carrot halwa recipe books and stories free download online pdf in Gujarati

ઝટપટ બનતો સ્વાદિષ્ટ ગાજર નો હલવો -એક નવી રીતે

શિયાળાની ઋતુ હોય ને નવી નવી વાનગી ખાવા મળી જાય તો મોજ પડી જાય ને?
તમે શિયાળામાં ઉધિયું, ખજૂરપાક, મગની દાળ નો શીરો તેમજ અડદિયા તો ખાધા જ હશે, તથા ગાજર નો હલવો પણ ખાધો હશે.

આજે અમે તમારી સમક્ષ ગાજર ના હલવા ની રેસીપી એક નવી રીતે લાવ્યા છીએ.

ઝટપટ બનતો સ્વાદિષ્ટ ગાજર નો હલવો -એક નવી રીતે
આ રીતે ગાજર નો હલવો બનાવશો તો તમારે ગાજર છીણવાં ની જરૂર નહિ પડે.

શિયાળામાં ગાજરનો હલવો લગભગ બધા જ ઘરે બને છે. સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ગાજરનો હલવો ખૂબ જ હેલ્ધી પણ છે. વળી બીજા મિષ્ટાન્ન કરતા ગાજરનો હલવો બનાવવો સાવ સરળ પણ છે. પ્રેશર કૂકરમાં ગાજરનો હલવો બનાવવો સાવ સરળ પણ છે અને તેમાં ટાઈમ પણ ઘણો ઓછો લાગે છે. જાણી લો પ્રેશર કૂકરમાં ગાજરનો હલવો બનાવવાની આસાન રેસિપી.
તેમજ ઓછા ધી અને ઓછા દૂધ માં સ્વાદિષ્ટ ગાજર નો હલવો તૈયાર થઈ જાય છે.

આ હલવો બનવા માટે તમને 5 મિનિટ થી વધારે સમય નહિ લાગે.

આ રેસિપી ચાર જણા માટે છે.

તો ચાલો જોઈ લઈએ સામગ્રી માં શું શું જરૂર પડશે?

* 1 કિલો ગાજર

* 1 વાટકી ગરમ દૂધ

* 150 ગ્રામ ખાંડ
* 1/4 ચમચી એલચી પાઉડર

* 1 વાટકી દૂધ પાવડર

* 2 ચમચી કાજુ ઝીણા સમારેલા

* 2 ચમચી બદામ ઝીણા સમારેલા
* 2 ચમચી પીસ્તા ઝીણા સમારેલા
* બનાવવા ની રીત*

સૌ પ્રથમ ગાજર ને સારી રીતે ધોઈ તેને ઝીણા સમારી લેશું, ત્યાર બાદ ગેસ પર કુકર મૂકી ને તેમાં 1.5 ચમચી ઘી ઉમેરશુ
ઘી ગરમ થાય એટલે તેમાં ઝીણા સમારેલા ગાજર નાખી ને સારી રીતે મિક્સ કરી લેશું.1 મિનિટ સાંતળ્યા પછી તેમાં ગરમ દૂધ નાખી કુકર નું ઢાંકણું બંધ કરી 1 વિસલ થાય ત્યારે ગેસ બંધ કરી દેશું.હવે એક કડાઈમાં 1 ચમચી ઘી લઈ તેમાં ઝીણા સમારેલા સૂકા મેવા નાખી સાંતળી લઇશું,હવે કુકર ખોલી ને ચેક કરી લેવા કે ગાજર બરાબર ચડી ગયા છે કે નહિ તે ચેક કરી લેવા.જો ગાજર કાચા લાગતા હોય તો થોડું દૂધ ઉમેરી 1 મિનિટ ચડાવી લેવા.પછી પોટેટો મેસર ની મદદ થી
ગાજર મેશ કરી લેવા, હવે કડાઈ પર 1.5 ચમચી ઘી નાખીને તેમાં મેશ કરેલા ગાજર નાખી ને સારી રીતે સાંતળી લેવું,
હવે તેમાં દૂધ પાવડર નાખી ને હલાવતા જવું પછી તેમાં ખાંડ નાખી ને 2 મિનિટ સારી રીતે ચડવા દેવું,હવે ગેસ બંધ કરી તેમાં એલચી પાઉડર નાખી ને સારી રીતે મિક્સ કરી લો, પછી તેને એક સર્વિંગ બાઉલ માં કાઢી ને ડ્રાય ફ્રૂટ થી ગાર્નિશ કરો . તો તૈયાર છે સ્વાદિષ્ટ ગાજર નો હલવો.

ગાજરનો હલવો ગરમ અને ઠંડો બંને સરસ લાગે છે. પરંતુ શિયાળામાં ગરમાગરમ હલવો ખાવાની વધુ મજા આવે છે. તમે તેને સર્વ કરતી વખતે માઈક્રોવેવમાં ફરી ગરમ કરી શકો છો.

આ રીત તમે જરૂર થી એકવાર ગાજર નો હલવો બનાવજો.

ગાજર હલવો નાના મોટા સૌ કોઈ ને ભાવતો હોય છે.

ગાજર માં સૌ વધારે વિટામિન A હોય છે, અને 88% પાણી હોય છે.

આથી શિયાળા માં અવનવી ગાજર ની વાનગી બનાવી ને ખાવી જોઈએ.

ગાજર માંથી તમે નીચે મુજબ વાનગી ઓ બનાવી શકો છો.

ગાજર ની બરફી
ગાજર નું અથાણું
કોબી ગાજર નો સંભારો
ગાજર ની ખીર
ગાજર ની કેક
ગાજર નો સૂપ
ગાજર નો જ્યૂસ

by vijay vaghani

બીજા રસપ્રદ વિકલ્પો