પ્રતિક્ષા - 8 Khyati Thanki નિશબ્દા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

શ્રેણી
શેયર કરો

પ્રતિક્ષા - 8

હંમેશા ઝડપથી ચાલતા શિલ્પા બહેન આજે અનેરીથી પણ પાછળ રહી ગયા..... અને અનેરી ને જાણે અચાનક બીક લાગવા માંડી....
જાણે બધું થંભી ગયું......
કશુક અટકી ગયું.....
જાણે કે અખંડિતતા ખંડિત થવા લાગે.....
તેણે જોયું કે મમ્મી શ્વાસ પણ ઝડપથી લે છે તે મનમાં નોંધ્યું પણ મમ્મીને ચિંતા નથી કરાવવી એ વિચારથી ચહેરા પર આવવા ન દીધું. તો સામા પક્ષે શિલ્પાબેન પણ અનેરીના જ મમ્મી જાણે તબિયત ને અવગણી ને વર્તમાન પરિસ્થિતિને શાંતિથી માણવા માંગતા હોય મનમાં ને મનમાં" થાક ઉતરશે તો બધું સરખું થઈ જશે" એવું વિચારવા લાગ્યા અને આગળ વિચાર્યું કે ડોક્ટર ના રિપોર્ટ એક વખત સારા આવી જાય પછી થોડો સમય પોતાના પર ધ્યાન આપવું છે અને એક સારી કામવાળી પણ શોધી લેવી છે જેથી કરીને અનેરીનાં ભણવામાં ખલેલ ન પહોંચે .

જમીને અનેરી એ શિલ્પાબેન ને આરામ કરવાનું કહ્યું અને પોતે કંઈક શાંતિથી વિચારીને ભગવાનના મંદિર સમક્ષ આંખો બંધ કરીને થોડો વધારે સમયે માંગી લીધો મમ્મી સાથે રહેવા માટે.....


ખખડાવે ખુલાસાના રસ્તા, શંકાના ભીડેલા દરવાજા,
સોંસરવો છે આ કોલાહલ, બહુ એકલવાયું લાગે છે.

-હેમેન શાહ


ત્યાં તો કવન નો ફોન આવ્યો

અનેરી:-"હેલ્લો".

કવન:-"હા કેમ છે?"

અનેરી:-"હું બરાબર છું કવન પરંતુ...."

કવન:-"પરંતુ શું અનેરી? જલ્દી બોલ મને ચિંતા થાય છે".

અનેરી:-"કવન મમ્મીની તબિયત સારી નથી."

કવન:-"શું થયું આંટીને?"

અનેરી:-"મમ્મી થોડાક સમયથી વધારે પડતી થાકી જાય છે જમે છે પણ ઓછું અને આજે તેને ઉધરસ એવી આવી કે હું તો થોડીક વાર ગભરાય જ ગઈ. રોજિંદી ક્રિયાઓ પહેલાની જેમ જ નથી કરતી મમ્મી..."

કવન:-"ડોક્ટરને બતાવ્યું?"

અનેરી:-"હા, રિપોર્ટ પણ કરાવ્યા બે દિવસ પછી આવશે."

કવન:-"બરાબર તો હવે તો ચિંતા ન કર એક વખત નિદાન થઈ જાય પછી બધુ વ્યવસ્થિત થઈ જશે."

અનેરી:-"વધુ વ્યવસ્થિત થઈ જાય તો જ સારું કવન નહીંતર હું મારી જાતને સંભાળી નહિ શકું.."

કવન:-"અરે શું થયું અને આંટીને કંઈ નહીં થાય be brave".

અનેરી:-"મને કંઈ નથી ગમતું ન આવવા ના વિચારો આવે છે".

કવન:-"અને તું ક્યાંથી આવી થઈ ગઈ?"

અનેરી:-"ખબર નહીં કવન બસ નથી ગમતું."

કવન:-"ભગવાનને પ્રાર્થના કર મારી મદદની જરૂર છે તો હું થોડા દિવસ આવી જાવ."

અનેરી:-"ના અત્યારે નહિ એવું હશે તો હું તને કહીશ."

કવન:-"થોડું ભણવામાં મન લગાડ અને ખોટી ચિંતા કરતી નહીં ઓકે?"

અનેરી:-"હા, ચાલ પછી મળીએ ,તારી સાથે વાત કરી થોડું સારું લાગે છે....

💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮

વહેલી સવારના બધું કામ પતાવી અનેરી વહેલી તૈયાર થઈ ગઈ મમ્મી ને આરામ કરવાનું કહી કોલેજ જવા નીકળી. રસ્તામાં ભાડે મકાન ની જાહેરાત જોઈ કવિતામેમ યાદ આવી ગયા અને તેની વાત કરવાનું વિચારી કોલેજે પહોંચી.

આજે અનેરી બધા સાથે વાતો કરવાનું ટાળી વર્ગમાં ઝડપથી લેક્ચર શરૂ થવાની રાહ જોતી હતી. ઈચ્છતી હતી કે જલ્દી લેકચર પૂરું થઈ જાય અને મમ્મી પાસે પાછી પહોંચી જાય...

ઈશ્વરીય સંકેત કહો કે માનવીના મન નું રહસ્ય જ્યારે પણ કોઈ વ્યક્તિ ગહન વિચાર તે સમસ્યા અનુભવે ત્યારે ઈશ્વર કોઈ પણ સ્વરૂપે તેને હળવી કરવાના ઉપાયો સૂચવે છે

અનિકેત સરના ગુડ મોર્નિંગના લહેકાથી અનેરી વિચારવસ્થા માંથી બહાર આવી . અનિકેતસર આજે ધ્યાન અને સમસ્યાના પ્રકરણ સમજાવતા હતા અને સાથે વ્યવહારિકતા ને વણી લેવાની તેમની શૈલી અને શબ્દ અનેરી માટે જાણે પ્રેરણાસ્ત્રોત બન્યા. એક જગ્યાએ સ્થિર થઈ ગયેલા , વમળમાં ફસાઈ ગયેલા મનને બહાર નીકળવામાં ઘણી મદદ થઈ.

અનિકેત:-"અમુક ઘટનાઓ ને તે સમય અને સ્થળ પર જ છોડી દેવા જોઈએ તે સમસ્યાનો ઉકેલ યોગ્ય સમયે જ થશે તે પહેલા નહીં એટલે આપણે સમય સાથે સમાધાન સાધવું જ રહ્યું નહિતર સમય સાથે આપણું સમતોલન આપણે ગુમાવી દઈએ છીએ.

અનિકેત સરના એક-એક શબ્દને વિચારો જાણે અને તે તરફ બોલાવતા હતા અનિકેત પોતે અનિકેત હતો જેને પોતાની અલગ દ્રષ્ટિ ,અલગ જીવન હતું. તેના માટે બધા સમગ્ર રૂપે હતા જેમાં એક અનેરી પણ હતી પરંતુ સામાન્ય સ્વરૂપે.. જ્યારે અનેરી માટે અનિકેત ના વિચારો કેન્દ્ર બિંદુ બનતા જતા હતા.

લેકચર પૂરું થયું ત્યાં તો અનેરી ને વાત કરવાનું મન થઇ ગયું

અનેરી:-"એક્સક્યુઝ મી સર"

અનિકેત :-"હા, બોલો."

અનેરી:-"સર મારે થોડું માર્ગદર્શન જોઈએ છે."

અનિકેત:"કઈ બાબતમાં?"

અનેરી:-"સંદર્ભ પુસ્તકો વિશે સર."

અનિકેત:-"અત્યારે મારે મોડું થાય છે આવતા અઠવાડિયે આવીશ ત્યારે ચોક્કસ આપીશ."

અનેરી:-"ઓકે સર આભાર."

અનિકેત:-"એમાં આભાર શાનો આ તો મારું કામ છે".તમારું નામ શું?

અનેરી:-" અનેરી, sir.

અનિકેત:-"સાચું નામ આ જ છે?"

અનેરી:-"હા પણ કેમ?"

અનિકેત:-" ના બસ ખાલી અમસ્તુ ને આવું નામ પહેલી વાર સાંભળ્યું એટલે."

અનેરી:-"સારું ને સર, હું હંમેશા અલગ રીતે તમારી સ્મૃતિમાં રહીશ."

અનિકેત:-"હા તમે કદી ભૂલાશો નહિ એ વાત પાકી."

અનેરી ને અનિકેત સરની વાતો માં અલગ જ નિખાલસતા અનુભવાઈ , જે અનેરિની આંખમાં ચમક આપી ગઈ.
સવારે કોલેજ આવી અને અત્યાર સુધીમાં તેના મનમાં કંઈક અલગ જ બદલાવ આવી ગયો મનને ગમવા લાગ્યું અનિકેત સર સાથેના સંવાદ ને મન ફરીથી વાગોળવા ઈચ્છવા લાગ્યું.. હવે દરેક સમસ્યાને ફરીથી અનેરી બની વિચારવા લાગી ,બીક નું કારણ શોધવા સંશોધક બનવા લાગી અને શકિત પાછળનું કારણ અનિકેત ના વિચારો નુ સૌદર્ય હતું...
અને ત્યાં રસ્તામાં જ કવિતા મેમ મળી ગયા.

અનેરી:-"કેમ છો મેડમ હું તમને જ શોધતી હતી."

કવિતા મેમ:-"અરે અનેરી કેમ છે?"

અનેરી:-"મજામાં મેમ ,અમારા ઘરની પાસે જ એક નવું નાનું મકાન ભાડે આપવાનું છે જો તમારી ઈચ્છા હોય તો આપણે તપાસ કરીએ."

કવિતા મેમ:-"હા ચોક્કસ અનેરી તુ ફ્રી હોય ત્યારે કહેજે હું તો કોલેજ પછી ફ્રી જ છું.

અનેરી:-"આમ તો હું ફ્રી છું પણ હમણાં મમ્મીની તબિયત થોડી નરમ રહે છે તો થોડું ઘરમાં પણ ધ્યાન આપવું પડે."

કવિતા મેમ:-"હા ચિંતા ન કર બધું સારું થઈ જશે હું ઘરે આવીશ તો તારા મમ્મીને ખબર પણ પુછાઇ જશે."

અનેરી:-"હું તમને મારા ઘરનું સરનામું મોકલી દઈશ msg માં સેન્ડ કરી દઈશ. સાંજે મળીએ મેમ.

(ક્રમશ)