરેલો પણ સંજયે એણે નીચે જૂકવી દીધી હતી! હવે સંજય અને શિવાની કેન્ડલ લાઈટ ડિનર માટે આવેલ છે તો એમને એક મીઠો ઝટકો લાગવાનો હતો!

હવે આગળ: સંજય પાસેના ટેબલ પર બિરાજમાન એ શખ્સને ઓળખી ગયો હતો! હા એ બીજું કોઈ નહિ પણ દિનેશ જ હતો!

વંદા સાથે એણે જોઈને સંજયે વંદા ને બચાવવાના કારણ ની વાત શિવાની ને સમજાઈ ગઈ હતી! એમાં કંઈ જ નહોતું! એથી જ તો એણે એના ચહેરા પર એક મસમોટી સ્માઇલ લાવી દીધી હતી અથવા તો કહેવું જોઈએ કે આવી ગઈ હતી!

બંને એ હળવેથી વાત કરીને એમના ટેબલે જવાનું વિચાર્યું.

"ઓહ, વંદા!" અને "ઓહ દિનુ!" એક સામટી બૂમો શિવાની અને સંજય પાડતા હતા અને એમના ફ્રેડને ચીડવતા હતા.

ચારેય એ મસ્ત વાતો કરતા અને ડિનર નો સ્વાદ માનતા! એટલામાં સંજય પર કોઈનો કોલ આવ્યો!

"સર, તમે એ જગ્યાથી હટી જાઓ! તમારી ઉપર હમાલો થઈ શકે છે!" ફોનમાં આ વાત જાણીને સંજય તો હેબતાઈ જ ગયો હતો.

ખરેખર તો પોતે કોણ છે અને અહીં કેમ છે એ તો એ સાવ ભૂલી જ ગયો હતો!

"હુમલો!" કહી દાંત ભિન્સતા એ તુરંત બધા પાસે ગયો અને કહ્યું, "ગાય્ઝ! આપને અહીંથી જવું જ જોઈએ હમણાં જ!"

દિનુ પણ આ એક વાક્યથી એક્ટિવ મોડમાં આવી ગયો!

"જઈએ છીએ હવે!" શિવાની બોલી.

"ડોન્ટ યુ ટ્રસ્ટ યુ એન્ડ મી!" દિનેશ કોડ વર્ડ ની જેમ બોલી ગયો!

"યસ, બટ, આઈ કેર ફોર યોર એન્ડ માય લાઇફ!" સંજયે પેલી બેથી બચીને એ બંને તરફ ઈશારો કરતા કહ્યું.

દિનેશ વાત કળી ગયો.

"ચાલો, ચાલો ઘરે બહુ લેટ થઈ જવાયું છે!" દિનેશ બોલ્યો.

બહુ કહેતા ના માની તો સંજય અને દિનેશે એમને પકડીને ઉભી કરી અને કારમાં બેસાડી દીધી!

"આજે આપણે ચારેય રઈશ નિવાસમાં જ રોકાવાનું છે!" સંજયે જાહેર કર્યું.

આખાય રસ્તે બહુ જ ધ્યાન રાખીને બંને એ બંને ને લાવ્યા હતા.

સૌ ઉપરના રૂમમાં ગયા અને ક્યાંરે કોઈને ભાન ના રહ્યું ને ઉંઘ પણ આવી ગઈ.

🔵🔵🔵🔵🔵

એ રાત્રે જ અમુક હલચલ થઈ તો સંજયની આંખ ઊઘડી ગઈ! કોઈએ શિવાની નું ગળું દબાવવાની કોશિશ કરી હતી! પણ એની ઠીક પાસે સંજય હતો એણે સાવધાનીથી એ વ્યક્તિના હાથને ગળું દબાવતા રોક્યા અને હળવેથી નખ પણ મારી લીધા! જેથી એણે ઓળખી શકાય.

એ રાત્રે સંજયની ઊંઘ હરામ થઈ ગઈ એ તો બસ એની શિવાની ને ભેટીને જાગતો જ રહ્યો.

🔵🔵🔵🔵🔵

સવારે ઉઠીને સૌ ઓફિસે પહોંચ્યા.

"શિવુ, મને થોડું ઊંઘી લેવા દે!" કહીને ઑફિસ ના ટાઈમમાં પણ સંજયે સોફા પર લંબાવ્યું અને એનું માથું શિવાનીના ખોળામાં મૂક્યું.

રાતની ઊંઘ બાકી હતી તો ક્યારે એણે ઉંઘ આવી ગઈ એણે ખબર જ ના રહી.

કલાકેક પછી એની ઊંઘ ઉડી તો એ બહુ જ ચિંતામાં હતો!

"ના... ના... મારી શિવુ!" કહીને એ જોર જોરથી બૂમો પાડતો હતો.

હા એણે રાતના દૃશ્ય નું જ સપનું આવ્યું હતું.

"મને કઈ નહિ થાય, સંજુ!" શિવાની હળવેથી બોલી.

સંજયે એણે સીનેથી લગાવી અને એના કપાળે એક હળવી કિસ કરતા કહ્યું, "યાર, કોઈ તારું મર્ડર કરે છે! એવું સપનું આવ્યું!"

પછી ક્યાર સુધી એ એણે ભેટી જ રહ્યો અને એના માથે હાથ ફેરવતો હતો.

"નખ!" એક ઊંડો વિચાર કરીને સંજય મનોમન બોલ્યો. હા... એ નખના ઘાવવાળી વ્યક્તિ મળી જાય તો? એમ વિચારી એણે મગજ દોડાવવું શુરૂ કર્યું.

વધુ આવતા અંકે...

એપિસોડ 5માં જોશો: "થોડા જ સમય પહેલા હું અને રઈશ સર અમે આવતા હતા ત્યારે પણ અમુક બાઈક સવરો એ અમારી ઉપર હુમલો કરવા ચહેલો, જોકે કોઈ કારણસર એ સફળ રહ્યા નહિ!" એનું કારણ સાફ હતું પોતે અને દિનેશે જ તો એમનો આ પ્લાન ફેલ કરેલો પણ જાણે આમાંથી જ કોઈ હોય એમ એ આ વાત છુપાવતો હતો!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED