UABJHOKE an europian warriors - 3 Vivek Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

UABJHOKE an europian warriors - 3

Part-3
_______________________________________________________________

UABJHOKE~THE BORN OF HEROS

_______________________________________________________________
INTRODUCTION:-

યુરોપ ના રાજ્યો: LEAN & CASTILE, ENGLAND, FRANCE, GERMAN, DENMARK, POLAND, HUNGARY, NORWAY, SWEDEN..

_______________________________________________________________

ઇ.સ.955 norway અને sweden હજુ છુટા જ પડ્યા હતા કે બંને રાજ્યો વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ. બધી બાજુ હુલ્લરો ફાટી નીકળ્યા હતા. ઘણા લોકો બે-ઘર બન્યા હતા અને પોતાની જન્મભૂમિ છોડીને બીજે સ્થળે સ્થળાંતર કરી નાખ્યું. એમાં જ એક નાનો પરિવાર તેનું મૂળ સ્થળ છોડીને આ બધા હુલ્લરો થી દુર જાવા માંગતા હતા. આ પરિવાર માત્ર એક જ કુટુંબ નું ના હતું ઘણા કુટુંબ ભેગા મળીને એક પરિવાર બનાવ્યું હતું. તેઓ સ્થળાંતર કરીને norway બાજુ જવા માટે નીકળ્યા. norway ની misapy(મિસપય) નદી પાસે રોકાવાનું તેમને વિચાર્યું. થોડાક મહીઓના સુધી ત્યાં તેઓ રોકાયા પણ પછી યુદ્ધમાં તેઓના અમુક કુટુંબીજનો નું મૃત્યુ થઈ ગયું. તો તેમને નિશ્ચય કર્યો કે આ યુદ્ધો રોકવા માટે પોતાનથી થાય એ બધું કરી લેશે અને તેઓ સતત ભ્રમણ કરતા રહ્યા. ભ્રમણ કરતા કરતા તેમને જાણકારી મળી કે norway થી જહાજ માં england માં જવાઈ છે અને ત્યાં આવી કોઈ હુલ્લરો નથી એટલે તેઓ બધા ત્યાં જાવા નીકળ્યા.

તો જહાજ માં બેસી england જવા નીકળ્યા પણ ત્યાં જઈ રહેલા જહાજ ને રસ્તામાં તુફાન નડતા તેઓ એક અજાણ્યા ટાપુ એ રોકાઇ ગયા. તુફાન રોકાતું ના હતું અને દરિયાઈ મોજા ઉગ્ર ને ઉગ્ર બનતા ગયા અને એ કારણે તેઓનું જહાજ ખડકો સાથે અથડાઈ ને ભાંગી ગયું. હવે એ લોકો પાસે ત્યાં થી નિકળવા માટે માટે બીજો કોઈ રસ્તો હતો સિવાય કે બીજા જહાજ ત્યાં થી પસાર થાય અને એમની મદદે ત્યાં થી નિકળવું. તેઓ એક બે દિવસ તો એ ટાપુના કિનારે બેઠા રહ્યા પણ પછી ભૂખ અને તરસ માટે તેઓ ટાપુની અંદર તરફ આગળ વધ્યા.
તેઓ પાણી અને ખાવા માટે ભટકવા લાગ્યા. એમને ત્યાં કઈ મળ્યું નહીં કે એને શરીર માં ઉતારી તેઓ તરસ છુપાવી શકે. આવી જરૂરી વસ્તુ ના મળતા ઘણા લોકો જીવ ગુમાવી લાગ્યા. જહાજ પર 87 લોકો સવાર હતા. જેમાં અડધા લોકો તરસ અને ભૂખ થી મૃત્યુ પામ્યા અને માત્ર 31 લોકો બચ્યા. પછી ના દિવસે પણ તેમને કંઈપણ મળ્યું નહીં. લોકો પાણી વગર મરી રહ્યા હતા.

પછી ત્રીજા દિવસે ત્યાં દોઢમાર વાએસદ વરસ્યો અને વરસાદ ના પાણી થી તેઓએ તરસ છુપાવી. પણ વરસાદ બંધ થતાં કંઈક અલગ ઘટના બની તેમની સાથે, વરસાદનું પાણી જે ટીપા સ્વરૂપે પાંદડા પર પડ્યું હતું તે નીચે જાવા ને બદલે ઉપર આકાશ ની તરફ વધવા લાગ્યું. તેમના શરીર પરના પાણીના ટીપાઓ એમને એમ જ હતા પરંતુ ત્યાંની જમીન પર અને પડદા ના પાણી ન ટીપાઓ આકાશમાં જાવા લાગ્યા. તે વાત ની બધા ને નવાઈ લાગી. બધા ને એ જાણવાની તાલાવેલી લાગી ઉઠી કે આવું કેમ થઈ છે?? આ બધા સવાલો થતા જ હતા કે ત્યાં એમને નજીક થી જહાજ જતું હોય એવો આવાજ સાંભરાયો એટલે બધા કિનારા તરફ દોડ્યા પરંતુ ખબર નહીં શુ થયું કે પુરુષો એ પાણી(વરસાદ) પીવા બાદ તરત જ જમીન પર પાડવા લાગ્યા. અને એકા એક બધા પુરુષો નું મૃત્યુ થવા લાગ્યા. કોઈના કોઈ કારણે બચેલા બધા લોકો નું મૃત્યુ થવા લાગ્યું.


ટાપુના કિનારે માત્ર ને માત્ર આઠ સ્ત્રીઓ જ પોહચી પામી બાકીના બધા નું મૃત્યુ થઈ ગયું. તેઓએ પસાર થતા જહાજ ને ટાપુ બાજુ લાવના ઘણા પ્રયત્નો કર્યા. આગ સળગાવી , જોર જોર માં આવજો કર્યા આ બધાને અંતે જહાજ ના લોકો નું એ લોકો પર ધ્યાન ગયું અને સ્ત્રીઓ ની મદદે આવ્યા. એ જહાજ ની સાથે તેઓ પાછા norway તરફ નીકળ્યા. મધદરિયે હતા ત્યારે જહાજ ના લોકો એ તે સ્ત્રીઓ ને પૂછયું કે તમે એ ટાપુ પર કેવી રીતે ફસાઇ ગયા. ત્યારે એ સ્ત્રીઓ એ જણાવ્યું કે તેઓ england તરફ જઈ રહ્યા અને તુફાન ના લીધે તેઓ ત્યાં ફસાઈ ગયા. પછી સ્ત્રીઓ એ એમને પૂછયું કે તમે શુ કરી રહ્યા છે, ત્યારે જહાજ ના લોકો એ જણાવ્યું કે તેઓ એક પવિત્ર પાણી ની ખોજ માં નીકળ્યા છે એ અહીંયા ના કોઈ એક ટાપુ પર મળી આવે છે અને એ ના માટે ઘણા લોકો કેટલા વારસો થી સમુદ્ર માં ફરી રહ્યા છે પણ આજ સુધી કોઈ ને મળ્યું નથી અને અમે પણ છેલ્લા 8 વર્ષ થી એ પવિત્ર પાણી ની શોધ માં ફરી રહ્યા છે પણ અમને પણ આજ સુધી એની પ્રાપ્તિ થઈ નથી. આ વખતે પણ અમે એની તલાશ માં નીકળ્યા હતા પણ આ વખતે પણ હાથ માં કઈ આવ્યું નહીં.

કેવાય છે કે એ પવિત્ર પાણી થી જન્મતા બાળકો વર્ષો માં એક વાર અવત્તાર પામતા હોય છે, એમને હરાવા મુશ્કિલ શુ ના મુંમકીન છે, કદાચ આવા યોદ્ધા ક્યાં ના જમ્યા હોય...એ પવિત્ર પાણી થી જન્મેલા યોધ્ધા બધી વસ્તુઓ માં પારંગત હોય છે એની શોધ માં ગયેલા આજ સુધી પાછા આવ્યા નથી, જેને એ ટાપુ મળ્યો એ તે ટાપુ પરથી પાછા આવ્યા નથી અને અમને આજ સુધી એ ટાપુ મર્યો જ નથી. ખબર નહીં એ ટાપુ ક્યાં છે પણ લોકો કહે છે કે ત્યાં પાણી સીધું સ્વર્ગ માંથી આવે છે અને એની પ્રાપ્તિ પામનારો અમર બને છે.

એમની વાતો પરથી બધી સ્ત્રીઓને લાગ્યું કે તેઓ જે ટાપુ પર ફસાયેલા હતા એ ટાપુ એજ હશે જેની ખોજ આ લોકો કરી રહ્યા હતા. પણ એ લોકોએ વધારે મગજ પર લીધું નહીં અને એ લોકો સાથે પાછા norway આવ્યા. તોઓ england જાવા માટે ઇ.સ. 960 માં નીકળ્યા હતા અને ત્યાં થી તેઓ 3 મહિના પછી તેઓ પાછા norway આવ્યા. norway આવ્યા ના થોડા મહિના પછી આઠેય સ્ત્રીઓ ગર્ભવતી થઈ એટલે એમને ખબર પડી ગઈ કે આ ગર્ભ માં રહેલા બાળકો કોઈસામાન્ય બાળક નથી તેઓ સ્વર્ગ ના પાણી ન લીધે પ્રાપ્ત થયેલ છે. થોડા મહિના માં એમનો જન્મ થયો અને એમના નામ આ પ્રમાણે રાખવામાં આવ્યા,"umtiti, arthur,brooks, james, harry, oliver, kaden, edwin". તેમના મા રહેલું હુન્નર તો બાળપણ માં દેખાવા લાગ્યું હતું.

તેઓ એમની ઉમર ના અન્ય બાળકો ની સરખામણી માં તેઓ વધારે ઝડપી હતા. તેઓ આંખના પલકારામાં તો ઝાડ પર ચઢી જતા હતા. આ ઉપરાતં કોઈને રોગ થયો હોય તો કઇ ઔષધ કામ આવશે તે પણ આટલી નાની ઉમર માં તેઓ જણાતા હતા. તેમનું મગજ પણ બીજા કરતા વધારે કાર્યરત હતું. તેમના જેવી યુક્તિ ઓ કોઈ વિચારી ના શકતું હતું. લડાઈમાં તેઓ બાળપણમાં જ પારંગત થાય ગયા હતા. અને તલવાર બાજી અને બીજા હથિયારો પણ સારી રીતે ચલાવી લેતા હતા. બધી વાતો તેઓ કુશળ હતા. બધી વાતો માં ચપળતા દાખવતા હતા. બધી વસ્તુઓ માત્ર જોવા માત્ર થી જ તેઓ શીખી જતા હતા.

તેઓની માતાઓ એ હંમેશા એમને અમન અને લડાઈ ઝઘડા થી દુર રહેવાનું શીખવતા હતા. તેમને જણાવતા કે તમારો જન્મ આ વિશ્વમાં માત્ર ને માત્ર આખા વિશ્વમાં શાંતિ લાવવા માટે થયો છે. આવા વિચારો માં સાથે એમનું બાળપણ ઘડાયું હતું. ધીરે ધીરે તેઓ 8 વર્ષ ના થયા. તેઓને થોડી ઘણી સમજ આવી. અને આ સમયે એમની માતાઓ એ તેમને મહત્વની એવી બબાતો શીખવી જેમકે એજ બીજા પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો. એકબીજા પર પોતાના થી વધારે વિશ્વાસ રાખવો. અને જીવન ના દરેક સમયે એક બીજા સાથે રેહવાનો સંકલ્પ લેવડાવ્યો.

આ આઠેય યુવાનો ના સમૂહ ને આગળ જઈને નામ મળ્યું, જેના વિશે કોઈ વિચાર્યું પણ ના હતું કે તેઓ એક દિવસ યુરોપ ની સત્તા સાંભળવા જઇ રહ્યા હતા.

UMTITI-- U
ARTHUR-- A
BROOKS-- B
JAMES-- J "UABJHOKE"
HARRY-- H
OLIVER-- O
KADEN-- K
EDWIN-- E


પછી ઇ.સ 968 માં norway એ સૈનિક ની શોધ માં બધા યુવાનો ને રાજ્યમાં શોધવાનું શરૂ કર્યું અને એમાં અમુક ના ઘરવાસીઓ ને મારી ને એમને યુદ્ધ કરવા માટે ભડકવામાં આવ્યા એમાં આ આઠેય યુવાનો નો પણ સમાવેશ થયો હતો...અને ત્યાર બાદ તેઓ એક પછી એક બધા રાજ્યો જીતી ને અંતે sweden સામે પોતાની સર્વ સેનાએ હારી જાય છે અને યુરોપ માં ભટકતા થઈ જાય છે...


For contact: vivupatel3155@gmail.com