UABJHOKE - an europian warriors - 6 Vivek Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

UABJHOKE - an europian warriors - 6

UABJHOKE~OUTLINE OF EUROPE
_______________________________________________________________
Part 6


_______________________________________________________________
હમણાં સુધી,

【【હમણાં સુધી જોયું કે uabjhoke sweden સામે હારે છે પછી એ sweden ને england થી આવેલા હથિયાર વડે જ હરાવે છે ત્યારે sweden ના રાજા ને આશ્ચર્ય થાય છે કે આ હથિયારો ચલાવતા તો માત્ર England ના જ સૈન્ય ને આવડે છે અને અમારા સૈનિકો ને શીખવામાં મહિના ઓ લાગી ગયા અને uabjhoke ને કઈ રીતે એ ચલાવતા આવડી ગયા પણ એનો જવાબ ન આપતા તેઓ રાજા ને મારી નાખે છે】】

હવે આગળ,

Sweden એ uabjhoke ને મારવા માટે મોકલેલી સૈન્ય ન તો uabjhoke ને શોધી શકી ન તો તેઓ uabjhoke ક્યાં છે એની જાણકારી મેળવી શકી અને sweden પર હુલમો થશે એ માહિતી ને પણ ઘણા એવા વર્ષો વીતી ગયા ના તો uabjhoke દ્વારા હુમલો થયો ન તો એ લોકો sweden માં છે એ જાણકારી મળી. વર્ષો વીતતા ગયા અને uabjhoke અને એમનું નામ પાનાઓ અને વાતોમાં રહી ગયું.

પણ એક વાત હતી જે કદાચ ઇતિહાસ ના પાના પર ના હશે પરંતુ uabjhoke ના મગજ માં હતી જે હંમેશા એમને આગળ રાખતી હતી. (Sweden જીતવા પેહલા) જ્યારે uabjhoke અન્ય વિસ્તારો જીતીને sweden સાથે લડવા જઈ રહ્યું હતું ત્યારે એ યુદ્ધ માં એ હાર્યું જરૂર હતું પરંતુ સંપૂર્ણ ખતમ ના થયું હતું. પરંતુ એ હાર એમને એક માહિતી આપી ગયું હતું કે sweden એ england પાસે થી હથિયાર મંગાવી રહ્યા હતા પણ એ વાત માં ખાસ એ હતું કે એ હથિયાર સામે યુદ્ધ જીતવું તો ક્યારેય શક્ય ન હતું અને એ હથિયાર છીનવી ને પણ એનો ઉપયોગ કરી શકાય એમ ન હતું કારણકે એ હથિયાર ચલાવતા માત્ર england ની સૈન્ય ને આવડતું હતું. હવે uabjhoke પાસે માત્ર બે રસ્તા ક્યાં તો તેઓ england પર હુમલો કરી ને એ હથિયારો મેળવી લે ક્યાં તો પછી sweden પર સીધો હુમલો કરી એને જીતવા નો પ્રયત્ન કરે. પરંતુ બંને મુશ્કેલ હતું... england દરિયા પાળ હતું તો ત્યાં કરોડો ની સૈન્ય તો લઇ જઈ હુમલો કરી શકાય એમ ન હતું અને sweden ના હથિયારો સામે હાર પાકી હતી.આ બધા વિચારો માં ઘેરાયેલા uabjhoke એ નિર્ણય લીધો .

આ નિર્ણય ઇતિહાસ માં લોકો ની દ્રષ્ટિએ સૌથી ખરાબ હતો પરંતુ એ નિર્ણય ઇતિહાસ જરૂર બદલી રહ્યો હતો. તેઓ એ સીધો sweden પર હુમલો કર્યો અને એમાં તેઓ પોતાનું બધુએ હારી ગયા. અને આ જ એક મોકો હતો એમની પાસે કે england જીતવાનો. તેઓ એ થોડું એવું સૈન્ય ભેગું કર્યું અને england જવા નીકળ્યું.

Sweden સામે ની હાર થી લોકો ને એમ હતું કે હવે uabjhoke ક્યારેય નહીં સત્તા પર આવશે પણ તેઓ સત્તા પર આવવા માટે જ બધા પ્રયત્નો કરતા હતા. યુદ્ધ હાર્યા તો લોકો ને લાગ્યું uabjhoke હાર્યા પરંતુ તેઓ આખી દુનિયાથી 10 વર્ષ આગળ ચલતા હતા તેઓ આગળના 10 વર્ષ પછીના પરિણામ નું વિચારીને ચલતા હતા. 2-3 વર્ષમાં તો તેઓએ ત્યાંના લોકો ના દિલ જીત્યા અને ત્યાં સૈન્ય ઉભું કર્યું. પછી જ્યાં હથિયારો બનતા હતા ત્યાં ગયા. ત્યાં એ હથિયારો કેવી રીતે કામ કરે છે એ કેવી રીતે બને છે એ બધી માહિતી તેઓએ મેળવી. તેને ચલાવતા અને તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એ બધું તેઓ ત્યાં રહીને શીખ્યા. એ પછી તેઓએ england પર હુમલો કરી england જીત્યા. હવે માત્ર sweden બાકી હતું જે બાદ આખું europe એમના સત્તા માં થવાનું હતું.

સત્તા જીતી ને પહેલું કામ હતું કે sweden જતા હથિયારો બંધ કરવા પરંતુ એ બંધ થાત તો કદાચ sweden સતર્ક થઈ જાત એટલે એમણે એ ના કરતા જે હથિયારો ની તેઓ આપ લે કરતા હતા એ sweden પોહચડયા પણ બધા કામ ન કરી શકે એવા હતા. Uabjhoke એ sweden ને ખબર ના પડે એ પ્રમાણે એમને એવા હથિયારો આપ્યા છે ક્યારેય કામ માં ના આવી શકે મતલબ બગડેલ હથિયારો ની આપ લે કરી. હથિયારો લેવા આવેલ sweden ના સૈન્ય સાથે સૈનિકો બની જોડાયા. તેઓ 10 વર્ષ અજ્ઞાત રહ્યા પણ 10 વર્ષ બાદ પોતાના સંપૂર્ણ તાકાત લગાવી ને sweden પર હુમલો કરીને જીત્યા અને sweden ના રાજા ને કહેલી વાત સાચી બતાવી કે,

"જંગલનો રાજા સિંહ જો તેના પગ પાછળ લે તો એવું નથી કે તે હારી ગયો છે, પણ એ પુરી તાકાત લગાડી ને હુમલો કરે છે અને એ સમયે કોઈ યુક્તિ કે સામર્થ્ય એના પ્રહાર થી બચાવી ના શકે"

આખરે એ સમય આવી ગયો હતો જ્યાં આખી europe ની સત્તા uabjhoke ના હસ્તક હતી. આ જોઈ કહી શકાય તેમની મેહનત નું એમણે વિચારેલું પરિણામ એમને મળ્યું હતું. એમનો રસ્તો ખોટો હતો પરંતુ છેલ્લે એમરે વિચારેલા અખંડ વિસ્તાર ની સત્તા તેઓ ભોગવી રહ્યા હતા. Uabjhoke ની સત્તા માં લોકો માં uabjhoke ના નામ નો ડર એ હદ સુધી ચાલ્યો ગયો હતો કે એમની ખિલાફ જવાનું કોઈ સપના માં પણ વિચારી ના શકાતું હતું. પરંતુ એ વાત હતી કે જ્યાં મનમાં ડર હોય ત્યાં દગાબાજી ક્યાંક ને ક્યાંક જન્મ લઈ જ લે છે. લોકો માં uabjhoke વિરુદ્ધ ના વિચારો ઘર કરી બેઠા હતા. લોકો uabjhoke વિરુદ્ધ ના જતા હતા પરંતુ uabjhoke સાથે પણ ના હતા. ધીમે ધીમે આખો મોટો વર્ગ ઉભો થયો જેમની માંગ હતી કે europe ને અલગ અલગ દેશો માં વહેચી દેવામાં આવે અને એની સત્તા લોકો ઘ્વારા ભોગવવામાં આવે. પરંતુ uabjhoke આ વાત માં માનતા ન હતા એમને ખબર હતી કે જોઈ કોઈ નો ડર ના રહેશે તો પરિસ્થિતિ પેહલા જેવી થઈ જશે. તેઓ પણ એક બે માં થયા. આ વાત નિશ્ચિત હતી કે હવે જો સત્તા ની લડાઈ શરૂ થઈ તો એને રોકાવું કદાચ અશક્ય હતું .

Uabjhoke ની લોકો વાત ન માનવા ના કારણે લોકો માં uabjhoke ના વિરોદ્ધ જ્યોત બરાબર બેસી ગઈ. 1-2 વર્ષ સતત આ ટકરાવ રહ્યો . પ્રજા સંપૂર્ણ uabjhoke ખિલાફ થઈ ગઈ. ક્યાંક ને ક્યાંક uabjhoke નું પોતાનું સૈન્ય પણ એની ખિલાફ જવા લાગ્યું. Uabjhoke ના ભરોસેમંદ વ્યક્તિઓ ની સંખ્યા ગણતરી ની રહી ગઈ. આ વિરોદ્ધ ના સમય માં ત્રણ મુખ્ય દળ ઉભા થયા જે uabjhoke વિરુદ્ધ પોતાનો અવાજ બુલંદ કરી રહ્યા હતા. જેમાં Euize , Ropidel અને pentart નો સમાવેશ થતો હતો.

આ ત્રણેય દળો માત્ર ને માત્ર uabjhoke વિરુદ્ધ ના કામો કરતા અને ધીરે ધીરે અગણિત લોકો એમાં જોડાયા. હવે એ વાત ની નવાઈ ના રહી હતી કે તેઓ પોતાનું એક નવું સામ્રાજ્ય ઉભું કરે. ક્યાંક ને ક્યાંક uabjhoke ને ખબર પડી હતી કે તેઓ કયારેક એમના પર હુમલો કરશે જ. ત્યાં એક દિવસ uabjhoke ના સૂત્રકાર એ એમને ચેતવ્યા કે આ ત્રણેય દળ દ્વારા ટુક સમય માં તમારા પર હુમલો થવા જઈ રહ્યો છે આપણી સૈન્ય કદાચ આપણો સાથ ના આપે તો આપણી હાર નિશ્ચિત છે. ત્યારે uabjhoke જવાબ આપે છે,

"આ જે કઈ પણ થઈ રહ્યું છે તે એ લોકો ની તકદીર છે , અને બીજા ની તકદીર ક્યારેય અમે બદલી નથી શકતા જો એમના નસીબ માં આજ લખ્યું છે તો આ જ સાચું અને અમારું મૃત્યુ જ તકદીર બનાવી શકશે તો એ જ થશે. અમને યાદ છે કે અમારી માતા એ કીધું હતું કે હિંસા ક્યારેય કોઈ રસ્તો ના આપી શકે એ કોઈ પણ સવાલ નો ઉત્તર નથી. હિંસા થી મરેલું ક્યારેય લાંબા સમય માટે રહી ન શકે..અમે પણ કેવા રસ્તા નો ઉપયોગ કરી રહ્યા હતા જ્યાં શાંતિ લાવવા માટે અમે અશાંતિ ફેલાવી રહ્યા હતા. કદાચ યુરોપ ના તકદીર માં અમારું શાસન આટલુ જ હતું. અમે કરેલી મેહનત કદાચ યોગ્ય જ પરિણામ લાવશે"

આટલું કહી uabjhoke કિલ્લો ખાલી કરવા કહ્યું,

સૂત્રકાર એ ઉત્તર માં કહ્યું," તમારી મેહનત નું પરિણામ જોવા તમે ના રહેશો ? એક વાર જોઇ તો લો કે મેહનત નું પરિણામ તમે ઇચ્છીયું હતું એ આવ્યું કે નહીં!!"

આ વાક્ય ને નજર અંદાજ કરીને uabjhoke મૌન રહયા. આખરે બીજા જ દિવસે ત્રણેય દળોએ એમના પર હુમલો કર્યો. Uabjhoke નો કિલ્લામાં માત્ર ગણતરી ના સૈનિકો હતા જેમના પર તેઓ ભરોસો કરી શકતા હતા. એમની હાર અને મોત નક્કી હતી. એ તેઓ ખુદ પણ જાણતા હતા. તેઓ કિલ્લામાં ઘેરાય ગયા અને ધીમે ધીમે એમના સૈનિકો મરવા લાગ્યા. કેટલાક લોકો ને એમણે ગુપ્ત રસ્તા થી બહાર મોકલી દીધા. ચારેય બાજુથી ઘેરાયેલ uabjhoke હવે માત્ર કિલ્લા માં હતા. તેમનું મૃત્યુ તેમણે સ્વીકારી લીધું હતું તે છતાં પોતાનું સંપૂર્ણ તાકાત થી લડી રહ્યા હતા. અને આખરે જે લખાયેલું હતું એ જ થયું. Uabjhoke મૃત્યુ પામ્યા. એ આઠેય ને એ ત્રણેય દળો એ ત્યાં જ કિલ્લા માં દાતી દેવામાં આવ્યા અને એની સાથે થયો યુરોપ નું નામકરણ,

Europe જે ત્રણેય દળ નું પ્રતિનિધિત્વ કરતું હતું...

Euize Eu...
Ropidel Ro.. " -----Europe-----"
Pentrat pe..

તે સમય થી તેને યુરોપ ખંડ તરીકે ઓળખવા લાગ્યા અને તે સાત ખંડ માનું એક ખંડ તરીકે ઉભરી આવ્યું. કોઈએ વિચાર્યું ના હશે કે યુરોપ જેવા ખંડ ને દુનિયા સામે લાવવામાં કેટલાયે બલિદાન આપ્યા હશે, કેટલીય યુક્તિ ઓ થઈ હશે, અને ન માની શકાય એમ સ્વયં કુદરત પણ એની શક્તિ જોડી હશે, કુદરત એ uabjhoke રૂપે અનેક શક્તિઓ અર્પણ કરી હતી. જે ઇતિહાસ માં એમને અમર કરાવી ગઈ...

To be continued...


For contact: : vivupatel3155@gmail.com